Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

વાણીયો દયાળુ કેમ હોય છે?
વાણિયા ની વાત આવે ત્યારે જાણવું કે , એનું વર્તન ઠાવકું હોય, ગહન હોય.

વાણિયા દયા ને પણ વાવી જાણે અને એમાં થી પણ બરકત નો પાક લઈ જાણે ..ફાયદો લેવો એને આવડે .

એક દૃષ્ટાંત આપીશ ..

એક દિ’ બાપુ અને એના માણસો ગામમાં આંટો મારવા નીકળ્યા.

બાપુનું ધ્યાન પેઢીએ બેઠેલા વાણિયા શેઠ પર ગયું.

બાપુ કે’ :

“શેઠને લાફો મારી દઉં.”

માણસો કે’ : “કાં બાપુ, એનો કંઈ વાંક ?”

બાપુ કે’: “ઈ તો વાણિયા છે, કોઈ દિ’ વાંકમાં ના આવે, એટલે એને શું આપણે એને નહિ મારવાનું.?”

એક માણસ કે’ : “બાપુ બધાય દેવતાને પડતા મૂકી હનુમાનની હડફેટે નો ચડાય, એમ બધાયને પડતા મૂકી વાણિયાની હડફેટે નો ચડાય. એમાં આપણને જ નુકસાન થાય.”

બાપુ કે’ : “ઈ વાણિયા દાળભાતીયા શું કરી લેવાના ?”

…..

અને

બાપુએ પેઢીએ જઈ વાણિયાને બે લાફા ઝીંકી દીધા.

વાણિયા એ ચતુરાઈ થી એનું દયા નું અસ્ત્ર કાઢ્યું

વાણિયો ઊભો થઈ ગયો ને બોલ્યો :

“ઘણી ખમ્મા, ઘણી ખમ્મા બાપુને, ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય મારા. સૂરજ કઈ બાજુ ઊગ્યો ? આજ ગામધણી મારી પેઢીએ.. પધારો, પધારો બાપુ, એલા, પાણી લાવ, પછી ચા મૂક. એલા છોકરા ગરમ હળદર લઈ આવ..”

બાપુ તો મુંઝાઈ ગયા :”ચા પાણી તો ઠીક, પણ હળદર શેના માટે ?”

વાણિયો કે’ : “બાપુ તમે મને લાફો માર્યો, તમારા હાથ કોમળ, મારો ગાલ કઠણ, મને મારતા તમારા હાથને ઘણું કષ્ટ પડ્યું હશે, એટલે હળદર લગાડવી પડે.”

બાપુની આંખમાં ઝળઝળીયા આવી ગયા, :”ઓહ, હો, હો, ધન્ય છે વાણિયા તારી દિલદારીને, તારી દયા, કરુણાને, અને ફટ છે મારી જિંદગીને. મેં તારા જેવા સજ્જન પર હાથ ઉપાડ્યો ? માફ કરી દે શેઠ મને..”

શેઠ કે’ : “અરે બાપુ, માવતર તો છોકરાવને મારે, તો સારા સાટુ જ, એમાં છોકરાવનું જ ભલુ થાય, તમે લાફા માર્યા તો મારું સારું વિચારીને જ માર્યા હશે.”

બાપુ કે’ : “શેઠ, તું મારા ગામનું નાક, અડધી રાતે કામ હોય તોય પડકારો દેજે.”

અને બાપુ ડોકમાંથી બે તોલાની માળા શેઠના છોકરાના ગળામાં નાખી હાલતા થયા.

થોડે’ક આઘે ગયા, ત્યાં ઓલા માણસે કીધું કે :”બાપુ, મેં ના પાડી’તી ને કે ત્યાં નો જવાય,

નુકસાની આપણને જ થાય.

બે લાફા મારીને કુટુમ્બની મિલકતમાંથી બે તોલા ઓછું કર્યું ને ? ઘરે તમારા છોકરાને કોઈ દિ’ રુપિયોય વાપરવા દયો છો ?”

પછી તો બાપુ ય હલવાણા, બાપુ કે’ : “એની પેઢી કે ઘર પાસેથી નીકળે ઈ બીજો.”

બાપુ એ સમ ખાઈ લીધા બોલો…..

.

🌹🙏🙂🙂🙏🌹

*કુનેહ અને બુદ્ધિમત્તા ગળથૂથીમાં પામેલ મારા દરેક વણિક મિત્રોને સમર્પિત.*

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment