ગુજરાતના એક નાના ગામમાં રેખા અને હેમા નામની બે બહેનો રહેતી. રેખા મોટી હતી, ખૂબ જ જવાબદાર અને શાંત સ્વભાવની. હેમા છોકરી તો નાનકડી, પણ ભારે શેતાન અને હંમેશા હસતી રમતી.
જ્યારે માતા-પિતા ન હતા, ત્યારે રેખાએ માતાની જગ્યાએ ઉભી રહી હેમાનું પાલનપોષણ કર્યું. પોતાને માટે કશું ન માંગીને હંમેશા હેમાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી. રાત્રે ખાવા માટે બે રોટલી હોતી, તો રેખા કહેતીઃ “મારે ભૂખ નથી આજે.” અને હેમાને ખવડાવતી.
હેમા મોટી થઇ, શહેરમાં અભ્યાસ કરવા ગઈ. નવો સંસાર, નવા મિત્રો… અને ધીરે ધીરે રેખા સાથેનો સંપર્ક ઓછો થવા લાગ્યો. રેખા દરેક તહેવાર, જન્મદિવસે ફોન કરતી, પણ હેમા વ્યસ્ત હોય તેમ કહી ટાળી દેતી.
એક દિવસ રેખા hospital માં હતી – સતત બીમાર રહેતી હતી, છતાં હેમાને ન કહેતી. પણ એક પાડોશીએ હેમાને ફોન કરીને વાત કહી. હેમા તરત ઘેર આવી.
બહેનને જોઈ હેમાની આંખો ભરાઈ ગઈ. રેખાની આંખોમાં હંમેશાની જેમ હૂંફ હતી, કોઈ શિકાયત નહીં. હેમા રડી પડી – “દીદી, તું કેમ ન કહ્યું મને?”
રેખાએ નરમાઈથી કહ્યું, “મારા માટે તું હંમેશા ખુશ રહે એ જ જરૂરી છે.”
એ દિવસે હેમા સમજી ગઈ કે સ્નેહ શું હોય છે. તેણે વચન આપ્યું કે હવે એક ક્ષણ પણ દીદીથી દૂર નહીં રહે.