લગભગ એક અઠવાડિયા પહેલા, નસીરુદ્દીન શાહે ધ ઇન્ડિયન એક્સપ્રેસ માટે લખેલા એક લેખમાં “તેઓ જે દેશ માં રહે છે ત્યાં તેને ડર લાગે છે.”
ભારત માટે નસીરુદ્દીન શાહનો તાજેતરનો “વિલાપ” ભારત દેશ પર ચાલાકીપૂર્વક આરોપ મૂકે છે જેણે તેમને બધું જ આપ્યું છે – રૂ,ખ્યાતિ, સ્વતંત્રતા અને પોતાના મનને વ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ. અને છતાં, તેમનું હૃદય પાકિસ્તાનના માટે વધુ જોરથી ધબકતું હોય તેવું લાગે છે, જે ભારતે તેમને પ્રેમ થી સ્વીકાર્યા હતા.
તેના મતે આધુનિક ભારત “જાતિવાદ” અને “યુદ્ધ ઉન્માદ ” ના ડિસ્ટોપિયા તરીકે છે. તેમનો ઉછેર ક્યારેય “મુસ્લિમ” તરીકે નહોતો, તે જ દેશ જ્યાં લાખો મુસ્લિમો રહે છે, કામ કરે છે, પૂજા કરે છે અને સફળ જીવન જીવે છે પણ શાહ ને ડર લાગે છે.અચાનક ભારતીયો ને દમનકારી તરીકે વિચારવા લાગ્યા. શા માટે? કેમ કે જનતા હવે એવી ફિલ્મોની પ્રશંસા કરતી નથી જે ભારતીયો ની શ્રદ્ધાની મજાક ઉડાવે છે ,તેવાસ્તવિક દુર્ઘટનાઓને મરોડીને રજૂ કરે છે. જ્યારે તેમના પોતાના સમુદાય ના ભયાનક કટ્ટરવાદ ને જોતા નથી- એ જ કટ્ટરવાદ જે હિન્દુ તહેવારો પર હુમલાઓ, ઉશ્કેરણી તરીકે ગૌહત્યા અને ભારતીય મસ્જિદો અને વિરોધ પ્રદર્શનોમાં પાકિસ્તાની ધ્વજ ને પ્રોત્સાહન આપે છે.
નસીરુદ્દીન શાહનું પાકિસ્તાન પ્રેમ
શાહની પાકિસ્તાની કલાકારો પ્રત્યેની ચિંતા, ભારતમા તેમના પર પ્રતિબંધ અ યોગ્ય, શું તેઓ ભૂલી ગયા છે કે આ પ્રતિબંધ શા માટે છે? પાકિસ્તાન ભારત માં આતંકવાદ ફેલાવે છે. 26/11 અને પુલવામાના આતંકી ઓ ને આશ્રય આપે છે. છતાં, શાહ ભારતમાં નુસરત ફતેહ અલી ખાનના સંગીત નથી વાગતું એ થી ચિંતિત છે, પાકિસ્તાનની ISI ભારતીયો સામે જેહાદને ભંડોળ પૂરું પાડે છે તે હકીકતથી નહીં.
IC-814 હાઇજેકિંગ પછી “ઇસ્લામોફોબિયા” પર તેમની વ્યથા છતી કરે છે. જ્યારે 190 ભારતીયોને પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા, ત્યારે શાહની પ્રાથમિક ચિંતા તેમની સલામતી નહીં, પરંતુ મુસ્લિમો સામેની પ્રતિક્રિયા થી દુઃખી હતા. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ યાત્રાળુઓની હત્યા કરવામાં આવી ત્યારે તેમનો શોક ક્યાં હતો? જ્યારે દેશના દરેક ભાગમાં મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી? જ્યારે કાશ્મીરી પંડિતોને તેમના વતનમાંથી સાફ કરવામાં આવ્યા હતા ” ત્યારે શાહ ના મો એ થી એક શબ્દ નથી નીકળ્યો.
પાકિસ્તાનમાં અને ભારતમાં એક વિડિઓમાં તેઓ બોલતા હોય છે અને તફાવત એ છે કે … આ દરેક જગ્યાએ તેમનો સ્વર અને ભાષા બદલાય છે.
પાકિસ્તાનમાં વિડિઓમાં, તેઓ કહે છે, “મારી પાસે અહીં (પાકિસ્તાન) મળેલા પ્રેમનું વર્ણન કરવા માટે શબ્દો નથી. જ્યારે હું અહીં મળેલા પ્રેમ અને સ્નેહને જોઉં છું ત્યારે મને લાગે છે કે હું ઘરે પાછો ફર્યો છું.”
જ્યારે, જ્યારે તેઓ ભારતમાં હોય છે, ત્યારે તેઓ કહે છે, “મને આજના ભારતમાં મારા બાળકો માટે ચિંતા છે. જો કોઈ ટોળું તેમને ઘેરી લે અને પૂછે કે તેઓ હિન્દુ છે કે મુસ્લિમ, તો મારા બાળકો પાસે કોઈ જવાબ નહીં હોય. મને ચિંતા છે કારણ કે મને પરિસ્થિતિ જલ્દી સુધરતી દેખાતી નથી.”
‘ધર્મનિરપેક્ષ’ આક્રોશ
શાહ કહે છે તેમને “પોતાના કપડા પર દેશભક્તિ પહેરવાની જરૂર નથી,” છતાં તેમને ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાન પ્રત્યે પોતાનો અણગમો દર્શાવવામાં કોઈ સંકોચ નથી.
ધ કાશ્મીર ફાઇલ્સ અને ધ કેરળ સ્ટોરી જેવી ફિલ્મો તેમને અસ્વસ્થ કરે છે કારણ કે તે ના મતે તે ખરાબ રીતે બનાવવામાં આવી છે, પરંતુ કારણ કે તે ઇસ્લામિક કટ્ટરપંથીતા વિશે સત્યોને ઉજાગર કરે છે.
ગદર 2 – ફિલ્મ થી તેમને ચીડ છે.
આ તેમના બેવડા ધોરણો છે.
નસીરુદ્દીન શાહ દેશભક્તિ ના કપડા નથી પહેરતા .પરંતુ જે પહેરે છે તે ઇસ્લામિક કટ્ટરપંથી , પાકિસ્તાન પ્રેમ ના કપડા જરૂર પહેરે છે.
પાકિસ્તાન ની ટીકા કરતી કોઈપણ વસ્તુ માટે તેમનો અણગમો છે.
શાહ ગર્વથી તેમના પિતાના ભારતમાં રહેવાના નિર્ણયનો ઉલ્લેખ કરે છે જ્યારે તેમના ભાઈઓ પાકિસ્તાન ગયા હતા. પરંતુ તેઓ મહત્વપૂર્ણ પ્રશ્ન છોડી દે છે: તેઓ કેમ ગયા? જવાબ એ જ બે-રાષ્ટ્ર સિદ્ધાંતમાં રહેલો છે જેને શાહ નું દિલ સૂક્ષ્મ રીતે સમર્થન આપે છે. તેમના પિતા જરૂર રહ્યા હશે, પરંતુ વૈચારિક મૂળ તો પાકિસ્તાની રહ્યું- હિન્દુ સભ્યતાના ગૌરવ પ્રત્યે અસ્વસ્થતા, ભારતની બહુમતી સંસ્કૃતિ પ્રત્યે અણગમો અને પાકિસ્તાન નો બચાવ.
તેમને દુઃખ છે કે આજનું ભારત તેમના વૈચારિક વલણને ટેકો કરવાનો ઇનકાર કરે છે. અને રાષ્ટ્રની પ્રગતિને સ્વીકારવાને બદલે, તેઓ તેને કાળા, અંધકારમય રંગ લાગે છે.
જ્યારે પણ તેઓ પાકિસ્તાન વિશે બોલવા માટે પોતાનું મોં ખોલે છે, ત્યારે એવું લાગે છે કે શાહ ક્યારેય સરફરોશમાં તેમની ગુલફામ હસનની ભૂમિકામાંથી બહાર આવ્યા નથી.
જો તેઓ ખરેખર માને છે કે કલાકારોને ચૂપ કરવામાં આવી રહ્યા છે, તો તેમણે તેમના પૂર્વજોની ભૂલને સુધારવી જોઈએ, પાકિસ્તાન જવું જોઈએ અને ત્યાં આવી કોલમ પ્રકાશિત કરવી જોઈએ. પછી આપણને ખબર પડશે કે તેઓ કઈ રીતે જીવી શકે છે”.
— કોમ્યુન ઓપિનિયન
