છ મહિના પહેલાં રાજદીપ સરદેસાઈને કેન્સર ડિટેક્ટ થયું હતું. તેની સર્જરી થવાની હતી. રાજદીપ હંમેશાં કોંગ્રેસ માટે સોફ્ટ કોર્નર રાખવા માટે જાણીતો છે. તેની પત્ની સાગરિકા તૃણમૂલની સાંસદ છે અને ભાજપ અને મોદીની પ્રખર વિરોધી છે. પરંતુ આજે એક ઇન્ટરવ્યૂમાં રાજદીપ જણાવી રહ્યો છે કે તેની કેન્સરની સર્જરી થઈ છે, તે જાણ્યા પછી પીએમ મોદીએ રાજદીપ સરદેસાઈને ફોન કરી 30 મિનિટ સુધી વાત કરી અને તેને હેલ્થ ટિપ્સ આપી હતી તેમજ તેના સવારના રૂટિનને સુધારવાની વાત કરી હતી. ખુદ વડાપ્રધાન દ્વારા રાજદીપની સાથે ફોન પરની વાતો સાંભળીને રાજદીપ સરદેસાઈનાં બહેન અને દીકરો વડાપ્રધાન મોદીના ફેન બની ગયા છે, એવું રાજદીપ પોતે કહી રહ્યો છે !
બધાં જાણે જ છે કે રાજદીપ અને તેની પત્ની સાગરિકા રોજ પીએમ મોદીને ગાળો આપતા હોય છે, મોદી વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવીને જ આ લોકોએ પોતાની કરિયર બનાવી છે, તેમ છતાં પીએમ મોદીએ રાજદીપને ઉત્તમ સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી. આ બધી બાબતો જ પીએમ મોદીને બીજાઓથી અલગ તેમજ લોકપ્રિય બનાવે છે.