‘ ઉપનિષદની કથા છે.
યાજ્ઞવલ્કય સંસાર છોડીને જઈ રહ્યા હતાં. તેને બે પત્નીઓ હતી-
કાત્યાની અને મૈત્રેયી. તેણે બન્ને પત્નીઓને કહયું :
‘ મારી ધનસંપત્તિ હું તમને બન્નેને
અડધી-અડધી વહેંચી દઉં છું.
હું હવે બધુ ત્યાગીને પ્રભુની શોધમાં નીકળું છું.
મૈત્રેયી તો ખુશ થઈ ગયા.
તે એક સાધારણ સ્ત્રી હતાં.
જે સ્ત્રીને પતિ એટલા માટે ગમતા હોય કે તેની પાસે સંપત્તિ છે એ સાધારણ સ્ત્રી કહેવાય. મૈત્રેયીને થયું પતિ જાય છે પણ સંપત્તિનો હિસ્સો તો આપતાં જાય છે.
આ બાબત મહાન વિદૂષી ગાર્ગીએ એક સવાલ ઉઠાવ્યો.
ગાર્ગી સાધારણ સ્ત્રી ન હતાં.
જો ધન તમને વ્યર્થ લાગે છે તો તે ધન પત્નીઓને શા માટે આપી જાઓ છો? જો ધન સાર્થક હોય તો તમે એને શું કામ છોડી જાઓ છો?
ગાર્ગીએ બિલકુલ સાચો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જો પૈસા ધૂળ કે રાખ છે તો પત્નીઓ ને તે આપીને તમે શા માટે ગૌરવ અનુભવો છો?
અને
સાર્થક છે તો ધનને છોડીને કયાં જાઓ છો? જો ધન સાર્થક હોય તો સાથે મળીને તેને ભોગવો.
જો ધન વ્યર્થ હોય તો પત્નીઓ ને પણ એ સાર્થક ધન બતાવો જે તમે મેળવવા જાઓ છો.
યાજ્ઞવલ્કય ખરેખર મુંઝાઇ ગયા.
યાજ્ઞવલ્કય વિરાગના માર્ગે જઈ રહયાં હતા. ગાર્ગી તેને વીતરાગના માર્ગે દોરી રહ્યાં.
વીતરાગ કહેશે ધનનો કોઈ અર્થ જ નથી. ન હું તેને તિજોરીમાં બંધ કરી દઉં કે ન તો એનો સાવ ત્યાગ કરી દઉં. વિરાગ ત્યાગ કર્યાનો
અહંકાર પેદા કરી નાખે છે.
ગાર્ગીએ યાજ્ઞવલ્કયને નવી દિશા તરફ ઇશારો કર્યો. ગાર્ગીએ યાજ્ઞવલ્કયને જણાવી દીધું કે
જો ધનસંપત્તિ છોડવામાં તમને ગૌરવ લાગતું હોય તો તેનો અર્થ એ છે કે તમે ધનસંપત્તિને છોડતા નથી. હજુ ધનસંપત્તિ પકડી જ રાખ્યા છે. પકડી રાખવાની પધ્ધતિ બદલાઇ છે.
વીતરાગનો અર્થ એ છે
રાગની પાર.
DETACHMENT નહીં પરંતુ
BEYOND ATTACHMENT.
વિરકતિ નહીં આસક્તિની પાર.
*ઓશો રજનીશ*
(પુસ્તક:- મનનો ખેલ)