ફીલ્મ અભિનેતા..’બલરાજ સાહની’નું ચંદિગઢ મા શુટિંગ ચાલતું હતુ ઘણા લોકો એમને મળવા આવતા હતા..એમા એક અપંગ માણસ..એને મળવા આવ્યો..
પણ મોટા માણસ ને મળવું હોય તો બીજા બહું આડા આવે.
આ માણસ જુના ફાટેલા આર્મી ના યુનિફોર્મ મા એક હાથે ઘોડી પકડી ને સતત ત્રણ કલાક થી..બલરાજ સાહની બહાર આવે એની રાહ જોઇ ને બેઠો હતો….એમા કોઇ ને દયા આવી અને અંદર જઇ ને એણે બલરાજ સાહની ને વાત કરી કે,એક અપંગ માણસ છેલ્લા ત્રણ કલાક થી આપની રાહ જોઇ ને બેઠો છે.અને એ એવું કહે છે..કે,હું એમને મળ્યા વગર નહીં જાવ.
બલરાજ સાહની તરત બહાર આવ્યા..અને કહ્યુ..”આપ મને મળવા ઇચ્છતા હતા.. બોલો શુ કામ છે..?”
પેલા માણસે કહ્યુ…”તમે ‘હકીકત’ નામની ફિલ્મ મા જે મેજર ની ભુમિકા નિભાવી છે..ને..એજ લડાઇ મા મે આ પગ કપાવ્યો છે…”
આટલું સાંભળતા બલરાજ સાહની ભાવુક થયા અને એ સૈનિક ને એમણે આટલા લોકો ની વચ્ચે પણ પોતાનો મરતબો ભુલી ને સલ્યુટ કરી…પછી પુછ્યુ” હું આપના માટે કાંઈ કરી શકું.?”
પેલા સૈનિકે કહ્યુ..”મારા ઘરે ચા પીવા આવશો..?”
અને બલરાજ સાહની તરત એ માણસ સાથે ચાલી નિકળ્યા..સાવ ઝુંપડી જેવા લાગતા ઘરે…. અને ગરીબો ની વસ્તી મા જઇ ને આ મહાન કલાકારે ચા પીધી..
આવા સંવેદનશીલ હ્રદય ધરાવતા કલાકારો આજે જોવા મળે ખરા..?