Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

શ્રધ્ધા મિશ્રા—આધુનિક યુગની ઝાંસીની રાણી

કાશી વિદ્યાપીઠ  વિશ્વ વિદ્યાલય પરિષદના પ્રાંગણમાં વિદ્યાર્થીઓનો મોટો મેળાવડો યોજાયો હતો. આ બધાઓએ પોતાનું  ગ્રેડયુંએશન પૂરું કર્યું હતું. આ દિવસ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો.

શ્રધ્ધા મિશ્રા એ બધાઓમાની એક હતી. ભણવામાં તેજસ્વી હતી. બુધ્ધિમાન હતી. એની સામેનું લક્ષ્ય ક્લિયર હતું. એણે ઇંડિયન પોલિસ ખાતામાં ઉચ્ચ અધિકારીની પોસ્ટ ઉપર ડાઇરેક્ટ રિક્રૂટ થવું હોઈ  એ યુપીએસસી ની પરિક્ષાની તૈયારી કરવાનું મન મનાવી ચૂકી હતી.  

બીજી તરફ એના પિતાશ્રી ધિરેન્દ્ર મિશ્રા પોતાની દીકરીના લગન કરાવી દઈને પોતાની જવાબદારીનો બોજો હળવો કરવાનું મન મનાવી ચૂક્યા હતા. એમને હજી એક દીકરી અને એક દીકરો હતા . આજીવિકામાં એમની પાસે નાની સરખી જમીન અને ગામમાં એક નાનકડી દુકાન હતી, જેની આવકમાથી એમનું માંડ માંડ ગુજરાન ચાલતું હતું. શ્રધ્ધા એમની મોટી દીકરી હતી. થોડોક સમય સુધી બાપ-દીકરી વચ્ચે સામસામી ખેંચતાણ ચાલી, પણ એક મુદ્દે દીકરીએ એના પિતાની વાત માની લીધી અને લગ્ન માટે તૈયાર થઈ ગઈ. એના પિતા એક એવા યુવકની વાત લઈને આવેલા કે એ યુવક પણ ‘ઇંડિયન પોલિસ સર્વિસ’ ની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો, અત્યાર સુધી એણે બે નિષ્ફળ પ્રયાસો પણ કર્યા હતા. છોકરો બુધ્ધિમાન અને મહેનતુ હતો, વધારામાં બંનેના જીવનના લક્ષ્ય એક જ હતા, તેથી શ્રધ્ધા પિતાની વાત માની ગઈ. પિતાનું કહેવું હતું કે લગ્ન પછી પણ તું તારી પરિક્ષાની તૈયારીઓ કરી શકવાની જ છે, પણ આવો બધી રીતે અનુકૂળ આવે એવો પ્રસ્તાવ આવતો નથી હોતો. આ તક ચૂકવા જેવી નથી.

એનું નામ અવિનાશ શર્મા હતું. અવિનાશ અને શ્રધ્ધા બંનેની રૂબરૂ મુલાકાત કરાવાઈ. બંને એક બીજાને ગમી ગયા  અને લગ્નની તારીખ પણ નિશ્ચિત થઈ ગઈ. બંને પક્ષો તરફથી લગ્નની ખરીદીઓ શરૂ થઈ ગઈ. સગા સંબંધીઓને લગ્ન પ્રસંગના આમંત્રણ પાઠવતી કંકોતરીઓ પણ વહેચાઈ ગઈ.  

લગ્ન થાય તે પહેલા એક ખુશ ખબર  આવી કે અવિનાશે અગાઉ આપેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હોઈ,   સબ-ઈન્સ્પેકટરની પોસ્ટિંગનો ઓર્ડર પણ એને  મળી ગયો.   આ સમાચારના કારણે બંને પક્ષોમાં ખુશીની લહેર દોડી ગઈ.

પણ અવિનાશના પક્ષે ખુશીની સાથે અહંકારની આંધી પણ ઉઠી. પોલિસ ખાતામાં અધિકારી તરીકે નિયુક્તિ મળતાની સાથમાં એમને લાગ્યું  કે વરરાજા અવિનાશની દહેજ વેલ્યુપણ વધી ગઈ છે જે એમણે ધિરેન્દ્ર મિશ્રા—શ્રધ્ધા મિશ્રા ના પિતાજી પાસેથી વસૂલવાની થાય છે.

લગ્નને હવે માંડ ત્રણેક દિવસ બાકી હતા, ત્યારે રમાકાંત શર્મા અને અજય શર્મા—બંને ભાઈઓ, શ્રધ્ધાના  પિતાશ્રી ધિરેન્દ્ર મિશ્રાને મળવા એમની દુકાને આવ્યા, અને એમની વચ્ચે વાત-ચિત્ત શરૂ થઈ.

‘તમને ખબર મળી હશે કે આવિનાશને પોલિસ વિભાગમાં અધિકારીની પોસ્ટ ઉપર નિયુક્તિનો ઓર્ડર મળી ગયો છે.’  રમાકાન્ત શર્માએ જણાવ્યુ..

‘હા અમને ખબર મળી, અને અમે સૌ આ વાતે ખુશ છીએ’

‘ખુશીની વાત તો બરોબર પણ, જુઓ તમને કહી રાખીએ છીએ કે અમે કઈ દહેજ ભૂખ્યા નથી, પણ લોકો વાત કરે છે, કે છોકરાનું કોઈ પૈસાદાર ઘરે ગોઠવાયું હોતે તો કાર-બંગલો અને લાખ્ખો રૂપિયા   દહેજ રૂપે મળતે. તેથી અમારી માંગ છે કે તમે અવિનાશને દહેજ રૂપે દશ લાખના મૂલ્યની કાર અને પાંચ લાખ રોકડા દહેજમાં ચૂકવો’

‘પણ આપણે જ્યારે વાત થઈ ત્યારે તો અવિનાશ બેકાર હતો, આપણી વચ્ચે દહેજની કોઈ વાત જ થઈ નહતી. એમ તો મારી પુત્રી પણ પોલિસ અધિકારી માટેની ‘યુપીએસસી’ પરિક્ષાની તૈયારી કરી રહી છે, આજે નહીં ને કાલે એ પણ અધિકારી થવાની જ છે, એનું તમે ધ્યાન રાખો.’

‘જુઓ અમે અમારી વાતે સિરિયસ છે. જુઓ તમે દહેજ ચૂકવવા માંગતા ના હો કે ચૂકવી શકો એમ ના હો તો અમે આ સંબંધ સમાપ્ત કરવા તૈયાર છીએ . દહેજ આપનારા ઘણા માંગઓ અમારી પાસે આવ્યા છે.’

વેવાઈની વાત શંભળીને ધિરેન્દ્ર મિશ્રા ભારે મુઝવણમાં મુકાઇ ગયા. લગ્નની કંકોત્રી સુધ્ધાં વહેચાઈ ગઈ, અને આ લોકો લગ્ન ફોક કરવાની વાત કરે છે, તો છોકરીની તો આબરૂના ધજાગરા જ ઊડી જાયને, ધિરેન્દ્ર મિશ્રા ઢીલા પડી ગયા. તેમ છતાં એમણે ઈમાનદારીથી કહયુકે એમની પાસે અત્યારે તો દહેજ ચૂકવવા જેટલા પૈસા નથી, પણ તેઓ કઈક વ્યવસ્થા કરશે, એવું આશ્વાશન આપ્યું.

‘જુઓ ધિરેન્દ્ર મિશ્રા, અમને શબ્દોના સાથીયા નથી જોઈતા, અમારા દીકરા માટે રોકડા પાંચ લાખ અને દશ લખની મૂલ્ય ધરાવતી કાર જોઈએ, આ તમને કહી રાખ્યું, જો તમે આટલી રકમની જોગઆવાઈ કરી શકો તેમ ના હોય તો અત્યારથી કહીદો, આ લગ્ન રદ કરીને અમે બીજે ધ્યાન આપીએ.’

ધિરેન્દ્ર મિશ્રાના માથે આ આવી પડેલી અણધારી આપત્તિ હતી, તાત્કાલી તેઓ પૈસાની વ્યવસ્થા કરવાના કામમાં લાગ્યા, પણ લગ્નનો દિવસ આવી ગયો, વરરાજા જાન લઈને લગ્નના મંડાપ સુધી આવી ગયો, પણ ધિરેન્દ્ર મિશ્રાથી પૈસાની સગવડ ના થઈ તે ના જ થઈ. એમની હાઇવે પાસે આવેલી જગ્યા સરકારે ખરીદી હતી, એના પૈસા એમણે મળવાના હતા, એના માટે એમણે સરકારી ઓફિસના ઘણા ચક્કર લગાવ્યા પણ ત્યાં પણ કોઈ મેળ પડ્યો નહીં, એમનો એક મિત્ર પૈસા આપવા તૈયાર થયો પણ કમનસીબે એક અકસ્માતમાં એમનો યુવાન પુત્ર મૃત્યુ પામ્યો, આવી હાલતમાં તેઓ પોતાના મિત્ર પાસે કેવી રીતે જાય?

ઘરવાળા તનાવામાં આવી જાય નહીં એ માટે એમણે કોઈને દહેજવાળી વેવાઈ પક્ષની માંગવાળી વાત ઘરમાં કોઈને કહી પણ નહતી. અને હવે, વેવાઈ દહેજની વાતે રાક્ષસી ઉઘરાણી શરૂ કરી. વરરાજાને ઉતરે લઈ જવાયા એની સાથે જ રમકાન્ત અને અજય—બંને ભાઈઓએ ધિરેન્દ્ર મિશ્રા પાસે તકાદો કર્યો, ક્યાં છે કાર? ‘તમે અમને છેતર્યા છે, હવે અમને પણ એનો બદલો લઈશું,.

‘આ લગ્ન નહીં થયા, જાન લગ્ન વગર જ પરત જશે’ ધિરેન્દ્ર મિશ્રાને  આખરી  અલ્ટીમેટમ વેવાઈ પક્ષે શંભળવી દીધું, એની સાથે લગ્નના મંડપમાં સોંપો પડી ગયો. ડીજેની ધૂન ઉપર ડાંસ કરતાં જાનૈયાઓના નાચ અટકી ગયા.  પોતાના માં-બાપની સાથે જ અવિનાશ પણ વગર લગને પરત ફરવા તૈયાર થઈ ગયો.

ધિરેન્દ્ર મિશ્રાએ એમની પાઘડી ઉતારીને અવિનાશના પગ પાસે મૂકી અને વિનંતી કરી કે જુઓ મને સમય આપો, મારુ વચન છે, તમને દહેજની રકમ ચૂકવી આપીશ, પણ અત્યારે તમો અમને બેઆબરૂ ના કરો, આ પ્રસંગની શોભાને બનાવી રાખો.

આવા રિસામણા-મનામણાંની વાતો ચાલતી હતી, અને જ્યા  વરપક્ષને ઉતારો આપ્યો હતો ત્યાં દુલહનના શણગારથી સજ્જ થયેલી  શ્રધ્ધા મિશ્રા આવીને ઊભી રહી ગઈ, એણે પોતાની નજરે પોતાના પિતાને દયાજનક હાલતમાં જોયા, અણે એની સાથે એ સીધી અવિનાશ પાસે પહોંચી ગઈ અણે શાંતિથી એક જ પ્રશ્ન કર્યો…..

‘અવિનાશ,  તમારા વડીલો મારા પિતા પાસે દહેજની ઉઘરાણી કરી રહ્યા છે, તમે એ જોઈ રહ્યા છો, મને  એટલું  જ જણાવો કે તમે કોના પક્ષે છો?’

‘સબ ઇન્સ્પેક્ટર નો ઓર્ડર મેળવી ચૂકેલો અવિનાશ એના અભિમાનમાં  મગરૂર હતો, એણે કહ્યું, ‘ આમાં ચિંતા કરવા જેવુ કઈ જ નથી, અત્યારે માત્ર કારની સગવડ કરી દો, પાંચ લાખનું પછી જોઈશું. આનાથી વધારે છૂટ તો મારાથી આપી શકાય એમ નથી—શ્રધ્ધા’

એની સાથે  અવિનાશના ગાલ ઉપરા શ્રધ્ધા મિશ્રાના હાથની જોરદાર થપ્પડે  પેદા કરેલો …. સ્ટ્ટાક   અવાજ બધાએ શાંભળ્યો  ….મંડપમાં બંને પક્ષોના સંબંધીઓ હતા, ગામના મોભીઓ પણ હતા, તેઓ બધા સ્તબ્ધ થઈ ગયા. શ્રધ્ધાનો અવાજ ગર્જી ઉઠ્યો, ‘આ પળે જ અવિનાશ તું અને તારા બધા જ સગાઓ અહીથી નીકળો, નહીં તો હું હમણાંને હમણાં પોલિસને બોલાવતી કરું છુ, તમારી ઉપર દહેજ પ્રતાડનાનો કેસ કરીશ તો સરકારી નોકરી તો ગઈ એમ સમજો,  પણ સરકારી જેલમાં યુવાનીના દિવસો વિતાવવાના આવશે.

આખી બાજી બદલાઈ ગઈ, અત્યાર સુધી વરપક્ષ જોરમાં હતો અને અવિનાશને પડેલી થપ્પડ અને એની સાથે મળેલી ધમકીએ વરપક્ષને બાવરો બનાવી દીધો,  અવિનાશ અને એના માતા પિતા અને અન્ય સંબંધીઓ ગભરાટ ના માર્યા ભાગવા માંડ્યા.

જોત જોતામાં મંડપ ખાલી થઈ ગયો. બચ્યા હતા માત્ર કન્યપક્ષના સંબંધીઓ પણ તેઓ શ્રદ્ધાની હીમત ઉપર વારી ગયા હતા, બધા જ શ્ર્ધ્ધાની પ્રશંસા કરી રહ્યા હતા, કે એણે દહેજ ભૂખ્યા વરપક્ષને સારો એવો બોધપાઠ આપ્યો. આઘાતમાં ઉતરેલા માતા-પિતાને શ્રધ્ધાએ ધીરજ બંધાવતા કહયુ, ‘ તમો મારા ભાવિની ચિંતા ના કરો, હું મારી પોતાની લાયકાતના બળ ઉપર જ નોકરી મેળવીશ અને ઘર પણ વસાવીશ.  આ પ્રસંગે આપણે બધા ભેગા થયા જ છીએ તો રાંધેલા અન્નને ઉકરડે ના જવા દઈએ, આનંદથી ખાઈએ અને છૂટા પડીએ.

બે વરસ સુધી શ્રધ્ધા એની પરિક્ષાના પુસ્તકોના પ્રગાઢ પ્રેમમાં પડેલી રહી. એણે  ‘યુપીએસસી’ ઇંડિયન પોલિસ સર્વિસની ફર્સ્ટ ગ્રેડની પોસ્ટ સુધી પહોંચવું હતું, એ ત્યારે જ શક્ય બને જ્યારે એ એની પરીક્ષા ફર્સ્ટ ગ્રેડમાં પાસ કરે અને એની મહેનતે એને એજ અપાવ્યું જેને માટે એણે આકરી મહેનત કરી હતી. એણે ડાયરેકટ ‘ડીએસપી’ ની પોસ્ટ ઉપર પોસ્ટિંગ ઓર્ડર મળી ગયો. ટ્રેનિંગ પછી એની નિમણૂક યુપી ના  સિડગઢ જીલ્લામાં થઈ. એની ખ્યાતિ એક પ્રામાણિક અને કડક શિસ્ત ધરાવતી ઓફિસર તરીકેની બંધાઈ હતી.

નારી સશક્તિકારણના કાર્યક્રમ હેઠળ એણે દર સોમવાર દરેક પીડિત મહિલાઑ માટે ફાળવી આપ્યો હતો, આ દિવસે કોઈ પણ મહિલા એની સીધી જ મુલાકાત કરી શકતું હતું. આવા જ એક દિવસે એક ગામની થોડીક મહિલાઓ ડીએસપી શ્રધ્ધા મિશ્રાને મળવા આવી. તેઓ રડતી હતી, એમની આખમાં આસું હતા, એમનું કહેવું હતું કે ગામના કેટલા  ટપોરીઓ એમની  અને એમની દીકરીઑની  પણ  છેડછાડ કરી રહ્યા છે, એને લગતી ફરિયાદ લઈને તેઓ જ્યારે પોલિસ ચોકીએ જાય છે, ત્યારે એમની ફરિયાદો ની નોંધ જ લેવાતી નથી તેથી ટપોરીઓ એ હદે ઉદ્દંગ બની ગયા છે કે હવે તેઓ સીધા ઘરમાં આવીને મહિલાઓ અને એમની બેટીઓની છેડછાડ કરે છે.

‘એ કઈ પોલિસ ચોકી છે? કોણ છે એનો એસપી? ‘અવિનાશ એનું નામ છે.

‘અવિનાશ? આ નામ શાંભળીને શ્રધ્ધા એકદમ સતર્ક બની ગઈ, એ જ પેલો દહેજ ભૂખ્યો અવિનાશ? શ્રધ્ધાએ તરતજ ફરિયાદી મહિલાઓને લઈને અવિનાશની ચોકીએ સરપ્રાઇજ ચેકિંગ માટે ઉપાડી, તો એ ભાઈ રંગે હાથે ઝડપાઇ ગયો, ‘ કેટલાક ટપોરીઓ’ સાથે એ પોતાની કેબિનમાં બિયરની મહેફિલ માણી રહ્યો હતો, બરોબર એજ સમયે ડીએસપી શ્રધ્ધા મિશ્રા ફરિયાદણોને સાથે લઈને સરપ્રાઇજ ચેકિંગ માં આવી, અવિનાશ ડીએસપીને જોઈને ગભરાઈ ગયો.
‘મી. અવિનાશ, અત્યારે તમે કઈ ફરજ બજાવી રહ્યા છો?’
‘મેડમ, અત્યારે હું અપરાધનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યો છુ.’
‘એમ? તમે કોને ઊઠાં ભણાવો છો?’
કહેતાની સાથે જ શ્ર્ધ્ધાએ તાત્કાલિક પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી, તાત્કાલિક એક તપાસ કમિટીની રચના કરી અને અવિનાશને તત્કાળ પ્રભાવથી નોકરીમાઠી સસ્પેંડ કરતો ઓર્ડર આપી દીધો.

પૈસા ભૂખ્યો અવિનાશ સમજી ગયો કે એ હવે બરોબરનો ભેરવાઈ ચૂક્યો છે. એની પાસે પોતાની નોકરી બચાવવાના માર્ગો પણ નહિવત છે. પણ નોકરી બચાવવી જરૂરી હતી તેથી એ સીધો શ્રધ્ધાના પિતા પાસે પહોંચો, એમના પગમાં પડ્યો, રડ્યો અને માફી માંગતા માંગતા પોતાની નોકરીને  બચાવી લેવાની   વિનંતી કરવા લાગ્યો.

અવિનાશની કહાની શંભળીને શ્રાધ્ધના પિતાએ એટલું જ કહ્યું, ‘ હું આમ કઈ પણ કરી શકું એમ નથી. આ તમારો ખાતાકીય મામલો છે, એમાં મારુ શું ચાલે? તે દિવસે તમારું ચાલતું હતું, ત્યારે તમે અમારી પડખે નહતા ઊભા, તમે પૈસો અને સંપતિના પક્ષે હતા, આટલું જ હું તમને યાદ અપાવું છુ. તમે જાઓ, મારાથી આમાં કઈ પણ થઈ શકે એમ નથી.

એ પહેલા કે એની પાસે નોકરીમાથી કાયમી ધોરણે હાથ ધોવા પડે તે પહેલા આખરી પ્રયાસ રૂપે એ સીધો શ્રધ્ધા મિશ્રાને  મળવા એમની કેબિનમાં ગયો અને પોતાની નોકરીને બચાવી લેવાની વિનંતી કરવા લાગ્યો. પણ અહીથી મળેલો જવાબ ઘણો આકરો હતો.

‘તમે દહેજ ભૂખ્યા હતા, એનો અર્થ તમને માણસની અને તેમાં પણ ખાસ સ્ત્રીની આબરૂ ઈજ્જતની કોઈ પરવા નહતી, આ જ વસ્તુએ તમારો આ દિવસ નિર્ધારિત કર્યો છે.  પોલિસ અધિકારી તરીકેની તમારી નોકરી સમાપ્ત થઈ ચૂકી છે, એને લાગતો ઓર્ડર તમારા ઘરે પહોંચી ગયો છે. તમારા કર્મોએ તમારો ન્યાય કર્યો છે, એટલું યાદ રાખજો, એમાં મારી કોઈ ભૂમિકા નહતી પણ મને અને મારા પરિવારને બે આબરૂ કરવામાં તમે અને તમારા વડીલો જવાબદાર હતા એ તમે ભૂલતા નહીં કારણકે એ હું પણ ભૂલી નથી……

સમાપ્ત.

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment