Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સરગવાનું ઝાડ
એક ઘર હતું એમાં એક નાનકડું કુટુંબ રહેતું હતું. આ ઘરના આંગણામાં એક સરસ મજાનું મોટું સરગવાનું ઝાડ હતું. આખું ઘર આ સરગવાના ઝાડ પર જ નભતું હતું. રોજ સરગવાનું શાક ખાય, સરગવાની કઢી સંભાર બધું સરગવાનું જ. કઈક વધે તો સરગવો વેંચીને બે પૈસા કમાઈ એ વાપરે બાકી કોઈ કાઈ કામ કરવા ના જતું.

એક દિવસ એમના ઘરે મહેમાન આવ્યા. મહેમાને જોયું કે આખું ઘર ગરીબીમાં ડૂબી ગયું છે. આ સરગવાના ઝાડ પર  જ બધું નિર્ભર છે. આ લોકો આ ઝાડના લીધે કામ પર નથી જતા, નવું કાઈ કરતા નથી. રાતે જ્યારે બધા સૂતા હતા ત્યારે એને આખી રાત જાગીને આ સરગવાનું વૃક્ષ કાપી નાખ્યુ અને નિકળી ગયો.

સવારે બધાએ જોયું તો ઝાડ તૂટેલું હતું. આખું પરિવાર રડ્યું કે આ ઝાડ વગર હવે એમનું ભરણ પોષણ કોણ કરશે. પણ હવે કામ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન હતો નહીં એટલે બધા કામ કરવા લાગ્યા અને ધીમે ધીમે ગરીબી ઓછી થઈ.

ક્યારેક આપણે પણ આવા એક કોઈ સરગવાના ઝાડ જેવા નોકરી ધંધાના લીધે આગળ નથી વધી શકતા. જ્યારે એ નોકરી કે ધંધો છોડીએ પછી વધુ પ્રગતિ કરી શકીએ..
🙏🙏

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment