Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

૧૯૯૦માં સ્વામી શ્રી સચ્ચિદાનંદનું એક પુસ્તક વાંચતો હતો તેમાં તેમણે એક ગુજરાતીનું ઉદાહરણ મુક્યું હતુ. તેને અહીં મુકુ છુ.

જાપાનમા એક ગુજરાતી બિઝનેસમેન પોતાનો ધંધો કરે. સારી આવક અને મોટુ ઘર હતુ. તેના ત્યાં ભોજન તૈયાર કરવા અને બાકીનું કાર્ય કરવા માટે જાપાની નોકરાણી આવતી હતી.

થોડા દિવસ પછી જાપાની નોકરાણીંએ ગુજરાતી બિઝનેસમેન ને કહ્યું સાહેબ આવતીકાલથી આ કાર્ય માટે કોઇ અન્યને શોધી લેશો, હું નહીં આવુ.

પેલાએ પુછ્યું શું સમસ્યા છે, પગાર ઓછો છે!?

ના પગાર ઓછો નથી પરંતુ તમે પ્લેટમાં ખુબ ભોજનનો બગાડ કરો છો.

પણ એમાં તારે શુ? મારા પૈસા છે, હું તેને ગમે તે રીતે વાપરું, તને શું વાંધો હોય.

હા સાહેબ પૈસા આપના જ છે પરંતુ અનાજ મારા દેશનું છે. આ રીતે તેનો બગાડ થતો હું નહીં જોઇ શકુ, હું નહીં કોઇ અન્ય પણ જોઇ નહી શકે.

સ્વામી શ્રી સચ્ચિદાનંદ આ ઉદાહરણ આપીને લખે છે જે દેશની પ્રજા આવુ વિચારી શકે તે દેશ જ મહાન થઇ શકે.

આપણે ત્યાં ભોજનનો બહુ બગાડ થાય છે. ભાવનગરની એક હોટેલમાં ગુજરાતી અનલિમિટિડ થાળીનું ભોજન લઇ રહ્યા હતા ત્યારે લોકલ લોકો થાળીમાં જરુર કરતાં વધારે પીરસવાનું કહેતા હતા.

આપણે ત્યાં બુફે સિસ્ટમ એટલા માટે આવી કે તમારે જેટલું ભોજન જમવું હોય તેટલું લો. પરંતુ આપણે એટલુ બધુ ભોજન લઇએ છીએ કે તેનો બગાડ થાય છે. એનો અફસોસ પણ ચહેરા પર દેખાતો નથી. વાત ઓછું ભોજન લેવાની નથી, પરંતુ ભલે ત્રણ વાર ભોજન લઇ આવો, પરંતુ બગાડ ના થાય તેનું ધ્યાન રાખીએ એમા માત્ર ભોજનદાતા જ નહીં પરંતુ રાષ્ટ્રનું હિત પણ સમાયેલું છે.

૧૯૯૦માં સ્વામી શ્રી સચ્ચિદાનંદનું ઉદાહરણ વાંચ્યા પછી અમે પોતે ગમે ત્યાં ભોજન કરતા હોય પછી એ હોટલ હોય, ઘર હોય કે સામાજિક પ્રસંગ હોય, અમારી પ્લેટમાં એક દાણો બાકી રાખ્યો નથી.

આપણે આવી પ્રતિજ્ઞા આજથી જ લઇએ.
જેઓ બગાડ કરતા જ નથી તેમને દિલથી પ્રણામ
🙏✅🙏

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment