Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પગરખા કે પનોતી

  પગરખાનો એક ભવ્ય શોરૂમ ખુલ્યો . અવનવી ડિઝાઈનોની વિશાળ રેન્જમાં શૉ-કેસમાં મુકેલા પગરખાને જોવા રોકાય જતી ભીડ શોપની અંદર સુધી જતી છતાં પગરખાની ખરીદી કર્યા વગર બહાર નીકળી જતા…
માલિક મનોમન વિચારતો  ‘ હજુ તો નવો નવો શો-રૂમ ખુલ્યો છે એટલે જામતા વાર લાગશે. નવું નવું જ હોવાથી કોઈ હેલ્પરની જરૂર પડતી નહોતી . રોજબરોજ આવીને શૉ-રૂમ ખોલીને બેસી જતા માલિકના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. 
કેટલી આવક આ ધંધામાં લગાડી છે…હવે તો સફળતા મળે તો સારું…’

શૉ-રૂમની બહાર બાર-પંદર વર્ષનો એક છોકરો બેઠો રહેતો …એ લોકોના જુતાચપ્પલની સિલાઈ અને પોલિશ કરવાનું કામ કરતો હતો . એના એક હાથની આંગળીઓ કામ નહોતી કરતી … છતાં હથેળીનો ઉપયોગ કરીને પોતાનું કામ કર્યે રાખતો….
એનો ધંધો સામાન્ય … દિવસ દરમ્યાન થોડુઘણુ પરચુરણ ભેગુ થતું એમાંથી ઘર માટે ખાવાનું લઈ જતો.. ઘરમાં એની મા અને પોતે બે જણા હતા..

‘બંનેનું કામ “પગરખા”નું હતું… એકનું વેચવાનું અને બીજાનું કામ ફાટેલા જુત્તા-ચપ્પલને સિવવાનું ….,

શો-રૂમ નો માલિક હંમેશા પોતાના નસીબને દોષ દેતો… ‘ સાલ્લા કેટલાય ધંધા બદલીને જોયા… પણ ક્યાંય સફળતા ન મળી…..હવે અગર જો આ ધંધો પણ ન ચાલ્યો તો આગળ ની જિંદગીનું શુ…? હવે તો આગળ કશું વિચારવાની હિંમત જ નથી થતી’
🌹🌹🌹🌹

એક સમયે ભર બપોરે અને વૈશાખ નો ધોમધખતો તડકો એક બુઝુર્ગ ફુટપાથના કિનારે ચક્કર  ખાયને બેસી પડ્યા… બરાબર પેલા છોકરાની બાજુમાં જ પડ્યા… છોકરાએ તુરંત ઉભા કરવાની કોશિશ કરી…શૉ-રૂમનો માલિક પણ મદદે દોડી આવ્યો…
શોપની અંદર લઈ જઈને ખુરશીમાં બેસાડ્યા … પેલો છોકરો દોડીને સામેની ફૂટપાથ પર મળતું લીંબુ શરબત લઈને આવી પહોંચ્યો…

દાદાને પોતાના હાથે પીવડાવી એના માથે હાથ ફેરવવા લાગ્યો…
‘ દાદા…હજી પીવું હોય તો કહો…, ,
‘ એ શરબત વાળો ભાઈ બહુ સારો છે. કોઈની આવી તબિયત હોયતો ફટાફટ બનાવીને  આપી દે છે…અને થોડીવાર અહીં શાંતિથી બેસો … અહીં તમને ગરમી પણ નહીં લાગે , આ દુકાન વાળા ભાઈ બહુ જ સારા છે…’

શો-રૂમનો માલિક વિચારવા લાગ્યો
‘આ સાધારણ દેખાતા બાળકે ઉભા ઉભા બે માણસોના ચરિત્ર ને સારા સજાવી દીધા … નિર્દોષ ચહેરા પર ક્યાંય કપટથી બોલ્યો હોય એવું લાગ્યું નહિ… , બે ‘ થી ત્રણ વાર દોડીને ગયો ને આવ્યો.. પેલા માલિકે દૂરથી જોયું પોતાના ખિસ્સામાંથી પરચુરણ કાઢી ગણીને પેલા શરબત વાળાને આપતો હતો… અને પાછો એ  પણ આટલા ધોમધખતા તડકામાં ખુલ્લા પગે.. , જ્યાં બહાર પગ મુકો તો પગમાં લાય લાગે એવો તડકો..’

દાદાને એમના ઘરનું એડ્રેસ પૂછીને રીક્ષા કરાવી દીધી … અને રીક્ષા વાળાને સૂચના આપતો બોલ્યો ‘ દાદાને સહીસલામત પહોંચાડજો હો… , રીક્ષા ઉપડે એ પહેલાં દાદાએ લીંબુ શરબતનો ભાવ પૂછતાં જ છોકરા એ જવાબમાં કહ્યું..  ‘ અરે…, દાદા એ આપણો જ માણસ છે… પૈસા નહિ લે…’

દાદાએ અંતરથી આર્શીવાદ આપતા બોલ્યા ‘ ભલુ થજો દીકરા તારું…’

દાદા નીકળી ગયા પછી પેલા માલિકે તુરંત પેલા બાળકને બોલાવીને કહેવા લાગ્યા… ‘ અલ્યા આટલી બળબળતી ગરમીમાં ચપ્પલ પહેર્યા વગર આમથી તેમ દોડે છે… તારો તો વિચાર કર ‘

‘ શુ કરું સાહેબ , હું તો ખુલ્લા પગે દોડવા ટેવાયેલો છું…’

માલિક પણ વિચારવા લાગ્યો . આટલો મોટો શો-રૂમ હોવા છતાં મારે આવતીકાલની ચિંતા કરવી પડે છે.. પણ આ તો હજુ કિશોરાવસ્થા… કેટકેટલી જંગ ખેડવાની બાકી છે…

પોતાના શોપમાંથી સરસ મજાના દેખાતા ચપ્પલ એણે પેલા છોકરાને કાઢીને આપ્યા… છોકરાની ઘણી આનાકાની છતાં માલિકે એનો એક શબ્દ સાંભળ્યો નહિ…’ ,

શો-રૂમનો બીજો દિવસ…, ત્રીજો… દિવસ… એમ ધીરેધીરે ગ્રાહકી વધવા લાગી.. ચપ્પલ દેખાડવા માટે કોઈ મદદની જરૂરત પડવા લાગી … એટલે પેલા છોકરા ને જ પોતાની શોપમાં બોલાવી લીધો.. છોકરો પણ વિવેકી હોવાથી કોઈપણ ગ્રાહક ખરીદી કર્યા વગર પાછું જતું નહિ..

પગરખાનું કામ કરનાર બંનેની કિસ્મત બદલાય ચુકી હતી…
ઘણીવાર એવું બનતું હોય છે કે કિસ્મત બદલનાર આપણી નજર સામે જ હોય છે પરંતુ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી..
કોઈપણ જાતના સ્વાર્થ વગર જરા સરખું પુણ્યનું કામ કરી દીધું…ને… ઈશ્વરે હાથ પકડી જ લીધો…
પગરખાને પનોતી કહેવામાં આવે છે.. પણ આખરે એ જ પગરખા બંને માટે સફળ સાબિત થયા…

          :- મનિષા હાથી

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment