કુંભમેળાની એક રોમેન્ટીક કહાની.
ઉત્તરપ્રદેશના, આગ્રા પાસેના એક નાનકડા ગામની આ કહાની છે.
૨જી ફેબ્રુઆરી ૨૦૨૫નો દિવસ હતો, આ દિવસે ઉત્તર-પ્રદેશના આગ્રા પાસેના ગામાંમાથી દશેક મહિલાઓ મહાકુંભના મેળામાં ગંગા સ્નાન કરવા નીકળી હતી. આ દશ મહિલાઓમાં ૨૮ વરસની ઉમરની છાયા નામની એક મહિલા પણ સામેલ થઈ હતી. આમ તો પૈસે ટકે એની કોઈ હેસિયત નાનો કે મોટો કોઈ પ્રવાસ કારવાની નહતી, કારણકે એની એકલીની કમાણી ઉપર એણે એની એક દીકરી જેનું નામ આંશિકા છે, તેનું અને સુરિન્દર નામના પતિનું, ખાસ તો એની દારૂની લત સાથે પોષણ કરવાનું હતું. રોજ રોજની મજૂરી કરી ખાતી છાયા એના કામમાં ખૂબ પ્રામાણિક હતી તેથી એના માલિક પાસેથી ઊછીના પૈસા લઈને એ મહાકુંભના મેળામાં જવા નીકળી હતી. બધી મહિલાઓ ભેગી એણે પણ ગંગામાં ડૂબકી લગાવી, પૂજન અર્ચન કર્યું અને બધી જ મહિલાઓ સાથે એ પણ મેળામાં લાગેલા સ્ટોલ જોવા નીકળી.
હવે ગામ પરત જવાનો સમય થયો ત્યારે મહિલાઓને ખબર પડી, કે એમની સાથે જ નીકળેલી છાયા એમની સાથે નથી. છાયા મેળાની ભીડભાડમાં જુદી પડી ગઈ હોવાનું લાગતાં, ગામની બધી મહિલાઓ એની શોધ આદરે છે, ત્યાના ‘ખોયા-પાયા’ કેન્દ્રમાં છાયાની ગુમસૂદગીની ફરિયાદ નોંધાવે છે. ઘણો સમય સુધી મેળામાં એની શોધ ચાલુ રાખે છે, પણ એની કોઈ ભાળ કોઈને મળતી નથી, તેથી બધી મહિલાઓ અંદરો-અંદર સલાહ-મસલત કરે છે, ’૨૮ વરસની એક દીકરીની માં કોઈ દૂધ પીતું બચ્ચું તો નથી, એની જાતે ઘરે આવી શકે છે તો એની પાછળ સમય બગાડવા કરતાં ઘર-ભેગા થઈ જવું જ યોગ્ય છે. ગામની બધી મહિલાઓ આ રીતે એક મન બનાવીને પોતાના ગામે પરત જવા નીકળી પડી છે.
આ બાજુ સુરિન્દરને જ્યારે ખબર પડે છે કે મહાકુંભમાં ગયેલી ગામની મહિલાઓ પાછી આવી ગઈ છે, પણ એમની સાથે એની પત્ની છાયા નથી આવી, તેથી ગુસ્સામાં એ મહિલાઓને પૂછે છે, કે તમો મારી પત્નીને ક્યાં મૂકી આવ્યા? ત્યારે એને જવાબ મળે છે કે તમારી પત્ની મેળાની ભીડભાડમાં ખોવાઈ ગઈ, અમે એને શોધવા ઘણો પ્રયાસ કર્યો તો પણ એ મળી નહીં, અમે ત્યાં પોલિસ ચોકીમાં એની ગુમસૂદગીની ફરિયાદ લખાવી છે, પણ સુરીનદરાના મનમાં મહિલાઓની વાત ગળે ઊતરતી નથી, બીજી બાજુ છાયાની બેટી આંશિયાના હાલ રડી રડીને બેહાલ થઈ ગયા છે. એ માં વગર ઘણા દિવસોથી હિજરાતી હતી.
ગુસ્સામાં સુરિન્દર ગામની પોલિસ ચોકીએ પહોંચી જાય છે, અને મહાકુંભમાં ગયેલી મહિલાઓ વિરુદ્ધ એની પત્નીની છુપાવી દેવાની ફરિયાદ લખાવે છે. પોલિસ બધી મહિલાઓને બોલાવીને એમનો જવાબ નોંધે છે, અને પોલિસને મહિલાઓની વાત સાચી લાગે છે, તેથી કહે છે, થોડી ધીરજ રાખો, એની જાતે જ પાછી આવી જશે. આ બાજુ સુરિન્દરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે, એના સાસરે ફોન કરીને છાયાના માં-બાપ અને ભાઈઓ સાથે લડે છે કે તમે જ મારી પત્નીને ક્યાં છુપાવી દીધી છે.
દિવસો સપ્તાહોમાં અને સપ્તાહ મહિનામાં અને કુલ મિલાવીને ચાલીસ દિવસે, ૧૨ માર્ચે ‘છાયા’ સુરિન્દરની પત્ની હેમખેમ ગામમાં પાછી આવે છે, પતિને મળે છે અને જણાવે છે, કે કુંભમાં જ એને કોઈ સદગુરુ મળ્યા અને એમની પાસેથી દીક્ષા લઈને એ હવે સાધ્વી બની ગઈ છે.
પત્નીની વાત શંભળીને સુરિન્દર ગુસ્સે ભરાય છે, કહે છે, ‘ જો તે ખરેખર સંસાર છોડી જ દીધો છે, તો અહી આવી શા માટે? તારે મારી પાસેથી શું જોઈએ છે?’
‘હું અહી મારી દીકરીને લેવા આવી છુ, મારે મારી દીકરીને તમારા જેવા પીધડ પાસે રાખવી નથી, દીકરીને હું મારી સાથે રાખીશ, એ મારી સેવા કરશે.
દીકરી તો માને જોઈને જ એને વળગીને રડવા લાગી અને જીદ કરવા લાગી, ‘ માં મને તારી સાથે લઈ જા, મારે અહી પપ્પા સાથે નથી રહેવું’
માં દીકરીનો આ તાયફો જોઈએ સુરિન્દરનો મિજાજ બગડ્યો, એણે સીધો પોલિસને ફોન કરીને જાણ કરી કે ‘એની પત્ની એની જાતે જ ઘરે પરત આવી છે, પણ એ હવે સાથે રહેવાની ના પાડે છે અને દીકરીને પોતાની સાથે લઈ જવાની વાત કરે છે.’
મહિલા પોલિસ અધિકારીઓની ટિમ ને સાથે રાહીને પોલિસ ટીમ સુરીનદેરના ઘરે આવે છે અને છાયાને પૂછે છે, ‘તમે આ ચાલીસ દિવસ ક્યાં હતા?’
પોલિસને છાયાએ એ જ જવાબ આપ્યો જે એણે પતિને કહ્યો હતો. આ બાજુ ગામની મહિલાઓ જેની સાથે છાયા મહાકુંભના મેળામાં ગયેલી એમને ખબર પડતાં તેઓ બધી છાયાને ત્યાં આવી ગઈ અને એ જાણીને ખુશ થઈ કે છાયા તો સાધ્વી બની ગઈ છે. બધા એણે પગે લાગવા લાગ્યા, પણ પોલીસના મગજમાં છાયાની સ્ટોરી ઉતરી નહીં, તેથી પોલીસે મહિલા પોલીસને કહ્યું, કે શાંતિ અને ધીરજથી એની પાસેથી સાચી વાત બહાર કઢાવે.
જ્યારે મહિલા પોલીસે છાયા ઉપર દબાણ વધાર્યું ત્યારે છાયાએ જે કહાની બ્યાન કરી તે આશ્ચર્યથી ભરપૂર અને અદભૂત હતી.
ગંગા સ્નાન કર્યા બાદ ગામની બધી મહિલાઓ બજારમાં પ્રસાદ ખરીદવા નીકળી, બજારમાં તેઓ એક કોસ્મેટિકવાળાની દુકાનમા ગઈ, પણ ત્યાં ખૂબ જ ભીડ હતી અને દુકાનવાળો એકલો હતો, તેથી એ બધી મહિલાઓને ઉતાવળ કરવા કહેતો હતો, એની વાતમાં ખાસ્સી અકળામણ હતી, એ જોઈને બધી મહિલાઓ દુકાન છોડીને જઈ રહી હતી, ત્યારે છાયાએ દુકાન માલિકને જતાં જાતા કહ્યું, ‘ તમારે કોઈ બીજા મદદગારને રાખવો જોઈએ, તમે એકલા હાથે આ દુકાન સંભાળી શકતા નથી.’ આટલું બોલીને છાયા પણ પોતાની સાથી મહિલાઓ સાથે દુકાન છોડીને જઈ રહી હતી, ત્યારે દુકાન માલિક ખૂબ જલ્દીથી છાયાની પાસે આવીને કહેવા લાગ્યો, ‘તમારી વાત એકદમ સાચી છે, હું એકલો આ દુકાન શંભાળી શકતો નથી, તો પ્લીઝ તમે જ મારી સાથે કામમાં જોડાઈ જાઓ, હું તમને રોજના પાંચસો રૂપિયા આપીશ અને અહી રહેવા-જમવાની સગવડ પણ મારા તરફથી ફ્રીમાં રહેશે.’
દુકાનદારનો પ્રસ્તાવ છાયાને એકદમ પસંદ આવી ગયો, ગામમાં ઢોર મજૂરી કર્યા પછી પણ જે એને મળતું તે ઘર ચલાવવા માટે અપૂરતું હતું, જ્યારે અહી એને મહિને દહાડે પંદરેક હજાર રૂપિયાની કમાણી થશે, અને આ એની ચોકખી કમાણી, એમાથી રહેવાનો ખાવા પીવાનો ખર્ચ પણ ઉપરથી માલિક જ જો ચૂકવતો હોય તો, એનાથી વધારે બીજું શું જોઈએ? છાયાએ દુકાનદારનો પ્ર્સ્તાવ સ્વીકારી લીધો અને એના ગ્રૂપથી અલગ પડી જઈને છાયા દુકાનદાર સાથે એના કામમાં સાથ દેવા લાગી. થોડી વાર પછી એણે જોયું કે ગામની મહિલાઓ એણે શોધતી શોધતી એજ દુકાન તરફ આવી રહી હતી ત્યારે છાયા છુપાઈ ગઈ હતી, એનો વિચાર પોતાના ગામે પરત ફરવાનો નહતો, એને થયું કે પંદરે હજાર રૂપિયામાં તો એ ઘણું કરી શકે છે, એટલા પૈસામાં તો એ પોતાના ગામમાં નાનકડો બીજો કોઈ ધંધો શરૂ કરીને વધુ કમાણી કરી શકશે.
છાયાના સાથથી દુકાનના માલનું વેચાણ અનેકઘણું વધી ગયું, એક સપ્તાહમાં તો તેઓ દોઢેક લાખનો સામાન વેચી નાખતા હતા, વહેલી સવારે જ્યારે દુકાનમાં ઘરાકી ઓછો હોય ત્યારે છાયા અને દુકાન માલિક દિનેશ નજીકના શહેરમાં જઈને બીજો લાખ્ખો રૂપિયાનો સામાન ખરીદી લાવતા.
સાથે કામ કરવાના કારણે છાયા અને દિનેશ વચ્ચેના સંબંધમાં સારી એવી આત્મીયતા સ્થાપિત થઈ ગઈ હતી. શરૂઆતના બે દિવસ મોડી રાત્રિએ દુકાન બંધ કર્યા પછી છાયા સુવા માટે સરકારે બંધાવેલા કોમન તંબુમાં જતી રહેતી હતી, પણ પછી દિનેશે એને કહ્યું, ‘તું તંબુમાં સુવા જાય છે એના કરતાં, આપણે ભાડે રાખેલા દુકાનમાં જ મારી સાથે જ સુવાનું રાખે તો?’ દિનેશની વાત શાંભળીને છાયા બોલી, ‘મને તો કોઈ વાંધો નથી, એ તો તમે મને તંબુમાં સુવા મોકલી આપો છો તેથી મારે જવું પડે છે.’
હવે છાયા અને દિનેશ બંને ભાડે રાખેલા મકાનમાં સાથે રહેવા લાગ્યા, બંને સાથે મળીને જમવાનું બનાવતા અને સાથે જ એક મકાનમાં રહેતા થઈ ગયા. આના કારણે બંનેને એકબીજાને જાણવાનો અને સમજવાનો સારો એવો મોકો પણ મળ્યો.
જોત જોતામાં ચાલીસેક દિવસ થઈ ગયા હતા, મેળો પણ હવે એની સમાપ્તિ ઉપર આવી ગયો હતો, ઘણી દુકાનો સંકેલાઈ ગઈ હતી, દિનેશે પણ પોતાની દુકાન બંધ કરી, છાયાનો હિસાબ કર્યો, પણ નફો ઘણો બધો થયો હતો તેથી દિનેશે છાયાને પચ્ચીસ હજાર રૂપિયા રોકડા અને ઉપરથી સારામાનો સ્માર્ટ મોબાઈલ ફોન ભેટ રૂપે આપ્યો. હવે બંનેનો છૂટા પાડવાનો સમય થઈ ગયો હતો.
જોકે આ દરમિયાન છાયાએ પિયરમાં એના માતા-પિતા ને ફોન કરીને પોતાના નિર્ણયની જાણ કરી હતી, કે પોતાને અહી કોઈક દુકાનમાં સારા એવા પગારથી કામ મળ્યું છે, વધુમાં મેળો પત્યે એ પોતાની સાસરીમાં પતિ સાથે રહેવા જવાની નથી, પણ પિયાર આવવાની છે, તમે દીકરી આંશિકાને લઈ આવીને પોતાની પાસે રાખજો. છાયાના માં-બાપ આંશિકાને લેવા ગયા હતા પણ છાયાના ધણીએ દીકરીને સોંપવાની ના પાડી હતી.
પણ દિનેશના મનમાં જુદા જ વિચારો ચાલતા હતા, એને છાયનો સાથૅ ખૂબ જ ગમી ગયો હતો, એની સાથે રહીને કામ કરીને, એને ઘણો સારો એવો પૈસો કમાઈ લીધો હતો, તેથી દિનેશને થતું હતું કે એને જીવન સંગિની બનાવીને જીવનને પણ ખુશીઓથી ભરી શકાય એમ છે, તેથી છાયાને સીધી—બીન-સાહિત્યિક જબાનમાં કહ્યું, જો તને મારો સાથ પસંદ આવી ગયો હોય તો, હું તને મારી જીવન સંગિની બનાવવા માંગુ છુ, છાયાના મનને ગમતી વાત હતી તેથી એ તરત તૈયાર થઈ જાય છે, પણ પોતાની એક શરત મૂકે છે, ‘ દિનેશ હું તમારા સાથ માટે આખી દુનિયાને છોડી શકું છુ, પણ મારી એક આંશિકા નામની દીકરીને છોડી શકુ એમ નથી, તમે એને પણ પોતાની દીકરી માનીને સ્વીકારશો? દિનેશને માટે છાયાનો સાથ મળતો હોય તો એ ઘણી મોટી વાત હતી, પોતે પરણેલો હતો પણ પત્ની એને છોડીને જતી રહી હતી, બાદમાં બંનેના છૂટાછેડા થયા હતા તેથી દિનેશ છાયા અને એની દીકરીને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયો.
બંને જણાએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. દિનેશ પણ છાયાને લઈને પોતાના ગામ ગયો અને પોતાના માતા-પિતાને, છાયાનો પરિચય આપતા જણાવ્યુ કે બંને એ લગ્ન કરી લીધા છે. દિનેશને બીજા ચાર ભાઈઓ હતા, બધા પરણેલા અને પોતાના જીવનમાં નોકરી ધંધે સ્થાયી હતા જ્યારે દિનેશ જ એકલવાયું જીવન જીવતો હતો તેથી એના માતાપિતા આ લગ્નથી ખુશ થયા અને ખૂબ જ આત્મીયતાથી એલોકોએ છાયાને આવકારી અને ઘરની વહુ તરીકે સ્વીકારી. ત્યાર પછી બને જણા છાયાના પિયરે ગયા અને ત્યાં થયેલી ચર્ચા મુજબ સૌથી પહેલા છાયા પતિ પાસે આવી અને સંસાર છોડયાની એક મનઘડત કહાની શંભળવીને પોતાની દીકરીને પોતાની સાથે રાખવાની વાત મૂકી.
ગામવાળાઓ અને પોલિસ પણ છાયાની વાત શંભળીને આશ્ચર્ય ચકિત રહી ગયા જોકે ગામવાળાઓ છાયાની તરફેણમાં હતા, કારણે છાયાનુ પાછલા દશ વરસનું લગ્ન જીવન નરકાગાર જેવુ હતું, એનો પતિ સુરિન્દર કશું જ કમાતો નહતો, આખો દિવસ દારૂ પીને પડી રહેતો હતો, છાયાની મજૂરી ઉપર ઘર ચાલતું અને ઉપરથી સુરિન્દરના દારૂનો ખર્ચ પણ છાએ ઉઠાવવો પડતો હતો. ઉપરથી રોજના ઝગડા અને પતિના હાથનો મારા ખાવાનો. ગામવાળાઓ આ વાતના સાક્ષી હતા. ઈવન છાયાના માં-બાપ પણ ચાહતા હતા કે છાયા આ પીધડ પતિથી મુક્ત થાય તો સારું.
પોલિસ સુરીનદરને પૂછ્યું, ‘બોલો તમે શું કહો છો, તમારી પત્ની તમારી સાથે રહેવા માંગતી નથી.’
એના ઉપર સુરીનદારે જવાબ આપ્યો, ‘ એ બહારથી ભટકીને આવી હોવાથી હું એને આમ પણ મારી સાથે રાખવાનો જ નહતો તેથી એની સાથે મારા છૂટા છેડા જ ગણવાના, તો હવે દીકરીનું શું? એ તો એની માં સાથે રહેવા માંગે છે?’ તો એના ઉપર પતિએ કહી દીધું, ‘ભલે દીકરી એની માં સાથે જતી, મારે હવે આ લોકો સાથે કોઈ લેવા દેવા નથી.’
આટલામાં છાયા પિયરેથી એના માતા પિતા અને એનો નવો ઘરવાળો દિનેશ પણ આવી ગયા. પોલિસે દિનેશની તપાસ કરી, અને બધુ બરોબાર લાગતાં, દિનેશ એની પત્ની છાયા અને દીકરી આંશિકાને લઈને છાયાના પિયરીએ જવા નીકળ્યો, અહી એણે હોળીનો તહેવાર રંગેચેંગે ઉજવ્યો અને પોતાના નવા પરિવાર ….પત્ની અને દીકરીને લઈને પોતાના ગામ જવા ઉપાડી ગયો.
આ કહાની આજકાલની, તાજી ઘટનાઓથી રસાઈને ઘડાયેલી છે, બંને પતિ-પતિની સુખેથી એમનું સંસારી જીવન જીવી રહ્યા છે. એમને એવું લાગ્યું કે એમનું આ નવું લગ્ન જીવન મહાકુંભ મેળાની પ્રસાદી બરોબર છે.
સમાપ્ત.