Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મન ના મણકા – ૧


મન ના મણકા – ૧

ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ અટકી પડ્યો… એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમાજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમાજ છે… તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે…
પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી…. આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. … સ્પેનિશ રનર ઈવાન એ પાછળ થી આવી અને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો….

ખુબ નાનો , પણ અતિ મહત્વ નો પ્રસંગ. … આ રેસ હતી … અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ… ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત … ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈ ને અવગણી ને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. …

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , ” તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલ ને હાથ થી જવા દીધો… “
ઈવાન એ સુંદર જવાબ આપ્યો …” મારુ સ્વ્પ્ન છે કે , ક્યારેકે આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિ ને ધક્કો મારે , પરંતુ પોતે આગળ જવા માટે નહિ…. પરંતુ બીજા ને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિ ને બહાર લાવવા ધક્કો મારે… , એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને …”

પત્રકારે ફરી થી પૂછ્યું , ” તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત…”

જવાબ માં ઈવાન એ કહ્યું , ” મેં એને જીતવા નથી દીધો.. ,
એ જીતતો જ હતો…
આ રેસ એની હતી…
અને છતાં જો હું એને અવગણી ને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત..
આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ?
આવો જીતેલો ચંદ્રક હું મારી મા ને શી રીતે બતાવી શકું?
હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? “

સઁસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે…
એક પેઢી થી બીજી પેઢી ને મળતો વારસો છે….
આમ થાય અને આમ ના જ થાયે… આ જ પુણ્ય અને પાપ છે…
આ જ ધર્મ છે…

બાળકો ને આપણે શું આપીએ છે, એ જ નક્કી કરશે કે કાલ નો સમાજ કેવો હશે….
નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી…
બાળક પોતા ના માતા પિતા ના વર્તન, વ્યહવાર અને આદર્શ ને જ અનુસરે છે… તેમાં થી જ શીખે છે અને એનું ઘડતર થાય છે…

જીતવું મહત્વ નું છે .. પણ કોઈ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે … કોઈ નો યશ ચોરી લેવો ..કોઈ ની સફળતા પોતા ને નામ કરવી .. બીજા ને ધક્કો મારી પોતે આગળ આવવા નો પ્રયત્ન .. આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયા નો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે …કારણ ,અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે …
આ સુંદરતા , પવિત્રતા, આદર્શ , માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ …
બીજી પેઢી માં પ્રમાણિકતા અને નીતિમત્તા ના બીજ રોપીએ …..have a Good Day