Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

#ભગતસિંહની બેરેક સાફ કરનાર નામ બોઘા હતું.  ભગતસિંહ તેને બેબે (મા) કહીને બોલાવતા હતા.  જ્યારે કોઈ પૂછે કે ભગતસિંહ, આ  બોઘા એક યુવાન છે એ તારી માં  કેવી રીતે થાય.? ત્યારે ભગતસિંહ કહે, મારી માં મારું   મળમૂત્ર સાફ કરતી ,અહી આ ભલા માણસ બોઘા મારું મળ મૂત્ર સાફ કરે છે એટલે હું મારી માં ને બોઘા માં જોઉં છું. 
આટલું કહીને ભગતસિંહ બોઘા ને ને ભેટી જતાં.

ભગતસિંહજી ઘણીવાર બોઘાને કહેતા, બેબે મારે તારા હાથની રોટલી ખાવી છે.  પણ બોઘા પોતાની જ્ઞાતિને યાદ કરીને અચકાતા અને કહેતા, ભગતસિંહ, તમે ઉચ્ચ જાતિના નેતા છો,  તમે આવો  આગ્રહ ન કરો.

#સરદાર ભગતસિંહ પણ પોતાની જીદમાં મક્કમ હતા, ફાંસીના થોડા દિવસ પહેલા તેમણે જીદ કરીને બોઘાને કહ્યું, બેબે  હવે હું થોડા દિવસોના મહેમાન છું  હવે તો મારી ઈચ્છા પૂરી કરો!

#બોઘા ની  આંખોમાં આંસુ આવી ગયા.   બહાદુર શહીદ-એ-આઝમ માટે પોતાના હાથથી રોટિ બનાવી  અને તેમને પોતાના હાથે ખવડાવી ભગતસિંહે મોંમાં રોટલી મુકતા જ બોઘા રડવા લાગ્યા.  હે  મારા વિર ,મારા સિંહ , ધન્ય છે તમારી માતા જેણે તમને જન્મ આપ્યો.  ભગતસિંહે બોઘા ને  ભેટી પડ્યા.

આપણા વિર  #સરદાર ભગતસિંહજી આવી વિચારસરણી  ધરાવતા  હતા….  પરંતુ આઝાદીના 70 વર્ષ પછી પણ સમાજમાં પ્રવર્તતા ભેદભાવને દૂર કરવા ભગતસિંહે 88 વર્ષ પહેલા જે કર્યું હતું તે આપણે કરી શક્યા નથી.
જય હિન્દ

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment