Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

એક વખત એક રાજા અને પ્રધાન
એક વખત એક રાજા અને પ્રધાન પોતાના દેશ માં છુપાવેશે પ્રજાજનો ની લાઈફ સટાઇલ જોવા માટે ઉપડ્યા હતા પરંતુ તેઓ જંગલ માં રસ્તો ભૂલી ગયા એટલે દૂરના એક ગામ પાસે જઈ ચડ્યા
.
હવે રાજા થાકી ગયા હતા ને કડકડતી ખૂબ ભૂખ લાગી હતી ત્યાં એમની નજર એક નાના એવા કસ્બા ની બે ઝુંપડી પર પડી એટલે રાજા અને પ્રધાન બન્ને ત્યાં પહોંચ્યા

એમણે જોયું કે બે ભાઈઓ ઝુંપડી ની બાજુમાં આવેલ જમીનપર ખેતી કામ કરી રહયા હતાં અને તેઓના બાળકો અને પત્ની પણ સાથે જ ખેતરમાં કામ કરી રહ્યા હતા
.
.
રાજા એ પોતાની ઓળખાણ આપ્યાં વગર પોતે અને પ્રધાન વટેમાર્ગુ છે અને ભુલા પડ્યા છે તેમજ ભૂખ્યા થયા છે માટે થોડું ઘણું ભોજન મળી રહે તો સારું એવું જણાવ્યું
.
પેલા ખેતી કરતાં બન્ને ભાઈઓ એ પોતાના ભાગ ના ભોજન માંથી રાજા ને અને પ્રધાન ને ભોજન કરાવ્યું તેમજ ઝુંપડી માંથી એક તૂટેલો ખાટલો અને તેના પર ફાટેલું ગોદડું આપી ને થોડી વાર આરામ કરવા કહ્યું.
.
આ બન્ને તો ભૂખ્યા હતા એટલે ખેડૂતો એ આપેલ મરચા અને રોટલા પણ મહેલ ના મિષ્ટાન કરતા મીઠા લાગ્યા

અડધો કલાક આરામ કર્યા પછી રાજા એ બન્ને ભાઈઓ ને બોલાવ્યા
.

.
અને તેઓ નું નામ પૂછ્યું
.
એક નું નામ રામ અને એક નું નામ શ્યામ
.
રાજા એ રજા લેતી વખતે
.
રાજા:- જુઓ રામ, અનેશ્યામ હું તમારી મહેમાનગતિ થી ખૂબ ખુશ થયો છું અને હું આ દેશ નો રાજા છું માટે તમે બેઉ ભાઈઓ ને હું વચન આપુ છું માંગો તમારે શુ જોઈછે
.
.
થોડી વાર વિચાર કર્યા બાદ
.શ્યામ:- મહારાજ, હું ખેતર માં કામ કરૂં છું પરંતુ મારે એક જ વીધો જમીન છે તો આપ જો મને થોડી જમીન આપશો તો હું સુખી થઈ જઇશ

..રાજા:- પ્રધાન , આ શ્યામ ને આજ ગામ માં 10 વિઘા જમીન આપી દેજો આ મારો આદેશ છે
.
પ્રધાન:- જી મહારાજ

રાજા:- રામ, બોલ ભાઈ તારે શુ માંગવું છે
.
રામ:- મહારાજ, બસ એક જ વચન કે આજ જો આપ ને અમારી મહેમાન ગતિ સારી લાગી હોય તો આપ દર વર્ષે આજની તિથિ ના દિવસે જ મારે ત્યાં ભોજન આરોગવા પધારશો.
.રાજા:- બસ,આટલું જ , ચોક્ક્સ આવીશ જ

અને હા પ્રધાન આજની તિથિ યાદ રાખી લેજો અને ભુલાય નહિ એ પણ યાદ રાખજો આજથી હું જ્યાં સુધી જીવિત રહીશ ત્યાં સુધી આ તિથિ ના દિવસે આ રામ ને ત્યાં ભોજન લેવા ચોક્ક્સ પધારીશ
.
..

.આમ બન્ને ભાઈઓ ને વચન આપી ને રાજા અને પ્રધાન પોતાના નિવાસસ્થાને જતા રહ્યા
.
.
ધીમે ધીમે સમય પસાર થતો રહે છે અમને આમ 11 મહિના પસાર થયા અને પ્રધાન ને યાદ આવ્યું કે આવતા મહિને રામ ને ત્યાં રાજા જમવા પધારવા જવાના છે માટે પ્રધાને રાજા ને કહ્યું
.
મહારાજ આજથી માત્ર 30 દિવસ પછી જ આપ શ્રી ને રામ ને ત્યાં જમવા જવાનું છે
.
મહારાજ:- હા ચોક્ક્સ જઈશું જ
.
આ તરફ પ્રધાન ને ટેંશન આવ્યું કે રામ આ વખતે પણ મહારાજ ને કોરો રોટલો ને મરચું જ ખવડાવશે તો? ગઈ વખતે તો રાજા થાકી ગયા હતા એટલે ભાવ્યું હોય ..
માટે મારે કૈક કરવું પડશે

એવું વિચારી ને પ્રધાન થોડાક કાફલા સાથે રામ ની ઘરે ગયા
.
હવે પ્રથમ વિચાર એ આવ્યો કે રાજા ને આવી ઝુંપડી માં થોડા રખાય એટલે તાત્કાલિક માણસો દોડાવ્યાં અને બાંધકામ સમિતિ ના માણસો ને બોલાવી ને રામ ની ઝુંપડી ની જગ્યાએ તાત્કાલિક સુંદર એક નાનો મહેલ બનાવવા નો આદેશ આપ્યો
માત્ર 7 દિવસ માં જ આબેહૂબ રાજા ના મહેલ ની નાની પ્રતિકૃતિ બનાવી દીધી.
.
વળી વિચાર આવ્યો કે રાજા એકલા થોડા આવશે સાથે કાફલો પણ હશે જ માટે રામ ના મહેલ ની આજુબાજુ નાના નાના ઓરડા ઓ બનાવી દેવામાં આવ્યા

પછી વિચાર આવ્યો કે રામ કોને ખબર શુ બનાવી ને રાજા ને ખવડાવે એમા કૈક ઘટશે તો??
એટલે તાત્કાલિક અન્ન જળ પુરવઠા પ્રધાન ને બોલાવી ને રામ ના આ બનેલા મહેલ માં દરેક પ્રકાર ના અનાજ , કઠોળ શાકભાજી , મસાલા તેલ ઘી મુકવી દીધું
.
.વળી પાછો વિચાર આવ્યો કે રાજા આવી રહ્યા છે તો રસ્તા પણ સારા હોવા જોઈએ જ
તાત્કાલિક નગરપાલિકા ના પ્રમુખ ને બોલાવી ને 3 દિવસ માં જ રાજા ના પસાર થવાના રોડ ને એકદમ મસ્ત ડામર નો રોડ બનાવી દેવામાં આવ્યો તેમજ આજુબાજુ માં થી ઝાડી પણ દૂર કરવામાં આવી.
..
હવે આ બાજુ ગામવાસીઓ એકઠા થયા અને કહે આપડા ગામ માં રાજા આવી રહ્યા છે અને રામ ને ત્યાં જ આવી રહ્યા છે તો આપણે ગામ વાસીઓ એ પણ કંઈક યોગદાન આપવું જપડે
.
એટલે ગામ નો સરપંચે ગામના તમામ રસ્તા ઓ સાફ કરવી ને માટી પુરાણ કર્યું તેમજ ગામ માં રાજાને આવકારતા મોટા હોર્ડિંગ મારવામાં આવ્યા..રોડ રસ્તા પર ફૂલ છોડ ના કુંડા લગાવવા માં આવ્યા.
હર ઘર મેં શૌચાલય નો નાદ ગુંજવા લાગ્યો..કોઈએ રોડ રસ્તા માં કે ખુલ્લી જગ્યા પર કુદરતી હાજતે જવાનું નહી.
.
આ બધું ફેરફાર જોઈ ને રાજા ના દરબાર માં રહેલ મંત્રીઓઓ એ રાજા ને જણાવ્યું કે મહારાજ આપ રામ ના ગામ માં પધારી રહ્યા છો તો એ ગામ માં ખૂબ જ ફેરફાર થાય રહ્યો છે માટે આપ અમોને એ ગામ માં વેપાર ની રજા આપો એના બદલે અમો જે કાંઈ આવક થશે તેમાંથી 15 ટકા રાજકોશ ને આપીશું.
.
મહારાજ :- મંજુર છે. ગામ નો વિકાસ થતો હોય તો કરો..


મંત્રીઓ ખુશ થઈ ને બોલવા લાગ્યા
:- બોલો મહારાજ કઈ જય, સબકા સાથ સબકા વિકાસ
.સાથે દરબાર માં હાજર રહેલા પ્રજાજનો પણ સુર માં સુર પુરાવી ને બોલ્યા..સબકા સાથ સબકા વિકાસ.

.તાત્કાલિક ધોરણે ગામ માં વીજપુરવઠો ચાલુ કરવામાં આવ્યો

ગામ ની રોનક આખી બદલાઈ ગઈ મેળો જામી પડ્યો
.
ચકડોળ, હિંચકા,નવા બિલ્ડીંગો, સાડીઓ ના શોરૂમ, પીઝા બર્ગર જેવા ફાસ્ટફૂસ અને હોટેલ અને મોટર સાઇકલ શો, જાદુગર જેવા મનોરંજન માટે ગામ માં મેળો ભરાયો.
..પબ્લિક પણ ખુશ
…નાના બાળકો જીદ કરે મેળા માં જવાની ..પત્ની જીદ કરે માતા પિતા પણ કહે એકલે ગામ નો આમ નાગરિક પરિવાર સાથે વારંવાર ક્યાં આવો ખર્ચો કરવો છે એમ કરીને આખા મહિના ની આવક એક જદિવસ માં ખર્ચી નાખે છે.
..
.
.હવે રાજા એ આવવાની તિથિ આવી ગઇ.
.
.
રાજા આજે ગામ માં પધારી રહ્યા છે
.
સરપંચે તમામ ગામ વાસીઓ ને આજે ખેતરે નહિ જતા. બાળકો ને શાળા માં રજા આપી ને રાજા ના સ્વાગત માટે કતારબંધ હાથમાં ફુલ, માળા ઓ લઈ ને ઉભા રાખી દીધા છે

.

અને
.
.રાજા ની સવારી આવી પહોંચી..
.હજારો સૈનિકો . પ્રધાનો અને મંત્રી ઓના કાફલા સાથે રામ ના નવા બનાવેલા મહેલ પર પધારી ને રામે બનવેલા ભાવતા ભોજન માંથી પ્રસાદ રૂપે લઈ ને
.
જાહેર સભા માં કહ્યું:- ગામવાસીઓ, તમારા ગામ સાથે મારે વર્ષો નો નાતો છે..આ ગામ નું મેં અનાજ ખાધું છે.તમને કોઈ પણ તકલીફ પડે તો મને કહેજો…બહેનો અને ભાઈઓ હું આપની સેવા માટે તૈયાર જ રહીશ.

અને 10 જ મિનિટ માં રાજા પોતાના કાફલા સાથે ગામ માંથી વિદાય લીધી.
.
.

.
એક મહિના પછી
.
..રોડ રસ્તા ની ડામર ઉખડી ગયો છે
રામ ના મહેલ માં ગાબડાં પડી ગયા
કોઠારો માં રહેલ અનાજ બગડી ગયું
.
સરપંચે બનાવેલ શૌચાલય નષ્ટ થઈ ચૂક્યા છે
.ગામ ના નાના દુકાનદારો નો વેપાર બંધ થઈ ગયો
ગામના પાદર માં બનાવેલો શોપિંગ મોલ બિસ્કિટ, અનાજ સસ્તા ભાવે વેચી ને ગામ ના નાના વેપારીઓ ને ખતમ કરી દીધા છે.

.
6 મહિના પછી
.
.મોલ માં ખરીદી કરવામાટે હવે ખેડૂતો લોન લેવા લાગ્યા છે
.
રાજા ને મંત્રીઓ જે 15 ટકા વેરો આપતા હતા એ વેરો મંત્રી પ્રજા પાસેથી લેવા લાગી છે અને અડધો જ વેરો રાજકોશ માં આપી રહી છે
.
.સરપંચ ગામ માં મો સંતાડતો ફરે છે

11 મહિના થયા ફરીથી પ્રધાન ને યાદ આવ્યું કે રામ ના ગામ માં રાજા ને જમવા જવાનું છે
.
.
જેવો પ્રધાન નો રથ ગામ માં પ્રવેશ્યો
.
.તમામ ગામ વાસીઓએ એકઠા થઇ ને પ્રધાન ને
.
.એક કંઈક ભરેલો કોથળો આપી ને કહ્યું:-પ્રધાન જી આવતા મહિને રાજા જી આવે એ પહેલાં અમારી ગામવાસીઓ ને એક ભેટ
.
.
.પ્રધાન એ ગિફ્ટ લઇ ને રાજા ને આપી

.કોથળો ખોલ્યો તો એમાં રામ હતો.
..રાજા:- કેમ રામ તું આ કોથળા માં અને અહીં કેમ
.
રામ:- મહારાજ, ગામવાસીઓ એ નક્કી કર્યું છે કે રાજા ને અહીં જમવા વર્ષ માં આવવા દેવા કરતા તું જ ત્યાં રહી ને બારેય મહિના ભોજન ખવડાવજે.
.
.
.
..મારો ભાઈ શ્યામ પણ તમે આપેલ ખેતર માં ઉપજ ના આવતા અને નહેર નું પાણી ના મળવાથી જે પાણી મોલ માં મળે છે કૂવો પુરી ને ભગવાન ને પ્યારો થઈ ગયો છે
.

રાજા:- પ્રધાન આ બાજુ આવો મારે તમને કાન માં કૈક કહેવું છે.

પ્રધાન:- બોલો મહારાજ
.
રાજા અને પ્રધાન બન્ને એ નક્કી કર્યું કે ચાલો આપણે બીજા પ્રદેશ માં ભૂલા પડવા જઈએ.
.

.
નોંધ :- રાજા કદાચ સારો હોય પણ એના પ્રધાનો હરામખોર હોય પરંતુ ભોગવવાનું પ્રજાએ જ છે.

—દિલ થી નીકળેલ વાર્તા…સુરેશ સાવજ

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s