*”કડવું સત્ય” ઉડી ગયેલા બલ્બ*👌
* તાજેતરમાં નિવૃત્ત થયેલા એક IAS અધિકારી વિજય નગરમાં રહેવા આવ્યા, જે “ઇન્દોર” શહેર માં સ્થાયી થયા. આ મોટા નિવૃત્ત IAS અધિકારી પાર્ક મા ફરતાં લોકો ને તિરસ્કાર થી જોતાં, પણ તે કોઈની સાથે વાત કરતા ન હતા.
એક દિવસ, તેઓ સાંજે એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગપસપ કરવા બેઠાં અને પછી સતત તેમની બાજુ માં બેસવા લાગ્યા, પરંતુ તેમની વાતચીતનો વિષય એક જ હતો – કે હું ભોપાલમાં એટલો મોટો IAS ઓફિસર હતો કે, પૂછશો જ નહીં, અહીં તો હું મજબૂરી થી આવ્યો છું. મારે તો દિલ્હીમાં સ્થાયી થવું જોઈતું હતું . ત્યાં મજા આવત.
અને તે વડીલ દરરોજ શાંતિથી તેમની વાત સાંભળતા હતા. પણ એક દિવસ પરેશાન થઈ ગયેલા વૃદ્ધે તેને સમજાવ્યું – શું તમે ક્યારેય *ઉડી ગયેલ બલ્બ* જોયો છે?
બલ્બ ઉડી ગયા પછી, શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો બનેલો હતો અથવા કેટલા વોટનો હતો અથવા તેમાં કેટલો પ્રકાશ કે ઝગમગાટ હતો? બલ્બ ના ઉડી ગયા પછી ઊપર ની કોઈ વિગત નુ જરાય મહત્વ નથી, લોકો આવા બલ્બને કચરા ટોપલી માં નાંખે છે કે નહીં!
પેલા નિવૃત્ત IAS અધિકારીએ સંમતિમાં માથું ધુણાવ્યું, ત્યારે વડીલે વધુમાં કહ્યું – નિવૃત્તિ પછી આપણા બધાની હાલત પણ ઉડી ગયેલા બલ્બ જેવી થઈ જાય છે.
આપણે ક્યાં કામ કરતા હતા, કેટલા મોટા/નાના હોદ્દા પર હતા, આપણી સ્થિતિ/વટ શું હતો? આ બધાથી કોઈ ફરક પડતો નથી.
હું ઘણા વર્ષોથી આ સોસાયટીમાં રહું છું અને આજ સુધી મેં કોઈને કહ્યું નથી કે, હું બે વખત સંસદ સભ્ય બનેલો છું. શર્માજીની સામે જે બેઠેલા છે તે રેલ્વે મા જનરલ મેનેજર હતા. સામેથી આવતા જોશી સાહેબ લશ્કરમાં બ્રિગેડિયર હતા. પેલા પાઠકજી…. ઈસરોના ચીફ હતા. તેમણે આ વાત કોઈને કહી નથી, મને પણ નહીં, પણ હું જાણું છું કે બધા ઉડી ગયેલા બલ્બ લગભગ એકસરખા જ હોય છે, પછી ભલે તે ઝીરો વોટના હોય કે 50 કે 100 વોટના. પ્રકાશ નહી, તો ઉપયોગિતા પણ નહી. *દરેક વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને પૂજા કરે છે. પરંતુ અસ્ત થતા સૂર્યને કોઈ પૂજતું નથી.* કેટલાક લોકો પોતાના પદને લઈને એટલા બધા વહેમ માં હોય છે કે, નિવૃત્ત થયા પછી પણ તેઓ તેમના *સારા દિવસો* ભૂલતા નથી. અને તેઓ તેમના ઘરે પ્લેટો (તકતી) લગાવે છે – નિવૃત્ત IAS / નિવૃત્ત IPS / નિવૃત્ત PCS / નિવૃત્ત ન્યાયાધીશ વગેરે – વગેરે…..
હવે આ નિવૃત્ત IAS/IPS/PCS/તહેસીલદાર/પટવારી/બાબુ/પ્રોફેસર/પ્રિન્સિપાલ/શિક્ષક.. એવી વળી કયાં… કોઈ પોસ્ટ છે? ભાઈ. માન્યુ કે તમે ખૂબ મોટા ઓફિસર હતા, હોશિયાર પણ હતા. ઓફીસ મા તમારો વટ હતો. પણ તેનુ હવે શું?
વાસ્તવમાં આનાથી કોઈ ફરક નથી પડતો, પણ મહત્વનું એ છે કે તમે જયારે ઓફિસમાં પદ ઊપર હતા, ત્યારે કેવા માણસ હતા…?
તમે જીવનને કેટલું
સ્પર્શ્યું/કેવું જીવ્યા …
તમે સામાન્ય લોકો પર કેટલું ધ્યાન આપ્યું… તમારા મિત્રો ના કેટલા કામમાં આવ્યા. તમારી પવિત્ર ડ્યુટી કેવી રીતે બજાવી ???
લોકો ને કેટલા મદદરૂપ થયા.
અથવા તો માત્ર અભિમાનમાં જ રહયા? કોને કેટલા ઘકકા ખવડાવ્યા ???
ઓફિસમાં રહીને જો તમે અહંકાર જ કરતા હોય તો યાદ રાખજો…
*કે એક દિવસ દરેકને ઉડી ગયેલા બલ્બ જ થવાનું છે.*
આ પોસ્ટ એવા લોકો માટે અરીસો છે કે, જેઓ પદ અને સત્તા ધરાવતા હોય પણ પોતાની કલમથી ક્યારેય સમાજનું હિત કરી શકયા નથી.
અને
*નિવૃત્તિ પછી સમાજ માટે મોટી ચિંતા કરવા લાગે છે.*
હજી પણ સમય છે, ચિંતન કરો, અને સમાજ ના હિત મા જે કઈ થઈ શકે તે કરીએ… અને પોતાના પદ રુપી બલ્બ થી સમાજ ને રોશન કરીએ.
ok
🤝🤝🤝🤝🤝👏
સમજાય
તેને વંદન કરીએ છીએ🙏
Day: January 25, 2025
આશરે 200 વર્ષ પહેલાં, ભારતીય વેપારી અને બેંકર જયરામ શિવજીએ ઓમાનમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાદ્યો હતો:
1792 માં ગુજરાતના કચ્છમાં જન્મેલા જયરામ શિવજી, ઓમાનના મસ્કતમાં રહેતા વેપારી શિવજી ટોપન ના પુત્ર હતા. વ્યવસાયિક ,વાણિજ્યની દુનિયામાં જયરામની સફર સખત તાલીમથી શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ કૌટુંબિક ઉદ્યોગમાં જોડાયા. આ યુગ પૂર્વ આફ્રિકન કિનારે ઝાંઝીબાર પર ઓમાની સલ્તનત નું પ્રભુત્વ હતું
શિવજી ટોપને 1819 માં ઝાંઝીબાર પાસેથી ફરજો વસૂલવાનો કરાર મેળવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું. જોકે તેમને 1833 થી 1835 સુધી કરાર ગુમાવ્યો હતો, પરંતુ તેઓએ સફળતાપૂર્વક તેને પાછો મેળવ્યો. આ સમય સુધીમાં, જયરામ વ્યવસાયનો એક અભિન્ન ભાગ બની ગયા હતા અને 1840 અને 1850 ના દાયકા દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ અને વિસ્તરણનો સમયગાળો શરૂ કર્યો હતો.
૧૮૫૦ સુધીમાં જયરામે પોતાની મહેસૂલ વસૂલાતની પ્રવૃત્તિઓનો નોંધપાત્ર વિસ્તાર કર્યો હતો, જેમાં કેપ ડેલગાડોથી મોગાદિશુ સુધીનો સમગ્ર પૂર્વ આફ્રિકન દરિયાકાંઠો આવરી લેવામાં આવ્યો હતો. તેમણે પોતાની કસ્ટમ ઓફિસનું રક્ષણ કરવા માટે ૧૫૦ લોકોની મોટી ટુકડી કાર્યરત કરી હતી. ઓમાની સુલતાનની જયરામ પાસેથી પૈસા ઉછીના લેવાની પ્રથાએ સુલતાનની તેમના પરની નિર્ભરતામાં નોંધપાત્ર વધારો કર્યો હતો.
હવે, સુલતાન જયરામ પર નિર્ભર હોવાથી, સુલતાનએ ઓમાનમાં ગો હત્યા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.
જયરામ શિવજીના મૃત્યુ સમયે, સુલતાન પર $૬૦૦,૦૦૦ દેવા હતા, જે પાછળથી તે રકમના ત્રીજા ભાગ માટે ચૂકવવામાં આવ્યા હતા. તેમનો પરિવાર સ્વાહિલી તરીકે જાણીતો બન્યો, જે નામ સ્વાલીમાં વિકસિત થયું, તેથી મુદ્રા માં સ્વાલી સ્ટ્રીટનું નામ પડ્યું.
જ્યારે ઇતિહાસના પુસ્તકો ઘણીવાર રાજાઓ અને સામ્રાજ્યોના વિજયની ઉજવણી કરે છે, ત્યારે એશિયા અને આફ્રિકાના માર્ગ પર ઊંડી અસર પાડનારા જયરામ શિવજી જેવા અસંખ્ય ઉદ્યોગપતિઓની વાર્તાઓ મોટાભાગે અકથિત રહે છે. આ વ્યક્તિઓએ તેમના વ્યાપારી પ્રયાસો અને આંતર-સાંસ્કૃતિક ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા, વેપાર માર્ગો બનાવ્યા, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપ્યું, અને સામાજિક ગતિશીલતાને પ્રભાવિત કર્યા, જેના કારણે પરંપરાગત ઐતિહાસિક કથાઓ ના સ્થાયી વારસો છોડી ગયો.

#ભગવાનનો_ભાગ”
સામજી નાનપણ થી ભરાડી હતો…ભાઈ બંધ ઘણા અને સામજી એનો હેડ હતો,
ભાઈબંધો ને ભેગા કરી ને પછી આંબલી પાડે ,કોઈના ખેતર માંથી શિંગ ના પાથરા ઉપાડે,ગાંડા બાવળ માંથી હાંઘરા પાડે અને પછી ગામને પાદરે વડ નું ખુબ જ મોટું ઝાડ એની નીચે બેસીને પછી *બધી જ વસ્તુના ઢગલાં કરતાં અને પછી સામજી ભાગ પાડે*
બધા ભાયબંધ ના ભાગ કરીને છેવટે *એક વધારાનો ભાગ કરે* ભાઈબંધ પુછે એલા સામજી આ કોનો ભાગ *તો સામજી કહે આ ભાગ ભગવાનનો !’*
અને પછી સૌ પોત પોતાનો ભાગ લઈને રમવા દોડી જતા. અને *ભગવાનનો ભાગ ત્યાં મુકી જતા, રાતે ભગવાન ત્યાં આવશે,અને છાનામાના તે પોતાનો ભાગ આવી ને ખાઈ જશે એમ સામજી બધા ને સમજાવે*
*બીજે દિવસે સવારે વડલે જઈને જોતા તો ભગવાન એનો ભાગ ખાઈ ગયા હોય બોરના ઠળીયા ત્યાં પડ્યા હોય*
અને પછી તો આ *રોજની એમની રમત થઈ ગઈ* અને આમ રમતાં રમતાં *સામજી મોટો થયો ગામડે થી શહેર કમાવવા ગયો*
બે હાથે ઘણું ય ભેગું કર્યું જેમ જેમ *કમાણી વધતી ગઈ તેમ તેમ સામજી નો લોભ વધતો ગયો ધન ભેગુ તો ઘણું કર્યું પણ સામજી પેલો ભગવાન નો ભાગ કાઢવાનું ભુલી ગયો..!!*
લગ્ન કર્યા છોકરા છૈયા ને પરણાવ્યા એના છોકરા છૈયા સામજી ઘર મા દરેક ની જરૂરિયાત પુરી કરે જેને જે જોતું હોય તે લાવી આપે *આ બધી પળોજણ મા ભગવાન નો ભાગ તો હવે સાવ ભુલાઈ જ ગયો*
ધીમે ધીમે સામજી ને થાક લાગવા માંડ્યો એમાંય તેની પત્ની માંદગીમાં ગુજરી ગઈ પછી તો *સામજી સાવ ભાંગી ગયો હવે શરીર સાથ નહિ આપે તેમ લાગવા માંડ્યું* છોકરા ઓ ધંધે ચડી ગયા છે હવે હું કામ નહિ કરું તો ચાલશે આમ વિચાર સામજી ને આવ્યો અને *સામજી એ કમાવવાનું બંધ કર્યું*
*છોકરા ઓ એ* વ્યવહાર બધો પોતાના હાથમાં લઈ લીધો અને પછીતો મકાન મિલકત ના *ભાગ પડ્યા બધાએ બધું વહેંચી લીધું વધ્યો ફક્ત સામજી એક પણ છોકરાએ રાજી ખુશીથી એમ ના કહ્યું કે બાપા અમારી ભેગા ચાલો*
અને સામજી પાછો પોતાના ગામ પોતાના એ જૂના મકાન મા *એકલો રહેવા લાગ્યો હાથે રાંધી ને ખાય ને દિવસો પસાર કરે*
એક દિવસ સામજી ને શરીર મા કળતર જેવું લાગ્યું ભૂખ લાગી હતી પણ પથારીમાંથી ઊઠાતુ ન્હોતું અને આજ સામજી ને *ભગવાન યાદ આવ્યા* હે ઈશ્વર નાનો હતો ત્યારે *રમતાં રમતાં ય તારો ભાગ કાઢવાનું ન્હોતો ભુલતો અને પછી જેમ જેમ મોટો થયો એમ આ મારું આ મારું કરવામાં તને સાવ ભુલી ગયો પ્રભુ જેને હું મારાં માનતો હતો તે કોઈ મારાં નથી રહ્યાં અને આજે સાવ એકલો થઈ ગયો ત્યારે ફરી પાછી તારી યાદ આવી છે મને માફ કરજે*
ભગવાન…હ્રદય નો *પસ્તાવો આંખ માંથી આસુ બનીને વહેવા લાગ્યો…* અને ત્યાં
*ડેલી ખખડી* સામજીએ સહેજ ઊંચા થઈને જોયું તો *રઘો કોળી એનો નાનપણ નો સાથી* બિચારો પગે સહેજ લંગડો એટલે આ લોકો એને ક્યાંય રમતમાં ભેગો રાખતા નહિ, તે આજ હાથમાં કંઇક *વસ્તુ ઢાંકી ને લાવ્યો હતો*
સામજી એ સુતાં સુતાં જ આવકાર આપ્યો
આવ રઘા આવ
રધાએ લાવેલ વસ્તુ નીચે મૂકી અને સામજી ને ટેકો કર્યો ને બેઠો કર્યો પાણી નો લોટો આપ્યો અને કહ્યું લ્યો કોગળો કરીલ્યો *તમારી હાટુ ખાવાનું લાવ્યો છું*
સામજી કોગળો કરી મોઢું લૂછીને જ્યાં કપડું આઘુ કર્યું ત્યાં *ભાખરી ભરેલ ભીંડાનું શાક અને અડદ ની દાળ ભાંળીને સામજીની આંખમાં આંહુડા આવી ગયા*
આજ કેટલા દીએ આવું ખાવાનું મળ્યું તેણે રઘા હામુ જોય ને કીધું
રધા આપડે નાના હતાં ત્યારે તું અમારી હારે રમવા આવતો પણ તું પગે લંગડો એટલે *અમે તને અમારી ભેગો નો રમાડતાં અને આજ તું આ ખાવાનું લાવ્યો મારા ભાઈ આ હું કયે ભવે ચૂકવિશ*
પાણી નો લોટો એની બાજુમાં મૂકતા *રધો બોલ્યો તમે તો પેલા ચૂકવી દીધું છે હવે મારો વારો છે*
ચૂકવી દીધું છે ? ક્યારે ? *સામજી ની આંખમાં પ્રશ્નાર્થ આવ્યો*
રધાએ માંડીને વાત કરી તમે બધા બોર વીણી ને આંબલી પાડી ને ઓલા વડલા હેઠે ભાગ પાડવા બેહતા ત્યારે ખબર છે *ભગવાનનો ભાગ* કાઢતા અને કહેતા કે ભગવાન આવશે અને એનો ભાગ ખાઈ જશે.
ઈ *તમારા ગયા પછી હું ત્યાં આવતો અને એ ભાગ હું ખાઈ જતો* તમે બધા બીજે દિવસે આવો ને ત્યાં બોરના ઠળિયા પડ્યાં હોય એટલે *તમને બધાને એમ લાગતું કે ભગવાન એનો ભાગ ખાઈ ગયા પણ એ હું ખાઈ જતો* અને વિચારતો કે *આ હું કયે ભવ ચૂકવિશ*
પણ ગઇકાલે રાતે બધા પાદરે બેઠાં હતાં ત્યારે તમારી વાત થાતી હતી કે બિચારો સામજી દુઃખી દુઃખી થઈ ગયો બિચારા નું કોઈ નથી
અને ઘરે જઈને *રાતે સુતાં સુતાં વિચાર આવ્યો કે રઘા ઓલ્યું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે* એટલે પછી આ ખાવાનું લઈને આવ્યો.
*હવે તમારે હાથે નથી રાંધવાનું તમારું બેય ટાઈમનું ખાવાનું મારા ઘરેથી આવશે* અને બીજું કાય નાં નથી પાડવાની અને *કાંઈ બોલો તો મારા સમ છે*
*સામજી ની આંખમાંથી આહૂડાં પડી ગયા* અને રઘા હામુ જોઈને કીધું
રઘા કમાવા શીખ્યો ત્યારથી આ મારાં છોકરાં *આ મારો પરિવાર એ દરેક ની જરૂરિયાત પૂરી કરવામાં આખી જુવાની ખર્ચી નાંખી પણ છેલ્લે બધાએ મને તરછોડી દીધો*
અને નાનપણ માં ખાલી રમતાં રમતાં અણસમજ માં *ભગવાનનો ભાગ* કાઢ્યો હતો *તોય આજ એણે પાછો મને સંભાળી લીધો*— આવકાર™
રઘો સામજી સામું અને સામજી રઘા સામું જોય રહ્યાં અને *બેય ની આંખ માંથી એક બીજાના આભાર વ્યક્ત કરતા આંસુ વહી રહ્યાં હતા*
“ઈશ્વર માટે જાણે-અજાણે પણ કરેલું , કશુંય એળે નથી જતું.એ એક નું અનેક કરીને પાછું આપી દે છે. *— અજ્ઞાત”*
*વાંચ્યા પછી… આગળ મોકલવા જેવુ લાગે તો લખાણ માં ફેરફાર કર્યા વગર જરૂર મોકલો.!!*🌺🌹 ___🖊️©આવકાર™
1902 मे कलेक्टर एडवर्ड ने संशोधन करके यह पता लगाया था कि राम जन्मभूमि के 16 किलोमीटर परिसर मे 158 प्राचीन मंदिर थे।
अपनी सहेली के बेटे के विवाह में शामिल हो कर पटना से पुणे लौट रही थी कि रास्ते में बनारस में रहने वाली भाभी, चाची की बहू से मिलने का लोभ संवरण नहीं कर पाई. बचपन की कुछ यादों से वे इतनी जुड़ी थीं जो कि भुलाए नहीं भूल सकती. सो, बिना किसी पूर्वयोजना के, पूर्वसूचना के रास्ते में ही उतर गई. पटना में ट्रेन में बैठने के बाद ही भाभी से मिलने का मन बनाया था. घर का पता तो मुझे मालूम ही था, आखिर जन्म के बाद 19 साल मैं ने वहीं गुजारे थे.
हमारा संयुक्त परिवार था. पिताजी की नौकरी के कारण बाद में हम दिल्ली आ गए थे. उस के बाद, इधर उधर से उन के बारे में सूचना मिलती रही, लेकिन मेरा कभी उन से मिलना नहीं हुआ था. आज 25 साल बाद उसी घर में जाते हुए अजीब सा लग रहा था, इतने सालों में भाभी में बहुत परिवर्तन आ गया होगा, पता नहीं हम एकदूसरे को पहचानेंगे भी या नहीं, यही सोच कर उन से मिलने की उत्सुकता बढ़ती जा रही थी. अचानक पहुंच कर मैं उन को हैरान कर देना चाह रही थी.
स्टेशन से जब आटो ले कर घर की ओर चली तो बनारस का पूरा नक्शा ही बदला हुआ था. जो सड़कें उस जमाने में सूनी रहती थीं, उन में पैदल चलना तो संभव ही नहीं दिख रहा था. बड़ीबड़ी अट्टालिकाओं से शहर पटा पड़ा था. पहले जहां कारों की संख्या सीमित दिखाई पड़ती थी, अब उन की संख्या अनगिनत हो गई थी. घर को पहचानने में भी दिक्कत हुई. आसपास की खाली जमीन पर अस्पताल और मौल ने कब्जा कर रखा था. आखिर घूमतेघुमाते घर पहुंच ही गई.
घर के बाहर के नक्शे में कोई परिवर्तन नहीं था, इसलिए तुरंत पहचान गई. आगे क्या होगा, उस की अनुभूति से ही धड़कनें तेज होने लगीं. डोरबैल बजाई. दरवाजा खुला, सामने भाभी खड़ी थीं. बालों में बहुत सफेदी आ गई थी. लेकिन मुझे पहचानने में दिक्कत नहीं हुई. उन को देख कर मेरे चेहरे पर मुसकान तैर गई. लेकिन उन की प्रतिक्रिया से लग रहा था कि वे मुझे पहचानने की असफल कोशिश कर रही थीं. उन्हें अधिक समय दुविधा की स्थिति में न रख कर मैं ने कहा, ‘‘भाभी, मैं गीता.’’ थोड़ी देर वे सोच में पड़ गईं, फिर खुशी से बोलीं, ‘‘अरे, दीदी आप, अचानक कैसे? खबर क्यों नहीं की, मैं स्टेशन लेने आ जाती. कितने सालों बाद मिले हैं.’’
उन्होंने मुझे गले से लगा लिया और हाथ पकड़ कर घर के अंदर ले गईं. अंदर का नक्शा पूरी तरह से बदला हुआ था. चाचा चाची तो कब के कालकवलित हो गए थे. 2 ननदें थीं, उन का विवाह हो चुका था. भाभी की बेटी की भी शादी हो गई थी. एक बेटा था, जो औफिस गया हुआ था. मेरे बैठते ही वे चाय बना कर ले आईं. चाय पीतेपीते मैं ने उन को भरपूर नजरों से देखा, मक्खन की तरह गोरा चेहरा अपनी चिकनाई खो कर पाषाण जैसा कठोर और भावहीन हो गया था.
पथराई हुई आंखें, जैसे उन की चमक को ग्रहण लगे वर्षों बीत चुके हों. सलवटें पड़ी हुई सूती सफेद साड़ी, जैसे कभी उस ने कलफ के दर्शन ही न किए हों. कुल मिला कर उन की स्थिति उस समय से बिलकुल विपरीत थी जब वे ब्याह कर इस घर में आई थीं..