Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પત્નીનો ફોન આવ્યો કે દિલ્લી થી કોઇની લગ્નની કંકોત્રી આવી છે મેં કહ્યું કોની છે તો કે કોઈ અંતરા ના લગ્નની છે મેં કહ્યું નીમંત્રક કોણ છે તો કે કોઈ રોહીત તિવારી છે મેં કહ્યું તુ કંકોત્રીનો ફોટો પાડી મને વોટસઅપ પર સેન્ડ કરી દે એને કરી અને મે જોયુ આતો રોહિત તિવારી છે અંદર એમનો ફોન નંબર પણ લખેલો હતો તો મે ફોન કર્યો મારો નવો નંબર એમની પાસે ના હોય તો બોલ્યાં કોણ મે કહ્યુ દવે ભાઈ બોલુ છુ યાર અંતરા એટલી બધી મોટી થઈ ગઈ કે એનાં લગ્ન પણ લેવાઇ ગયા તો કે હા દવે જી આ કોના ફોનથી ફોન કર્યો છે મે કહ્યું ભાઈ મારો નવો નંબર છે તો કે સારૂ સેવ કરી દઉ છુ હા યાર જોતજોતામાં સમય ક્યાં વિતી ગયો ખબર પડી નહિ અંતરા મોટી થઈ ગઈ અને લગ્ન લાયક થઈ ગઈ છે મેં કહ્યું સરસ
       રોહિત તિવારી યુપી દિલ્લી બોર્ડર પર આવેલા ગામના છે અને એ એક ખેડૂત પૂત્ર છે એમની પાસે એમનો પરિવાર નભી જાય એટલી ખેતીની જમીન છે જ્યાં સુધી રોહીત ભાઇ નાના હતા ત્યા સુધી એમના પિતાજી ખેતી સંભાળતા હતા એ વખતે માંડ માંડ ગુજરાન થાય એટલી ખેતીની આવક થતી હતી અને રોહિત ભાઈ મોટા થયા તો એમને થોડી આધુનિક ઢબથી ખેતી કરવાની ચાલુ કરી દીધી તો આવક ડબલ થઇ ગઈ હતી અને એમાંથી બીજા ભાઈ બહેનનો ના લગ્ન પ્રસંગો કર્યા હતા તો પણ થોડી પુંજી જમાં થઇ ગઈ હતી તો રોહિત ભાઈનું પણ સગપણ કરવામાં આવ્યું હતું અને બીજા વર્ષે લગ્ન કરવા એવું નક્કી કરવામાં આવ્યું હતું અને એમનું સગપણ કરવામાં આવ્યું એના બીજા જ દિવસે એમની મમ્મી પગ સ્લીપ થતાં ઘરમાં જ પડી ગયા હતા તો એમને કમરની ગાદીની તકલીફ થઈ ગઈ હતી અને હવે ઘરમાં રોહિત ભાઈ એમનાં પીતા અને માતા ત્રણ સિવાય ચોથું કોઇ વ્યક્તી રહ્યું હતું નહિ ભાઈઓ લગ્ન કરી જુદા રહેવા માટે જતા રહ્યા હતા બહેનો પરણીને સાસરે જતી રહી હતી તો હવે આ ત્રણ લોકો જ રહ્યા હતા રસોઈ અને ઘરનાં કામ માટે મમ્મીને ઠીક કરવી ખૂબજ જરૂરી હતુ તો પાસે જે જમા પુંજી પડી હતી એ બધી એમનાં ઇલાજમાં ખર્ચાય ગઈ હતી એમ વિચારીને કે હવે પરિવાર નાનો થઈ ગયો હતો તો આવતા વર્ષે ખેતીની આવક માંથી વધુ બચત થશે અને બધી આશાઓ ઠગાળી નીવડી બીજા વર્ષે વરસાદ બીલકુલ થયો નહી તો ઘર ચલાવવામાં જ તકલીફ પડવા લાગી તો સગા સબંધીઓ પાસે થી ઉછીના લઈને જેમ તેમ કરીને વર્ષ કાઢી દીધું હતું અને બીજા વર્ષે પણ એમજ થયુ તો પાણીના સ્તર ઘટી ગયું હતું તો કૂવા બોર બધુ ફેલ થઈ ગયુ હતું તો ખેતી સાવ નિષ્ફળ ગઈ હતી તો બીજા વર્ષે પણ ઉછીના લઈને કાઢવું પડ્યું હતું અને આવું સતત બે ત્રણ વર્ષ સુધી ચાલ્યું હતું તો હવે સગા સબંધીઓ પણ આપવાની ના પાડવા લાગ્યા હતા કોણ આપે અગાઉ આપેલું પરત ના થાય તો વારે વારે કોણ આપે હવે બધાની જમવા જેટલી વ્યવસ્થા કરવાનું કામ રોહિત ભાઈ ના માથે આવ્યું હતું તો માથે દેવું થયુ હતું અને ઉપરથી ભૂખ્યા રહેવાનો વારો આવે એવી સ્થિતિ બની ગઈ હતી તો માતાપિતા અને રોહીત ભાઇ ત્રણે જણા એ સામૂહિક આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું અને રોહીત ભાઈની મમ્મી એ રોહિત ભાઈ ને કહ્યું કે અમે બન્ને તો અમારી જીન્દગી જીવી લીધી છે તો જીવીએ મરીએ કોઇ ફેર પડતો નથી પણ તારી તો હજૂ જિંદગીની શરૂઆત કરવાની બાકી છે તો આવું વિચારવું એનાં કરતા લે મારી પાયલ પડી છે એ વેચીને એ પૈસાથી દિલ્લી જતો રે ત્યાં આપણા ગામના ખુબ લોકો છે તો કોઈને કોઈ કામ અપાવી દેશે અને વેચીને દિલ્લી આવ્યા બધા સબંધીઓને મળ્યાં કામ માટે ખૂબજ રખડ્યા ફર્યા પણ કોઈ પણ પ્રકારનો કામ મળ્યુ નહી તો નિરાશ થઇ ગયા અને વિચાર્યું કયા મોઢે ઘરે જવુ એનાં કરતાં રેલવેના પાટા પર સુઈ જાવ જીવન ટુંકાવી દઉં તો વાર્તા પૂરી થઈ જાય અને ગજવામાં જોયુ છેલ્લા દસ રૃપિયા પડ્યા હતા ચા પીવા માટે મરવાના વિચારો કરતા કરતા ચાલતા ચાલતા જઇ રહ્યા હતા તો કોઈ કચરાના ડબ્બા માંથી કોઈ બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો હતો અને જઈને જોયું કોઇ નવજાત બાળકી છોડીને જતુ રહ્યુ હતું તો એમને એમાંથી હાથમાં લઈને બહાર કાઢી વિચાર્યું બિચારી ભુખી લાગે છે પણ હુ શું કરું મારી પાસે ખાલી દસ રૃપિયા પડ્યા છે તો મારે ચા પીવો છે તો વિચાર્યું હુ ચા નહી પીવું તો ચાલશે એ દસ રૂપિયાનું દૂધ લાવીને આને પિવડાવી દઉ અને એ દસ રૃપિયા નુ દુધ લાવીને એને પીવડાવ્યું અને થોડીજ વારમાં એમના કોઇ સબંધી આવ્યા અને બોલ્યાં એક દુકાનમાં એક માણસની જરૂર છે કામ એ શીખવાડશે તો કે સારૂ અને એ બાળકી ને લઈને એ દુકાનમાં કામ માટે ગયા હતા અને માલિકે કહ્યું હુ તને એસેમ્બલ ટીવી બનાવતા શીખવાડે અને તારે અહીંયા બેઠાં બેઠાં જ બનાવવા છે બધો સમાન હુ આપે અને તુ દિવસના જેટલા બનાવે એના પીસ પર તને મહેનતાણું મળશે તો કે સારું મારે તો કામ જોઈએ છે જે હશે તે ચાલશે પણ મને થોડા રૃપિયા એડવાન્સ આપો તો મારી છોકરીને રહેવા માટે વ્યવસ્થા કરી દઉ તો શેઠ બોલ્યાં પાછળ એક ઓરડી ખાલી છે એમાં પારણું લાવીને તારી છોકરીને સુવાડી દે અને રાત્રે તારે પણ એમાં સુઈ જવું હોય તો સુઈ જજે અને દુકાનની ખબર રાખજે હુ તને એનો અલગથી પગાર આપે તો રોહિત ભાઈ તો ખૂશ થઈ ગયા રહેવા માટે ની રૂમનો ખર્ચો બચી ગયો અને ત્યાં રહેવા લાગ્યા રોજનું જેટલું પણ કામ કરે અને જે મહેનતાણું મળે એમાંથી એમનો અને બાળકીનો ખર્ચો નિભાવે અને બાળકીનું સારી રીતે પાલનપોષણ કરે થોડા સમય સુધી દુકાનમાં બેઠાં હતાં તો ધંધો કરતા પણ શીખી ગયા અને પોતાની જ દુકાન બનાવી દીધી હતી અને સારૂ મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા અને ગામથી માતાપિતાને પણ એમની પાસે બોલવી દીધા હતા અને એક દિવસ એમની માતા એ કહ્યું હતું કે બેટા હવે તારો ધંધો પાણી સારા છે અને કમાણી પણ સારી છે તો તુ હવે લગ્ન કરી તારું ઘર વસાવી દે તો કે ના માં જો હુ લગ્ન કરું તો આ બાળકીનો પ્રેમ વહેચાય જાય મારા પોતાના સંતાનો થાય તો હુ એવું કરીને એનાં નિસાસા લઈને ફરીથી દુઃખી થવા માગતો નથી અને જે દિવસે મે આને હાથમાં લીધી હતી એજ દિવસથી મારી કિસ્મત બદલાઈ ગઈ હતી તો ફરિથી એને દુખી કરી મારી બદલાઈ ગયેલી કિસ્મત ને ખરાબ કરવાં માગતો નથી તો હવે તો જ્યાં સુધી આને પરણાવીને સાસરે વળાવી ના દઉ ત્યાં સુધી મારો સંસાર ચાલુ કરે નહી અને એજ બાળકી અંતરા ના લગ્નની કંકોત્રી જોઈ રોહીત ભાઈનું એક અજાણી અનાથ બાળકી માટેનુ પોતાની જિંદગીનું બલિદાન જોઈને દિલથી સલામ કરવાનું મન થઇ ગયું હતું અને મારી પત્નીને આખી વાત કરી તો કે તો કે જેનું કોઇ નથી એનો ભગવાન છે ઍ વાત બીલકુલ ખોટું નથી 🙏🙏🙏🙏🙏🙏🙏

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment