Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મરી ગયો, ગુજરી ગયો, મૃત્યુ પામ્યો, અવસાન પામ્યો,

સ્વર્ગવાસ પામ્યો. એક જ અર્થને જણાવતા આ જુદા જુદા ક્રિયાપદોમાં કઠોરતાની કે મીઠાશની માત્રા જુદી જુદી છે. ‘“આજે તમે કેમ મોડે સુધી ઘોર્યા ?’’ તેમ કહેવાને બદલે “તમે આજે કેમ વહેલા ન ઊઠી શકાય ?’’ તેમ પૂછવામાં અપ્રિય ન લાગે.


એક મોટી સભામાં એક લાખ શ્રોતાઓ એકત્ર થયા હતા. મંચ પરથી એક વકતાએ સભાને વખોડતા કહ્યું: “આ સભામાં ૫૦,૦૦૦ તો ગાંડા ભેગા થયા છે.” આ વાકય કાને પડતા જ સભા ઉશ્કેરાઈ ગઈ અને વકતા પર ખાસડાનો વરસાદ થયો. થોડી વાર બાદ બીજા વકતા ઊભા થયા તેમણે સભાનું અભિવાદન કરતા કહ્યું : ‘“આ સભામાં ૫૦,૦૦૦ ડાહ્યા માણસોની હાજરી છે.’’ તુરંત સભાએ તાલીઓના ગડગડાટથી તેમને વધાવ્યા અને

ફુલના હારથી લચી દીધા.

Author:

Buy, sell, exchange old books

Leave a comment