હું ગુજરાત ગયો હતો ત્યારે મેં એક વૃદ્ધ સ્ત્રીને રસ્તામાં 20 રૂપિયામાં ખાખરા વેચતી જોઈ.
મેં તેને સૂચન કર્યું, “તમે સાથે ચા વેચવાનું કેમ શરૂ ન કરી શકો? લોકોને ખાખરા સાથે ચા ખાવાનું ગમશે અને તેથી તમે તમારા વેપારમાં વધુ વેચાણ અને નફો મેળવી શકશો!”
મને એ આઈડિયા ખૂબ જ સરસ લાગ્યો એટલે મેં તેને કહ્યો !
હકીકતમાં મેં મારી કોલેજમાં શીખ્યું હતું કે,
“આવકના પ્રવાહમાં વૈવિધ્ય લાવો અને પૂરક વ્યવસાયોમાં વિસ્તરણ કરો”.
(“Diversify revenue stream and expand into complementary businesses”.)
એ સ્ત્રીએ મને કહ્યું, “ભૈયા, યે દુકાન કે બાજુ મેં એક ચાય વાલા હૈ. અગર મૈ ભી ચાય બેચુંગી તો વો ક્યા કરેગા?! ઉસકા પુરા ઘર બસ ચાય કે ભરોસે હી ચલતા હૈ”.
હું સાવ મૂંગો થઈ ગયો !!
તે દિવસે મને ખબર પડી કે આ કોઈ કાપાકાપીનું માર્કેટ નથી, જ્યાં લોકો વિચારે કે, હું પણ આ વ્યવસાય શરૂ કરુ અને મારી બ્રાન્ડને અનેક પ્રોડક્ટમાં વિસ્તારું અને માર્કેટમાં વધુ હિસ્સો મેળવી લઉં.
તે વૃદ્ધ સ્ત્રી પોતે પણ કુટુંબના ભરણપોષણ માટે સંઘર્ષ કરી રહી છે છતાં તે જાણે છે કે દરેકની જરૂરિયાત પૂરી થાય તે વિચારવું જરૂરી છે. તેને પણ પૈસાની જરૂર છે પરંતુ કમાણી માટે સ્વાર્થી નથી બનવાનું, પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન નથી કરવાનું
આ ભારતીય મૂલ્યો છે, જ્યાં માનવતા એ નફા કરતાં વધુ પ્રભુત્વ ધરાવે છે!!
સહાનુભૂતિ અને સહઅસ્તિત્વ જેવા ગુણો ઉજાગર કરતી
આ સાચી વાત એક સુંદર અને ગહન પાઠ પૂરો પાડે છે.
Pravin Agrawal ની પોસ્ટનો ભાવાનુવાદ
🌺