Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🤩 😍 ઈસ્માઈલ પ્લીઝ 😜😜

હમણાં થોડાક દિવસ પર એક  અઘતન રેસ્ટોરેન્ટમાં જવાનું થયું. દુનિયા ઝડપથી બદલાતી રહે છે તેમ રેસ્ટોરેન્ટો પણ પોતાની કરવટો બદલતો રહે છે. અદ્યતન એમ્બિયન્સ સાથે અવનવી ચટાકેદાર વાનગીઓનો રસાસ્વાદ કરાવે. કેટલીક રેસ્ટોરન્ટમાં આવતાની સાથે એક પુસ્તક તમને આપે.  આપણે તો ચોપડા જોઈને કંટાળેલા એટલે પુસ્તક પરત આપી દીધું અને મેનુ કાર્ડ માંગ્યુ. મને જરા ઝુકીને કહે કે આજ મેનુુ કાર્ડ છે. આપણે તો હોટલમાં લિમિટેડ થાળી ખાવા વાળાને મેનુ કાર્ડની વાનગીમાં ક્યાં ગતાગમ પડે ?  હોટલ કે રેસ્ટોરેન્ટમાં તકલીફ પસંદગી કરવાની આવે.

હવે બધી હોટલોએ મેનુુ કાર્ડ છપાવવાનો ખર્ચો બંધ કરીને QR CODE ના પાટિયા લગાવે છે, જે મોબાઇલ માંથી scan કરીને જ વાંચવા પડે. જેને આ બધું ના આવડે તેને આજ ની દુનિયા પછાત ગણે. મને કોઈ પછાત ના ગણે એટલે જુની આંખે નવા તમાશા જોવા માંડ્યા. QR CODE ના કોઠા ઉકેલ્યા પછી વારો આવે ઓર્ડર આપવાનો. જાત જાતના અટપટા નામ વાળી કદી સાંભળી ના હોય એવી વાનગીની પસદગીમા આપણાથી મુંઝવાઈ જવાય નક્કી જ ના કરી શકીએ કે આપણે શું ખાવું? આપણે તો પાછા દાળ ભાત, શાક, રોટલી, રોટલા ખાવા વાળા સીધા સાદા માણસને મેનુ કાર્ડની વાનગીના અટપટા નામની ક્યાંથી ગતાગમ પડે? 

હોટલના મેનુમાં જાત જાતના સુપો, સ્ટાર્ટર, વિવિધ પ્રકારની સબ્જીઓ રોટી, રાઈસની  આઈટમ માંથી પસંદગી કરવાનું કામ કપરુ લાગે. કેટલીક વાર એવી આઈટેમો ઓર્ડર થઈ જાય જે ખાતા મોઢું ઓચવાઈ જાય, તો કોઈ વાર આઈટેમ ઘટી પણ પડૈ કે વધી પણ જાય. રેસ્ટોરેન્ટના શેફ વળી કોઈ સ્પેશિયલ આઈટેમની માસ્ટરી રાખે જેની કિંમત  રુપિયા 700 થી 800 થી ઓછી ના હોય. તેનો ઓર્ડર પણ  વટમાં ને વટમાં જીવ ના ચાલે તો પણ આપી દઈએ.

બીજો સવાલ રોટીની પસંદગીનો આવે. જેમાં તવા રોટી, તંદુરી રોટી, રુમાલી રોટી, બટર રોટી, નાન, કુલચા, પરોઠા જેવા વિકલ્પો પુછે. આપણે પ્લેન રોટીનો ઓર્ડર આપીએ તો પત્ની તથા  મિત્રો સલાહ આપે કે રોટી તો રોજ ઘરમાં ખાઓ છો તો આજે તંદુર રોટી કે રુમાલી રોટીનો  ટેસ્ટ કરી જુઓ.  તંદુરી રોટી તો એવી બળેલી ઝળેલી કુતરાના કાન જેવી આપે કે ખાવાની પણ ના ગમે. પછી સવાલ આવે રાઈસનો. હવે તેમાં પણ એટલા બધા વિકલ્પો કે પ્લેન રાઈસ, જીરા રાઈસ, વેજિટેબલ પુલાવ, જાત જાતની બિરિયાની. આપણે છેલ્લે જીરા રાઈસ અને દાળ ફ્રાયનો ઓર્ડર આપીએ. જે જુવાનિયાઓ છે તે પીઝા, બર્ગર, પાસ્તા, ચાઈનીઝ કે મેકસિકન આઈટેમ મંગાવે.

મેનુમાં આઈટેમોની સામે લખેલા ભાવ વાંચીને જ આપણાથી ખુરસીમાથી ઉભા થઈ જવાય, પણ પત્ની કહે બેસી જાઓ, બિલ હું ચૂકવી આપીશ, એટલે કહ્યાગરા કંથની જેમ બેસી, નીચે જમીન ખોતરવા માંડીએ. એવું લાગે કે જેમ સીતાને ધરતી મારગ આપીને પોતાનામાં સમાવી લે, તેમ મને જમીન મારગ આપે તો સમાઈ જવાય એવી ભાવના થાય, શું થાય ?  આપણે રોજે રોજ કમાવા નીકળીએ તો કોઈ દહાડો ખર્ચો કરવો ય પડે. ગાલ પર તમાચો મારીને ગાલ લાલ રાખવો ય પડે.

છોડો એ બધી વાત, આનંદ કરવા નીકળ્યા હોય ત્યાં પૈસા ક્યાં ગણવા બેસાય ? પૈસાને માટે એવું કહેવાય કે પૈસા આજે છે ને કાલે નથી, પણ મારુ બધું ઉંધુ જ ચાલે છે, આપણે જરા આશાવાદી ખરા એટલે એવું માનીએ કે ભલે આજે પૈસા નથી તો કાલે થશે, એટલે આશામાં ને આશામાં જીવી ગયા અને કાળાના ધોળા એની મેળે થઈ ગયા.  લોકોમાં કાળાના ધોળા કરવાની આવડત હોય છે, જે આપણામાં નથી. લોકો કાળાનું ધોળું અને ધોળાનું કાળું કર્યા જ કરે, પણ ધોળું  કદી કાળું નથી થતું.

ધોળા તો બગલા યે હોય અને ગધેડા પણ હોય બંન્નેમાં ફરક હોય. ઘરનું ખાવાનું હોય કે બહારનું ખાવાનું હોય ફરક માત્ર લાગણી નો છે. લાગણીઓ કઈ ડીસમાં પીરસાતી નથી પણ અનુભવાય છે. ઘરની રસોઈમાં લાગણી ભરેલી હોય જયારે બહારની રસોઈ આરોગવાથી સંતોષનો ઓડકાર ના આવે પણ એસિડિટી જરુર થાય

હોટલમાં ઓર્ડર આપ્યા બાદ દસ પંદર મિનિટની રાહ તો  જોવી જ પડે. લોકો ટાઈમ પાસ કરવા માટે પણ હોટલમા જતા હોય. એકાંતમાં થોડી ગપસપ પણ થાય. ખૂણાના ટેબલ પર કોઈ પ્રેમી પંખી ગટર ગુ ગટર ગુ કરતા જોવા મળે તો કોઈ આજુ બાજુના ટેબલો પર લોકો હાહા હીહી કરતા હોય, તો કોઈ બર્થ ડે મનાવતું હોય કે કોઈ બિઝનેસ મેન ટેબલ પર બેસીને મોબાઇલ પર કોઈને બરાડા પાડીને ખખડાવતો જોવા મળે. તમારે ટેબલની નજીક માથા પાસેના સ્પીકરમાંથી  વેસ્ટર્ન કલ્ચરનું ધોંઘાટીયુ સંગીત વાગતું સાંભળવા મળે. જયાં સુધી તમારો ઓર્ડરની સર્વિસ ના થાય ત્યાં સુધી જૂની આંખે નવા નવા તમાશા જોયા કરવાના.

તમે ભોજન કરી રહ્યા બાદ વારો આવે ડેઝર્ટનો.  હમણાં એક હોટલમાં મોજીટોનો ઓર્ડર આપ્યો તો કોણ જાણે અંદર શું નાંખીને આપ્યું તે ખબર નહી પણ આખો ગ્લાસ એક દમ ઠંડો પણ તેમાંથી વરાળના ગોટે ગોટા નીકળે. ગ્લાસ ખાલી કરીને જોયું તો અંદરથી નાઈટ્રોજનના સફેદ કયુબ નીકળ્યો. વિચાર આવે કે આપણું પેટ શું કારના ટાયર જેવું છે કે જેમ ટાયરને ઠંઠી રાખવા જેમ નાઇટ્રોજન નો ગેસ ભરાવે તેમ પેટમાં નાઇટ્રોજન પધરાવીએ. આપણા પેટને તો સાચવવાની સમજ આપણને હોવી જોઈએ.

ભોજન પછી ગયા પછી હસ્ત પ્રક્ષાલનની વિધિ કરવા માટે ફિંગર બાઉલમાં ગરમ પાણી સાથે લીંબુની ચીરી આપવાની પ્રથા  હતી. તેને બદલે હવે રકાબીમાં સફેદ રસગુલ્લા જેવી ગોળી આપવાનુ ચાલુ થયું છે. આપણને કઈ ખબર નહીં એટલે આ કઈ આઈટેમ છે તે વેઈટરને  પૂછ્યુ ત્યારે ખબર પડી કે આ તો ભીનો પેપર નેપકિન છે. એવું લાગે કે આપણા કરતા હોટલનો વેઇટર પણ આપણા કરતા ટેકનોલોજીમાં એડવાન્સ્ડ છે.

છેલ્લે હોટલના ડોમમાંથી બહાર જવાનો રસ્તો પણ વાનગી જેવો જ અટપટો. રસ્તામા ચાલતા પાણીથી ભરેલી કુંડો આવે. જો તમે ધ્યાન ચુકી જાઓ તો જેમ નમકહલાલ પિકચરમાં જેમ અમિતાભ પાણીના કુંડમાં પટકાઈ જાય તેમ પટકાવવાનો વારો આવે.

હોટલો બધી પ્રોફેશનલ એટલે તેની સેવા કેવી લાગી તેના માટે નાના કાગળિયા પર ફીડબેક માંગે.  મારે કહેવું પડ્યું કે ફીડબેક માટે તમારી ચબરખી નાની પડે, મારે તો આખો લેખ લખાય એટલો ફીડબેક આપવો છે, માટે મારો લેખ ફેસબુક પર મુકીશ ત્યારે વાંચી લેજો.

હા રેસ્ટોરેન્ટનું નામ ના લઈશ પણ અમારી મોંધેરા મહેમાનની આગતા સ્વાગતા ભલે મોંધી પડે પણ ગમી.  પરુતુ એક વાત નક્કી મહેમાનગતિ કોઈ દિવસ જ મનાય, રોજ નહી સુલતાન તો એક દિવસના જ થવાય, રોજના નહી. છેવટે જતાં યાદગીરી રુપે મોબાઇલ મા ફોટો ખેંચતી વખતે એટલું જ બોલ્યા કે

🤩 😍 ઈસ્માઈલ પ્લીઝ 😜😜

મુકેશ મુકાતી
સુરત તા  25/07/2025

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

मुफ्तखोरी की कहानी
———————
अनाज से भरे जार के शीर्ष पर एक “चूहा” रखा गया था। अपने आस-पास इतना सारा खाना पाकर वह बहुत खुश था। अब उसे भोजन की तलाश में इधर-उधर भागने की जरूरत नहीं है और वह खुशी-खुशी अपना जीवन व्यतीत कर सकता है।

जैसे ही उसने अनाज का आनंद लिया, कुछ ही दिनों में वह जार के तल पर पहुंच गया। अब वह फंस गया है और वह इससे बाहर नहीं आ सकता है। उसे जीवित रहने के लिए उसी घड़े में अनाज डालने के लिए किसी पर निर्भर रहना पड़ता है। उसे अपनी पसंद का अनाज भी न मिले और वह चुन भी नहीं सकता।

इससे सीखने के लिए यहां चार सबक हैं:

1) अल्पकालीन सुख दीर्घकालीन जाल में फंसा सकता है।

2) अगर चीजें आसान हो रही हैं और आप सहज हो रहे हैं, तो आप सर्वाइवल मोड में फंस रहे हैं।

3) जब आप अपने कौशल का उपयोग नहीं कर रहे हैं, तो आप अपने कौशल से अधिक खो देंगे। आप अपनी पसंद खो देते हैं।

4) सही कार्य सही समय पर करना होगा, वरना आपके पास जो कुछ भी है उसे आप खो देंगे।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

શું તમે ભારતીય ઇતિહાસમાં કોઈ એવી મહિલાને જાણો છો જેણે આ બધા કાર્યો પૂર્ણ કર્યા હોય..??

૧/ કોલકાતા શહેરની સ્થાપના હાવડામાં ગંગા નદી પર પુલ બનાવીને કરવામાં આવી હતી.

૨) તેમણે અંગ્રેજોને નદી પર કોઈ કર વસૂલવાની મંજૂરી આપી ન હતી અને દુર્ગા પૂજાની શોભાયાત્રા રોકી ન હતી.

૩/ કોલકાતામાં “દક્ષિણેશ્વર કાલી મંદિર” તેમના દ્વારા બનાવવામાં આવ્યું હતું.

૪) કોલકાતામાં ગંગા નદી પર બાબુ ઘાટ અને નિમટોલા ઘાટ બનાવવામાં આવ્યા હતા.

૫/ તેમણે શ્રીનગરના “શંકરાચાર્ય મંદિર”નો જીર્ણોદ્ધાર કર્યો.

૬) તેમણે મથુરામાં “શ્રી કૃષ્ણ જન્મભૂમિ” ની દિવાલ બનાવી.

૭) તે બહાદુર મહિલા છે જેમણે ઢાકાના મુસ્લિમ નવાબથી ૨૦૦૦ હિન્દુઓને મુક્ત કરાવ્યા અને તેમને પાછા લાવ્યા.

૮) રામેશ્વરમથી શ્રીલંકા મંદિર સુધી “બોટ સર્વિસ” શરૂ કરવામાં આવી.

૯/ કલકત્તાનું “ક્રિકેટ સ્ટેડિયમ” દાનમાં મળેલી માટી પર બનાવવામાં આવ્યું હતું.

૧૦) નદીથી પુરી સુધીનો “ગોલ્ડન લાઇન” રસ્તો

૧૧) તેમણે “પ્રેસિડન્સી કોલેજ” અને “નેશનલ લાઇબ્રેરી” ને ભંડોળ પૂરું પાડ્યું.

આપણું દુર્ભાગ્ય છે કે આટલા મહાન સનાતની અને ભામાશાહનો આજ સુધી ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી…!

અંગ્રેજો અને નવાબને પડકાર ફેંકનાર આ મહાન મહિલાનું નામ #રાણી_રાસમણી 🙏 છે.

રાસમણી નામની આ મહિલાનો જન્મ ૧૭૯૩માં કોના નામના ગામમાં ૧૧ વર્ષની ઉંમરે બાબુ રાજચંદ્ર દાસ નામના જમીનદારને ત્યાં થયો હતો. તેમના પતિના મૃત્યુ પછી, તેમણે તેમનો આખો વ્યવસાય સરળતાથી ચલાવ્યો અને ઘણા સામાજિક કાર્યોમાં સ્વ-રોજગાર રહ્યા.

૧૭૯૩ થી ૧૮૬૧ સુધી, રાણી રાસમણીએ એટલી ખ્યાતિ મેળવી કે દિલ્હી અને ભારતના વિવિધ ભાગોમાં તેમની એક વિશાળ પ્રતિમા સ્થાપિત થવી જોઈતી હતી.

પણ ઇતિહાસ ખૂબ જ ક્રૂર લાગે છે. જે ખરેખર મોટો,ખોટા  કે મહાન હોય  તેને પ્રસિદ્ધિ આપે છે. પણ સાચા લોકો ક્યારેક એવા લોકોના પ્રચારના નથી હોતા.
રાની રાસ મણિ ની Zee ટીવી પર સીરિયલ આવતી.

#Rani_Rasmoni

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

दड़बे की मुर्गी !
************

एक शिष्य अपने गुरु के पास पहुंचा और बोला, ” लोगों को खुश रहने के लिए क्या चाहिए?”

“तुम्हे क्या लगता है?”, गुरु ने शिष्य से खुद इसका उत्तर देने के लिए कहा.

शिष्य एक क्षण के लिए सोचने लगा और बोला, “मुझे लगता है कि अगर किसी की मूलभूत आवश्यकताएं पूरी हो रही हों… खाना-पीना मिल जाए …रहने के लिए जगह हो…एक अच्छी सी नौकरी या कोई काम हो… सुरक्षा हो…तो वह खुश रहेगा.”

यह सुनकर गुरु कुछ नहीं बोले और शिष्य को अपने पीछे आने का इशारा करते हुए चलने लगे.

वह एक दरवाजे के पास जाकर रुके और बोले, “इस दरवाजे को खोलो…”

शिष्य ने दरवाजा खोला, सामने मुर्गी का दड़बा था. वहां मुर्गियों और चूजों का ढेर लगा हुआ था… वे सभी बड़े-बड़े पिंजड़ों में कैद थे….

“आप मुझे ये क्यों दिखा रहे हैं.” शिष्य ने आश्चर्य से पूछा.

इस पर गुरु शिष्य से ही प्रश्न-उत्तर करने लगे.

“क्या इन मुर्गियों को खाना मिलता है?’”

“हाँ.”

“क्या इनके पास रहने को घर है?”

“हाँ… कह सकते हैं.”

“क्या ये यहाँ कुत्ते-बिल्लियों से सुरक्षित हैं?”

“हम्म”

“क्या उनक पास कोई काम है?”

“हाँ, अंडा देना.”

“क्या वे खुश हैं?”

शिष्य मुर्गियों को करीब से देखने लगा. उसे नहीं पता था कि कैसे पता किया जाए कि कोई मुर्गी खुश है भी या नहीं…और क्या सचमुच कोई मुर्गी खुश हो सकती है?

वो ये सोच ही रहा था कि गुरूजी बोले, “मेरे साथ आओ.”

दोनों चलने लगे और कुछ देर बाद एक बड़े से मैदान के पास जा कर रुके.  मैदान में ढेर सारे मुर्गियां और चूजे थे… वे न किसी पिंजड़े में कैद थे और न उन्हें कोई दाना डालने वाला था… वे खुद ही ढूंढ-ढूंढ कर दाना चुग रहे थे और आपस में खेल-कूद रहे थे.

“क्या ये मुर्गियां खुश दिख रही हैं?” गुरु जी ने पूछा.

शिष्य को ये सवाल कुछ अटपटा लगा, वह सोचने लगा…यहाँ का माहौल अलग है…और ये मुर्गियां प्राकृतिक तरीके से रह रही हैं… खा-पी रही रही है…और ज्यादा स्वस्थ दिख रही हैं…और फिर वह दबी आवाज़ में बोला-

“शायद!”

“बिलकुल ये मुर्गियां खुश है, बेतुके मत बनो,” गुरु जी बोले, ” पहली जगह पर जो मुर्गियों हैं उनके पास वो सारी चीजें हैं जो तुमने खुश रहने के लिए ज़रूरी मानी थीं.

उनकी मूलभूत आवश्यकताएं… खाना-पीना, रहना सबकुछ है… करने के लिए काम भी है….सुरक्षा भी है… पर क्या वे खुश हैं?

वहीँ मैदानों में  घूम रही मुर्गियों को खुद अपना भोजन ढूंढना है… रहने का इंतजाम करना है… अपनी और अपने चूजों की सुरक्षा करनी है… पर फिर भी वे खुश हैं…”

गुरु जी गंभीर होते हुए बोले, ” हम सभी को एक चुनाव करना है, “या तो हम दड़बे की मुर्गियों की तरह एक पिंजड़े में रह कर जी सकते हैं एक ऐसा जीवन जहाँ हमारा कोई अस्तित्व नहीं होगा… या हम मैदान की उन मुर्गियों की तरह जोखिम उठा कर एक आज़ाद जीवन जी सकते हैं और अपने अन्दर समाहित अनन्त संभावनाओं को टटोल सकते हैं…तुमने खुश रहने के बारे में पूछा था न… तो यही मेरा जवाब है… सिर्फ सांस लेकर तुम खुश नहीं रह सकते… खुश रहने के लिए तुम्हारे अन्दर जीवन को सचमुच जीने की हिम्मत होनी चाहिए…. इसलिए खुश रहना है तो दड़बे की मुर्गी मत बनो!”
🌷🌷🌷🌷🌷

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

आसाम में एक ईसाई धर्म प्रचारक भेजे गए थे, नाम था फादर क्रूज।

इन्हें असम के एक प्रभावशाली परिवार के लड़के को घर आकर अंग्रेजी पढ़ाने का अवसर मिला। पादरी साहब धीरे-धीरे घर का  निरीक्षण करने लगे।

उन्हें पता चल गया कि बच्चे की दादी इस घर में सबसे प्रभाव वाली हैं। इसलिए उनको यदि ईसा की शिक्षाओं के जाल में फँसाया जाए तो उनके माध्यम से पूरा परिवार और फिर पूरा गाँव ईसाई बनाया जा सकता है।

पादरी साहब दादी माँ को बताने लगे कि कैसे ईसा कोढ़ी का कोढ़ ठीक कर देते थे,
कैसे वो नेत्रहीनों को नेत्र ज्योति देते थे,
आदि-आदि… दादी ने कहा बेटा, हमारे ”#राम_कृष्ण” के चमत्कारों के आगे तो कुछ भी नहीं ये सब !
तुमने सुना है कि हमारे राम ने एक पत्थर का स्पर्श किया तो वो जीवित स्त्री में बदल गई।
राम जी के नाम के प्रभाव से पत्थर भी तैर जाता था पानी में, आज भी तैर रहे हैं,
पादरी साहब खामोश हो जाते। पर अपने कुत्सित प्रयास जारी रखते।

एक दिन पादरी साहब #चर्च से #केक लेकर आ गए और दादी को खाने को दिया।
पादरी साहब को विश्वास था कि दादी न खायेंगी, पर उसकी आशा के विपरीत दादी ने
केक लिया और खा गई।
पादरी साहब आँखों में गर्वोक्त उन्माद भरे अट्टहास कर उठे, माताजी ! तुमने चर्च का #प्रसाद खा लिया, अब तुम #ईसाई हो*।

दादी ने पादरी साहब के कान खींचते हुए कहा, वाह रे अधर्मी ! मुझे एक दिन केक खिलाया तो मैं ईसाई हो गई। और मैं प्रतिदिन तुमको अपने घर का खिलाती हूँ, तो तू हिन्दू कैसे नहीं हुआ रे नमक हराम ? तू तो प्रतिदिन सनातन धर्म की इस आदि भूमि का वायु, जल लेता है फिर तो तेरा रोम-रोम हिन्दू बन जाना चाहिए।
अपने स्वधर्म और राष्ट्र को पथभ्रष्ट होने और गलत दिशा में जाने से बचाने वाली
ये दादी माँ थी आसाम की  सुप्रसिद्ध क्रान्तिकारी  कमलादेवी हजारिका  कौन जानता है इनको असम से बाहर ?  हमारा कर्तव्य है कि सारा देश
इनके बारे में जानें…

#सनातन_धर्म_ही_सर्वश्रेष्ठ_है. 🚩

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

कहानी का शीर्षक: “एक किताब की तलाश”

राधा, एक पढ़ाई की शौकीन महिला, पिछले कई दिनों से एक खास किताब की तलाश में भटक रही थी। उसने अपने शहर के हर बड़े बुक स्टोर, ऑनलाइन वेबसाइट्स, और यहाँ तक कि लाइब्रेरीज़ भी छान मारीं… लेकिन वह किताब जैसे गुम हो गई हो।

थकी-हारी राधा अब मायूस होने लगी थी।

एक दिन रास्ते में उसकी मुलाकात उसकी बचपन की सहेली, पूजा से हुई। पूजा ने राधा का चेहरा देखा और पूछा,
“राधा, सब ठीक है ना? इतनी परेशान क्यों लग रही हो?”

राधा ने सारी बात बताई —
“मैं एक ज़रूरी किताब ढूंढ रही हूं, पर कहीं नहीं मिल रही। जैसे सब जगह से गायब हो गई हो।”

पूजा मुस्कराई और बोली,
“अरे तो तुमने देवान्सी बुक स्टोर में कोशिश की क्या? वहां अक्सर वो किताबें भी मिल जाती हैं, जो बड़े-बड़े स्टोर्स में नहीं मिलतीं।”

राधा चौंकी,
“देवान्सी बुक स्टोर? मैंने नाम भी नहीं सुना।”

पूजा ने तुरंत अपना फोन निकाला और एक नंबर दिखाया —
“9173274397 — ये सुरेश चौहान जी का नंबर है। उन्हें व्हाट्सएप पर मैसेज करो, बहुत मददगार इंसान हैं।”

राधा ने तुरंत नंबर सेव किया और लिखा:
“नमस्ते सुरेश जी, मुझे एक किताब चाहिए, क्या आप मदद कर सकते हैं?”

कुछ ही मिनटों में जवाब आया —
“बिलकुल, आप किताब का नाम भेजिए, हम चेक करके बताएंगे।”

कुछ घंटों बाद वही किताब राधा के हाथों में थी, जिसे वो हफ्तों से ढूंढ रही थी।

उस दिन राधा को सिर्फ किताब ही नहीं मिली, बल्कि ये एहसास भी हुआ कि
“जहाँ उम्मीद ख़त्म हो जाती है, वहाँ से नए रास्ते शुरू होते हैं।”

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

श्री गणेशजी की रोचक कथा……!!
एक समय की बात है कि विष्णु भगवान का विवाह लक्ष्‍मीजी के साथ निश्चित हो गया। विवाह की तैयारी होने लगी। सभी देवताओं को निमंत्रण भेजे गए, परंतु गणेशजी को निमंत्रण नहीं दिया, कारण जो भी रहा हो।
अब भगवान विष्णु की बारात जाने का समय आ गया। सभी देवता अपनी पत्नियों के साथ विवाह समारोह में आए। उन सबने देखा कि गणेशजी कहीं दिखाई नहीं दे रहे हैं।

तब वे आपस में चर्चा करने लगे कि क्या गणेशजी को नहीं न्योता है? या स्वयं गणेशजी ही नहीं आए हैं? सभी को इस बात पर आश्चर्य होने लगा। तभी सबने विचार किया कि विष्णु भगवान से ही इसका कारण पूछा जाए।

विष्णु भगवान से पूछने पर उन्होंने कहा कि हमने गणेशजी के पिता भोलेनाथ महादेव को न्योता भेजा है। यदि गणेशजी अपने पिता के साथ आना चाहते तो आ जाते, अलग से न्योता देने की कोई आवश्यकता भी नहीं थीं।

दूसरी बात यह है कि उनको सवा मन मूंग, सवा मन चावल, सवा मन घी और सवा मन लड्डू का भोजन दिनभर में चाहिए। यदि गणेशजी नहीं आएंगे तो कोई बात नहीं। दूसरे के घर जाकर इतना सारा खाना-पीना अच्छा भी नहीं लगता।
इतनी वार्ता कर ही रहे थे कि किसी एक ने सुझाव दिया- यदि गणेशजी आ भी जाएं तो उनको द्वारपाल बनाकर बैठा देंगे कि आप घर की याद रखना। आप तो चूहे पर बैठकर धीरे-धीरे चलोगे तो बारात से बहुत पीछे रह जाओगे। यह सुझाव भी सबको पसंद आ गया, तो विष्णु भगवान ने भी अपनी सहमति दे दी।

होना क्या था कि इतने में गणेशजी वहां आ पहुंचे और उन्हें समझा-बुझाकर घर की रखवाली करने बैठा दिया। बारात चल दी, तब नारदजी ने देखा कि गणेशजी तो दरवाजे पर ही बैठे हुए हैं,

तो वे गणेशजी के पास गए और रुकने का कारण पूछा। गणेशजी कहने लगे कि विष्णु भगवान ने मेरा बहुत अपमान किया है। नारदजी ने कहा कि आप अपनी मूषक सेना को आगे भेज दें, तो वह रास्ता खोद देगी जिससे उनके वाहन धरती में धंस जाएंगे, तब आपको सम्मानपूर्वक बुलाना पड़ेगा।

अब तो गणेशजी ने अपनी मूषक सेना जल्दी से आगे भेज दी और सेना ने जमीन पोली कर दी। जब बारात वहां से निकली तो रथों के पहिए धरती में धंस गए। लाख कोशिश करें, परंतु पहिए नहीं निकले।

सभी ने अपने-अपने उपाय किए, परंतु पहिए तो नहीं निकले, बल्कि जगह-जगह से टूट गए। किसी की समझ में नहीं आ रहा था कि अब क्या किया जाए।

तब तो नारदजी ने कहा- आप लोगों ने गणेशजी का अपमान करके अच्छा नहीं किया। यदि उन्हें मनाकर लाया जाए तो आपका कार्य सिद्ध हो सकता है और यह संकट टल सकता है। शंकर भगवान ने अपने दूत नंदी को भेजा और वे गणेशजी को लेकर आए।

गणेशजी का आदर-सम्मान के साथ पूजन किया, तब कहीं रथ के पहिए निकले। अब रथ के पहिए निकल को गए, परंतु वे टूट-फूट गए, तो उन्हें सुधारे कौन?

पास के खेत में खाती काम कर रहा था, उसे बुलाया गया। खाती अपना कार्य करने के पहले ‘श्री गणेशाय नम:’ कहकर गणेशजी की वंदना मन ही मन करने लगा। देखते ही देखते खाती ने सभी पहियों को ठीक कर दिया।

तब खाती कहने लगा कि हे देवताओं! आपने सर्वप्रथम गणेशजी को नहीं मनाया होगा और न ही उनकी पूजन की होगी इसीलिए तो आपके साथ यह संकट आया है। हम तो मूरख अज्ञानी हैं,

फिर भी पहले गणेशजी को पूजते हैं, उनका ध्यान करते हैं। आप लोग तो देवतागण हैं, फिर भी आप गणेशजी को कैसे भूल गए? अब आप लोग भगवान श्री गणेशजी की जय बोलकर जाएं, तो आपके सब काम बन जाएंगे और कोई संकट भी नहीं आएगा।

ऐसा कहते हुए बारात वहां से चल दी और विष्णु भगवान का लक्ष्मीजी के साथ विवाह संपन्न कराके सभी सकुशल घर लौट आए।
जय हो गणेशजी महाराज!

Posted in संस्कृत साहित्य

નિવૃત્તિ એટલે સડવાની સ્વતંત્રતા!… ડો. ગુણવંત શાહ

નિવૃત્ત થયા પછી પોતાની નવરાશ અસહ્ય લાગે ત્યારે કોઇ ને કોઇ રીતે કમાણી માટે બીજી કોઇ ગુલામી શોધી લેતા પામર વડીલને તમે જોયા છે? એ ડોસાબાપાને સ્વતંત્રતાનો ડર લાગે છે.પોતાની નિવૃત્તિ રળિયામણી બને તેવી મનગમતી પ્રવૃત્તિમાં મસ્તીથી જોડાઇ જવું એમાં જ શાણપણની શોભા રહેલી છે. ગીતામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જેવા બે શબ્દો સાથોસાથ બે વખત પ્રયોજાયા છે. જીવી જવાની લલિત કલા એટલે પ્રવૃત્તિમય નિવૃત્તિ અને નિવૃત્તિમય પ્રવૃત્તિ!

નોકરીના છેલ્લા દિવસે જે માણસ ખેદ અનુભવે તેને ફુલ્લી નપાસ થયેલો જાણવો. લાંબી પગારદાર ગુલામી પછી આવી મળેલી આઝાદીને બે હાથ પહોળા કરીને ન આવકારે એવો માણસ ભગવાનની કોઇ પણ કૃપાને પાત્ર નથી હોતો. તમે ઘોડાને તળાવ સુધી ભલે તાણી જાઓ, પરંતુ પાણી તો ઘોડાએ પોતે જ પીવું પડે છે. ગરીબીને કેવળ ધનના અભાવ સાથે જોડવાની જરૂર નથી. ગરીબીનો ખરો સંબંધ સુખી થવાની આકાંક્ષાના અભાવ સાથે રહેલો છે. એરિક ફ્રોમના એક પુસ્તકનું નામ છે, ‘Fear of Freedom’. નિવૃત્ત થવા જેવી રળિયામણી ઘટના બીજી કોઇ નથી. નિવૃત્તિ પણ શણગારવા જેવી ઘટના છે.ઘડપણ સાથે શાણપણ આવે જ એવું કોણે કહ્યું? ક્યારેક ઘડપણ એકલું જ આવતું હોય છે. આ શાણપણ તે વળી કઇ ચકલીનું નામ છે? સાંભળો:

શ્વાસ ખૂટે, પરંતુ
ઇચ્છા ન ખૂટે
તેનું નામ મૃત્યુ!
ઇચ્છા છુટે, પરંતુ
શ્વાસ ન ખૂટે
તેનું નામ મોક્ષ!

કોઇ આચાર્ય નિવૃત્ત થાય અને કોઇ પટાવાળો નિવૃત્ત થાય એમાં ઝાઝો તફાવત ખરો? ગુજરાતને કેટલાક એવા આચાર્યો મળ્યા છે, જેમણે પોતાની નિવૃત્તિને માવજતપૂર્વક શણગારી છે. ભાવનગરના આચાર્ય સદ્ગત જયેન્દ્ર ત્રિવેદી, મુંબઇના આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક અને અમદાવાદના પ્રો.મહેન્દ્ર દેસાઇની નિવૃત્તિ રળિયામણી હતી.

હજી આજે પણ આપણી વચ્ચે આચાર્ય ધીરુભાઇ ઠાકર, આચાર્ય મનસુખલાલ સાવલિયા, આચાર્ય રસેશ જમીનદાર, આચાર્ય રાજેન્દ્રર નાણાવટી, આચાર્ય ગૌતમ પટેલ, આચાર્ય નગીનદાસ સંઘવી, આચાર્ય મોતીભાઇ પટેલ, આચાર્ય પી.જી. પટેલ, આચાર્ય મનસુખભાઇ સલ્લા, આચાર્ય ધીરુભાઇ પરીખ, આચાર્ય સિતાંશુ યશશ્વંદ્ર, આચાર્ય ભોળાભાઇ પટેલ, આચાર્ય રઘુવીર ચૌધરી અને આચાર્ય નરોત્તમ પલાણ ટટ્ટાર બેઠા છે.

મારી વાત ન સમજાય તો આચાર્ય ઉશનસનાં કાવ્યો હવેથી જરૂર વાંચશો. આચાર્ય પુરુષોત્તમ ગણેશ માવળંકર આપણી વચ્ચે નથી, પરંતુ ગુજરાત એમને ભૂલી શકશે? તેઓ મૂલ્યનિષ્ઠ રાજકારણના જયોતિર્ધર બની રહ્યા. રજની વ્યાસનું પુસ્તક ‘પુરુષોત્તમ ગણેશ માવળંકર : સંનિષ્ઠ જીવન’ તમે વાંચ્યું?

વડોદરામાં એક નિવૃત્ત આચાર્ય ખાધેપીધે સુખી છે. આચાર્ય વાડીભાઇ પટેલને એક મિશન જડી ગયું છે. તેઓ ગજવાનું રિક્ષાભાડું ખર્ચીને સંસ્થાઓમાં સારાં સારાં પુસ્તકો પહોંચાડે છે. એમના આવા સદ્કાર્યને પરિવારનો ટેકો છે. જેમને કારણે ગુજરાત રળિયાત છે એવાં નિવૃત્ત આચાર્યોનો નામોલ્લેખ કરું? સર્વશ્રી મોહન દાંડીકર, જયંતીભાઇ અંધારિયા, મુનિકુમાર પંડ્યા, રમણ સોની, સુધા પંડ્યા, નર્મદ ત્રિવેદી, હરેશ ધોળકિયા, પ્રતાપ પંડ્યા, પ્રવીણ દરજી, વિધ્યુત જોશી, શશિકાંત શાહ અને ઉષાબહેન જાની ઇત્યાદિ. ઘણાં નામો રહી ગયાં! જેમનાં નામો રહી ગયાં તેમને અધિક પુણ્ય મળશે.

નિવૃત્તિ બડી સુંદર ચીજ છે, પરંતુ એ માણસને એક દુર્ગંધયુક્ત સ્વતંત્રતા આપે છે. એ છે ‘સડવાની સ્વતંત્રતા’. ચીમળાઇ ગયેલાં સો પુષ્પોની સામે પાંચ ખીલેલાં પુષ્પો ખિલખિલ હસી રહ્યાં છે. નિવૃત્તિ દરમિયાન જો માણસને મનગમતી પ્રવૃત્તિ ન મળે, તો તેનું જીવન કટાઇ ગયેલી બાલદી જેવું બની જાય છે. ગુજરાતની કેટલીય કોલેજોમાં અને નિશાળોમાં આજે પણ નિવૃત્તિ પહેલાં જ ચીમળાઇ ચૂકેલા હજારો નિસ્તેજ અને નિર્વીર્ય આચાર્યો જોવા મળશે. કામચોરી પણ ભ્રષ્ટાચારની જ બહેનપણી છે. ક્યારેક ટુવાલ જીવે તેના કરતાં મસોતું વધારે જીવે છે.

વાસણ ભંગાર બની જાય પછી વર્ષો સુધી હરામનું પેન્શન ખાતું રહે છે! આવા માણસોનાં નામ આગળ ‘મરહૂમ’ શબ્દ નથી યોજાયો એટલે તેઓ ‘જીવતા’ ગણાતા ફરે છે. કેટલાય આચાર્ય ગણાતા લોકો વાસ્તવમાં ‘લાચાર્ય’ હોય છે. પ્રાઇવેટ શિક્ષણસંસ્થાઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં કોંગ્રેસી નેતા મનીષ દોશીએ પ્રશસ્ય કામગીરી બજાવી છે. વિષ્ણુગુપ્ત ચાણકયના આવા મૃત:પ્રાય વંશજોને કોઇ ચંદ્રગુપ્ત મળે ખરો? ગુરુપૂર્ણિમાને દિવસે યાદ આવે એવા અધ્યાપકો કેટલા?

કટાઇ ગયેલો માણસ એટલે એવો માણસ, જે સવાર પડે ત્યારે સાંજની રાહ જુએ અને રાત પડે ત્યારે સવારની રાહ જુએ! પૂરતું કામ કર્યા વિના પગાર લેવો એ પણ ભ્રષ્ટાચાર છે. શિક્ષકોને કે અધ્યાપકોને પૂરતો પગાર આપ્યા વિના રોળવી ખાવા, એ પ્રાઇવેટ કોલેજોનો જાહેર ભ્રષ્ટાચાર છે. આવો ભ્રષ્ટાચાર કોઇ કર્મશીલ કરે તો તેને ‘પવિત્ર ભ્રષ્ટાચાર’ કહેવાનું યોગ્ય ખરું? શિયાળને કોણ કહે કે તારું મોં ગંધાય છે? આ બે પ્રશ્નનો જવાબ જાણવો હોય, તો નિવૃત્ત પ્રોફેસર અને શિક્ષણકાર ડૉ.શશિકાંત શાહને પૂછો.

આદરણીય અણ્ણા હજારેના પ્રયત્ન પછી આવનારું જનલોકપાલ બિલ પણ ન પકડી શકે એવા છુટક મિનિ-ભ્રષ્ટાચારનો કોઇ પાર નથી. આમ છતાં અણ્ણા હજારે દ્વારા થયેલી શરૂઆત આવકાર્ય છે. સુબ્રહ્નણ્યમ સ્વામી આજના વિકર્ણ છે. જીવનમાં એક સૂત્ર સતત યાદ રાખવા જેવું છે : ‘બટકુ રોટલો બીજા માટે.’

પોતાને પ્રાપ્ત થયેલા આખા રોટલામાંથી
માણસ જ્યારે
કોઇ અજાણ્યા માણસને આપવા માટે
પોતાનો રોટલો ભાંગે છે ત્યારે
સમગ્ર માનવતા એકરૂપ થઇ જાય છે.
બટકુ રોટલો બીજાને ધરનાર માણસ
અન્ય પર ઉપકાર નથી કરતો કારણ કે
આપવામાં મળતો આનંદ અનેરો હોય છે.
જીવનમાં એક વાર માણસને
આપવાના આનંદનો સ્વાદ ચાખવા મળે
પછી એનું જીવન
આપોઆપ મધુર બનતું જાય છે.
આવો ચમત્કાર બને પછી
બધો ઉપદેશ ફિક્કો પડી જાય છે
અને બધાં શાસ્ત્રો એ માણસના
ટેકામાં થંભી જાય છે.
અને રહી જાય છે: જીવનનો આનંદ!
ઉપકાર માનવો જ હોય તો
રોટલો સ્વીકારનાર પેલા માણસનો
માનવો રહ્યો!

ગિઅર વિનાની કાર જેવું આપણું જીવન નાના ફ્લેગ સ્ટેશન પરથી ઝડપભેર પસાર થઇ જતી રાજધાની એક્સપ્રેસની માફક પસાર થઇ જાય છે. પોતાને ખબર પણ ન પડે તેમ માણસ બાળક મટીને કિશોર અને કિશોર મટીને કુમાર બની જાય છે. કુમાર અવસ્થા ક્યારે વીતી ગઇ અને યુવા અવસ્થા ક્યારે શરૂ થઇ તેનો ખ્યાલ આવે, ત્યાં તો લગ્ન પણ થઇ ગયાં! લગ્નનો રોમાંચ હજી માંડ પૂરો થાય, ત્યાં તો પિતા કે માતાની ભૂમિકા ભજવવાની નોબત આવી પડી! થોડોક સમય વીતે ત્યાં તો નિવૃત્તિ પછીની વૃદ્ધાવસ્થા શરૂ! વિચાર સાથે મહોબ્બત ન કેળવાય તો સડવાની સ્વતંત્રતા મૃત્યુને વહેલું તાણી લાવે છે. લાંબું જીવવા માટે પણ વિચારોના વૃંદાવનમાં લટાર મારવાની હોબી કેળવવી રહી!

પાઘડીનો વળ છેડે

ગાયના આંચળ પર
બેઠેલા મચ્છરો
કદી દૂધ નથી પીતા,
લોહી જ પીએ છે!

-મલયાલમ ભાષાની કહેવત

વિચારોના વૃંદાવનમાં, ગુણવંત શાહ,દિવ્ય ભાસ્કર .કોમ

સૌજન્ય- દિવ્ય ભાસ્કર.કોમ

Posted in सुभाषित - Subhasit

जहां घोड़े पी रहे हैं वहीं पानी पिएं क्योंकि वे कभी भी दूषित पानी नहीं पीएंगे।
अपना बिस्तर वहीं लगाएं जहां बिल्ली सोती है,क्योंकि उसे शांति पसंद है।
जिस भी फल को कीड़े ने छुआ है लेकिन उसमें घुसा नहीं है वह खाएं,कीड़ा हमेशा पके फल की तलाश में रहता है।
और जहाँ छछूँदर खोदे, वहाँ अपना पेड़ लगाओ, क्योंकि वह उपजाऊ भूमि है।
अपना घर बनाओ वहां जहाँ साँप अपने आप को गर्म करने के लिए बैठता है, क्योंकि वह स्थिर भूमि है जो गिरती नहीं है।
उस जगह पर पानी को खोजने के लिए खुदाई करें जहां पक्षी गर्मी से छिपते हैं। पक्षी जहां भी खड़े होते हैं, पानी छिप जाता है।
और सो जाओ पक्षियों के कलरव के साथ और पक्षियों के साथ जागो – यह सफलता की खोज है।
सब्जियां ज्यादा खाएं-आपके पास मजबूत पैर और जंगल के जानवरों की तरह प्रतिरोधी दिल होगा।
जब भी आपको समय मिले तैरें तब आपको ऐसा लगेगा जैसे आप पानी में मछली की तरह जमीन पर हैं।
जितना हो सके आकाश की ओर देखें आपके विचार शुद्ध,उज्ज्वल और निति और निर्णय  स्पष्ट होते जाएंगे।
शांत और मौन रहो तुम्हारे हृदय में शांति छा  जाएगी, और तुम्हारी आत्मा को शांति मिलेगी।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

” ધરાના ખમીર ” – સૌરાષ્ટ્રની શોર્યગાથા

સૌરાષ્ટ્ર અમારી માતૃભૂમિ.. અમારી કર્મભૂમી.. અમારી ધર્મભૂમિ..!!

જ્યા કપાયા માથા અને ધીંગાણે ચડ્યા ધડ – જ્યા લખાયા નેક-ટેક અને ધરમના ઈતિહાસ – જ્યા પુજાયા ગામેગામ પાળીયા – જ્યા ગવાયા બિરદાવલી ગીતો – જ્યા બોલાયા પશુંઓ પણ શહીદ..!!

આપણા સૌરાષ્ટ્ર ( કાઠીયાવાડ, સોરઠની ) પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવવંત ઈતિહાસના હું તમે અને સૌરાષ્ટ્રમા વસતો દરેક વ્યકિત વારસદાર છીએ. આપણા પૂર્વજોના ગૌરવવંત ઈતિહાસને જીવંત રાખવાની જવાબદારી દરેકની છે.!! આમા જ્ઞાતી જાતિના ભેદભાવ ના હોય.., જો જ્ઞાતી જાતિના ભેદભાવ હોય તો..!! જેની આપણે પુજા કરીએ છીએ… જેને આપણે ભગવાન માનીએ છીએ તેને પણ એકવાર કેવું પડ્યું છે કે..,

એ લક્ષ્મણ !! તું મને ઈશારા કરમા આ શબરીના બોર જેવી મીઠાસ મને પહેલા ક્યારેય નથી મળી.. ” જનક નંદિની સીતા પીરસે તે ભોજનમા આવી મીઠાશ નથી મળી.. માતા કૌશલ્યાનાં દુધમા પણ આટલી મીઠાશ નથી જોઈ ” જેટલી આ શબરીના હેઠા બોરમા મને મીઠાસ લાગે છે..!! જો ભગવાન પોતે આ વાતનો સ્વીકાર કરતા હોય તો આપણે તો માણસ છીએ જ્ઞાતી જાતીના કોઈ ભેદભાવ ના હોય. ભગવાન શ્રીરામ અને શબરીની વાતને હજારો વર્ષ થયા હશે પણ હમણા ચારસો વર્ષ પહેલા સૌરાષ્ટ્રમા બનેલી એક ઘટના વિશે વિચારીએ તો આજે પણ રૂવાંડા બેઠા થઈ જાય.

।। સત્ય ઘટના ।।

જ્યારે જેતપુરના સુદામડા ગામ ઉપર મિયાણાના પાર ઉતર્યા અને જે કત્લેઆમ કરાવી ત્યારે કહેવાતા મરદ મુછાળા ભાગી નીકળયા હતા, ગામ આખામા ભાગો ભાગોના અવાજ સંભળાવા લાગ્યા હતા. ગઢ ઉપર ગામની બહેન-દિકરીઓ દોડા કરવા લાગી હતી ત્યારે સીંતેરક વર્ષના માતા હાથમા ઉઘાડી તલવાર….

તરવાર ધરી રણ ઝૂઝતી થી, સમશેર ઝડી શિર ઝીલતી થી !

અરી ફોજ કા પાવ હટતી થી, કવિ વૃંદ કો ગીત ગવાવતી થી !

સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી.., હિન્દ કી રાજપુતાનીયા થી !!

ગઢ ઉપરથી માતાને આવતા જોઈ ગામના એક ઢોલ વગાડતા હરીજનના દિકરાની નજર વૃદ્ધ માતા પર પડતા ઢોલ બંધ કરી ને..

અરે માડી તમે ક્યા ?

માડી કહે સુદામડા ભંગાઈ અને હું બેઠી રહું તો.. તો.. સુદામડાનુ પાણી લાજે “ધીંગાણામા જઉ છું”

પણ.., માડી હજી હુ બાકી છુ મર્યો નથી લાવો તલવાર

માડી કહે : પણ તતતતતું ?

હા..હા માડી લાવો ઝટ તલવાર તમે મુકી દો. જો હુ ગામના પ્રસંગોમા ઢોલ વગાડી શકતો હોય, ગામના જુવાનીયાને ઘોડીએ ચડાવી શકતો હોય તો કોક દી., મારે પણ તલવાર હાથમા લેવી પડે, લાવો તલવાર..

માતાએ તલવાર આપી…

હાથમા તલવાર આવતા ગળામા જે ઢોલના દોરડા બાંધ્યા હતા તે કાઢી ઢોલ માથા સોસરવો પહેરી લીધો.. બકતરની જેમ અને તલવાર લઈ દોટ દીધી, હાથમા તલવાર સાથે ભડનો દિકરો ધીંગાણે ચડ્યો. લડતા લડતા ખબર ના રહી કે શરીર વેતરાઈ ગયું છે, વાગેલા ઘા શરીરને ચીરી નાખ્યું છે, પરોઢીયે સમાજે આવીને જોયુ તો જે ઢોલ ગળામાથી કાઢી તેમણે બકતર તરીકે પહેર્યો હતો તે ઢોલની કિનારીઓ એ પડખું ચીરી નાખ્યું હતું. સુરાતનમા ખબર ના રહી કે ધડ માથુ અલગ થયા છે એકલા હાથે લડ્યો અને કામ આવ્યો પણ.. મીયાણાઓને ભાગવું પડ્યું., લડતા લડતા મિયાણાઓને સુદામડાની બહાર ધકેલી દિધા., એકલવીરે અડધોઅડધ મિયાણાના માથા ધડથી અલગ કરી નાખ્યા હતા અને જેટલા મીયાણા બચ્યા તે ધીંગાણુ છોડી ભાગી છુટયા હતા હતું. આજે પણ તે મરદનો ત્યા પાળીયો ઉભો છે અગર ક્યારેય જવાનું થાય તો પાળીયા ને નમન કરી લેવું કે, વાહ મરદ વાહ..!!  તું ધર્મ માટે.. ગામ માટે… કામ આવ્યો.

આમા જ્ઞાતી જાતી ના હોય…!!

સૌરાષ્ટ્રની ધરતી ઉપર જેટલા પાળીયા જોવા મળશે તેટલા આખાંય ભારતમા ક્યાંય જોવા નહી મળે. સૌરાષ્ટ્રની ધરા ઉપર જેટલા ધીંગાણા ખેલાયાં તેટલા બીજે ક્યાંય નહી ખેલાયાં હોય. બધા જ ધીંગાણાઓમા ઘણા તો ઉચ્ચ મૂલ્યો માટે લડયા હતાં. સૌરાષ્ટ્રના જે જે ગામમા ધીંગાણા થયા તેમા અનેક જુવાનો શહીદ થયા. ઘણી જગ્યાએ તો શહિદ જુવાનો પાછળ તેમની પત્નીઓ અને માતાઓ સતી થઈ ગયા છે જે ઓના પાળીયા આજે પણ સૌરાષ્ટ્રના ગામેગામ ઉભા છે. સૌરાષ્ટ્રમા જ્યા જ્યા પાળીયા ઉભા છે તેમનો ગૌરવવંત ઈતિહાસ પ્રેરણા દાયક છે અને અટલે તો કવિએ લખ્યું છે કે..,

।। કવિ રચના ।।

મારે ઠાકોરજી નથી થાવું…

ટોચોમાં ટાંચણું લઇ, ભાઇ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે એના પાળિયા થઇને પૂજાવું

રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું.
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એનાં; કુમળા હાથે ખોડાવું…

રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું.
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવુ

રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું…

રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઇને ખોડાવું…

રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શૂરો પૂરો સરજાવુ

રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંડ્યા રુદામાં એને ‘દાદ’ ઝાશું રંગાવુ

રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..!!

અર્થાત !! પથ્થરને કંડારીને તેમાંથી પ્રભુની પ્રતિકૃતિ તૈયાર કરી રહેલા ઘડવૈયાને પથ્થર કહે છે કે, મારે પ્રભુ નથી થાવું એના કરતાં તો મને માતૃભૂમી કે ધરમ કાજે., કે પછી કોઈ બહેન દિકરીની લાજ કાજે સમરાંગણમાં મોતને ભેટેલા કોઇક વીરના પાળીયા થઇને ખોડાવું છે. પ્રભુની મૂર્તી બનવાને બદલે કોઇક વીરના પાળીયા તરીકે ગામને પાદર ખોડાવામાં પથ્થરને તેની સાર્થકતા દેખાય છે. પથ્થરની પાળીયા થવાની તમન્ના અને ઠાકોરજીની મૂર્તી નહીં બનવા પાછળની દલીલો કવિ દાદની “ઘડવૈયા મારે” રચનામાં ખૂબ સરસ રીતે વ્યક્ત કરી છે.

નેક-ટેક અને ધરમ માટે ધીંગાણે ચડેલા વિરોની ખાનદાની અને ખુમારીનો ઈતિહાસને સૌરાષ્ટ્રની ભૂમીના કણ કણમા છે. ભલે યુગોના સમય વિત્યા કરે, બદલાયા કરે, પરંતુ ધરા કાજે, કોઇ ધરમ કાજે, કોઇ વટ વચન ગાય માતને કાજે, કે પછી અન્યાય સામે ધીંગાણે ચડી પાળીયા બની ગયેલા વિરોનો ઈતિહાસ હંમેશા શાશ્વત રહેવાનો છે.  જેઓની સાક્ષી ગામેગામ ઉભા પાળીયા આજે પણ આપે છે.

” કોક આડા કોક ઉભા કોક ભોમા (ધરતીમા) પડેલા ભાળ્યા,

આવા શુરવીરો ના આજેય ઉભા છે હારબંધ પાળીયા..!! “

ખાંભી અને પાળીયાનો પરમ કર્તવ્ય સમજીને આપણા પુર્વજોની જેમ પ્રાણ અર્પણ ન કરી શકીએ પરંતુ આપણા સૌરાષ્ટ્રની લોક સંસ્કતિ અને પુર્વજોના ગૌરવવંતા ઈતિહાસ વિશે માહિતગાર તો કરી શકવાના છીએ. આજની નવી પેઢીને મર્યાદા પૂર્ણ સાચી સંસ્કૃતિ અને સાચા-ખોટાનું જ્ઞાન આપી શકીએ તો પણ સાચું તર્પણ કર્યા બરાબર છે. ઈચ્છા તો એવી થાય છે  કે ખાભી પાળીયાઓ દેખાડી દેખાડી સંસ્કાર અને સાંસ્કૃતિ ભુલેલા લોકોને બતાવીએ કે આમ જુઓ ! આપણા પૂર્વજ કોણ હતા કેવા હતા અને આજે આપણે કેવા છીએ.

પ્રિય, વાચક મિત્રો…

સાદર પ્રણામ સાથ જણાવવાનું કે.., સૌરાષ્ટ્રના ગામેગામ ખાંભી થઈ ખોડાઈ જનારા, પાળીયા બનીને પૂજાનારા, આભને થોભ દે તેવા અડીખમ વિરોની ઈતિહાસમા બનેલી ( શોર્યગાથાઓ – લોકવાર્તા ) પ્રસિદ્ધ સાહિત્યકારો રચિત દરેક અમર રચનાઓ ” સૌરાષ્ટ્ર રસધાર ” ફેસબુક પેજ પર એક પછી એક પોસ્ટ કરાશે જે આપ વાંચન કરી શકશો.

।। જીવન અમૂલ્ય સાહિત્ય વાંચન ।।

સાહિત્ય વાંચન વ્યકતિના અંતઃમનને પ્રફુલ્લિત કરવા માટેનું સાધન છે, વિવેક અને દક્ષતા કેળવવાની ચાવી વાંચન છે, મનની ફળદ્રુપતા અને વિચારોની યોગ્ય દિશા માટે વાચન જરૂરી છે, સાહિત્યનું વાચન વ્યક્તિને સમૃદ્ધ બનાવે છે, સાહિત્ય વાચન સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત સમજાવે છે,  સાહિત્ય વાંચન વ્યક્તિના દુઃખને સુખ તરફ લઈ જવામા મદદરૂપ થાય છે, સાહિત્ય વાંચન થકી તમે આજના સમયે ખર્ચ વગરનું મનોરંજન મેળવી શકો છો, જ્ઞાનની ઊર્જાના પર્યાય એવા વાચનને તમે તમારી સાથે રાખી ગમે ત્યાં જઇ શકો છો સામાજીક વિકાસમાં સાહિત્યનો સિંહ ફાળો છે, સમાજના વિકાસ માટે વાચન અગત્યનું છે તેથી આપ સૌ મિત્રો ને જણાવવાનું કે…,

સૌરાષ્ટ્ર રસધાર ફેસબુક પેજ દ્વાર આપણા વૈભવપૂર્ણ વારસાને તમારા સુધી પહોંચાડવા કટિબદ્ધ છે.. અને તમે તમારા સંબંધી મિત્રો સુધી..અને સંબંધી મિત્રો સૌરાષ્ટ્રમા વસતા હર એક વ્યકિત સુધી ગુજરાતી સાહિત્ય પહોંચાડી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ વધારવા અને આપણા સમાજ હજુપણ ચાલતા કુરિવાજો- અંધશ્રદ્ધા ખોટી માન્યતા બંધ કરવા અને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિ વધુમા વધુ લોકો સુધી
પહોંચાડી મદદરૂપ થવા આપને વિનંતિ..!!

– આભાર મિત્ર

આપણા સૌરાષ્ટ્રની પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવપૂર્ણ વારસા તેમજ સૌરાષ્ટ્રની ઐતિહાસિક પરંપરાની ભવ્યતાને વાચા આપતું સાહિત્ય ” સૌરાષ્ટ્ર રસધાર ” ફેસબુક પેજ ઉપર આપ વાચન કરી શકશો.

Facebook
http://www.facebook.com/smsaurashtra
Gujaratiwriter@Gmail.com
Mobile : +918401451000