Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक


રિટાયર્ડ વ્યક્તિ.

“આજે અમુલની ચાર કોથળી લાવવાની હતી. તમે ત્રણ લઈ આવ્યા.” જિગીશાબેન બોલ્યાં.
” સારું, હું લઈ આવું છું.
” એમ કહી ગૌરાંગ ભાઈ લિફ્ટ વગરના ફ્લેટમાં બીજા માળેથી ઉતરી અડધો કિલોમીટર ચાલી બીજી એક કોથળી લઈ આવ્યા…..!

ત્યાં નીચે શાકભાજીના ગાડા વાળાએ માઈકમાં બુમો પાડી…..
એટલે…..
“પપ્પા, તુવેરનું ગાડું આવ્યું છે.
ચાલીસની કિલો” પુત્રવધુ જુહી બોલી.
“સારું હું લઈ આવું છું.
“પાછા બે દાદરા ઉતરી અઢી કીલો તુવેર લઈ આવ્યા…..!

ચા પીતાં પીતાં જિગીશાબેન બોલ્યાં : ચા પીને તુવેરો ફોલી નાંખીએ…..
સાંજે કચોરી થાય.
“સારું ફોલી નાંખીએ” એમણે જવાબ આપ્યો…..!

એ અને પત્ની જિગીસા બેન તુવેર ફોલવા બેઠાં.
સવારે આઠ વાગ્યા હશે.
એમનો પુત્ર ચિરાયુ ઉઠયો.
સોફામાં બેસી ન્યૂઝ પેપર વાંચ્ચું.
પછી કોફી પીધી.
જુહીએ ગરમાગરમ ઉપમા બનાવ્યા એ ખાદ્યા અને મોબાઈલમાં મેસેજ જોવા લાગ્યો.
પણ…..
“કેમ છો પપ્પા મમ્મી”…..?, “જય શ્રી કૃષ્ણ “, “શું કરો છો…..?” કશું જ નહીં…..!
ઉભો થયો ત્યારે બોલ્યો: “મમ્મીના દાંતના ડોક્ટરની એપોઈન્ટમેન્ટ અગિયાર વાગ્યે છે. તમે સમયસર પહોંચી જજો. ગયા વખતે મોડું કયુંઁ હતું એવું ના થાય.”
“સારું સારું” ગૌરાંગ ભાઈએ જવાબ આપ્યો…..!

ત્યાં જિગીશાબેનની બેનનો ફોન આવ્યો. એટલે એ તુવેરો પડતી મુકીને વાતોએ વળગ્યાં. વાતમાં જરા પણ દમ નહોતો. માત્ર કોઈકનું લગ્ન આવતું હતું. એની ખોદણીઓ જ હતી. પણ પોણો કલાક લગાડ્યો. એટલા સમયમાં ગૌરાંગભાઈએ અડધી તુવેરો ફોલી કાઢી…..!

ત્યાં જિગીશાબેન બોલ્યાં: “ઓ હો….. નવ વાગી ગયા. હજી નહાવાનું બાકી છે. પાછું દવાખાને જવા દસ સવા દશે તો નીકળવું પડશે ને.. ઉપમા ખાઈને જઈશ” એમ કરી ઊભાં થઈ ગયાં.
એટલે તુવેરો ફોલતાં ફોલતાં ગૌરાંગભાઈ ફરી “સારું સારું” બોલ્યા…..!

એટલાંમાં પુત્રવધુ જુહી બોલી: “પપ્પા સ્કુલ બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે. તુવેરો બપોરે ફોલજો. પિન્ટુ તૈયાર છે.”
“સારું સારું” કરી ફરી બે સીડી ઉતરી પિન્ટુને મુકી આવ્યા…..!

દસ વાગી ગયા હતા. નહાવાનું બાકી, સવારથી એક ચા જ પીધી હતી.
તુવેરો ફોલવાની લ્હાયમાં ઉપમાનો નાસ્તો પણ નહોતો કયોઁ.
પુજા તો એક બાજુ જ રહી
અને
બધું પડતું મુકીને પત્નીની દાંતની રૂટ કેનાલ ટ્રિટમેન્ટ માટે ઝડપથી તૈયાર થઈ, પત્નીને લઈ ચોથી વાર નીચે ઉતર્યા. દોડંદોડ કરી રિક્ષા બોલાવી આવ્યા…..!

ડોક્ટરને ત્યાં પહોંચ્યા. તો બીજું એક મોટું ઓપરેશન આગળ ચાલું હતું. એટલે એક કલાક પછી ટ્રિટમેન્ટ થશે. એમ નર્સ બોલી. ફરી ગૌરાંગભાઈ “સારું સારું” બોલ્યા…..!

પેટમાં ભુખ અને સવારથી અર્થ વગરના કામના કારણે એમને અણગમો લાગતો હતો. પણ બેસી રહ્યા. દાંતની ટ્રિટમેન્ટ કરાવી અઢી વાગે ઘરે આવ્યા તો…..?
પુત્રવધુ જુહી M Way નું Marketing કરવા નીકળી ગઈ હતી…..!

એટલે ગૌરાંગભાઈ નહાઈ, એક દીવો માત્ર કરી ઠંડુંગાર જમવા બેઠા.
બે રોટલી માંડ ખાઈ ઊભા થઈ ગયા…..!

જિગીશાબેનને વેનીલા આઈસ્ક્રીમ આપી, ગોળીઓ આપી સુવાડી રાખ્યાં…..!
ત્યાં તુવેરો યાદ આવી. એટલે ફોલવા બેઠા. સાડા ચાર થયા એટલે પિન્ટુને લેવા પાંચમી વાર સીડી ઉતર્યા…..!

તુવેરો લગભગ ફોલાઈ ગઈ. સાંજે કચોરી બની. એ અને જિગીશાબેન જમવા બેઠાં. ત્યાં જિગીશાબેનને માથામાં સણકા ચાલુ થયા. એટલે એમણે ડોક્ટરને ફોન કયોઁ.
ડોક્ટરે એક ગોળી લાવી આપવાનું કહ્યું.
એટલે ફરી છઠ્ઠી વાર સીડી ઉતર્યા…..!

ચાલતા ચાલતા એક મેડિકલ સ્ટોરમાં જઈ ગોળી લાવી, માથે પડેલા જેવી પત્નીને આપી. જમવા બેઠા. પણ માત્ર ત્રણ કચોરી ખાઈ શકયા. થાકના કારણે સ્વાદ જ આવતો ન હતો.

અડધો કલાક પછી પુત્ર જમવા બેઠો. એટલે પુત્રવધુ જુહી એ તળવાની બાકી રાખેલી કચોરીઓ તળી. દહીં, સોસ, ધાણા, ઝીણી સેવ સાથે પ્લેટ તૈયાર કરી આપી. પેલો ત્રણ પ્લેટ કચોરીઓ ખાઈ ગયો…..
જમીને મોબાઈલ પર ગેમ રમવા લાગ્યો…..!
પણ પૂછતો નથી કે, “દવાખાને શું થયું…..?”
પછી…..
ગૌરાંગભાઈ એ સામેથી કહ્યું ત્યારે “કામ પતી ગયું ને…..? સારું. મને ઊંઘ આવે છે.” કરી એના રૂમમાં જતો રહ્યો…..!

ગૌરાંગભાઈને ખોટું લાગ્યું. એ એમના રૂમમાં સુવા ગયા. અને વિચારોએ વળગ્યા.
“મેં નોકરી કરી ત્યાં સુધી એકપણ દિવસ ખરાબ વર્તન કયુંઁ ન હતું. બિમાર માને હાથ પકડી પકડી ફેરવતો હતો. ઘરની જવાબદારી નિભાવી…
પણ પોતાના માટે કશું જ અલગ મહત્વ બતાવ્યું ન હતું…..
નોકરીમાંથી રિટાયર્ડ થયો. મારા પેન્શનથી જ નેવું ટકા ઘર અત્યારે ચાલે છે.
પણ…..
મારી કાળજી લેનાર કોઈ નથી…..
બધાંને ફોનમાં રસ છે એટલો બાપા, તમે ખાધું કે નહીં…..? તમને દહીં સાથે કચોરી ભાવે છે. બનાવી આપું…..? પગની પિંડીઓ દુખે છે…..? દબાવી આપું…..? કશું જ નહીં…..!

તુવેરો લાવ્યો હું, ફોલી પણ મેં. પામ્યો કેટલું….? ત્રણ કચોરી…..!
એ તો બહાર મહારાજ ઘી કાંટા વાળાની ત્યાં ખાધી હોત તો આનાથી પણ વધારે આનંદથી સ્વાદ સાથે ખવાત…..!


હું રિટાયર્ડ થયો એટલે ઘરનો Unpaid નોકર જ બની ગયો કહેવાઉં…..!
પાછળની ઉંમરે પ્રભુ સ્મરણ, શાંતિ, હુંફ, લાગણી, આનંદ, પૌષ્ટિક ખોરાક વગેરે જોઈએ…..
આ તો એક વરસથી દિવસ દરમ્યાન ધક્કા, હુકમો અને તોછડાઈ સિવાય કશું રહ્યું નથી…..!

બસ કાલે…..
રાજેશભાઈ પંડયાને મળવું જ છે…..
એ ચોક્કસ રસ્તો બતાવશે…..

મારી પાસે આવીને બધી વાત કરી.

મેં એક જ જવાબ આપ્યો.
“તમારા ઘર નજીક જલારામ મંદિર છે. ત્યાં કોઈ સેવામાં જોડાવ. આશા વગર.
ઘરનાને એમ કહો કે “પાંચ હજાર પગારથી નોકરી મળી છે. એકાઉન્ટ લખવાનું છે. સવારે નવ થી સાંજે છ સુધી જવાનું છે. બપોરે જમવા ઘેર આવવા દેશે.”

બેન્કમાં પૈસા ઉપાડવા તો તમે જ જાવ છો…..?
ઘરનાને તો ઘર ચલાવવાનો જ સંબંધ છે…..?
બીજા સંબંધો પછી…..
બાકી જીવન પ્રભુ ભક્તિમાં, એક આત્મ શાંતિથી પસાર થશે અને સંસારથી વિમુખ પણ નહીં થાવ. ઘરનાનાં તોછડા મોંઢા જોવા કરતાં સેવાથી વધારે પુણ્ય કમાશો એ નક્કી…..!”

એક સંતોષ સાથે મારા ઘરેથી એ ગયા…..!


રાજેશ પંડયા

🙏🙏🙏

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment