Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક પ્રેમકહાની જે એની મંઝિલ સુધી પહોંચી.

ગોપાલનું ભણતર-ગણતર પૂરું થઈ ગયું હતું. ધનાઢ્ય પરિવારનું સંતાન હોવાના કારણે   નોકરી શોધવાની નહતી. પિતાએ ઝમાવેલ ધંધામાં પિતાના માર્ગદર્શનમાં જ પલોટાવનું હતું.  એના પિતાજીએ જ્યારે એને કહ્યું  કે તું હવે બિઝનેસ શંભળવાનું શરૂ કરી દે, વરસે દહાડે કરોડોની આવક કમાવી આપતો બિઝનેસ તું મારુ હયાતીમાં જ શીખી લે તો અમને નિરાંત રહે. પિતાની વાત શંભળીને પુત્રએ જવાબ આપ્યો, ‘ પિતાજી હું બિઝનેસ તો શંભળીશ, પણ એક આખરી વાર મને મારા મન ગમતા સ્થળોએ પ્રવાસે જવાની રજા આપો. પ્રવાસેથી આવ્યા બાદ તરત જ બિઝનેસમાં લાગી જઈશ.

પિતાને પુત્રની વાતમાં આપત્તિ લેવા જેવુ કઈ લાગ્યું નહીં. પિતાને ખબર હતી કે પુત્ર હાઇસ્કૂલમાં હતો ત્યારથી પ્રવાસનો શોખીન હતો અને તેમાં પણ ખાસ એને પર્વતાળ પ્રદેશો ગમતા હતા. પિતાએ પણ પુત્રને ખુશી ખુશી મંજૂરી આપી દીધી. પુત્રએ એના પ્રવાસ માટે ખાસ નાનકડી બેગ તૈયાર કરી દીધી. આમ તો ઘરની ગાડી હતી, પણ એના પ્રવાસમાં ઘણા એવા વિસ્તારો આવતા હતા કે જ્યાં ગાડી લઈ  શકાતી નહતી, તેથી ગાડી સગવડને બદલે બોઝા રૂપ બની જતી હતી,  તેથી ગોપાલ પોતીકી મુક્ત  રીતે  પ્રવાસ કરવાનું પસંદ કરતો. ઓછામાં ઓછા સામાન સાથે  એનો પ્રવાસ આયોજીત થઈ જતો હતો. પિતાજીની મંજૂરી મળતા ગોપાલ એના પ્રવાસે જવા નીકળી પડ્યો.

આ વખતે એણે  પ્રવાસ માટે હિમાચલ પ્રદેશનો પાલનપૂર વિસ્તાર પસંદ કર્યો. પર્વતાળ વિસ્તારોમાં ફરવાનું એને ગમતું. અહીથી ઊગતા અને આથમતા સૂર્ય અને ચાંદ જોવાનો આનંદ ખાસ હતો.    પર્વતો ઉપર અમુક એવા પોઈન્ટ આવતા જ્યાથી ધરતીનો નઝારો બહુ જીવંત લાગતો, આવા નઝારાને જોતાં આંખો થાકથી નહતી.  કે મન કદીય ધરાતું નહતું.

આમ તો એણે મન ભરીને ફરી લીધું હતું. આજે એના પ્રવાસનો છેલ્લો દિવસ હતો, એણે હવે દિલ્હી પોતાના ઘરે પરત ફરવાનું મન મનાવી લીધું હતું. તેથી આજે પ્રવાસનો છેલ્લો દિવસ હોઈ  એણે પરત ફરવામાં મોડુ કર્યું, સુર્ય આથમી ચૂક્યા પછી પણ એ મોડેસુધી બેસી રહ્યો.  એની ફેવરમાં એક વાત હતી, કે એની  ભૌગોલીક સૂઝ સમાજ ધારદાર હતી, એ જે રસ્તે આવ્યો હોય એ જ રસ્તે કોઈને પૂછ્યા વગર પરત ફરી શકતો હતો, એણે રસ્તાઓ યાદ રહેતા હતા, દિશાઓ સંબંધી એની સૂઝ કુદરતી રૂપથી કેળવાયેલી હતી, એણે ગાઈડ રાખવાની ક્યારેય જરૂર પડી નહતી. તેથી મોડુ થઈ ગયું તો પણ એ નિશ્ચિત હતો.

પણ આજનો દિવસ જુદો હતો, એણે ધાર્યો ના હોય એ હદે અલગ હતો, જે એણે ભૂલવામાં નાખવાનો હતો. એ ધીમા પણ મક્કમ પગલે ચાલી રહ્યો હતો. અને એકાએક અચાનક આસમાન કાળા દિબાંગ વાદળોથી ઘેરાઈ ચૂક્યું હતું, એની સાથે મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. આસપાસનું વાતાવરણ ધૂંધળું બની ગયું. અને એ એનો માર્ગ ચૂક્યો, ભૂલો પડી ગયો, પર્વતાળ વિસ્તારમાં નાના નાના ગામોમાં, પચાસ સો જેટલા ઘરોમાં લોકો રહેતા હોય છે. આ ગામો વચ્ચે પણ ઘણું અંતર હોય છે. ગોપાલને ખબર નથી કે અહી નજીકમાં કોઈ ગામ જેવુ છે પણ ખરૂ? એ ભગવાન ભરોસે ચાલી રહ્યો હતો. ભારે વરસાદના કારણે એણે દૂરનું દશ્ય દેખાતું પણ નહતું, કે જેથી એ અંદાજ લગાવી શકે કે અહી નજીકમાં કોઈ ગામ છે?

  આ મુશ્કિલ સમયમાં   કોઈ ગામ તો નજરે આવ્યું નહીં પણ એક ખંડેર જેવુ જર્જરિત ઘર નજરે આવ્યું. એ ઘર પાસે ગયો, ઘરનો ઓટલો એટલો બધો નાનો હતો કે વરસાદથી એનો બચાવ થઈ શકે એમ નહતો. એણે ઘરના દરવાજા ઉપર દસ્તક લગાવી. થોડી વારમાં એક ખૂબસૂરત યુવાન સ્ત્રીએ દરવાજો ખોલ્યો. એણે સ્ત્રીને બે હાથ જોડીને વિનતિથી ભરેલા શૂરમાં જણાવ્યુ, કે પોતે પ્રવાસી છે. અને આ વરસાદમાં ભૂલો પડી ગયો છે. એક રાત માટે આશરો મળી શકે? એણે આતુરતા પૂર્વક સ્ત્રીના પ્રત્યુત્તરની રાહ જોઈ. એને  દેખાયું કે સ્ત્રીની નજરમાં ખંચકાટ હતો, થોડી સેકન્ડ અબોલ રહી, પછી મધુર અવાજમાં એ સ્ત્રી બોલી, કોઈ વાંધો નહીં, તમે ઘરમાં આવો, આટલા ભયંકર વરસાદમાં તમે જશો તો પણ ક્યાં જશો? અહી બે-ત્રણ કિલોમીટર સુધી કોઈ વસ્તી પણ નથી.

ઘરમાં ગયા પછી, ગોપાલને આશ્ચર્ય થયું કે ઘરમાં આ યુવાન અને અત્યંત સુદર સ્ત્રી એકલી જ રહેતી હતી. તો પણ આ સ્ત્રીએ એને સારી રીતે આવકાર્યોં. એક ટુવાલ આપ્યો, પહેરવા માટે એને શર્ટ અને પેન્ટ પણ આપતા કહ્યું,’ આ મારા પતિના કપડાં છે, તમને અનુકૂળ થઈ જશે એવું લાગે છે. તમે  શરીર લૂછીને આવો હું તાપણું તૈયાર કરું છુ. ગોપાલ પણ ચૂપ ચાપ  બાથરૂમમાં જતો રહ્યો.

બાથરૂમમાથી બહાર આવ્યો ત્યારે એનું શરીર ઠંડીથી ધ્રુજી રહ્યું હતું. પણ એને માટે   મોટી સગડીમાં કોલસો નાખીને   માટે  તાપણું  પેટાવ્યું હતું.     મહિલાએ ગોપાલને કહ્યું, અહી તાપણા  પાસે  બેસો, હું  થોડી વારમાં ગરમ ગરમ ચાય બનાવી લાવું છુ. ગોપાલ પાસે હા ના કરવા જેવુ કશું રહ્યું જ નહતું. એ બધુ જ એની સામે રજૂ થઈ રહ્યું હતું જેની એને સર્વાધિક જરૂર હતી. ગોપાલ તાપણા  પાસે બેઠો, થોડી વારમાં એને સરસ મઝાની હૂંફનો અનુભવ થયો, શરીરની ધ્રૂજરી શાંત થઈ ગઈ. એના મનમાં, એકલી રહેતી આ  સ્ત્રીને લઈને અનેક પ્રશ્નો હતા. એક તો આ સ્ત્રી અનહદ સુંદર હતી. પહાડી વિસ્તારના વસવાટના કારણે એનું શરીર ખૂબ જ સશક્ત હતું, આકર્ષક ઊંચાઈ હતી, ખૂબ જ ઘાટીલો ચહેરો હતો, નાક નકક્ષો તીખો હતો, એની આંખની કીકી  કોલસા જેવી કાળી અને ચમકદાર હતી. હોઠ ખૂબ જ રસિલા હતા, સુંદરતા માટે એના ચહેરાને  કોઈ પણ પ્રકારના મેકઅપની જરૂર નહતી.

‘લ્યો આ ગરમ ગરમ ચાય પીઓ’ કહીને એ એની સામે આવીને બેઠી. બંને જણા શાંતિથી ચાય પીવા લાગ્યા, સાથે સામ સામે પરિચયત્મક વાતો પણ થવા લાગી.

‘તમે આ ઘરમાં એકલા જ રહો છો?’ ગોપાલે વાતની શરૂઆત એને સૌથી મુઝવતા સવાલથી કરી.

‘હાલ તો હું એકલી જ રહું છુ,  પણ બે મહિના પહેલા મારી સાથે મારા પતિ પણ રહેતા હતા. ચારેક વરસનું અમારું લગ્ન જીવન હતું. અમારું પ્રેમ-લગ્ન હતું, જે મારા અને એમના વડીલોને પસંદ નહતું તેથી તેઓએ અમારો બહિષ્કાર કરેલો. આ ઘર પણ અમે અમારી બંનેની કમાણી પર વસાવેલું , ત્યારે વિચારેલું કે આગળ પૈસા ભેગા કરીને નવું મકાન બનાવીશું,  એક કમનસીબ અકસ્માતમાં એમનું મૃત્યુ થયું, હું સાવ એકલી પડી ગઈ, તો પણ અમારું કોઈ સગું, મારી પાસે આવ્યું નહીં, પતિના મૃત્યુ પછી તમે પહેલા છો, આ ઘરમાં આવ્યા, કે ભગવાને તમને મોકલ્યા.

ખૂબ જ સંક્ષિપ્તમાં, એણે  એની કરૂણ કથની ઘણી સાદાઈ પૂર્વક રજૂ કરી દીધી. મનોમન ગોપાલ દુખી થયો. આટલી સુંદર સ્ત્રી ઉપર આટલી બધી આપત્તિ!

‘મારુ નામ ગોપાલ છે. તમારી જીવકથા મનને વિચલિત કરી મૂકે એવી છે. હું દિલ્હી નિવાસી છુ. હાલમાં જ મારુ ભણતર પૂરું થયું છે. ઘરનો જ બિઝનેસ છે, હવે પિતા સાથે જોડાઈને મારે બિઝનેસને શીખવાનો છે.’ ગોપાલના જીવનમાં કહાની જેવુ કઈ નહતું. એનો પરિવાર કરોડાધિપતિ હતો પણ એવું કહેવામા એને સંકોચનો અનુભવ થયો.

‘મારુ નામ રીતિકા છે, પ્રાથમિક સ્કૂલની શિક્ષિકા છુ, મારા પતિ પણ મારી સાથે જ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, અમે પરિચયમાં આવ્યા, એકબીજાને પસંદ પડ્યા, પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા, અત્યારે એમની યાદોના સહારે દિવસો વિતાવું છુ’ આટલું કહેતા એની આંખો ભીની બની ગઈ.

‘તમારી કહાની શંભળીને હું ખૂબ જ ગમગીન બની ગયો છુ. સૌથી વધારે દુખ એ વાતે થાય છે કે આવા કપરા સમયમાં પણ તમારા માતા પિતા, તમારો પરિવાર તમારી પાસે નથી અને તમને આમ એકલા મૂકીને તેઓ કઈ રીતે જીવી પણ શકતા હશે ! આવું વિચારતા મને આઘાત લાગે છે.’

રીતિકા ને ગોપાલની વાતમાં ઊંડી સમજદારી જણાઈ. એની વાત સાચી હતી. ‘તમે બેસો, હું  આપના માટે ખાવાનું બનાવી લાવું છુ. એવું વિચારીને મને રોકતા નહીં કે રહેવા દો ખોટી તકલીફ…વાસ્તવમાં ઘણી વાર સાંજનું ખાવાનું હું રાંધતી જ નથી. મારા એકલા માટે કામ કરવાનું ગમતું નથી. આજે તમારા કારણે હું પણ કઈક ખાવા પામીશ.’ ગોપાલ પાસે હા ના કરવાનો કોઈ વિકલ્પ નહતો.
બંને એક સાથે ખાવા બેઠા, પણ સાથે બંનેની વાતો ચાલતી રહી. ધીમે ધીમે ખાતા જાય અને વાતો કરતાં જાય. ખાવાનું પતિ ગયું પણ બંનેની વાતો ખૂટતી નહતી. બંને એક-બીજા માટે હવે અજાણ નહતા રહ્યા, પણ એકબીજાના પરિચિત થઈ ગયા. વાત ક્યારે પરિચયથી આત્મીયતા સુધી પહોંચી ગઈ એનો ખ્યાલ બંનેને રહ્યો નહીં.

વાત વાતમાં ક્યારે સવાર પડી ગઈ, ક્યારે સૂર્યનો તડકો ઘરની અંદર સુધી આવી ગયો, ક્યારે વરસાદ બંધ થઈ ગયેલો એનો ખ્યાલ બનનેમાથી કોઈને રહ્યો નહતો. એકાએક ગોપાલને ખ્યાલ આવીઓ કે   આજે તો દિલ્હી એના ઘરે જવા માટે નીકળી જવાનું છે. ગોપાલ ઊભો થયો અને જવા માટે તૈયારી કરવા લાગ્યો ત્યારે રીતિકાને ખ્યાલ આવ્યો કે હવે એમની મહેફિલ સંકેલાવા જઈ રહી છે.

ગોપાલ જ્યારે જવા માટે ઘરની બહાર નીકળ્યો  ત્યારે બંનેના ચહેરા ઉપર ઉદાસી છવાયેલી હતી. કોઈ કોઇને વિદાય આપવા માંગતુ નહતું. ગલીના નાકે, ગોપાલે એક વાર પાછું ફરીને જોયું તો, રીતિકા એને એક ટશ જોઈ રહી હતી, એની આંખો ભીની હતી.

માં-બાપ બંનેને થયું કે ગોપાલ પ્રવાસેથી આવ્યા પછી ખોવાયેલો ખોવાયેલો ઉદાસ રહે છે. આમ તો પ્રવાસેથી આવતો ત્યારે એની પાસે વાતોનો ભંડાર રહેતો, પણ આજે એ ભંડાર ખાલી  હતો. માં-બાપે ઉદાસીનું કારણ પૂછ્યું પણ ગોપાલ વાતને ઉડાવી દેતો હતો. કમને ખાતો, મોટા ભાગે પોતાના રૂમમાં પથારીમાં પડી રહેતો હતો, ઊંઘતોં નહતો પણ ઉદાસીમાં ઘેરાયેલો રહેતો હતો. અઠવાડિયાની એકધારી વિનંતી પછી  એના પિતાને રીતિકા સાથે થયેલ મુલાકાતની અને એની સાથે થઈ ગયેલા પ્રેમની વાત કહી.

ગોપાલના માં-બાપે પણ પ્રેમ લગ્ન કર્યા હતા તેથી તેઓ પ્રેમનું દર્દ સમજતા હતા. ‘જો ભાઈ અમારે માટે તારું સુખ સર્વોપરી છે.’ ચાલ તું અમને છોકરીના ઘરે લઈ જા, અમે તારા ત્યાં ને ત્યાં જ લગ્ન કરાવી દઈએ.’

માં-માપની વાત શંભળીને ગોપાલના મનનો ઉચાટ તોં શાંત થઈ ગયો, પણ એણે કહ્યું, ‘ જુઓ, વાત એવી છે કે હું એના પ્રેમમાં છુ એ મારા મનની વાત છે, એના મનની વાત મને ખબર નથી, પહેલા હું એના ઘરે જઈ આવું, એની સાથે વાતની ચોખાવટ કરી આવું,  પછી હું તમને ત્યાં બોલાવી લઇશ.’ ગોપાલની આ વાત પણ યોગી લાગી.

ગોપાલ ફરીથી પાલનપુર આવ્યો, ફરીથી એજ ઘર પાસે આવ્યો, જ્યાં એણે વરસતા વરસાદમાં આશ્રય લીધો હતો, એણે ફરીથી એજ ઘરનો દરવાનો ખટખટાવીઓ, ફરીથી એજ રીતિકાએ  દરવાજો ખોલ્યો. પણ અત્યારની સ્થિતિ જુદી હતી. અત્યારે એણે આશ્રય નહતો માંગવાનો, પ્રેમની કબૂલાત માંગવાની હતી.

દરવાજાની બહાર ઊભા ઊભા જ એણે પૂછ્યું, ‘ હું, તારા પ્રેમમાં છુ અને તારી સાથે લગ્ન કરવા ચાહું છુ, તું પણ લગ્ન માટે સમ્મત છે?’ ગોપાલની વાત શાંભળીને  રીતિકાએ ફટાક દઈને દરવાનો બંધ કરી દીધો. ગોપાલે અધિરાઈથી ફરીથી દરવાજો ખટખટાવીઓ, પણ આ વખતે ફટાક દઈને દરવાજો ખૂલી ગયો, અને રીતિકા બોલી, ‘ઓહ…આ સત્ય છે, રીઅલ છે, સ્વપ્નું કે ભ્રમણા નથી. એણે ગોપાલનો હાથ ખેંચીને એણે ઘરમાં  અંદર લઈ લીધો. ગોપાલ ને વળગી પડી. કહેવા લાગી, ‘ તમે અહીથી ગયા પછી, હું એકધારું રડતી રહી છુ, એક અઠવાડિયાથી નોકરીએ પણ નથી ગઈ.

‘તોં પછી તે મને ત્યારે વાત કેમ ના કરી?’ ગોપાલે પ્રશ્ન કર્યો.
‘પણ કયા મોઢે હું તમારી સામે પ્રેમની કબૂલાત કરું? હું આ જર્જરિત મકાનમાં રહેનારી વિધવા એની સામે તમે કરોડાધિપતિ, તેથી ચૂપ રહી’

ગોપાલે સીધો પિતાને ફોન જોડ્યો અને કહ્યું, તમે અહી આવવા નીકળો. અમે બંને લગ્ન માટે તૈયાર છીએ. ગોપાલના પિતાએ આવતાની સાથે રીતિકા પાસે એના માં-બાપનો ફોન નંબર માંગ્યો. ‘પણ તેઓ મને પોતાની પુત્રી માનતા જ નથી, તેઓ વાત પણ કરશે નહીં.’

‘કોઈ વાંધો નથી, હું પ્રયત્ન તોં કરી જોવું,’ એવું  કહીને ગોપાલના પિતાએ રીતિકાના પિતાને ફોન જોડ્યો, પોતાનો પરિચય આપ્યો, કહ્યું, કે મારો પુત્ર તમારી પુત્રી સાથે લગ્ન કરવા ચાહે છે, એમાં તમારે પરિવાર સહિત  આવવાનું છે.’

રીતિકાના કહેવા મુજબ જ એમને પહેલા તોં વાત કરવાનો ઈન્કાર કર્યો, પણ અહી એક કુશળ વ્યાપારી માણસ હતો, એમણે  સમજાવ્યું  , ‘ જુઓ સંતાનોની ખુશી એ જ માબાપનું સુખ છે. અમે કરોડાધિપતિ છીએ, અમારી રીતે તોં અમે કોઈ રાજકુમારીની અપેક્ષા રાખીએ, પણ સંતાનને જે ગમે એ જ અમારા માટે રાજકુમારી છે.’

બધુ જ સારું હતું તેથી અંત પણ સારો હતો. રીતિકાના પરિવારની  હાજરીમાં ગોપાલ સાથે  લગ્ન થયા. રીતિકાને લઈને ગોપાલ દિલ્હી પોતાના ઘરે આવી ગયો. 

આજે આ વાતને છ વરસ થઈ ગયા, દરમિયાન બંનેને સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. બંને સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા છે.

સમાપ્ત.

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment