સત્ય ઘટના..- સંગીતા જૈન
મારા પપ્પાનો દેહાંત થઇ ગયો હતો.અમે માત્ર બે બહેન જ હતી. મારે કોઈ ભાઈ નહોતો. મારી માએ ખૂબ મહેનતથી અમને ઉછેર્યા હતા. મોટા થતા મારી માને મારા લગ્નની ચિંતા
સતાવવા લાગી હતી. તેમની એક સાહેલી હતી, તેમને આ વિશે માએ કહ્યું ત્યારે તેમણે માને એક છોકરા વિશે જણાવ્યું.
તે સમયે મારી માએ તેમની સાહેલીને કહ્યું હતું, ‘‘છોકરાવાળા
આવીને વાતચીત કરી લે અને છોકરીને પણ જોઈ લે.’
પછી મારા ભાવિ સસરા આવ્યા અને તેમણે મને પસંદ કરી.
હવે વાત છોકરો જોવાની હતી. મારી માએ મારા સગા કાકાને
છોકરો જોવા મોકલ્યો. મારી પિતરાઈ બહેન મારાથી માત્ર ૧
દિવસ મોટી હતી. તેથી મારા કાકા ચાંદીના ૧૧ સિક્કા લઈને છોકરો મારા માટે નહી, તેમની દીકરી એટલે કે મારી પિતરાઈ માટે બુક કરવા લાગ્યા.
મારો સસરા વચનના પાક્કા હતા. તેમને દાનનો કોઈ લોભ
નહોતો. તેથી તેમણે કાકાને ઠપકો આપતા કહ્યું, “તમને તમારા
ભાભીએ ખૂબ વિશ્વાસ સાથે પોતાની દીકરી માટે છોકરો જોવા
અહી મોકલ્યા છે એક તમે છો જે તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છો. તે છોકરીના પિતા કે ભાઈ કોઈ જ નથી. તે જોતા તમારે તે બધા કામ આગળ વધીને કરવા જોઈએ.”
પછી મારા કાકા પોતાનું માથું શરમથી નીચું કરીને પાછા આવી
ગયા અને પૂરી વાત જણાવી. વાત સાંભળીને મારી મા ધ્રુસકેષુસકે રડી પડી. આ ઘટનાને ૨૫ વર્ષ થયા છે અને મારા સસરાના આદર્શવાદના લીધે આજે હું તેમના ઘરની વહુ છું.
– સંગીતા જૈન
(ગૃહશોભા ઓગસ્ટ ૨૦૨૧ માંથી સાભાર)
સં./ ટાઈપીંગઃ હસમુખ ગોહીલ