ग्रंथों में कथा आती है कि लक्ष्मण के द्वारा मारे गये मेघनाद की दक्षिण भुजा सती सुलोचना के समीप जाकर गिरी और पतिव्रता का आदेश पाकर उस भुजा ने सारा वृतांत लिखकर बता दिया। सुलोचना ने निश्चय किया कि मुझे अब सती हो जाना चाहिये, किन्तु पति का शव तो राम – दल में पड़ा हुआ हुआ था, फिर वह कैसे सती होती? जब अपने ससुर रावण से उसने अपना अभिप्राय कहकर अपने पति का का शव मंगाने के लिए कहा, तब रावण ने उत्तर दिया – “देवी! तुम स्वतः ही राम – दल में जाकर अपने पति का शव प्राप्त करो। जिस समाज में बाल ब्रह्मचारी श्री हनुमान, परम जितेन्द्रिय श्री लक्ष्मण तथा एकपत्नीव्रती भगवान श्रीराम वर्तमान है, उस समाज में तुम्हें जाने से डरना नहीं चाहिए। मुझे विश्वास है कि इन स्तुत्य महापुरुषों के द्वारा तुम निराश भी नहीं लौटाई जाओगी। “ जब रावण सुलोचना से यह बाते कह रहा था, उस समय कुछ मंत्री भी उनके पास बैठे थे। उन लोगों ने कहा – “जिनकी पत्नी को आपने बंदिनी बनाकर अशोक वाटिका में रख छोड़ा है, उनके पास आपकी बहु का जाना कहाँ तक उचित है? यदि वह गयी तो क्या सुरक्षित वापस लौट सकेगी? “ रावण ने उत्तर दिया – “मंत्रियों! लगता है तुम्हारी बुद्धि विनष्ट हो गयी है। अरे, यह तो रावण का काम है, जो दूसरे की स्त्री को अपने घर में बंदिनी बनाकर रख सकता है, राम का नहीं। “ धन्य है श्रीराम का चरित्र – बल, जिसका विश्वास शत्रु भी करता है और प्रशंसा करते थकता नहीं। हमें राम के इस उदात्त चरित्र से अवश्य प्रेरणा लेनी चाहिए।
ટ્રેન ના ડબ્બા માં પ્રવેશ્યો અને મારી સીટ શોધતો શોધતો ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં પહોંચ્યો. બાજુની બે બેઠકોમાં થી, મારી નીચેની બેઠક હતી. સામે,એક બાળક અને એના માતા-પિતાનું એક નાનું સુખી કુટુંબ હતું. હજુ ત્રણ જગ્યા ખાલી હતી તથા મારી સામેની બેઠક પણ ખાલી હતી. ત્રણ-ચાર મિનીટ માં મારી સામેની બેઠક પર એક ભાઈ આવી ગયા અને એમનો સમાન ગોઠવવા લાગ્યા. ત્યાં એક ૭૦-૭૫ વર્ષની ઉંમરનાં એક સજ્જન અને તેમના જોડીદાર આવ્યા અને પોતાનો સમાન ગોઠવી અને જગ્યા લીધી. જ્યારે પણ લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે કમ્પાર્ટમેન્ટ થોડા સમય માટે ઘર જ બની જાય. અત્યારે આ હંગામી ઘરનાં તમામ પાત્રોએ પોતાની જગ્યા લઇ લીધી હતી.
જ્યારે પણ મન થાય અને મા ગંગાની યાદ આવે અથવા મા ગંગા બોલાવે, ત્યારે આ ટ્રેન મારો સેતુ બની જાય. આશરે ૩૬ કલાકની મુસાફરી અને બીજા દિવસે સાંજે હરિદ્વાર પહોંચી જવાય. સાંજે ગંગા આરતીનો લાભ લઇ અને બીજા દિવસે સવારે ઋષીકેશ. આ જ મારો નિત્ય ક્રમ. પરિચય કેળવવાના હેતુથી સામે બેઠેલા લગભગ મારીજ ઉંમરના ભાઈ સાથે વાતચીત શરુ કરી.
સામે પેલું બાળક થોડું તોફાન કરી પોતાનો સમય પસાર કરી રહ્યું હતું…તેના માતા-પિતા પોતાના મોબાઈલ જોવામાં વ્યસ્ત હતા. થોડી-થોડી વારે, નાસ્તા , કોલ્ડ-ડ્રીન્કસ અને ચા-કોફીવાળા ફેરીઓ લગાવી રહ્યા હતા. દિવાળી પછીનો સમય હતો એટલે ટ્રેનમાં બંને તરફ સરસ મજાની લીલોતરી જોવાં મળે…સાથે સાથે વચ્ચે આવતી નાની-મોટી નદીઓમાં બંને કાંઠે પાણી હતા.
પેલા બાળક ની સાથે થોડી વાતો કરી સમય પસાર કરતો હતો…વચ્ચે, તેના પિતા પણ વાતો કરતા. પણ, પેલા બંને ઉંમરવાળા યુગલ પોતાની પાસે રહેલા પુસ્તકો વાંચવામાં વ્યસ્ત હતા. કદાચ એમને અમારી વાતોમાં બહુ રસ ના લાગ્યો. છત્રીસ કલાકની મુસાફરીમાં જો બે વ્યક્તિ સાવ અલિપ્ત રહે, તો મજા ના આવે…એટલે, એમને પણ વાતોમાં શામેલ કરવાના ઈરાદાથી વાત શરુ કરી…
”તમે ક્યા સુધી જવાના?”.. મારો પ્રશ્ન સાંભળી પેલા મોટી ઉંમરનાં સજ્જને પુસ્તકમાંથી ઉપર જોઈને આછા હાસ્ય સાથે જવાબ આપ્યો, “હરિદ્વાર સુધી…” વળી પાછા પુસ્તક વાંચવામાં લાગી ગયા.
મેં ફરી પ્રશ્ન કર્યો, “ત્યાં રહો છો? કે ખાલી થોડા સમય માટે?”
તેમણે ધીમેથી પુસ્તક બંધ કરી અને જવાબ આપ્યો,”અમે રુદ્રપ્રયાગ જવાના…ત્યાં રહીએ,વર્ષમાં દસ થી અગિયાર મહિના..”
બંને સરસ વ્યક્તિત્વ હતા ….સજ્જન ઊંચા, વિશાળ કપાળ, માથે શ્વેત વાળ અને થોડી થોડી સફેદ દાઢી-મુછ…સફેદ ઝબ્બો અને લેંઘો અને હાથમાં એક કાળા ડાયલવાળી ઘડિયાળ તેમજ સોનેરી લટકતી ચેઈન સાથે જોડાયેલા ચશ્મા … એમના જોડીદાર બેન પણ એકદમ શાલીન અને પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા હતા…. સાદો કોટનનો ડ્રેસ, શ્વેત લાંબા વાળનો ચોટલો, બંને હાથ માં એક એક બંગડી,કપાળે લાલ મોટો ચાંદલો અને ગળે લટકતી સોનેરી ચેઈન સાથે જોડાયેલા ચશ્માં…
રુદ્રપ્રયાગનું નામ સંભાળી મારી આંખમાં ચમક આવી અને એમને પૂછ્યું, “વાહ… ખુબ સરસ જગ્યા… ત્યાં શું કરો તમે?”
હવે, મારી સામે બેઠેલા ભાઈને પણ રસ પડ્યો…અને પેલા નાના બાળકનાં પિતા પણ અમારી વાતોમાં જોડાયા….
પેલા કાકા હસી પડ્યા અને બોલ્યા,”ત્યાં કશુંજ નથી કરતાં…બસ ઇશ્વરના પ્રયોજનને ન્યાય આપવાનો પ્રયત્ન…..”
અમારી વાતો વધી…. પરિચય પણ વધ્યો….મને ઉત્કંઠા થઇ, એમના અને એમના કામ વિષે જાણવાની….
મેં પૂછ્યું, “તમારા પરિવાર માં કોણ? ત્યાં જતા રહો આટલો લાંબો સમય, તો ઘર ની યાદ ના આવે?”
એમણે એમના જોડીદાર બેન સામે જોયું અને બંને થોડું હસ્યા…
સજ્જને કહ્યું, “ભાઈ, મારા પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે…બંને લગ્ન કરીને ખુબ સારી રીતે અમેરિકામાં સ્થાયી છે….” પછી એમની સામે બેસેલા એમના જોડીદાર ની સામે જોઈ બોલ્યા, “એમના પરિવાર માં એક દીકરી છે….એ પણ લગ્ન કરી ને કેનેડા સ્થાયી છે….”
હું અને બાકીના બધા આ સાંભળીને થોડા અવઢવમાં પડ્યા…
મારાથી પૂછાઈ ગયું,” એટલે..તમારા બંનેનો પરિવાર અલગ અલગ છે? તમે …..”
એ મારા પ્રશ્નનો મર્મ સમજી ગયા અને જવાબ આપ્યો…
”ભાઈ, હું ૭૨ વર્ષનો છું અને આ મારી સામે બેઠેલા અનન્યાબેન ૭૦ વર્ષના છે…અમે બંને છેલ્લા દસ વર્ષથી મિત્રો છીએ… હું વ્યવસાયે આધ્યાપક હતો તથા અનન્યાબેન વ્યવસાયે ડોક્ટર.“
“વાહ, તમે બંને મિત્રો છો…મને તો એમ કે…..” બાકીનું વાક્ય અધ્યાહાર છોડી દીધું ….
પેલા સજ્જન મારી સામે જોઈને હળવા હાસ્ય સાથે બોલ્યા, “કેમ બે મિત્રો ના હોયે? “
પછી અનાન્યાબેન ની સામે જોઇને બોલ્યા, “જોયું અનન્યાબેન, આપણે સિત્તેર વર્ષની ઉંમરે પણ મિત્ર હોઈએ એ બધા સહજતાથી સ્વીકારી નથી શકતા…” બંને નાના બાળક ની જેમ હસી પડ્યા….
મેં એમની સામે થોડા ક્ષોભથી જોઈ કહ્યું,” ના, એવું નથી…મોટેભાગે આપણે બધાને પતિપત્નીનાં રૂપમાં જ જોવાં ટેવાયેલા હોઈએ, એટલે … પણ, તમારી વાત ખરેખર નવી છે…અલગ છે… તમને વાંધો ના હોય તો જણાવો કે શું કરો છો તમે રુદ્રપ્રયાગ માં ?”
પેલા સજ્જન બોલ્યા, “ભાઈ, હું રીટાયર્ડ થયો એ પહેલા મારા દીકરા દીકરી નાં લગ્નની જવાબદારી થી પરવારી ગયેલો…બંને સારી રીતે એમના લગ્નજીવનમાં સુખી છે અને અમેરિકા માં સ્થાયી છે… મારા રીટાયર્ડ થયાના એક વર્ષ પછી અમે અમેરિકા, દીકરા સાથે જ રહેવાના ઈરાદાથી ગયા …ત્યાં મારા પત્નીનું એક જ વર્ષમાં માંદગીને કારણે અવસાન થયું…. અને હું પાછો ભારત આવ્યો….એના અસ્થી અને એની યાદો સાથે…”
“અસ્થી પધરાવવા હું ઋષિકેશ ગયો… શિવાનંદ આશ્રમમાં એક અઠવાડિયું રોકાયો… મન ને ખુબ શાંતિ મળી… એક સાંજે આશ્રમ માં સંત કૃષ્ણાનંદજી મળી ગયા…. અમે લગભગ એક કલાક સત્સંગ કર્યો….
.એમણે મને કહ્યું કે, જીવન માં કોઈપણ ઘટના વગર પ્રયોજને નથી થતી….જો તમે અસ્થી વિસર્જન કરવા અહીં ના આવ્યા હોત તો આશ્રમમાં પણ ના રોકાયા હોત…અને આપણે મળ્યા પણ ન હોત….”
“જીવનમાં બનતી દરેક ઘટના પાછળ, ઈશ્વરનું કોઈક પ્રયોજન હોય છે…કોઈક સંકેત હોય છે…. “
મેં જયારે કૃષ્ણાનંદજી ને પૂછ્યું, કે “મારા જીવનનું શું પ્રયોજન? મારી યોજના તો પત્ની સાથે અમેરિકામાં બાકીનું જીવન મારા દીકરા અને દીકરી નાં બાળકો સાથે પસાર કરવાનું હતું….પણ, હવે તો હું સાવ એકલો થઇ ગયો…”
કૃષ્ણાનંદજી એ મને એક સ્મિત સાથે જવાબ આપ્યો….”તમારા માટે પણ ઈશ્વરે કોઈ યોજના બનાવી રાખીજ છે…બસ તમે ઈશ્વર પર ભરોસો રાખો અને એ સંકેત અને ઈશ્વરની ઈચ્છા સામે આવે તેને સ્વીકારી લેવાની માનસિક તૈયારી રાખજો…”
એક સાંજે, ગંગા આરતી પૂર્ણ થયા પછી, એકલો ઘાટ પર બેઠો હતો, મેં જોયું કે એક ગરીબ અને ભિખારી જેવી લાગતી મહિલા જોર જોરથી રડી રહી હતી અને એના ખોળામાં ૬-૭ વર્ષની એક બાળકી હતી….પેલી નાની બાળકી જોરથી હાંફી રહી હતી….
મારી નજર પડી…એક ૬૦-૬૨ વર્ષની ઉંમરનાં જાજરમાન વ્યક્તિત્વવાળા બહેન પેલી મહિલા અને બાળકી તરફ દોડી ગયા….એને એમણે હાથ માં લીધી એનું મોઢું ખોલી અને શ્વાસ આપવા માંડ્યો…
થોડીવાર માં પેલી બાળકી સ્વસ્થ લાગી…હું પણ ત્યાં પહોંચ્યો…. પેલા બહેને પોતાના પર્સમાંથી એક નાની દવાની બોટલ આપી અને, બાળકી ની માતાને કેટલીક દવા લઇ આવવા કહ્યું…પણ પેલી ભિખારી જેવી મહિલા કદાચ પૈસાનાં અભાવે દવા લાવે એવું લાગ્યું નહી….આથી મેં, પેલા બહેન ને કહ્યું, “મને કહો, હું લઇ આવું”….અને ત્વરિત ઘાટ નજીક આવેલી ફાર્મસીની દુકાનથી દવા લઇ આવ્યો અને પેલી બાળકીની માતા ને આપી….
આ બહેન એટલે આ તમારી સામે બેઠેલા અનન્યાબેન….તેઓ વ્યવસાયે બાળકોના ડોક્ટર છે….તેમને એક દીકરી જે લગ્ન કરી અને કેનેડા સ્થાયી થયેલી. અનન્યાબેન ના પતિ પણ ડોક્ટર હતા, એક એકસીડન્ટમાં આજથી લગભગ વીસ વર્ષ પહેલા અવસાન પામેલા…
આ ઘટના પછી, હું અને અનન્યાબેન ઘાટ પર બેઠા…પરિચય થયો…એકબીજાની વાત જાણી. મને કૃષ્ણાનંદજીની વાત યાદ આવી… બીજા દિવસે સવારે હું અને અનન્યાબેન પાછા કૃષ્ણાનંદજી ને મળવા ગયા…અને એમને ગઈકાલે ઘાટ પર થયેલ ઘટના અને અમારા પરિચયની વાત કરી….
કૃષ્ણાનંદજીએ અમારી સામે જોઈ એક હાસ્ય સાથે કહ્યું, “ જાઓ, તમારી બંનેની રાહ હજારો બાળકો જોઈ રહ્યા છે…. રુદ્રપ્રયાગ માં તમારી જરૂર છે… તમે પ્રોફેસર હતા…શિક્ષક હતા….તમારે બાળકો ને જ્ઞાન, વિદ્યા, સંસ્કાર અને જીવનનો ધ્યેય આપવાનો છે અને અનન્યાબેન, તમે ડોક્ટર છો…તમારે એમને સ્વાસ્થ્ય આપવાનું છે….”
કૃષ્ણાનંદજીની વાત ને આદેશ માની, બીજા જ દિવસે અમે રુદ્રપ્રયાગ જવાનું નક્કી કર્યું…હું ક્યારેય રુદ્રપ્રયાગ ગયો નહતો….બીજા દિવસે ત્યાં થી જતી બસમાં અમે પાંચ કલાક ની મુસાફરી કરી રુદ્રપ્રયાગ પહોંચ્યા…
અદ્ભૂત જગ્યા….મા ગંગાના ખોળામાં નાનું ગામ…સાવ અવિકસિત… ત્યાં જવું કોની પાસે? રહેવું ક્યાં? પણ જ્યારે ઈશ્વરનું આયોજન અને પ્રયોજન હોય ત્યારે એ જ બધી વ્યવસ્થા કરી આપે…. અમે કોઈપણ વિચાર કે આયોજન વિના રુદ્રપ્રયાગ ગયા હતા…
બસ માંથી ઉતર્યા, સામે એક નાનુ ગેસ્ટ-હાઉસ હતું…ત્યાં પહોંચ્યા…બે રૂમ લીધા…અને સમાન મૂકી, રુદ્રપ્રયાગમાં ફરવા નીકળ્યા… દસ મિનીટ ચાલી ને ગંગાજી ને કિનારે પહોંચ્યા ત્યાં એક વૃદ્ધ સંન્યાસી મળ્યા….એમને પ્રણામ કર્યા….અમારી સામે જોઇને બોલ્યા, “આપ એક અચ્છા કાર્ય કરનેવાલે હો….ઈશ્વરને હી આપકો ભેજા હૈ…. આપ આગે જાઓ, પુરાના આશ્રમ હૈ વહા જાઓ…આપકા કાર્ય વહી પૂર્ણ હોગા…” બસ, એક પછી એક ઘટનાઓ થતી રહી અને અમે માત્ર ઘટનાઓની ગંગા માં વહેતા રહ્યા…
પેલા નાના આશ્રમ માં જુના ત્રણ-ચાર તૂટેલા-ફૂટેલા ઓરડા,એક નાનુ મંદિર, નાનુ આંગણ અને એક અતિવૃદ્ધ સંન્યાસી …અમારો એમની સામે પરિચય થયો અને અમે કાંઈક કરવાની ઈચ્છા વ્યક્ત કરી…. સંન્યાસીએ અમને એમની જગ્યાનો ઉપયોગ કરવાની છૂટ આપી… અમે ત્યાં જ એક ઓરડામાં વિદ્યાર્થીઓને ભણવા માટેની નાની શાળા અને એક ઓરડામાં અનન્યાબેન નું બાળકો અને સ્ત્રીઓ માટે દવાખાનાની સ્થાપના કરી…..
બીજા દિવસથી અમે આજુબાજુ નાં વિસ્તારમાં ફરતા અને રખડતા બાળકોને શાળામાં આવવા લઇ આવતા… ત્યાં રમતો, નાસ્તો, શ્લોક, વાર્તાઓ અને સાથે થોડું ગણિત, વિજ્ઞાન અને લખવાનું શીખવવાનું શરુ કર્યું… ધીમે ધીમે બાળકો જોડતા ગયા…. એમને રોજ ભરપેટ નાસ્તો મળે તેવી વ્યવસ્થા કરી…
અનન્યાબેન દ્વારા બાળકો , સ્ત્રીઓ અને સન્યાસીઓ માટે મફત દવા અને ઈલાજ ની વ્યવસ્થા શરુ કરી.. આજે લગભગ દસ વર્ષ થઇ ગયા…. ચાર શિક્ષકો માનદ પગારથી રાખ્યા છે….શાળાનો વિકાસ પણ સરસ થયો છે…. ચાર વર્ષથી બાર વર્ષની ઉંમર નાં બાળકો અભ્યાસ કરાવા આવે છે…. લગભગ ૨૫૦ છોકરાઓ આવે છે…….. અનન્યાબેન ડોક્ટર તરીકે અદ્ભુત સેવા આપે છે…આજુબાજુનાં ગામનાં મળી ને પચાસ થી પંચાવન દર્દીઓ તો રોજ આવે….”
“બસ, આ અમારી કથા….” એક હાસ્ય સાથે એ સજ્જન બોલ્યા…..
ત્યાં અનન્યાબેન પહેલીવાર બોલ્યા, “ભાઈ, અમે કશુજ નથી કરતાં…..ઈશ્વર અમારી પાસે કાર્ય કરાવે છે….એનો સંકેત હતો..એનું જ પ્રયોજન હતું….અમે તો માત્ર એના દ્વારા નિર્મિત પટકથાનાં પાત્રો છીએ….પાછા જઈશું ત્યારે ઈશ્વર જવાબ માંગશે ને? શું કર્યું તમે જગત માં જઈને? આપણા ભાથા માં કહેવા લાયક કંઇક તો હોવું જોઈએ ને? ”
અમે બધાજ આ બંને સેવાના ભેખધારી ને જોઈ રહ્યા….
કદાચ ઇશ્વરની યોજના, પ્રયોજન, ઈચ્છાના સંકેત આપણને પણ મળતા હશે … પણ આપણે એ સંકેતોને કદાચ અવગણી જતા હોઈએ છે…. દરેક નો જન્મ તો કોઈ ઉચ્ચ ધ્યેય માટે જ થયો છે… અસીમ અને અનંત સંભાવના સાથે આપણે જન્મ્યા…પણ નાની-નાની અર્થહીન બાબતો માં એવા અટવાઈ જઈએ કે જીવન ક્યાં વીતી ગયું એ ખબરજ ના પડે….
જીવનને અર્થપૂર્ણ બનાવવું આપણા હાથમાં છે….જીવન માં બનતી દરેક ઘટના, જીવનમાં આવતી વ્યક્તિઓ, ઉત્પન્ન થતી પરિસ્થિતિ અને ઘટના પાછળ કોઈ સંકેત હોય જ છે….જીવન તો કોઇપણ જીવી લેશે…અર્થપૂર્ણ જીવન જીવવા માટે ઈશ્વરનું પ્રયોજન સમજવું જરૂરી છે…
જીવન એમ પણ વીતી જવાનું… આપણી પાસે બે જ વિકલ્પ છે….જીવનને માત્ર જીવવું અથવા જીવનને અર્થપૂર્ણ રીતે જીવવું …ઇશ્વરના સંકેત ને સમજી..તેના પ્રયોજન મુજબ….
વર્ષો જૂની એક વાત છે, તે વખતે હજુ ઢાંક અને ઘૂમલીનગરની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી.રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરનો એક મેર અમીર હતેા. કાંઈક કારણથી કાંધલજીનું મન જેઠવાની સાથે દુખાયેલું, તેથી પોતે જૂનાગઢના રા’ના દરબારમાં જઈને રિસામણે રહ્યા હતા. રા’ના ઘરમાં તે વખતે જેઠવા રાણાની કન્યા હતી. એ રાણીને એક કુંવર અવતર્યો. રા’એ તે હઠ લીધી કે જેઠવાની પાસેથી કુંવરપછેડામાં ઢાંક શહેર લેવું. જેઠવો વિચારમાં પડ્યો. પેાતાની પુરાતન રાજધાની ઢાંક કેમ અપાય ? જેને ભીંતડે ભીંતડે નાગાજણ બાપુએ શાલિવાહનની સતી રાણીના હાથની સાનાની ગાર કરાવેલી, એ દેવતાઈનગરી ઢાંક કેમ દેવાય? જયાં પૂર્વજદેવે ભાટને માથાનું દાન દીધું, જ્યાં મસ્તક વિનાનું ધડ લડયું, મૂંગીપુરના ધણી શાલિવાહન જ્યાંથી ભોંઠો પડીને ભાગ્યો, એ અમરભૂમિ ઢાંક કેમ અપાય ? પાંચસો વરસની બંધાયેલી માયામમતા તોડવાનો વિચાર કરતાં જ જેઠવાની નસો તૂટવા લાગી. બીજી બાજુ જમાઈના રિસામણાનો ડર લાગ્યો, દીકરીના દુ:ખની ચિંતા જાગી. રા’ના હુમલાની ફાળ પેઠી. આખરે જેઠવાને બારી સૂઝી. એને લાગ્યું કે કાંધલજી મારી આબરુ રાખશે; રિસાયા છે તોય ઢાંકની બેઆબરુ એ નહિ સાંખે. માતાની લાજ જાય ત્યારે દીકરો રિસાઈને બેઠો નહિ રહે. એણે રા’ને કહેવરાવ્યું : “અમારા કાંધલજીભાઈ ત્યાં છે. આ બાબતમાં એ જે કરે તે અમારે કબૂલ રહેશે.” રા’ને તો એટલું જ જોતું હતું. કાંધલજી તો આપણા આશ્રિત છે : એ બીજું બોલે નહિ. એવો વિચાર કરીને કચેરીમાં કાંધલજીભાઈને રાણાનો કાગળ વંચાવ્યો. વાંચીને ગર્વથી, પ્રેમથી, ભક્તિથી, કાંધલજીની છાતી એક વેંત પહોળી થઈ, અને એના અંગરખાની કસો કડડ કડડ તૂટવા લાગી. અંતરર્યામી અંતરમાં બોલી ઊઠ્યો : “વાહ મારા ધણી ! તેં તેા મને ગિરનારને આંગણે ઊજળો કરી બતાવ્યો.” “કેમ કાંધલજીભાઈ!” રા’એ હસીને પૂછ્યું : “જોયાં તમારા જેઠવાનાં જોર ?” ધોળી ધોળી સાગરના ફીણ જેવી દાઢી ઝાપટીને કાંધલજી બોલ્યા : “બાપ ! મારો ધણી તો ગાંડિયો છે. ઢાંક તો અમારી મા કહેવાય. એને જવાબ દેતાં ન આવડયું. દીકરીનાં માગાં હેાય, પણ માનાં માગાં કયાંય દેખ્યાં છે ?” એટલું બેાલતાં તો એની આંખમાં અંગારા મેલાઈ ગયા. રા’નું રૂંવાડે રૂવાડું ખેંચાઈને ઊભું થઈ ગયું. એણે કહ્યું : “કાંધલજી, જૂનાગઢના રોટલા બહુ દી ખાધા. હવે ભાગવા માંડ્ય. ત્રણ દિવસની મહેતલ આપું છું. ચોથે દિવસે તું જ્યાં હોઈશ ત્યાંથી ઝાલીને તારા પ્રાણ લઈશ.” કાંધલજી ઊભા થયા. ભેટમાં તરવાર હતી તે ખેંચી કાઢીને એની પીંછીથી ત્યાં ને ત્યાં ભોંય ઉપર ત્રણ લીટા કર્યા. અક્કેક લીટો કરતો ગયો અને રા’ની સામે જોઈ બેાલતો ગયો : “આ એક દિવસ, આ બે દિવસ અને આ ત્રીજો દિવસ. જૂનાગઢના રા’ ! તારી મહેતલના ત્રણ દિવસ પૂરા થઈ ગયા. લે હવે, આવ પડમાં, કર ઘા. મેરને મરતાં કેવુંક આવડે છે તે જોઈ લે.” “હાં ! હાં ! હાં ! કાંધલજી ! ” બેાલતી આખી કચેરી ઊભી થઈ ગઈ. રા’એ કહ્યું : “ તુંને એમ મારું તો તો જગત કહેશે કે આશ્રિતને ઘરમાં ઘાલીને માર્યો, માટે ભાગવા માંડ્ય.” ઘોડી ઉપર ચડીને કાંધલજી ચાલી નીકળ્યા. સાથે પોતાનો જુવાન ભાણેજ એરડેા હતેા. ચાલતાં ચાલતાં, ઘેાડીએ વંથલી ગામને પાદર નીકળી. તે દિવસે ગામમાં નવસેં નાઘેારી વરે પરણવા આવેલા. અત્યારે વરરાજા અને જાનૈયાઓ ગામ બહાર દિશા-દાતણ કરવા નીકળેલા છે. ઢોલ ધ્રબૂકે છે ને કેટલાય જાનૈયાઓ પટ્ટાબાજી ખેલે છે. ગામને ગોંદરે રમાતી આ વીર રમતો સહુના કાળજાંમાં શૌર્યનાં સરણાં વહાવી રહી છે. માર્ગે નીકળેલા સેંકડો વટેમાર્ગુઓ રમતો નીરખવા થંભી ગયા છે. એવે ટાણે આ ચાર-પાંચ ઘોડેસવારો કાં ઝપાટાભેર ભાગ્યા જાય છે? ઘોડીઓનાં મોઢામાં ફીણ છૂટયાં છે, ઘોડીઓ પરસેવે નીતરી રહી છે, તોય કાં અસવાર એના ડેબામાં એડી મારતા આવે છે? પાંચે આદમીના હાથમાં ઉઘાડાં ખડગ કેમ છે? દોડી જઈને નવસો નાઘેારી વરરાજા આડા ફર્યા. ઘેાડીની લગામ ઝાલી રાખી. ચમકીને કાંધલજી બોલ્યા : “તમે મને ઓળખો છો ? નાઘોરી કહે : “ ઓળખીએ છીએ. તમે અમારા મહેમાન એ જ મોટામાં મોટી ઓળખાણ. ગામને પાદરથી આજ તો તમ જેવો મહેમાન કસૂંબા લીધા વિના ન જઈ શકે.” કાંધલજીએ કહ્યું : “ભાઈ ! તમે તમારી મેળે જ હમણાં ના પાડશો. મારી વાંસે જૂનાગઢની વહાર ચડી છે.”“ત્યારે તો, ભાઈ, હવે રામરામ કરો ! હવે તેા જઈ રહ્યા ! જાવા દઈએ તો નાઘોરીની જનેતામાં કંઈક ફેર પડયો જાણજો. ” “અરે બાપુ ! તમારે ઘેર આજ વિવા છે. ગજબ થાય.” “વિવા છે માટે જ ફુલદડે રમશું. કંકુના થાપા તો વાણિયા-બ્રાહ્મણના વિવાહમાંયે હોય છે. આપણને તે લોહીના થાપા જ શેાભે.” નાઘેારીઓએ આખી વાત જાણી લીધી. કાંધલજીને કોઠાની અંદર પૂરી દીધા. અને નવસેં મીંઢળબંધ નાઘેારીઓ ગામને પાદર તલવાર ખેંચીને ખડા થઈ ગયા. જૂનાગઢની ફોજ આવી પહોંચી. સંગ્રામ મચ્યો. સાંજ પડી ત્યાં નવસોયે મીંઢળબંધા વરરાજાએ લોહીની કંકુવરણી પથારી કરીને મીઠી નીંદરમાં પડ્યા. કોઈ કદીયે ન જગાડે એવી એ નીંદર, એવી નીંદર તે નાઘોરણેાની સુંવાળી છાતી ઉપરેય ન આવત.કોઠા ઉપર બેઠાં બેઠાં કાંધલજીએ કસૂંબલ ઘરચોળાવાળી જોબનવંતી નાઘોરણોને હીબકાં ભરતી ભાળી, મોડિયાનાં મોતી વીંખતી વીંખતી તરુણીઓનાં વેણ સાંભળ્યાં : “આપણા ધણીઓનો કાળ હજી આંહી બેસી રહ્યો છે !” એ સાંભળીને કાંધલજીએ કોઠા ઉપરથી પડતું મેલ્યું. તલવારની ગાળાચી કરી. પોતાનું માથું ઉતારીને નીચે મૂકયું. બે ભુજામાં બે તલવારે લીધી : અને ધડ ધીંગાણામાં ઊતર્યું. લશ્કરને એક ગાઉ સુધી તગડયું. સીમાડા માથે કેાઈ એ ગળીનો ત્રાગડો નાખી ધડને પાડયું, અને માથું દરબારગઢમાં રહ્યું. તું કાંધલજી કાટકયો, ફેાજાં અંગ ફેલે, કાળુઓત મીંડો કિયો, ઘોડાં અંગ ઘેરે. (હે કાળુ મેરના પુત્ર કાંધલજી, તું ફેાજ ઉપર તૂટી પડયો અને તારા થોડા ઘોડેસવારથી તેં શત્રુઓને ઘેરી લીધા અને સહુથી સરસ તો ભાણેજ એરડો લાગ્યો.) હરમ્યું ઊતરિયું હરખથી, કાંધલને જોવા કોય, નાઘોરી વર નેાય, અપસર વરીઓ તું એરડા ! (કાંધલને જોવા સ્વર્ગમાંથી હુરમો (અપ્સરાઆં) ઊતરી, અપ્સરાઆંને એમ લાગ્યું કે આ યુદ્ધરૂપી લગ્નમાં નાઘોરીઓ વરરાજા નથી લાગતા, ખરો વરરાજા તેા એરડો લાગે છે; તેથી અપ્સરાઓ એરડાને પરણી.) બુડાધર, બરડા તણી, લંગરી વધારી લાજ, કાંધલ આડો કમાડ, આંબો થિયો તું એરડા ! (હે એરડા, તેં તો બરડા પ્રદેશની કીર્તિ વધારી, તારા મામા કાંધલજીની આડે તેં કમાડરૂપ બનીને રક્ષણ કર્યું.) અત્યારે કાંધલજીનું માથું વંથલી દરબારગઢમાં પૂજાય છે, અને ધડની ખાંભી સીમાડે પૂજાય છે. રા’એ કાંધલજીના માથામાં ઉબેણ નદીને કાંઠે જમીન આપી હતી, તે જમીન અત્યારે નાઘોરીનો વંશજ કોઈ મુંજાવર ભોગવે છે. કાંધલજીના વંશજોએ દર વિવાહે એક કોરી (પાવલું ) કર નાઘેારીના વંશજોને બાંધી આપેલો છે, ને પોરની સાલ સુધી એક ફકીર કાંધલજીના વંશજો ઓડેદરા મેરો પાસેથી પાવલું પાવલું કર ઉઘરાવી ગયો છે. એ ધીંગાણા પછી નાઘેારીઓ અને મેરો બન્ને “લોહી- ભાઈઓ ” કહેવાય છે. કાંધલજીના વંશજો હજુ ફટાણામાં છે, ને તેનું ફળિયું તે ‘જીફળિયું’ (કાંધલ અધ્યાહાર) કહેવાય છે.
આત્મારામને પંચાયતમાં પટાવાળાની નોકરી તો મળી પણ એને અસંતોષ એ બાબતે રહેતો કે એનું કામ બધાંનાં ટાંપાટૈયા કરવાનું રહેતું હતું. એને સ્વમાનભંગ થતો હોય તેમ લાગતું હતું.એને થતું કે આવું જીવન શા કામનું ? આથી તો એ ઓફિસ જવામાં અનિયમિત પણ રહેતો.ક્યારેક તો તલાટી ખુદ એને બોલાવવા આવતો.એ ઉનાગુની કરે એટલે સવિતા, એની વહુ એને સમજાવીને મોકલતી. ગામના કોઈ ઓફિસમાં આવે એટલે એને પાણી પાવાનું,તલાટી કહે એટલે એના માટે ચા લેવા જવાનું- આ બધું આત્મારામને ગમતું નહિ.તોયે પત્ની અને છોકરાંઓના ભરણપોષણ માટે એ આ બધું કમને કરતો. એક દિવસ એક જીપ પંચાયત આગળ આવીને ઉભી રહી.આત્મારામ સ્ટૂલ ઉપર બેઠો હતો.પણ, તલાટી ખુરશીમાંથી ઉભા થઈ દોડીને બહાર ગયો.સાહેબને માન સાથે ઓફિસમાં લાવ્યા પછી એમને પાણી પણ એણે જ આપ્યું. આત્મારામ આ જોઈ રહ્યો હતો.એણે તલાટીને પૂછ્યું:-” સાહેબ, ચાનું……” ” ના. અમે ઘરે જ જઈએ છીએ.” થોડીવારે બીજી ગાડી આવી.આ જોઈ તલાટી અને પેલા સાહેબ- બન્ને દોડીને બહાર ગયા અને અંદર બેઠેલા સાહેબને ઝુકીને નમન કર્યા.આત્મારામ આ જોઈ રહ્યો હતો. થોડી ગુસપૂછ કરી એ બધા તલાટીના ઘરે જવા નીકળ્યા ત્યારે તલાટીએ કહ્યું:-” આત્મારામભાઈ ! અમે આવીએ છીએ. ઓફિસ સાચવજો, હોં !” આત્મારામ તો વિચારમાં જ પડી ગયો. થોડીવારે ગામની એક વ્યક્તિ ઓફિસમાં આવી અને બોલી:-” આતુભૈ સાહેબ ! મારું એક કામ ન કરી આપો ?” આત્મારામ સહેજ ટટ્ટાર થઈ ગયો. પૂછ્યું:-” શું કામ છે ?” ” તલાટી સાહેબ તમારું તો માને જ ને ? “ આત્મારામના ચહેરાના હાવભાવ અનાયાસ બદલાઈ ગયા. સાંજે એ ઘરે ગયો ત્યારે રોજની જેમ એ લોખંડની ખુરશીમાં બેઠો.એના કહ્યા વિના જ પહેલાં એની પત્નીએ પાણી આપ્યું.પછી ચા આપી.
આત્મારામને થયું કે જાણે અચાનક એનું માન વધી ગયું છે !!
‘ખાનદાન કુળ છો… માટે બે જ વેણની વાત કરવી છે, આપા! આ સોનું કે રૂપું મને ગળે નથી વળગતું… મા કનકાઇનો પ્રતાપ છે, લઇ જાવ… પણ એક વાત સાંભળો…
રોળ્યકોળ્ય વેળાનો સૂરજ ઘોડે ચડીને આવેલા ઉતાવળા કોઇ મહેમાનની જેમ જાઉં જાઉં થઇ રહ્યો છે. એને એક પગ સંધ્યાના પેંગડે અને બીજો રાતના ‘શારજામાં’ ઉપર છે…ગીરની ઘટાટોપ વનરાઇનાં ડાળપત્તાં ઉપરથી પંખીના ટહુકા લઇને ધીમે ધીમે વાતો વાહોલિયો, વૃક્ષોની કૂંપળો સાથે ગુફતેગુ કરી રહ્યો છે…
છોડવડી ગામના સીમાડાની ભેરાસણ નદીના વોકળામાં ઊંડા મારગના મોં આગળ પચ્ચીસેક જેટલા બહારવટિયા હથિયારે હાથ દઇને, શિકાર ઉપર છલાંગવા બેઠેલા ચિતરાની જેમ ટગર ટગર આંખે ઊંડેરા મારગમાં ઝાંકી રહ્યા છે…
બહારવટિયાઓ પાસે આજ પાકી બાતમી છે કે દીવનો ધનપતિ વણિક શેઠ, સુંદરજી છોડવડી ગામને પાદર થઇને કનકાઇ માતાજીના થાનકે જવાનો છે… દેશપરદેશ વેઠીને ગાડા મોઢે ધન કમાયેલો શેઠ સુંદરજી કાંઇ એકલોસેકલો ન હોય, વળી ખાલી હાથે પણ ન હોય. શેઠપણાનો મોભો અને લક્ષ્મીના પના પ્રમાણે શેઠ સાથે સો પોણોસો જેટલા શેઠિયાઓ હશે. નોકરચાકર હશે અને પાકેલી બોરડીની જેમ સોનું, રૂપું ખણખણાવતી શેઠાણીઓ અને બાળકો પણ હશે… અને અગમ બુદ્ધિના એ વણિકે સંપત્તિનાં રખોપાં માટે પાંચદશ બંદૂકધારી વળાવિયા પણ લીધા હશે… વળાવિયાને બાદ કરતાં આખું ઝૂમખું વેવલા માણસોનું…! એકાદ પડકારની જ જરૂર… બંદૂકનું નાળચું જોયું નથી અને બોકાસો બોલ્યો નથી…!
હા, વળાવિયા કાંટિયાવરણના, લુણહલાલી હશે તો થોડીક રમઝટી કરવી પડશે, છાતીકઢા હશે તો લોહી કાઢવાં પડશે. બાકી કઢીચટ્ટા હશે તો બહારવટિયા બાવાવાળાનું નામ સાંભળતા, તૂટેલા બંબૂડાની જેમ બુમકારા નાખતા ભાગી જશે…!
દીવના શેઠ સુંદરજીનું આ ઝાડવું જો પૂરેપૂરું ઝંઝેડાય તો ખડિયા પોટલિયા છલકી ઊઠે…બહારવટિયા બાવાવાળાના સાથીદારો, સાકરની કણીની જેમ આવતા મનસૂબા ચગળતા વાટ જોઇ રહ્યા છે અને એ જ પળે ઊંડા મારગમાં ધૂળ ઊડી. બળદગાડીઓનાં પૈંડાં ગાજ્યાં, બળદોના ઘૂઘરા ખણખણ્યા અને જોતજોતામાં દસેક જેટલાં ગાડાંઓની હેડ્ય લગોલગ આવી…
ગાડામાં બેઠેલો પુરુષવર્ગ વાતોના કિલ્લોલ કરે છે… સ્ત્રીઓ માતાજીના ગરબા ગાતી આવે છે… શણગારેલાં બળદો શીંગડાં ડોલાવતાં ડોલાવતાં ગળાના ઘૂઘરમાળ ઘમકાવે છે…અને પચ્ચીસેય બહારવટિયાની ટોળી તોપમાંથી ગોળા છુટે એવી ત્વરાથી ગાડાઓ ઉપર વછુટી…
‘ઊભાં રાખો, ગાડાં…’નો એક જોરૂકો પડકારો ઊઠ્યો. પચ્ચીસ જેટલી બોકાનીઓ, ઘેઘૂર દાઢીઓ, મૂછોના થોભિયા અને રાતીચોળ આંખોનું આખું જંગલ, વણિકશ્રેષ્ઠી સુંદરજી જેવા સુંવાળા માણસની આસપાસ ઘટાટોપ થઇને ફરી વળ્યું…! શેઠના વોળાવિયા એકાદ પળ માટે અવઢવમાં પડ્યા પણ બહારવટિયા બાવાવાળાનું નામ સાંભળતાં એણે મુઢ્ઢીઓ વાળી, પગની પેનીઓ સાથળે ભટકાણી અને બંદૂકોનાં ડાંડવાં વાંદરાના પૂછની જેમ ઊછળતાં ઊછળતાં ગીરના જંગલમાં અલોપ થઇ ગયાં!
શેઠ સુંદરજીએ નિ:શ્વાસ મૂક્યો: ‘હવે તો આઇ કનકાઇ ઉગારે તો ઉગરાય…! બહારવટિયો બાવાવાળો…! હનમાનના પૂંછની જેમ જૂનાગઢના આખા નવાબી રાજને સળગાવી બેઠો છે… થાય તે ખરું…’
અટાટની આવી પડેલ આ આફતથી શેઠ સુંદરજી એકાદ પળ આકળવિકળ થયા પરંતુ વળતી પળે એના મનબુદ્ધિ સાવધ થયાં… માથા પર પાઘડી મૂકી, મોજડીઓ પહેરી અને હસતાં હસતાં બહારવટિયા સામે થઇને ઊભા રહ્યા: ‘રામ રામ, આપા!’
‘વાણિયા!’ બાવાવાળાના સાથીદારો ખાટા થયા: ‘અમારે ને તારે કઇ જુનવટ છે? વાણિયાવેડા મૂકીને સોનું-રૂપું માંડ્યા ઠાલવવા…’‘સોનું અને રૂપું તમારું જ છે બાપ!’ શેઠ શાંતિથી બોલ્યા: ‘દીવનો આ સુંદરજી શેઠ ચિંથરા નૈં ફાડે. મને આઇ કનકાઇએ ઘણું દીધું છે પણ…’
‘પણ પછી શું?’ બહારવટિયાએ આંખો ખેંચી: ‘પણ બણ કરીને તારે વાર્તા માંડવી છે? ઘોડાનો વેશ લાવવો છે? શું ધારી છે તેં?’‘ધારી કાંઇ નથી, ભાઇ! મારે તો બાપુ બાવાવાળાને જોવા છે…’‘ગાલાવેલો થા મા, શેઠ! બાવાવાળાને જોઇને શું કામ છે તારે? કાંઇ લેણદેણ છે બાવાવાળા પાસે?’‘લેણદેણ કેવી?’ સુંદરજી હસ્યો: ‘પણ માણસના નાતે લેણાદેણી ખરી હો ભાઇ!’
ઘેરામાંથી એક ઘોડેસવાર આગળ આવ્યો: ‘હું પોતે બાવાવાળો, શેઠ…’કેરીની ફાડ્યા જેવી આંખો, થરક્તી ભુજાઓ, ગુલાબી ચૂમકીઓવાળો ઊજળો વાન અને ચેતનાના કુવારા છલકાવતા આદમીને શેઠ અહોભાવથી જોઇ રહ્યા અને વસમી વેળાએ પણ ડાહી જાતનો આ વેપારી અનુકંપાથી દ્રવી ઊઠ્યો કે હે ભગવાન! ફૂલની પાંખડી સમો આ યુવાન સિંહાસને શોભે એવો છે, પણ બચ્ચારો જીવ પાણાના ઓશીકા કરીને સૂવે છે…! ગીરની ઝાડીમાં, ડુંગરાની બખોલોમાં સાવજની ત્રાડો સાંભળતો સાંભળતો-ભૂખ અને વેદનાઓ વેઠે છે. જૂનાગઢના નવાબે કેવી દશા કરી આ જુવાનની?’
‘શેઠ!’ બહારવટિયાના સાથીઓ આકળા થયા: ‘જોઇ લીધા, બાવાવાળાને? હવે ઝટ કરો… સોનું-રૂપું ઠાલવી નાખો.’‘બાપુ બાવાવાળા!’ શેઠ બાવાવાળા પાસે એક ડગલું આગળ વધ્યા: ‘ખાનદાન કુળ છો… માટે બે જ વેણની વાત કરવી છે, આપા! આ સોનું કે રૂપું મને ગળે નથી વળગતું… મા કનકાઇનો પ્રતાપ છે, લઇ જાવ… પણ એક વાત સાંભળો… મારા દીકરાને ઘેર આઇ કનકાઇએ દીકરો દીધો છે, બાપુ! મારા પૌત્ર ને માને પારે પગે લગાડવા લઇ જાઉં છું. માટે માતાજીને ચડાવવા દાગીના અને વાઘા ન લો તો સારું… બાકીનું બધું લઇ જાવ…’
‘ભાઇઓ…!’ બાવાવાળાનો હાથ ઊંચો થયો: ‘સુંદરજી શેઠની એક પાઇ પણ ન લેશો… ગીરની દેવી મા કનકાઇ આપણને ઘણું આપશે… હાલો…’
‘ઊભા રહો, આપા!’ શેઠ બાવાવાળાના ઘોડા તરફ ગયા: ‘એમ ખાલી હાથે જાવ મા… ઘરેણાંને બદલે તમે રૂપિયા બોલો. ગણી દઉં બાપા!’ ગીરના પહાડોમાં અથડાઇને પડછંદા પડે એવું ખડખડાટ હસતો બાવાવાળો બોલ્યો: ‘શેઠ! મને તમે લૂંટારો ધાર્યો? ના બાપ! જેના નામમાં બાવો બેઠો છે એવો બહારવટિયો બાવાવાળો, હરામ હલાલી કે લૂંટારો નથી, શેઠ!’
અને બહારવટિયાના અવથાડ ચહેરા ઉપર વેદનાના, ગમગીનીના અકળામણના પોપડા ઊંચકાયા: ‘શું કરું શેઠ! જૂનાગઢના નવાબે મારું વીસાવદર આંચકી લીધું… અને મારે પાતકનો આ પંથ લેવો પડ્યો…? તમને અમે લૂંટીએ? જાત્રાળુને? ના… ના… શેઠ! કહો તો મારા સાથીદારો તમારા આખા સંઘનું રખવાળું કરતા મા કનકાઇ સુધી મૂકી જાય…’
‘મારો બાપો!’ શેઠ સુંદરજીએ બાવાવાળાની પીઠને ઠપકારી: ‘રંગ…! મારો આતમો રાજી થઇને કહે છે કે મા કનકાઇ તમારો ગિરાસ પાછો અપાવશે… પણ આપા! હવે એક વેણ રાખો… દીવનો ધનિક વાણિયો સુંદરજી તમને મળ્યો અને તમારાં મોં ગળ્યાં ન થાય તો થઇ રહ્યું ના? મારે તમને સૌને ટીમણ (નાસ્તો) કરાવવાની મરજી છે. મારા પર ઇતબાર હોય તો પંગત પાડો, આપા!’
શેઠ સુંદરજીએ બહારવટિયાઓને સુખડી અને ફરસાણના ભરપેટ ટીમણ કરાવ્યાં…
બહારવટિયા જવા તૈયાર થયા એટલે શેઠ સુંદરજીએ બાવાવાળાના કાન પાસે એક કીમતી વાત કરી: ‘બાપુ! ગઇ રાત અમે ઘાંટવડમાં હતા. વાત પાકી અને જરૂરી છે. સાંભળો: અંગ્રેજ નૌકા સૈન્યનો કેપ્ટન ઘાંટવડની આસપાસ આરામ કરી રહ્યો છે…’
‘શું નામ એનું શેઠ!’ બાવાવાળાએ ઉત્સુકતાથી પૂછ્યું.‘નામ તો ઘાંટ કે ગ્રાન્ટ… એવું છે કાંઇક… પણ છે મોટો જોશ…વર…! વેલણ બંદરે સાત વરસથી થાણું નાખીને પડ્યો’તો… ગાયકવાડ સરકારના દરિયાઇ માર્ગને ચાંચિયાઓ લૂંટતા હતાએટલે ખુદ ગાયકવાડે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નૌકા સૈન્યની મદદ માગેલી. ઇ તો જાણો ને, આપા!’
‘હા શેઠ! ઇ ઘાંટને પણ જાણું છું… નામ સાંભળ્યું છે.’‘તો આ ઘાંટ સાહેબે સાત વરસ નાકાબંધી કરીને દરિયાના ચાંચિયાને જેર કરી નાખ્યા…!’‘છે જોરાવર…’‘જી યો તમને…! હવે આ કેપ્ટન પોતાનો ચાર્જ પાછો સોંપવા અમરેલી જઇ રહ્યો છે… દલખાણિયાના નાકા પાસેથી નીકળવાનો છે… સાથે ઝાઝા માણસો નથી. વિજયના નશામાં છે… જો હરમત કરો તો.’
‘સમજી ગયો, શેઠ!’ કહીને બાવાવાળાએ ઘોડીની લગામ સતાણ કરી: ‘લ્યો, રામ રામ શેઠ!’અને પચ્ચીસ ખૂંખાર સાથીઓને મારતે ઘોડે દલખાણિયાના નાકા તરફ લઇને, બાવાવાળાએ એક ઘાને બે કટકા જેવો નિર્ણયો કંડારી લીધો કે ગોરી સરકાર સાથે બાથ ભીડ્યા વગર જૂનાગઢનો નવાબ પાંસર્યો નહીં થાય… આજ તો લોહીના છેલ્લા ટીપા સુધી લડી લેવું છે… કટકે કટકે મરવું એના કરતાં આજ તો-અને બહારવટિયાના પચ્ચીસ ઘોડાના ડાબલાથી આખી ગીર પડઘાઇ ઊઠી…!
ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નૌસેનાનો કેપ્ટન જ્યોર્જ ગ્રાન્ટ વેલણ બંદરે સાત સાત વર્ષના ચાંચિયા સાથેના સંઘર્ષનો સઘળો થાક આ એક જ દિવસમાં ઉતારી નાખવો હોય, તદ્દન નિશ્વેષ્ટપણે પોતાના ઘોડા પર બેસવાને બદલે સૂતો હોય એમ મુસાફરી કરી રહ્યો હતો. પોતાની ઇંગ્લિશ રાઇફલ પણ એણે પોતાના ખાસદારને સોંપી હતી…
ઘોડાના સ્પ્રિંગવાળા કુર્સમના કસકસતા જીન પર ઝૂલતો ઝૂલતો, ગીરનાં જંગલોની રળિયાતને પીતો પીતો, આરામથી જઇ રહ્યો હતો…હાસ્તો… ગુજરાતમાં પાઘડી પને પથરાયેલી ગાયકવાડી રિયાસતને એણે દેખાડી આપ્યું હતું કે દેશી રજવાડાના લશ્કરી કેપ્ટનો કરતાં ગોરી હકૂમતનો કેપ્ટન કેટલો માતબર છે અને ગોરી સેના કેટલી કામયાબ છે! સારો માછીમાર કુળશતાથી જાળ પાથરીને માછલાંનો સોમલો કાઢી નાખે એમ આણે દરિયાઇ ચાંચિયાઓનો ખોડો કાઢી આપ્યો હતો.
કંપની સરકારની આબરૂ માથે વધારાનું એક છોગું ચડાવીને મૂળ જગ્યાએ હાજર થવા ઊપડેલો જ્યોર્જ ગ્રાન્ટ, હવેની પળોમાં સાવેસાવ નિર્ભય હતો…પશ્ચિમના આખા અરબ સાગરને વશ કરનાર યોદ્ધા સમા આ અમલદારનું નામ લેનાર કોણ છે? મગદૂર પણ કોની?
જ્યોર્જ ગ્રાન્ટની સાથે એક મુન્શી, બે અંગરક્ષકો અને એક ખાસદાર-આમ આ પાંચ જણ અમરેલી પહોંચે એટલે એના માટે તૈયાર રાખેલા યશના અબીલ, ગુલાલ એના ચરણોમાં હતાં.
અને ગ્રાન્ટની આ નાનકડી મંડળી દલખાણિયાના નાકે પૂગી…- ઝાડ પરથી વાંદરો ઠેકે એમ બહારવટિયા બાવાવાળાનો બાતમીદાર સડેડાટ કરતો ઝાડવેથી ઊતર્યો અને ગીરના ઢૂવામાં છુપેલા સાથીદારોને ગોરા કેપ્ટનની એક રેખા સાથેની ચિત્રબદ્ધ માહિતી આપી…
કેપ્ટનના ઘોડા નજર વેગે આવ્યા એ જ પળે વેલાપાંદડાંને વીંધતી છનનન કરતી બહારવટિયાની ગોળી બંદૂકમાંથી વછુટી અને કેપ્ટનનો રાઇફલધારી ખાસદાર આંબેથી કેરી પડે, એમ વીંધાઇને નીચે પડ્યો… વિલાયતી બંદૂક હવે બહારવટિયા પાસે જતી રહી…!થોડી બટાઝટી વધારે બોલી. ગ્રાન્ટના અંગરક્ષકો ઘવાઇને ઢળી પડ્યા…
માત્ર થોડી જ પળોમાં ગ્રાન્ટના વ્યૂહને ય ટકોર મારે એવી ચપળતાથી બહારવટિયાએ ગ્રાન્ટને ઘેરી લીધો. બાવાવાળાના સાથીદાર ભોજા માંગણીએ ગ્રાન્ટનો પગ પેંગડામાંથી કાઢીને મૂળાની જેમ એને ઘોડાની જીન ઉપરથી ખેંચી લીધો…!‘હાથ ઊંચા કરી વાળો, ઘાંટ સા’બ!’ બહારવટિયો વિકરાળ હસ્યો…‘ભણ્યું, ઘાંટ સા’બ! તમે હવે અમારા કબજામાં છો.’ બહારવટિયો બાવાવાળો પડછંદ અવાજે બોલ્યો: ‘દરિયાના ચાંચિયાને માર્યા હશે બાકી બહારવટિયા નથી ભેટ્યા તમને… હાથ ઊંચા કરો અને શરણો થઇ જાવ…’ લાચાર, અવશ કેપ્ટન ગ્રાન્ટ, હાથ ઊંચા કરીને બહારવટિયાને સ્વાધીન થયો…
‘આમ કરવાનું કાંઇ પ્રયોજન?’ વેલણમાં સાત વર્ષ ગાળીને ભાંગ્યુંતૂટ્યું ગુજરાતી શીખેલો જ્યોર્જ ગ્રાન્ટ પૂછતો હતો… ‘મારો એવો ખ્યાલ હતો કે બહારવટિયા ખાનદાન હોય છે…’‘બહારવટિયા તો ખાનદાન જ છે સા’બ! પણ હવે તમારેય ખાનદાન થવાનું છે…’‘ખાનદાન છો માટે તો તને કઢી ખાવા જીવવા દીધો, સાબ્ય!’
અણકલ્પેલા માણસોનો સાથ, કાતિલ મૌનની એકલતા, દિશાવિહીન જીવનચર્યાથી અંગ્રેજી આ અમલદાર, જીવનથી હાથ ધોઇને છુટકારો મેળવવા મનસૂબા ઘડે છે. પણ એ પળ પણ એના હાથમાં નથી!કંટાળેલો, ભગ્નાશ ગ્રાન્ટ, બાવાવાળાની બંદૂક તરફ આંગળી ચિંધીને પોતાની છાતી ખુલ્લી કરે છે…! ‘ગોલી ચલા દો બાવાવાલા!’‘એમ ગોળી ક્યાંથી ચલાવું, ઘાંટ સા’બ!’ બાવાવાળો હસે છે! ‘તને મારીને શું કરું? મરવા પણ શું કામ દઉં? તારા છુટકારાનો એક જ મારગ છે.
ઘાંટ સા’બ! તમારી કંપની સરકાર જૂનાગઢના નવાબને ભીંસ કરે… મારો વિસાવદરનો આંચકેલો ગિરાસ પાછો અપાવે… નીકર તો સા’બ! અમારી જેવી દશા તમારી પણ… પીડા જુઓ, ભોગવો. દુ:ખ અને ભૂખમરો વેઠો. જેનાથી તમને ગોરાઓને પણ ખાતરી થાય બહારવટાં કેવાં દોહ્યલાં છે અને કોઇ માણસને થયેલો અન્યાય કેવો વસમો છે?’
જ્યોર્જ ગ્રાન્ટ થોડું ઘણું સમજે છે અને પીગળી એની આંખો બંધ કરીને બેઠો રહે છે…દિવસો… અઠવાડિયાં અને મહિનાઓ વીત્યાં…! એવામાં એક દિવસ…ગીરના એક નેસમાં બહારવટિયા પડ્યા છે… નેસનાં ઝૂપડાં આગળ એક દિવસ એક અજાણ્યો માણસ આવી ચડ્યો. ગળામાં માળા, કપાળમાં ત્રિપૂંડ અને માથા પર બ્રાહ્નણિયા ટોપી…બાવાવાળાના સાથીદારોએ જોયું તો એ માણસ કોઇ ભેદી લાગ્યો…
ભોજા માંગણી અને લોમા ધાધલે એને બોચીએથી પકડ્યો: ‘કેવો છો એલા?’‘બ્રહ્નણ!’ અને એણે જનોઇ દેખાડી… ‘ક્યાંથી આવ છ?’‘જૂનેગઢથી…’‘ક્યાં જાવું છે?’‘બાવાવાળા પાસે…’‘બાવાવાળો બહારવટિયો છે, તારો કાંઇ જજમાન છે. એલા ભામણ?’‘ના બાપુ! પણ મને જાવા દો. મારે એનું કામ છે…’
આડાઅવળા સવાલોનો આગંતુકે એક જ જવાબ રટ્યે રાખ્યો કે મારે બાપુને મળવું છે… હું તો બિનહથિયારી આદમી છું તમારી પાસે બંદૂકો છે. પછી શા માટે મૂંઝવ છો?’સાથીદારો એ બ્રાહ્નણને સરદાર પાસે લઇ ગયા.‘બોલો, શું કામ છે મા’રાજ?’ બાવાવાળો બોલ્યા.’‘બાપુ! તમે જેને પકડ્યોછે એ ગોરા પાસે મને લઇ જાવ. હું એની સાથે નોકરી કરતો હતો. મારો પગાર બાકી છે…’‘એલા ભૂદેવ! હવે તો એની પાસે માથામાં જૂ અને અંગે કીડા સિવાય કાંઇ નથી… શું દેશે તને?’
‘પણ મને લઇ જાવ, બાપુ! એક વાર એને મળવા દો.’અને બાવાવાળાએ ગ્રાન્ટની સાથે એની મુલાકાત કરાવી…‘લ્યો, ગ્રાન્ટ સા’બ!’ કહીને પેલા બ્રાહ્નણે ‘કલેરેટ’ની બોટલ કાઢીને ગ્રાન્ટને આપી: ‘બેલેન્ટાઇન સાહેબે મોકલી છે…’‘ઊભો રહે એલા ભામણ!’ બાવાવાળાએ બાટલી લઇ લીધી.‘આમાં કાંઇ ઝેરબેર તો નથીને? ક્યાંક અમારું મોત બગાડશે અને જો આ ઘાંટ સા’બને કાંઇ થાશે તો તારું ગોસ થઇ જશે…’
જવાબમાં ખુદ ગ્રાન્ટે જ સમજાવ્યું કે એ ઝેર નથી.‘માળો ભામણ પણ જબરો નીકળ્યો.’ બાવાવાળાને ગમ્મત થઇ: ‘એલા તું તો કહેતો હતો કે હું પૈસા માગું છું…!’બેલેન્ટાઇનનો પત્ર ગ્રાન્ટને આપીને બ્રાહ્નણ હસ્યો: ‘બાપુ, હું બ્રાહ્નણ પણ નથી. તમારી પાસે જીવતા જીવતા પોગવા માટે આ વેશ કરવો પડ્યો. હવે મારી વાત સાંભળો… આ ગ્રાન્ટને છોડવા માટે તમારી શું શરત છે એ વાત ગ્રાન્ટને કહો. ગ્રાન્ટ કાગળમાં લખશે… કાગળ હું જૂનાગઢ પોગાડીશ…’
‘જો ભાઇ! મારો તસુએ તસુ ગિરાસ મને પાછો મળે એમાં એક ચોખાવા કાંઇ ઓછું નહીં…’પેલા વેશધારી માણસે કેડ્યાથી ખડિયો અને કલમ કાઢ્યાં. કાગળ આપ્યો અને ગ્રાન્ટને કીધું કે બાવાવાળાની શરત તમે કાગળમાં લખો. હું જૂનાગઢના દીવાન હંસરાજને આપું…’‘ગ્રાન્ટે અંગ્રેજીમાં કાગળ લખ્યો કે બાવાવાળાને એના વિસાવદરનો સળંગ ગિરાસ પાછો મળે… હરસુરવાળાની પાસેથી વિસાવદર લઇને નવાબ બાવાવાળાને સોંપે પછી જ મારો છુટકારો શક્ય છે. નવાબ બહાદુરખાન આ કામ પ્રથમ કરે…’
ગ્રાન્ટનો પત્ર રાજકોટ પોલિટિકલ એજન્ટ પાસે પહોંચ્યો…એજન્ટે જૂનાગઢના નવાબનું નાક દબાવ્યું: ‘એક અંગ્રેજની જિંદગીની કિંમત ઓછી આંકવાનો પ્રયાસ કરશે તો જૂનાગઢ ગુમાવવાનો વારો ન આવે એ જોશો. માટે દેખત કાગળે તમારા દીવાનને મોકલીને હરસુરવાળાને બીજો કોઇ ગિરાસ આપીને વિસાવદર એની પાસેથી બાવાવાળાને સોંપી દો…’
અને ગણતરીના દિવસોમાં જૂનાગઢના નવાબે, હરસુરવાળાને માંડાવડ વગેરેના ગિરાસ આપીને વિસાવદર બાવાવાળાને સોપ્યું… દીવાન હંસરાજે જાત દેખરેખ નીચે આ કામ પૂરું કર્યું… ત્યારે એક રાતે, ખેતરમાં જ્યોર્જ ગ્રાન્ટ અર્ધબેભાન હાલતમાં મળ્યો…દીવાન હંસરાજે એની યોગ્ય સારવાર કરીને રાજકોટને સોંપ્યો…
जब रामकृष्ण को उनके अंतिम गुरु तोतापुरी का मिलना हुआ, तो रामकृष्ण करीब -करीब सिद्ध- अवस्था में थे।
करीब-करीब में कहता हूं ख्याति हो गई थी कि रामकृष्ण पहुंच गये। रामकृष्ण को पता था कि अभी थोड़ी-सी कमी है, बस एक सीढ़ी और; मगर दूसरों को क्या पता! दूसरे तो देखते थे कि इतनी ऊंचाई इतनी ऊंचाई, आकाश में पहुंच गये हैं! उनको क्या पता कि एक सीढ़ी और कम रह गई! तोतापुरी से जब रामकृष्ण का मिलना हुआ तो रामकृष्ण ने निवेदन किया कि बस एक सीढ़ी और रह गई है, इसे मैं कैसे पार करूं?
तोतापुरी ने कहा : कठिन नहीं, ऐसे कठिन भी है। कठिन नहीं, क्योंकि इतनी सीढ़ियां पार कर आये तो अब एक पार करने में क्या अड़चन होगी? जैसे और सीढ़ियां पार की हैं ऐसे यह भी सीढ़ी पार करो। सूत्र वही है। जैसे और सब चाहें छोड़ दीं, अब परमात्मा की चाह भी छोड़ दो।
और ऐसे कठिन भी है, क्योंकि और सब चाहें तो क्षुद्र थीं। धन की चाह छोड़ने में, पद की चाह छोड़ने में, प्रतिष्ठा की चाह छोड़ने में एक तरह का आनंद ही आया था, आह्लाद हुआ था-कि हल्के हुए, कि व्यर्थ का बोझ कटा, कूड़ा-करकट फेंका! मगर परमात्मा की चाह छोड़ना! जिसने इसे बचाने के लिए सब छोड़, अब उससे कहना इसे भी छोड़ दो! तो कठिन भी है। मगर चेष्टा करो तो हो सकता है। रामकृष्ण ने कहा : मेरी सहायता करें। मुझ अकेले से न हो सकेगा। मैं तो आंख बंद करता हूं कि काली सामने खड़ी हो जाती है। मैं तो भूल ही जाता हूं। मैं तो रसलीन हो जाता हूं। मुझे तो द्वैत बना ही रहता है- भक्त का और भगवान का। अद्वैत घटता ही नहीं। तोतापुरी ने कहा : मैं एक काम करूंगा। तू आंख बंद करके बैठ और जैसे ही मैं देखूंगा कि खड़ी हो गई प्रतिमा और द्वैत उठने लगा और काली की प्रतिमा, तेरी आराध्य की प्रतिमा सामने आ गयी, मैं आवाज दूंगा-रामकृष्ण उठा तलवार, कर दे दो टुकड़े! तो फिर देर पर करना, उठा लेना तलवार और कर लेना दो टुकड़े। रामकृष्ण जैसे अदभुत व्यक्ति ने भी पूछा : लेकिन तलवार कहां से लाऊंगा? तोतापुरी ने कहा : यह खूब रही! और यह काली मैया कहां से लाया है? यह भी कल्पना है तेरी। सतत कल्पना करने से यह प्रतिमा खड़ी हो गई है। जहां से यह लाया वहीं से एक तलवार भी ले आ। मगर रामकृष्ण ने कहा : मां को और तलवार से काट दूं! इससे तो खुद ही मर जाना पसंद करूंगा। तोतापुरी ने कहा : फिर तेरी मर्जी। मगर यह करना ही होगा। अगर तू एक सीढ़ी और पार करना चाहता है तो यह काली को छोड़ ही देना होगा। अब यही बाधा है। यही तेरी आराध्य, यही तेरी पूजा और प्रार्थना, यही तेरी भक्तिअर्चना, यही बाधा है। तू कोशिश कर। बार -बार रामकृष्ण आंख बंद करें, कोशिश करें, मगर कोशिश न हो पूरी। आंख बंद करें कि आंसुओं की धार, कि आनंद -मग्न हो डोलने लगें। और तोतापुरी कहें : फिर वही! अब तू यह किसलिए डोल रहा है? क्योंकि अद्वैत – भाव में डोलना वगैरह नहीं होता। और आंसू वगैरह की क्या जरूरत है? अद्वैत- भाव में तो सब थिर हो जाता है। रामकृष्ण कहें : मगर मैं भूल ही जाता हूं आपकी याद नहीं रहती। आपने जो कहा वह भी भूल जाता है। जैसे ही आंख बंद करता हूं और मां के दर्शन होते हैं -अहा, बस फिर मुझे न आपकी याद रहती है न आपके उपदेश की याद रहती है। तो तोतापुरी ने कहा कि मैं अब आखिरी उपाय करूंगा, क्योंकि कल सुबह मुझे जाना है। वे गये और रास्ते से एक कांच का टुकड़ा उठा लाये। पड़ा होगा किसी बोतल का टूटा हुआ। और उन्होंने रामकृष्ण को कहा कि तू आंख बंद कर और जैसे ही मैं देखूंगा कि डोलने लगा, आंख में आंसू आने लगे, जैसे ही मुझे लगेगा कि अब प्रतिमा खड़ी हुई, मैं तेरे माथे को इस कांच के टुकड़े से काट दूंगा। और जब मैं तेरे माथे को काटूं? उस वक्त तू भी एक वार हिम्मत करके उठा कर तलवार से दो टुकड़े कर देना। इधर मैं तेरा माथा काटू उधर तू मैया को काट देना। बात तो बड़ी कठिन थी। बड़ी मुश्किल थी। अपनी मां को साधारणत: मारना बहुत मुश्किल है। और फिर काली मां को मारना तो और भी बहुत मुश्किल है। और यही तो जिंदगी भर की साधना थी रामकृष्ण की। और इस साधना में खूब फूल खिले थे और खूब रस बहा था, खूब आनंद उमगा था, खूब गीत जन्मे थे। इस सबको पोंछ देना एकबारगी! मगर तोतापुरी कल सुबह चला जाएंगे… और तोतापुरी जैसा आदमी मिलना फिर मुश्किल है। तो हिम्मत की, तोतापुरी ने काट दिया माथा। लहूलुहान, खून की धार बह गई रामकृष्ण के माथे से। और जब तोतापुरी ने माथा काटा तब उन्हें भी याद आई भीतर। उठाई उन्होंने एक तलवार कल्पना की और दो टुकड़े कर दिये काली के। छ: घंटे के लिए थिर हो गये। रोआ भी न हिला। छ: घंटे के लिये पत्थर हो गये! और जब आंख खोली तो आज एक अपूर्व दशा थी-जों आनंद के भी पार है, जो सारी अभिव्यक्तियों के पार है! रामकृष्ण ने जो वचन, पहला वचन बोला छ: घंटे के बाद वह यही था : आज अंतिम बाधा गिर गई। बहुत -बहुत धन्यवाद दिया तोतापुरी को कि तुम्हारी करुणा अपार है। आज अंतिम बाधा गिर कई! आज आखिरी सीढ़ी पार हो गई। चाह भी छोड़नी होती है। वही कठिनाई है।
मम्मी ,कहाँ रह गईं ? कितनी देर हो रही है ! विलास ने मम्मी को जोर से आवाज दे कर कहा।
रिमझिम बारिश में रविवार के दिन पिकनिक की योजना बनी थी जिसके लिए बच्चे अति उत्साहित थे और तैयार हो कर बाहर आ गए थे। आ रही हूँ !आ रही हूँ ! कहते हुए वीना जी एक टूटा हुआ छाता ले कर बाहर आ गईं। अबकी बार झुंझलाहट की बारी थी विनिता की। मम्मी !हमें कार में पिकनिक जाना है। इस टूटे छाते का क्या काम है ? वीना जी ने बिना कुछ जवाब दिए मुस्कुराते हुए छाता ला कर उन बाबा को ला कर दे दिया जो कुछ संदूक नुमा वस्तु ले कर घर से थोड़ी दूर खड़े हुए थे। अब बाबा छाता पूरे मनोयोग से सुधार रहे थे और बच्चे गुस्से में भुनभुना रहे थे।
पापा मुस्कुरा रहे थे। उन्हें वीना जी की आदत बेहतर पता थी।वे इस टूटे बेकार छाते को सुधरवा कर बाबा को कुछ अधिक पैसे देंगी फिर उसके हाल चाल ,परिवार के बारे में पूछते हुए कुछ खाना भी जरूर देंगी तब कहीं गाड़ी आगे बड़ेगी। कल ये छाता किसी जरूरतमंद को दान कर देंगी। थोड़ी देर में छाता सुधर गया।वीना जी ने अपना नियम पूरा किया। अब सब कार में बैठ चुके थे और अपने गंतव्य की ओर बढ़ने लगे। विनीता ने पूछा ,मम्मी ,आखिर इस वक्त छाता सुधरवाने का क्या काम था?आधा घण्टा और खराब हो गया। बेटा !हम लोग बढिया नाश्ता कर के रिमझिम बारिश का आनंद उठाने जा रहे हैं लेकिन तुमने सोचा कि उस व्यक्ति के पास एक समय भोजन खरीदने के लिए भी पैसा नहीं है इसलिए वह इस बारिश के मौसम में थोड़ा पैसा कमाने निकला है।
छाता इसलिए सुधरवाया कि उसे मेहनत की कमाई मिलेगी और उसके स्वाभिमान को ठेस भी नहीं लगेगी। क्या तुम्हें नहीं लगता कि हमें इन अशक्त और गरीब लोगों की थोड़ी सहायता करना चाहिए ? वीना जी ने बच्चों को समझाते हुए कहा। विलास और विनीता अपनी माँ का मन्तव्य समझ चुके थे लेकिन मौन धारण किये हुए थे।
पापा अभी भी चुपचाप मुस्कुराते हुए कार चला रहे थे।उन्हें पता था उनके किशोर बच्चों के लिए माँ के शब्दों को स्वीकार करना थोड़ा कठिन अवश्य लग रहा है पर आगे से अब वे स्वयं इस ओर पहल करेंगे। गाड़ी अपने गंतव्य की ओर बढ़ रही थी।मौसम और सुहाना हो गया था।
મિત્રો….આજે પણ ધણા ગામમાં નાની છોકરીઓના જયારે ગૌરીવ્રત આવે છે , ત્યારે બધી દિકરીઓ ગામની બહાર નદી કાંઠે જઈને, રેતીમાં દેદાનું પૂતળું બનાવી , અથવા દેદાને મારનારના ટીમા બનાવીને એને કૂટેછે.
પણ શું આપણે જાણીએ છીએ, કે આ દેદો કોણ હતો? કન્યાઓ દેદો કેમ કૂટે છે?
આની પાછળ નો ઈતિહાસ કંઈક આવો છે….
અરઠીલા ગામની બહાર છાવણી નાંખી પડેલ મહમદ બેગડાના સૈનિકોએ આપા દેદા આહીરને એકલા હાથે કત્લેઆમ કરતો જોઈ તેને મારવા ઉમટી પડ્યા. અરઠીલા કિલ્લાની બહાર દેદા આહીર અને બાદશાહની સેના વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયો. દેદો આહીર બંને હાથથી તલવાર વીંઝતો જેમ જુવારના કણસલા લણતો હોય તેમ દુશ્મનોના માથા વાઢતો એકલો મુસ્લિમ સેના વચ્ચે આગળ વધી રહ્યો હતો. જલ્લાલુદ્દીને તેની પીઠ પાછળથી સૈનિકોને આક્રમણ કરવા ઈશારો કર્યો. દેદાએ સેંકડો સૈનિકોને રહેંસી નાખ્યા.
દેદો બેય હાથથી લોહી નીતરતી તલવારોથી દુશ્મન સેનામાં કહેર વર્તાવી રહ્યો હતો. ત્યારે દેદાની પીઠ પાછળથી ગરદન ઉપર તલવારનો ઘા કરવામાં આવતા તેનું માથું ધડથી અલગ થઈ ગયું. દેદાનું માથું કપાતા ધડ ઝનૂને ચડ્યું, એમ કહેવાય છે, કે માથા વગરનું ધડ ઝનૂને ચડતા મહમદ બેગડાની સેનામાં હાહાકાર મચી જવા પામ્યો હતો. માથા વગરના ધડને આંખો હોઈ તેમ બાદશાહની સેના વચ્ચે જઈ અનેક સૈનિકોનો કચ્ચરઘાણ બોલાવી દેતા સેનામાં ભાગદોડ મચી ગઈ. અરઠીલાના એક યુવાને કરેલી ખુવારી જોઈ બાદશાહની સેના ભયભીત થઈ ગઈ હતી. બેગડાની સેનાને અગમચેતીનો આભાસ થતા વિચારવા લાગી, કે જો અરઠીલાનો એક યુવાન આટલા સૈનિકોની ખુંવારી કરી શકે, તો અરઠીલા ના હજારો આહીરો એક સાથે આવી ચડશે તો શું થશે ? એવું વિચારી સેનાને પરત ફરવું જ યોગ્ય લાગ્યું.
પરંપરા
આજથી આશરે સાડા પાંચસો વર્ષ પહેલા અષાઢ માસની પૂનમની અજવાળી રાત્રીએ ખેલાયેલ આ જંગમાં બેગડાની સેનાને દેદા આહીરે એકલા હાથે ભગાડી હતી અને એ સાથે ગામની દીકરીઓની લાજ બચાવતા પોતે વીરગતિ પામ્યો. દેદા આહીરની કથા-લોકકથાઓ, બારોટોના ચોપડાઓ અને દેદા ગોહિલના પાળિયારૂપે સાક્ષી પૂરે છે. આજેય સૌરાષ્ટ્રની કુંવારી કન્યાઓ દર વર્ષની અષાઢી પૂનમે દેદા આહીરની શહીદીને અશ્રુભરી શ્રદ્ધાંજલી આપવા ગામની ભાગોળે ભેગા થઈ દેદો કૂટવાની પરંપરા જાળવતી જોવા મળે છે. જેેેેમાં કુુંવારી કન્યાઓ મરશીયા ગાય છે.
ભારતીય સંસ્કૃતમાં મરણને પણ સોળ સંસ્કાર પૈકીનો એક સંસ્કાર ગણવામાં આવ્યો છે. કન્યાઓ પોતાના ભાવી જીવનમાં મરણ પ્રસંગે કૂટવાનું શીખે, મરશિયા ગાતા શીખે એ ભાવના પણ આ પરંપરા પાછળ રહી છે.
બાળપણમાં મરણ પ્રસંગે સગા વહાલા કાણ લઈને આવે અને ગામના ચોકે ચોકે કાણે આવેલી બહેનો ધડામ ધડામ છાજીયા લેતા લેતા જે મરશિયા ગાય એ મરશિયા ભલભલા મૂછાળાઓની આંખમાં આંસું લાવી દેતી એ પ્રસંગની સ્મૃતિ હજીય માનસપટ્ટ પર એવી ને એવી હજુય અકબંધ છે.
विधा :कहानी शीर्षक:”दीप जगमगाये” एक बड़ी सुंदर कॉलोनी थी वसंत विहार। वहां लगभग 30-35 घर थे। किसी का बेटा तो किसी के बेटा बहू दिन भर के लिए अपने अपने आफिस या काम पर चले जाते थे।घर के बुजुर्ग अकेले रह जाते। सब बुजुर्ग साथ मिलकर शाम को बाहर निकलते और एक दूसरे के साथ समय बिताते ।अपने सुख-दुख बाँटते।ऐसे ही दिन गुजर रहे थे ।
एक दिन उस कॉलोनी में एक नया परिवार आया जिसमें बुजुर्ग दंपत्ति उत्तमजी और उमाजी अपने बेटे बहू आलोक-आभा और पोते पोती युग-प्रज्ञा के साथ थे ।कुछ दिनों में उत्तमजी और उमाजी भी सब के साथ घुलमिल गए ।सप्ताह के छह दिन तो वो सबके साथ मिलते जुलते, लेकिन रविवार के दिन नहीं आते थे ।उनके बिना सबको बहुत ही सूना सूना लगता था। एक रविवार की शाम सब साथी मिलकर उनके घर गए तो सबने देखा कि उनके घर का वातावरण बहुत ही पवित्र था। वे सपरिवार पीले वस्त्र धारण करके बैठे थे।गायत्री माता की प्रतिमा के सामने इक्कीस दीपक जल रहे थे।सब एक स्वर में गायत्री मंत्र का पाठ कर रहे थे।उत्तमजी ने अपने साथियों को देखा और बैठने के लिए कहा। सभी बुजुर्ग महिलाएं एवं पुरुष बैठ गए। उन्हें भी अच्छा लगने लगा ।गायत्री मंत्र पूर्ण होने पर उन्होंने महामृत्युंजय मंत्र का पाठ किया। उसके बाद मां गायत्री की आरती की ,भजन गाये और सब को प्रसाद दिया । उमाजी ने सबको बताया कि हम हर रविवार को शाम को दीपयज्ञ करते हैं। सब की खुशहाली की प्रार्थना करते हैं ।इसलिए हम रविवार की शाम को आप सबसे मिलने नहीं आ पाते हैं ।धूप और दीप की सुंगंध से पूरा घर महक रहा था ।दीपों की ज्योति के प्रकाश से सब अभिभूत हो रहे थे। सब ने इस के बारे में विस्तार से बताने को कहा।इतने में उनकी बहू आभा सबके लिए नींबू का शर्बत ले आयी । उत्तमजी ने अपने सभी साथियों की मन की उत्सुकता को शांत करते हुए दीपयज्ञ के बारे में बताया कि शाम को एक दो या जितनी भी इच्छा हो उतने दीपक जलाकर गायत्री मंत्र का बारह बार या चौबीस बार पाठ करते हुए स्वाहा कहकर पीले अक्षत छोड़ते जाते हैं , उसके बाद महामृत्युंजय मंत्र का तीन ,सात या बारह पाठ करते हैं। इसमें ज्यादा समय नहीं लगता है केवल आधे घंटे में सब हो जाता है। लेकिन हम उसके बाद भी कुछ भजन गाते हैं और रविवार को हम सब घर में रहते हैं इसलिए हम संध्या काल को इस प्रकार से दीपयज्ञ करते हैं।अक्षत को बाहर चिड़ियों के लिए बिखेर देते है। उनकी बातें सुनकर सबके मन में अलग अलग विचार चल रहे थे। सब विदा लेकर अपने अपने घर गए।दूसरे दिन जब उत्तमजी और उमाजी आए तो कुछ लोगों ने कहा कि हम भी अपने घर में दीपयज्ञ करना चाहते हैं। अब सभी सुविधानुसार बारी बारी से साथियों को आमंत्रित कर अपने अपने घर में महीने के एक एक दिन दीपयज्ञ करने लगे। सब मिलकर भजन गाते ।उसके बाद आपस में सुख दुख की बातें करते। कभी किसी के यहां नाश्ता कर लेते, कभी चाय पी लेते। ऐसा बंधन नहीं था कि कुछ खिलाना पिलाना ही है ।वह अपनी अपनी इच्छा और सुविधा से करते थे । अब उन सबका तनाव और अकेलापन दूर हो गया। रात को नींद भी अच्छी आने लगी ।धीरे-धीरे उनके घर के बच्चे भी इसमें शामिल होने लगे। इस प्रकार से पूरे कॉलोनी में एक-एक घर में पूरे महीने यह क्रम चलने लगा। सभी आध्यात्मिक चर्चा करते ,कहानियां कहते।उनके बच्चों को भी आनंद आता । लॉकडाउन के समय भी सब ऑनलाइन एक दूसरे के घर के दीप यज्ञ में शामिल रहते थे। इस तरह से रोज एक दूसरे के बारे में हाल चाल भी पता चलता था। अगर कोई बीमार है तो उसके लिए सब मिलकर प्रार्थना करते थे। घी के दीप जलाते जिससे घर की वायु में ऑक्सीजन बढ़ती थी। सभी के परिवार के सदस्य मिलकर चर्चा करते और आसपास के जरूरतमंद लोगों की सहायता करते। इस तरह उत्तमजी के परिवार के आने से कॉलोनी का वातावरण बहुत ही अच्छा हो गया ।बच्चे भी अच्छे संस्कार सीखने लगे। कॉलोनी के घरों में संध्या को दीप जगमगाते ।परिवारों के मध्य स्नेह और सद्भाव का उजाला बढ़ता गया।
(यह सत्कार्य हमारे मायके की कॉलोनी में होता है।) जय गायत्री माता
છાંડ્યું ને ચાકળા-ચંદરવા કોના સારુ રાખી જા છ, બેટા હીરબાઇ ? બધુંય ઉતારીને તારા ઘર ભેળું કરી દે, બાપ!”
“ના, બાપુ, ભીંત્યું અડવી ન કરાય.”
“અરે, બેટા, હવે વળી મારે ભીંત્યું અડવી શું ને ભરી શું? ઉતારી લે, બાઇ ! એકેએક ચીજ ઉતારી લે, મેંથી એ નહિ જોયું જાય, બેટા ! મને એ માંડ્ય ચાંડ્ય કરનારી સાંભરશે ને ઠાલું મારું મન બળશે.”
નિસરણી માંડીને દીકરી દીવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે, અને બુઢ્ઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે, માનું ઘણાં વર્ષથી અવસાન થયું છે, સાત ખોટની એક જ દીકરી હીરબાઇને ઉછેરી ઉછેરી બાપે આજ અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે. આજ ભાણેજ (જમાઇ) તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે. બેડાં, ત્રાંબાકૂંડીઓ, ડબરાં, ગાદલાં, ગોદડાં, ધડકીઓ, તોરણ, ચાકળા, ચંદરવા, સોનારૂપાના દાગીના-જે કાંઇ પિતાના ભર્યા ભાદર્યા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને આગ્રહ કરે છે. ગાડાં ને ગાડાં ભરાઇ રહ્યા છે.
“હાઉં બાપુ! હવે બસ કરી જાઓ.” હીરબાઇએ આડા હાથ દીધા.
“પણ હું મેલું કોના સાટુ !! બાપ ? હું તો હવે બે ચોમાંસા માંડ જોઇશ. અને તારું ગામતરું થયે તો આ પિતરાઇઓ આહીં તને થોડા ડગલુંયે ભરવા દેવાના છે?”
દીકરી મોં છુપાવતી જાય છે, પાલવડે આંસુડાં લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે.
“હીરબાઇ,” ડોસો પોતાની પાઘડીને છેડે ચીંથરામાં બાંધેલા વાઘનખ લઈને આવ્યો. “આ લે, બેટા, અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે. મેં તો કૈંક વરસો થયાં દીપડો મારીને કાઢી રાખેલ – તારો ભાઇ થાય એની ડોકે બાંધવાની આશાએ., પણ સૂરજે સાવઝના નખ પહેરનારો નહિ સરજ્યો હોય…. હશે !! હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પે’રાવજે, હો !” માનો જણ્યો ભાઇ એ વખતે હીરબાઇને સાંભરી આવ્યો, આજ ભોજાઇ વગર નણંદનું માથું ઓળી મીંડલા ગૂંથી દસેય આંગળીએ ટાચકા ફૂટે એવાં મીઠડાં લઈ સાસરે વળાવનાર કોઈ ન મળે! અને બાપનું ભાણું દસ વરસથી પોતે સાચવેલું તેનું જતન રાખનાર કોઇ ન રહ્યું. હીરબાઇએ એકાંતે આંસુ ઠાલવ્યાં.
પચીસેક ગાડાંની હેડ્યો ભરાઇ ને કરિયાવર તૈયાર થયો. હીરબાઇએ નાહીધોઇ, અણાતને અરધે વળે તેવાં વસ્ત્રાભૂષણો સજી, રૂપનીતરતાં અંગને જાણે સોનેરૂપે મઢી લીધું. માવતરના ઘરને છાંયડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી. ગાયો-ભેંસો એને બહુ વહાલી હતી, એટલે જઈને પશુડાંને ગળે બાઝી પડી; પશુ જાણે જુદાઇની ઘડી પારખી ગયાં હોય તેમ મોંમાંથી ખડનાં તરણાં મેલી દઈ હીરબાઇના હાથપગ ચાટવાં લાગ્યાં.
“બાપુ, આ વોડકી વીંયાય ત્યારે મને બળી ખાવા બોલાવજો, હો! નીકર બોઘરું ભરીને ખીરું મોકલજો.” હીરબાઇએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી.
“અરે બેટા, બોલાવવાની કોને ખબર છે? તારા ભેળી કાંઠે બાંધતી જ જા ને, બાઇ!” એમ કહીને બાપુએ વોડકી પણ પુત્રી ભેળી વળાવી.
આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બુઢ્ઢો બાપ; અને પાછળ કરિયાવરનાં પચીસ ગાડાં; એવી આખી અસવારી ચાંપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડિયે ચાલતી થઈ.
હીરબાઇ તો ચાંપરડાનો હીરો હતી, એટલે અરધું ગામ એને વળાવવા હલક્યું છે. એક બાજુ અઢાર વરસની યૌવનમસ્ત કાઠી કન્યા રેવાલ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંથને નિહાળીને આવતી કાલથી મીઠો ઘરસંસાર માંડવાના મનોરથને હીંડોળે હીંચે છે… અને બીજી બાજુ બુઢ્ઢા, બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી, એના ગરભને ઘીમાં ચોળી, તાણ કરી કરી કોણ ખવરાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ-હીંડોળાને છેદી રહી છે.
દાદાને આંગણે આંબલો,
આંબલો ઘોર ગંભીર જો!
એક તે પાન દાદા તોડિયું,
દાદા, ગાળ નો દેજો જો!
અમે રે લીલા વનની ચરકલી,
ઊડી જાશું પરદેશ જો!
આજ રે દાદા કેરા દેશમાં,
કાલે જાશું પરદેશજો!
એમ કરતાં આખી અસવારી ચોરે પહોંચી, એટલે હીરબાઇનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી હેઠા ઊતર્યા. હીરબાઇએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભર ભલામણ પણ દઈ લઉં. એવી ઈચ્છાથી જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી છતાં ઓશિયાળું હાસ્ય આણીને એણે પોતાના કાકા-પિતરાઇ ભાઇઓનાં છેટેથી ઓવારણાં લીધાં.
“કાકા, મારા બાપને સાચવ-“
એટલું વેણ પૂરું નથી થયું તો બન્ને જુવાનો બોલ્યા, “ગાડાં પાછાં વાળો.”
“કાં, શીદ પાછા વળાવો છો?” બુઢ્ઢાએ પૂછ્યું.
“તું નિર્વંશ છો, ડોસા! અમે કાંઇ નિર્વંશ નથી. અમે કાંઇ મરી નથી પરવાર્યા, તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રિયો છો!”
“અરે ભાઇ, મારે એકનું એક પેટ, એને આજ નથી મા કે નથી ભાઇ એને હું કરિયાવર પણ ન દઉં? અને હવે હું મૂએ મારો ગરાસ ને દરબારગઢ તો તમારા જ છે ને?”
“તું તો ઘણુંય લૂંટાવી દે! પણ અમે નાના ગીગલા નથી. પાછાં વાળો ગાડાં, નીકર કાંઇક સાંભળશો!”
હીરબાઇએ આ દેખાવ નજરો નજર દીઠો. બુઢ્ઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાઇઓ ડોળા ફાડી ડાંગો ઉગામે છે. દીકરીને રૂંવાડે રૂંવાડે ઝાળ લાગી ગઈ. માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઇ નીચે ઊતરી અને બાપુનો હાથ ઝાલીને કહ્યું: “બસ બાપુ, પતી ગયું, હાલો, પાછા વળો. ભાઇ ગાડાખેડુઓ, ગાડાં તમામ પાછાં વાળો. આજ શકન સારા નથી.”
“પાછાં શીદ વળશે?” એવી હાક દેતો હીરબાઇનો વર ઘોડીને મોખરે હાંકી લાવ્યો; એનો પંજો એની તરવારની મૂઠ ઉપર પહોંચ્યો “કાઠી!” હીરબાઇએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો. “કાઠી, આજ કજિયાનું વેળુ નથી: અને તું મૂંઝામા. સૌ પાછા વળો.”
ગાડાં પાછાં વળ્યાં. હીરબાઇ અડવાણે પગે લાગી ઘેર પાછી આવી. ડેલીમાં આવીને જોયું તો બાપ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે; ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે. એને જોઇને હીરબાઇ બોલી, “કાઠી, તારે હૈયે ધરપત રાખ: તને સંતાપવો નથી.” એમ કહી પોતાના હેમે મઢ્યા ગળામાંથી ઝરમર કોટિયું, કાંઠલી, ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતાં બોલી: “આ લે કાઠી, તું બીજું ઘર ગોતી લેજે-અને મારી વાટ્ય જોવી મેલી દેજે.”
“કાં?”
“કાં શું ? હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વાસવો નથી. મારા બાપના ઘરમાં પીંગલે ભાઇ ન મળે, એટલે જ ભરી બજારમાં જીવતાર બગડે ને! હવે તો પારણામાં ભાઇને હીંચોળીને જ આવીશ. નીકર જીવતરભરના જુહાર સમજજે, કાઠી તું વાટ્ય જોઇશ માં. તને રાજીખુશીથી રજા છે. ઘર કરી લેજે. આલે, આ ખરચી.” આટલું કહી બાઇએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી. કરિયાવરનો સામાન પાછો ઠલવાઇ ગયો.
હીરબાઇએ વળતા દિવસથી બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી, દેવલના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આંટાળાં શીંગે શોભતી, ફાંટફાંટ જેટલા આઉવાળી સાત કૂંઢી ભેંસોને નોખી તારવી ગોવળોને આજ્ઞા દીધી કે, “ભાઇ આયડુ, આપણી સીમના ઊભા મોલમાં આ સાતેયને પહર ચારવા મંડો અને – મારો બાપ કરું! ડિલે ક્યાંય માખી નામ ન બેસવા દેજો.”
ભરવાડોએ એ રીતે ભેંસોને સાચવવા મંડ્યા. ભેંસોના દૂધના ફગર ચડવા લાગ્યા. બબે જણ બદલાય ત્યારે દોવાઇ રહે એવાં તો આઉ ભરાંતા થયાં. એક ભેંસનું દૂધ બીજીને પવાય, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને…અને એ રીતે છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પીવરાવવા લાગી. છેવટે સાતમીના દૂધમાં સાકર, કેસર ને એલચી-જાયફળ નાખી, અંદર સળી ઊભી રહે એવો કઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પિવાડે તેમ દીકરી બાપુને પિવડાવવા લાગી. બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે. શરમિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે, “ગગી બેટા, મને આ અવસ્થાએ કેસર ને આ કઢા તે કાંય શોભે? અને તું મારી ધારણા મેલી દે, બા ! મા’મહિનાનું તો માવઠું કે’વાય.”
“કાંઇ બોલશો મા, બાપુ.” એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી. દીકરી હતી તે માતા બની ગઈ.
એક મહિનો, બે મહિના ને ત્રણ મહિના-ત્યાં તો સાઠ વરસના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા. કાયાનું અણુયે અણુ કિરણો કાઢતું થયું. ધોળા વાળને કાળપ ચડી. ઘોડે સવારી કરીને સવાર-સાંજ બાપ સીમાડાની બહાર દોડતાં હરણ સાથે હોડ કરવા લાગ્યો. અને મોં માગ્યાં મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યો.
એક વરસ અને એક દીકરો, બીજું વરસ, બીજો દીકરો; અને હીરની દોરીએ હીંચોળતી બહેનને હાલરડાં ગાતી ભાયાતોએ સાંભળી, રાત ને દિવસ બહેન તો પોતાના ભાઇઓને નવરાવવા-ધોવરાવવા, ખવરાવવા-પિવરાવવામાં ને એનાં બાળોતિયાં સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે. એમ કરતાં તો ત્રણ વરસની રૂંઝ્યો વળી ગઈ અને ચોથે વરસે સીમાડા ઉપર ખેપટ ઊડતી દેખાણી. જોતાજોતામાં કોઇ રોઝી ઘોડીનો અસવાર ઝાંપામાં દાખલ થયો. ગામની પનિહારીઓ ઠાલાં બેડાં લઈને દરબારગઢમાં દોડી: “બા, વધામણી ! ધાંધલ આવી પહોંચ્યા છે! “
આવીને કાઠીએ ઘરાણાં-રૂપિયાની પોટલી પડતી મેલી.
“બાપુ.” હીરબાઇએ બાપને કહ્યું: “હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહિ રહેવા દઉં, તમે નવી વસાવી લેજો !” એમ બોલીને હીરબાઇએ ગાડાં ભર્યાં; દરબારગઢમાં એક ખીંટી પણ ન રહેવા દીધી. ફરી વાર વેલડું જોડાણું: ગામ વળાવવા હલક્યું; ચોરો આવ્યો; માફાની ફડક ઊંચી થઈ; હીરબાઇએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું, અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકારી સંભળાવ્યું “આવો, કાકા અને ભાઇઓ ! હવે ફરો આડા !”
” ના….રે, બેટા, અમે ક્યાં કહીએ છીએ?”
” શેના કહો ? પારણે એકને સાટે બે રમે છે. અને હવે તો ગાડાંની હેડ્યું ગણ્યા જ કરજો.”
આ ઘટના જૂનાગઢ નજીક ચાંપરડાં ગામે બની છે. કાઠીનું નામ વાઘો વાળો અથવા ઊગો વાળો બોલાય છે. કોઇ વળી આ બનાવ આયરોમાં બન્યો હોવાનું કહે છે.