Posted in हिन्दू पतन

15 ઓગસ્ટ 1947નો એ દિવસ…અમૃતસર રેલવે સ્ટેશન પર પાકિસ્તાન થી ટ્રેન આવે છે..છેલ્લા ડબ્બા પર લખ્યું હતું..”નહેરુ અને સરદાર પટેલ ને અમારા તરફ થી ભેટ.” સ્ટેશન માસ્તર છેની સિંહ લાહોરથી આવેલી આઠ કોચની ટ્રેન તરફ પહોળી આંખે જોઈ રહ્યા હતા. કોઈ ટ્રેનમાંથી નીચે ઉતરી રહ્યું નહોતું.

થોડીવાર પછી જ્યારે તેમણે અંદર જઈને જોયું તો આ ટ્રેન લાશોથી ભરેલી હતી. કોઈનું ગળું કપાયેલું હતું. તો કોઈની ખોપરી ફાટી ગઈ હતી, તો કોઈના હાથ-પગ કપાયેલા હતા. તો બચી ગયેલા કોઈ બાળકનો રડવાનો અવાજ આવતો હતો, જે તેની મૃત માતા સાથે વળગી રહેલા હતા. આ દ્રશ્યો કાળજુ કંપાવી નાખે એવા ભયાનક હતા. ત્યારે આ લાશોમાંથી જો એક પણ લાશ બોલી શકતી હોત તો, બોલી હોત કે, બાપુ તમારી લાશ પર તો નહીં, પરંતુ અમારી લાશ પર પાકિસ્તાન બની ગયું.

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment