Posted in सुभाषित - Subhasit

काकः पद्मवने रतिं न कुरुते हंसो न कूपोदके
मूर्खः पण्डित संगमे न रमते दासो न सिंहासने ।
कुस्त्री सज्जन संगमे न रमते नीचं जनं सेवते
या यस्य प्रकृतिः स्वभाव जनिता केनापि न त्यज्यते।।

कौआ को पद्मवन में अच्छा नहीँ लगता । हंस को कुआँ का परिवेष अच्छा नहीँ लगता । मूर्खों को पण्डितों के समागम अच्छा नहीँ लगता । चरित्रहीन स्त्री को सज्जन पुरुष अच्छे नहीँ लगते । उसे नीच पुरुष ही अच्छे लगते हैँ । जो जिसका स्वभाव है, वह उसको कभी त्याग नहीँ करते ।

Posted in यत्र ना्यरस्तुपूज्यन्ते रमन्ते तत्र देवता:

#International_Womens_Day
#ગુજરાતમાં_સ્ત્રી_સામયિકો

‘સ્ત્રીબોધ’ ગુજરાતી ભાષાનું પહેલું સ્ત્રી સામયિક છે. અંગ્રેજો સામેનાં વિપ્લવના વર્ષ ૧૮૫૭ની પહેલી જાન્યુઆરીએ શરૂ થયેલું ‘સ્ત્રીબોધ’નો મુદ્રાલેખ સ્ત્રીસન્માનનો પડઘો પાડતો હતો: “કહે નેપોલિયન દેશને કરવા આબદાન, સરસ રીત છે એ જ કે દો માતાને જ્ઞાન”. ‘સ્ત્રીબોધ’ કન્યાકેળવણી અને સમાજસુધારાને વરેલું હતું. આ સામયિકમાં શરૂઆતમાં પારસી લેખકોની સંખ્યા વધારે હતી. પણ પછી સમય જતાં તેમાં સર્વ પ્રકારનાં લેખકોને સ્થાન અપાયું હતું. દલપતરામ, નર્મદ, ન્હાનાલાલ, ખબરદાર જેવા પ્રસિદ્ધ નામોની કૃતિઓ પણ તેમાં સામેલ થતી રહી. આ સામયિકમાં હાસ્યકટાક્ષ,સંગીતના લેખો અને વિશ્વસાહિત્યની કૃતિઓનો પણ રસાસ્વાદ કરાવાતો. ૯૬ વર્ષ ચાલીને ઈ.સ.૧૯૫૨માં આ સામયિક બંધ થયું. ૧૮૫૭ના જ વર્ષમાં બીજું પણ એક સામયિક ‘સ્ત્રીમિત્ર’ શરૂ થયું અને બહુ થોડો સમય ચાલીને બંધ થયું અને ૧૮૬૭માં ફરી શરૂ થયું અને ત્રીસેક વર્ષ ચાલ્યું. ૧૮૬૭માં ‘સ્ત્રી જ્ઞાનદીપક’ વાર્ષિકપત્ર શરૂ થયું, જેનું સૂત્ર હતું: હિંદુ તથા પારસી બાઈઓને જ્ઞાન ઉપજે એવો ઉપયોગી વિષયોનો સંગ્રહ”. સ્ત્રી સામયિકોની ઉત્તમ સામગ્રીનું સંકલન કરતાં આ ગ્રંથનું સૌથી મૂલ્યવાન પાસુ હોય તો વિધવાઓનાં આત્મવૃતાંતો. બાળલગ્નો અને વિધવાવિવાહનાં નિષેધના કારણે સ્ત્રીઓને જે દયનીય સ્થિતિમાં મૂકાવું પડ્યું તેની કરૂણ કથની, એ સમયનાં સામાજિક દસ્તાવેજ તરીક આ ગ્રંથમાંથી જાણવા મળે છે. ખેડાના તુલસીબાઈએ ૧૮૮૨માં સ્ત્રીસદબોધરત્ન શરૂ કરીને ગુજરાત-મહારાષ્ટ્રના પ્રથમ મહિલા પત્રકાર તરીકેનું માન મેળવ્યું. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ૧૮૮૫માં ‘પ્રિયંવદા’ શરૂ કર્યું. જે ફક્ત પાંચ વર્ષ ચાલ્યું. ૧૯૦૩ના સપ્ટેમ્બરમાં ‘સુંદરીસુબોધ’ માસિક શરૂ થયું. ઈ.સ.૧૯૦૯માં ‘ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળ’નું વાર્ષિક મુખપત્ર  ‘સ્ત્રી હિતોપદેશ’ શરૂ થયું. ૧૯૧૪માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેના ફોટોગ્રાફ અને બિરદાવતો લેખ તેણે સમાવ્યો હતો. આ જ વર્ષમાં ‘વનિતા વિશ્રામ’ સંસ્થાનું માસિક મુખપત્ર ‘વનિતા વિજ્ઞાન’ શરૂ થયું. ૧૯૧૩માં દિનશા ભાગળિયાએ ‘ગુલશન’ શરૂ કર્યું જે આઠ વર્ષ ચાલ્યું. ૧૯૩૪માં ‘ગુણસુંદરી અને હિતોપદેશ’ માસિક મુખપત્ર’ શરૂ થયું. જેમાં સ્ત્રીઓના બંધારણીય અધિકારો પર ચર્ચા કરવામાં આવી. સ્ત્રીજીવન ગુજરાતી સાહિત્યમાં ઓછા જાણીતાં પણ નોંધનીય પ્રદાન કરાનારા મનુભાઈ જોધાણી દ્વારા નારી ચેતનાને પ્રગટ કરતું ‘સ્ત્રીજીવન’ નો મુદ્રાલેખ ‘વ્રજાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ’ હતો. આ સિવાય તેમાં ‘સ્ત્રીજીવનમાં શીલ, સંસ્કાર અને સૌંદર્ય’ પ્રેરતું સ્ત્રીઓનું માસિક’ તથા ‘શીલ,સંસ્કાર અને શિક્ષણ પ્રેરતું મહિલા અને યુવતીનું પોતીકું સામયિક’ વગેરે સૂત્રો પણ આવતાં. આ સામયિકનાં લેખમંડળમાં સુંદરમ, ઉમાશંકર જોશી, ગુલાબદાસ બ્રોકર, રામપ્રસાદ બક્ષી, જયમનગૌરી પાઠક, ગંગાબેન પટેલ, પદ્માબેન ફડિયા, રંભાબેન પારેખ જેવા જાણીતા નામો હતાં. ‘સ્ત્રીજગત સમાચાર’ વિભાગમાં વિશ્વભરની સ્ત્રીપ્રવૃત્તિ, ‘પૂછપરછ’ વિભાગમાં સ્ત્રીઆરોગ્ય વિષયે ડોક્ટરનું માર્ગદર્શન મળતું. આ સિવાય પણ ‘સરસ્વતી’,’સ્ત્રી શક્તિ’, ‘ભગિની’, ‘પદ્મિની’, ‘નવનિર્માણ’,’ફોરમ’,’અનસૂયા’ ‘જ્યોતિ’ જેવા દોઢ ડઝન સ્ત્રી સામયિકો અલ્પ સમય માટે ચાલ્યા. કેટલાક હજુ ચાલે છે. સંદેશ પ્રેસનું ‘સ્ત્રી’ ૧૯૬૨માં,‘જયહિંદ’ પ્રેસનું ‘સખી’ ૧૯૮૪માં, ‘જન્મભૂમિ’ ગ્રુપનું ‘સુધા’, ૧૯૮૯માં ‘ગૃહશોભા’ શરૂ થયાં અને ચાલતા રહ્યાં અને હવે તો આ બધો ભૂતકાળ બની ગયો હોય તેમ તમામ આગળપડતાં છાપાઓ દર મંગળવારે સ્ત્રી વિષયક પૂર્તિ બહાર પાડે છે જેમાં ‘નેઈલ પોલિશની નવ રીતો’ થી લઈ કાયદાકીય માર્ગદર્શન હોય છે. પણ સ્ત્રી સામયિકોની યાત્રા અંધકારથી ઉજાશ તરફની રહી છે. ૧૮૫૭થી શરૂ થયેલી સ્ત્રી સામયિકોની સફર અનેક suffer પછી એક એવા મુકામ પાર કરતાં સ્ત્રી સશકિતકરણના સબળ યુગમાં પહોંચી છે.