Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

દેશ પ્રજાથી મહાન બનતો હોય છે

આપણે ત્યાં કોઈ પણ આફત વખતે જે રીતે વસ્તુઓ, દવાઓની સંગ્રહ ખોરી થાય છે એના ઉપરથી બહુ પ્રસિદ્ધ એક પ્રસંગ યાદ આવી ગયો.👇

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીએ બ્રિટન આવતા ખાંડના જહાજો બોમ્બમારો કરી ડુબાડી દીધા. બ્રિટનમાં ખાંડની તીવ્ર અછત થઈ. લોકો રેશનીંગની દુકાને 100-200 ગ્રામ ખાંડ માટે લાંબી લાઇનમાં ઉભા રહેતા.

તત્કાલીન વ.પ્ર. ચર્ચિલે લોકોને અપીલ કરી “ખાંડ માપમાં મળશે. જરૂરત પૂરતી જ ખાંડ ખરીદો. સંગ્રહ ન કરશો નહિ તો ગરીબ વર્ગ સાવ ખાંડ વગર રહી જશે”

બીજે દિવસે સંસદ જવા નીકળેલા ચર્ચિલે જોયું કે સુખી દેખાતા લોકો પણ દુકાનો ઉપર લાંબી લાઈનોમાં ઉભા હતા. એ દુઃખી થઈ ગયા કે બધાને મળશે એવી જાહેરાત પછી પણ લોકોને ધીરજ નથી!

સેક્રેટરીને તપાસ કરવા મોકલ્યા. થોડીવારે પાછા આવી એણે કહ્યું:
“સર, એ લાઈનો ખાંડ લેવા નહીં પણ જેમની પાસે વધુ ખાંડ હતી એ પાછી આપવા આવ્યા છે જેથી જેમની પાસે નથી એમને ય મળી રહે!!”

ચર્ચિલે ગદગદ થઈને કહ્યું ” જ્યાં આવી પ્રજા હોય એ દેશને કોણ હરાવી શકે?”

પછી નો ઇતિહાસ જગજાહેર છે. આવુ કેરેક્ટર પ્રજાનું હોય તો દેશ મહાન થાય જ થાય…

પ્રજા દેશથી મહાન નથી બનતી, દેશ પ્રજાથી મહાન બનતો હોય છે.

👉 કોરોના કાળમાં લોકો સાથે બેફામ લૂંટ કરતા લોકો ને સમર્પિત..🙏🙏🙏

उषा बा पवार

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s