Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક સત્ય પણ કરૂણ કથની…

એક સ્નેહીની વિદાય બાદ એક વૃદ્ધાશ્રમમાં બુંદી ગાંઠિયા આપવા મને સાથે લઈ ગયેલ.સંચાલકશ્રી એ કહ્યું કે તમે સ્વતંત્ર રીતે બધાને રૂમમાં જઇ આપી આવો તથા અમારા વહીવટ સામે એ લોકોએ કહેવાનું હોયતો પૂછજો.

      બધાએ સંસ્થાથી સંતોષ હોવાનું કહ્યું.અમે પાછા ઓફિસમાં આવ્યા. ત્યારે મેં પૂછ્યું કે તમને કોઈ કડવો અનુભવ થયો હોય તો વાંધો ન હોય તો કહો.

     તેમને વાત કરી કે””મુંબઈના વાલકેશ્વરમાં રહેતા બે વેપારી ભાઈઓ હીરાના વેપારી તેમના માતુશ્રી ને મૂકી ગયેલ.
    એક દિવસ માજી પડી ગયા તથા પગમાં ફ્રેક્ચઉર થયું.અમે મુંબઇ સમાચાર આપ્યા તો જવાબ મળ્યો કે અમે નીકળી શકીએ તેમ નથી. ઓપરેશન નો ખર્ચ મોકલી આપશું.

     ત્યાર બાદ દોઢ વર્ષ બાદ માજીનું અવસાન થયું. અમે તરત સંપર્ક કર્યો તો જવાબ મળ્યો કે નાનો ભાઈ બેલ્જીયમ ગયેલ, હું નીકળી નહીં શકું.આપ અંતિમવિધિ કરી ખર્ચ જણાવજો.
    અમે તેમના જ્ઞાતિ રિવાજ પ્રમાણે બધી વિધિ કરી.ખર્ચ મોકલવાનો કોઈ પ્રશ્નજ નહતો.

   ત્યારબાદ ત્રણેક મહિના બાદ એક ટેક્ષી આવી તેમાંથી બે ભાઈઓ તેમના પત્ની તથા બાળકો ઉતર્યા.
   ઓફિસમાં આવ્યા બાદ આભાર માન્યો.પછી તરતજ બંને વહુવોએ પૂછ્યું “”બાના ગળામાં એક ચંદન હાર, હીરાના બુટીયા તથા ચાર બંગડી હતી. તે યાદ આવ્યું એટલે આવ્યા છીએ.
    સંચાલકે સાચવીને રાખેલ ઉપરની વસ્તુઓ પાછી આપી અને કહ્યું “આ ઉપરાંત તેમણે પહેરેલા ઝાંઝર તથા નાકની હીરાની વાળી પણ તમે સંભાળી લ્યો તથા વહેલી તકે આશ્રમની બહાર નીકળી જાઓ…

નહીંતર અહીં રહેલા પૂછશે કે”કોણ હતું” તો અમારે ન છૂટકે કહેવું પડશે કે”કમનસીબ માઁ ના સ્વાર્થી કુટુંબીઓ”,

  નામ નથી લખ્યા પણ હકીકત સત્ય છે.

લેખક-જગતકિશોર ઢેબર

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment