Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ફુગ્ગો શોધવાની આસાન રીત

એક દિવસ શિક્ષકે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને કહ્યું,
” હું તમને બધાને એક કાર્ય સોંપું છું. હું તમને દરેકને એક એક ફુગ્ગો આપું છું. તમારે તે ફુગ્ગો ફુલાવીને તેના પર પોતાનું નામ લખીને બધા ફુગ્ગા બાજુના ખાલી રુમમાં રાખવાના છે. શિક્ષકે દરેક વિદ્યાર્થીને ફુગ્ગો આપ્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકની સૂચના મુજબ ફુગ્ગા ફુલાવીને તેના પર પોતાનું નામ લખીને બીજા રુમમાં રાખી દીધા.

ત્યારબાદ શિક્ષકે રુમમાં જઈને બધા જ ફુગ્ગાઓ એકમેક સાથે ભેળવી દીધા. અને વિદ્યાર્થીઓને કહ્યું,
“આ બધા ફ્ગ્ગાઓમાં થી તમારે પાંચ મિનિટના સમયમાં તમારો ફુગ્ગો શોધવાનો છે.”
વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખેલ ફુગ્ગા શોધવા મંડી પડ્યા. રુમમાં ધક્કામૂક્કી થઈ ગઈ. અંતે નિર્ધારિત સમય પૂરો થઈ ગયો પણ મોટાભાગના વિદ્યાર્થીઓને તેમનો ફુગ્ગો મળી શક્યો નહીં.

ત્યાર પછી શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું,” હવે હું તમને બધાને બીજું કામ સોંપું છું. હવે તમે જે કોઈ પણ ફુગ્ગો મળે તે લઈને તેના પર જેનું નામ લખેલું છે તેને આપી દો.
વિદ્યાર્થીઓએ શિક્ષકની સૂચનાનો અમલ કર્યો અને પાંચ જ મિનિટમાં બધા પાસે પોતપોતાના ફુગ્ગા આવી ગયા.

શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું: “તમે બધાંએ જોયું ને કે બંને કાર્યનુ પરિણામ કેટલું અલગ હતું ? આજના તમારા આ કાર્યમાં જીવનનો એક સુંદર બોધપાઠ છૂપાયેલો છે.
કોઈ કાર્ય કરતાં તેમાં ફક્ત પોતાનો લાભ જ નહિ પરંતુ બીજાના લાભનો પણ વિચાર કરીશું, તો બધાંનું શુભ થશે, કલ્યાણ જ થશે.

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment