Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

खुदीराम बोस


6 साल की उम्र में उन्होंने अपने माता-पिता को खो दिया था। 15 साल की उम्र में उन्होंने बम बनाना सीख लिया था। 19 साल की उम्र में, 11 अगस्त 1908 को उन्हें फाँसी दे दी गई थी। हर साल 3 दिसंबर को उनका जन्मदिन मनाया जाता है।

हम बात कर रहे हैं – श्री खुदीराम बोस की।

वे स्वतंत्रता की लड़ाई लड़ते हुए फाँसी के फंदे को चूमनेवाले प्रथम स्वतंत्रता सेनानी थे। लेकिन आख़िर हुआ क्या था?

छोटी उम्र में ही वे इस तथ्य से भली-भाँति परिचित हो चुके थे कि अंग्रेज उनके देशवासियों पर तरह-तरह के अत्याचार कर रहे हैं।

1905 में बंगाल के विभाजन के बाद उन्होंने सरकार के ख़िलाफ़ होने वाले प्रदर्शनों में भाग लिया। इसी दौरान उन्होंने श्री औरोबिंदो घोष के भाषण सुने, और उनसे प्रभावित होकर ‘अनुशीलन समिति’ का हिस्सा बन गए। ऊपर-ऊपर से यह एक प्रकार का फिटनेस क्लब था, लेकिन यहीं पर अंग्रेजों के ख़िलाफ़ आवाज़ उठाने की रणनीति बनती थी। यहीं पर खुदीराम ने बम बनाना भी सीखा।

1908 में वो निर्णायक क्षण आया जब खुदीराम और उनके दोस्त प्रफुल चाकी को मुज़फ़्फ़रपुर के मजिस्ट्रेट ‘किंग्सफोर्ड’ पर बम फेंकने का काम मिला। किंग्सफोर्ड ने बंगाल में उठ रही क्रांति की आवाज़ को कुचलने की भरसक कोशिश की थी। जहाँ कहीं भी कोई क्रांतिकारी पकड़े जाते वो उन्हें कठोर-से-कठोर सज़ा देता, जिससे कोई भी नौजवान क्रांति में हिस्सा लेने से पहले 10 बार सोचे।

किंग्सफोर्ड को मारने के कई प्रयास किए जा चुके थे। पहले कोर्ट में ही उसपर बम फेंकने का प्लान बना, लेकिन वहाँ आम लोगों को नुक़सान पहुँचने के डर से, उसकी गाड़ी पर बम फेंकने का निर्णय लिया गया।

30 अप्रैल, 1908 को जब बम फेंका गया तो पता चला कि किंग्सफोर्ड फिर बच गया, और बम फटने से उसकी जगह गाड़ी में दो अन्य महिलाओं की मृत्यु हो गई।

पुलिस खुदीराम और उनके दोस्त को ढूँढ़ने में जुट गई। परिस्थिति को बिगड़ता देख पुलिस के द्वारा पकड़े जाने से पहले प्रफुल ने स्वयं को गोली मार ली। और खुदीराम पकड़े गए।

जैसे ही खुदीराम को हथकड़ी लगाकर मुजफ्फरपुर के पुलिस स्टेशन में लाया गया, पूरा शहर उन्हें देखने के लिए उमड़ पड़ा। अगली सुबह के स्टेट्समैन ने रिपोर्ट करते हुए लिखा, “लड़के को देखने के लिए रेलवे स्टेशन पर भीड़ थी। महज़ 18 या 19 साल का एक लड़का, जो काफी दृढ़-निश्चयी लग रहा था। एक हँसमुख लड़के की तरह जो कोई चिंता नहीं जानता… अपनी सीट लेने पर लड़के ने खुशी से ‘वंदेमातरम’ कहा।”

खुदीराम ने इस घटना की पूरी जिम्मेदारी ली।

13 जुलाई, 1908 को खुदीराम को मौत की सज़ा सुनाई गई। जब अंग्रेज जज ने उनसे पूछा कि क्या वे उसकी बात समझ भी पाए, तो खुदीराम मुस्कुराए और शांति से बोले, “हाँ, मैं समझता हूँ और मेरे वकील ने कहा कि मैं बम बनाने के लिए बहुत छोटा हूँ। यदि आप मुझे यहाँ से ले जाने से पहले कुछ समय दें तो मैं आपको बम बनाने भी सिखा सकता हूँ।”

इसके तुरंत बाद, कलकत्ता की सड़कें कई दिनों तक छात्र समुदाय के बड़े विरोध प्रदर्शनों से भर गईं।

11 अगस्त, 1908 को उन्हें फाँसी दे दी गई।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ઉત્તરાયણના સપરમા પર્વે પિતામહ ભિષ્મના દેહત્યાગ સમયનો મહાભારતનો સંક્ષિપ્તમાં આ પ્રસંગ જરૂર વાંચજો.

યુધિષ્ઠિર -: જગતમાં  એક ભગવાન કોણ છે ? એવું કોણ છે જેનો એકનો જ આશ્રય લેવો જોઈએ ? બધી ઇચ્છાઓ પૂર્ણ થાય તે માટે કોનું પૂજન કરવું જોઈએ ? બધા ધર્મોમાં સર્વથી ઉત્તમ ધર્મ કયો છે ? એવો કયો મંત્ર છે, જેનું ગાન કરવાથી મનુષ્ય જન્મના બંધનમાંથી મુક્ત બને છે ?”

ભીષ્મ : ”શ્રીકૃષ્ણ જગતના સ્વામી છે. તેઓ દેવાધિદેવ છે. તેઓ પ્રાણીમાત્રમાં સર્વોત્તમ છે. તેઓ વિશ્વમાં વ્યાપેલા છે. તેમનું ધ્યાન ધરીને અને તેમનાં ઘણાં નામોનું ધ્યાન કરીને મનુષ્ય સકલ દુ:ખોથી ઉપર ઊઠે છે. ધર્મોમાં સૌથી ઉત્તમ શ્રીકૃષ્ણ છે. તેઓ સર્વોચ્ચ શક્તિ છે. તેઓ સર્વોત્તમ તપ છે. તેઓ સર્વશ્રેષ્ઠ આશ્રયસ્થાન છે. તેઓ સૌથી વધુ પવિત્ર છે. તેઓ તમામ સર્જનોના આદિ અને અંત છે. શ્રીકૃષ્ણ શાશ્વત બ્રહ્મ છે. તું તેમની શરણાગતિ સ્વીકારી લે તો તું તેમની સાથે તાદાત્મ્ય સાધીશ : શ્રીકૃષ્ણ ભૂત, વર્તમાન અને ભવિષ્યના સ્વામી છે : તેઓ સર્વોચ્ચ આત્મા છે.”

બોધના દિવસો પૂરા થયા. ભીષ્મે કહ્યું : “વત્સ, તું જે કાંઈ શીખવા ઇચ્છતો હતો તે મેં તને શીખવ્યું છે. તું તારા રાજ્યમાં પાછો જા અને વહીવટ કરવા માંડ. આ જગત પર જ્યારે નહુષ, હરિશ્ચન્દ્ર અને યયાતિએ રાજ્ય કર્યું ત્યારે લોકો જેવા સુખી હતા તેવા તારા રાજ્યમાં સુખી થશે. તું મારા આશીર્વાદ સાથે લઈ જા. વત્સ, તું જા અને ઉત્તરાયન આવે ત્યારે મારી પાસે આવજે. હું ઉત્તરાયનની રાહ જોઈ રહ્યો છું. હું ત્યારે તને ફરી મળીશ.”

યુધિષ્ઠિરે કોમળ હૃદયે તેમની વિદાય લીધી અને સૌ હસ્તિનાપુર પાછા ગયા.

પ્રકરણ ૧૨ : ભીષ્મની ચિરવિદાય

ભીષ્મને માનુષી બંધનમાંથી મુક્તિ આપવાનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો ત્યારે ધૃતરાષ્ટ્ર અને શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ બધા પાંડવો તેમની સાથે મંગલ વસ્તુઓ લઈને રણક્ષેત્રમાં ગયા : પુષ્પો, સુગંધીદાર ધૂપદ્રવ્યો, રત્નો, ફળો અને કિંમતી રેશમી વસ્ત્રો સાથે લીધાં. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી, પાંચ ભાઈઓ, દ્રૌપદી, શ્રીકૃષ્ણ, સાત્યકિ, વિદુર અને યુયુત્સુ મુક્તિ માટે રાહ જોઈ રહેલા ભીષ્મ પાસે રણક્ષેત્રમાં પહોંચી ગયા.
તેઓ ચાલીને તેમની પાસે ગયા. ભીષ્મની આજુબાજુ વ્યાસ, પરાશર, નારદ અને સ્વર્ગના તમામ ઋષિઓ એકત્રિત થયા હતા. યુધિષ્ઠિરે તેમના દાદાને પ્રણામ કરીને કહ્યું : “ભગવન્ ! હું પાંડવ યુધિષ્ઠિર છું. હું મારા બાંધવો અને તમને ખૂબ પ્રિય એવા સ્વજનો સાથે ઉપસ્થિત થયો છું. આપના પ્રત્યે આદર વ્યક્ત કરવા સમગ્ર હસ્તિનાપુર અહીં આવ્યું છે. આપના પુત્ર ધૃતરાષ્ટ્ર અહીં છે. ભગવન્ ! શ્રીકૃષ્ણ અહીં છે. આપ પ્રસન્ન થઈ નેત્રો ખોલો અને અમારા સૌ ઉપર દૃષ્ટિ કરો.”

ભીષ્મે તેમનાં શ્રમિત નેત્રો ખોલ્યાં અને તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા એકત્રિત થયેલા માનવમહેરામણ પર દૃષ્ટિ કરી. તેમણે કહ્યું : “વત્સ, તને આ બધા લોકો સાથે જોઈને પ્રસન્નતા અનુભવું છું. દીર્ઘ સમય પછી સૂર્યે તેના રથને ઉત્તર ભણી ફેરવ્યો છે. આ બાણશય્યા પર સો વર્ષથી સૂતો હોઉં એમ લાગે છે. માઘ મહિનો આવી પહોંચ્યો છે. આ પૃથ્વી છોડવાનો મારે માટે સમય આવી ગયો છે.”

ભીષ્મે ધૃતરાષ્ટ્ર તરફ ફરીને કહ્યું: “પુત્ર, રાજવીનાં સકલ કર્તવ્યો તું જાણે છે. એવું કાંઈ નથી, જે તું ન જાણતો હો. તું સમજદાર છે. તારે તારા પુત્રના મૃત્યુનો શોક ન કરવો જોઈએ. દૈવે આ નિર્માણ કરેલું હતું. યુધિષ્ઠિર અને તેના ભાઈઓ તારા પુત્રો છે. તેમની તારા પ્રત્યે નિષ્ઠા છે. તું તેમની સાથે સુખી થા.”
    ભીષ્મે શ્રીકૃષ્ણ ભણી નેત્રો ફેરવ્યાં. તેમણે પુષ્પો મંગાવ્યાં અને પુષ્પો વડે શ્રીકૃષ્ણની પૂજા કરીને કહ્યું : “આપ જગતના સ્વામી છો. આપ પુરુષ છો અને જગતના સર્જક છો. આપ સર્વોચ્ચ શાશ્વત આત્મા છો. આપ આપનું વિશ્વરૂપ પ્રકટ કરો. આ જગતમાંથી વિદાય લેવાની મને રજા આપો. આ માનવ દેહ ત્યજી દેવાની મને રજા આપો. આપની પરવાનગી મળવાથી હું સર્વશ્રેષ્ઠ એવા અંતને પામીશ.” ભીષ્મે પરમાત્માના અનંત ભવ્ય સ્વરૂપને જોયું. શ્રીકૃષ્ણે કહ્યું: ‘દેવવ્રત, આપ સ્વગૃહે પહોંચો તે માટે હું રજા આપું છું. તમે પુનઃ વસુઓમાં ભળી જાવ. તમે આ મરણાધીન જગતમાં ફરી ક્યારેય જન્મશો નહિ. તમે માર્કન્ડેય જેવા છો. મૃત્યુ તમને લેવા માટે સેવકની જેમ આપના દ્વાર પાસે ઊભું છે. તમે મૃત્યુને બોલાવી શકો છો.”

ભીષ્મની મુખાકૃતિ અલૌકિક સ્મિતથી ચમકી ઊઠી. તેમણે નેત્રો બીડ્યાં અને થોડી ક્ષણો શાંત પડ્યા રહ્યા. તેમણે સૌમ્ય પ્રયાસ કર્યો અને મરવાનો સંકલ્પ કર્યો. તેમની આસપાસના લોકોએ તેમના શરીરમાંથી બહાર નીકળતો અદ્ભુત પ્રકાશ જોયો. તે આકાશ ભણી ગયો અને વાદળોમાં લુપ્ત થઈ ગયો. દૈવી વાજિંત્રોમાંથી આવી રહેલું મધુર સંગીત સૌએ સાંભળ્યું. આખું આકાશ આ સંગીતથી ભરાઈ ગયું. હજારો દૈવી પુષ્પોની સુગંધથી સભર એવો શીતળ વાયુ વાયો. પૃથ્વી શીતળ અને ખુશનુમા બની. ભીષ્મનો આત્મા સ્વર્ગની યાત્રાએ જવા નીકળ્યો ત્યારે સૌનાં હૃદય વિલક્ષણ શાંતિથી ભરાઈ ગયાં.

તેઓએ તેમના દેહને બાણો સહિત ચન્દન કાષ્ટથી બનાવેલી ચિતા પર મૂક્યો. યુધિષ્ઠિર અને વિદુરે આ મહા માનવના દેહને રેશમી વસ્ત્રો અને પુષ્પોથી શણગાર્યો. યુયુત્સુએ ભવ્ય શ્વેત શસ્ત્ર દેહ મે ધરી રાખ્યું. પ્રેતયાત્રા ગંભીર અને ભવ્ય હતી. બ્રાહ્મણો સામગાન કરતા હતા અને ધૃતરાષ્ટ્રે ચિતાને અગ્નિદાહ આપ્યો. યુધિષ્ઠિર અને તેના ભાઈઓ વિદુર અને ધૃતરાષ્ટ્ર સાથે ચિતાની જમણી બાજુએ ઊભા હતા.
બીજે દિવસે તેમણે ભીષ્મનાં અસ્થિ એકત્રિત કર્યાં અને ગંગાકિનારે ગયા અને ભીષ્મને જન્મ આપનાર ગંગાને બલિ અર્પણ કર્યા. નદી વહેતી અટકી ગઈ. ગંગાજી નદીમાંથી પ્રકટ થયા અને રડતાં રડતાં અને પુત્ર માટે વિલાપ કરતાં કરતાં કિનારે આવ્યાં. ત્યાં એકત્રિત થયેલા ઘણા બધા લોકો પર દૃષ્ટિ કરી અને કહ્યું : “મારો પુત્ર મૃત્યુ પામ્યો છે. તે એકનિષ્ઠ પુત્ર હતો અને બધા એને પ્રેમ કરતા હતા. તે અજેય હતો. મહાન ભગવાન ભાર્ગવ જેવાએ પણ મારા પુત્રના હાથનો પરાજય સ્વીકાર્યો હતો. અને આવો વીર પુરુષ શિખંડી દ્વારા હણાયો હતો. મારું હૃદય નિશ્ચિતપણે પાષાણનું છે, નહિતર એ ક્યારનુંય ભાંગી પડયું હોત. આ જગતમાં જેનો સમોવડિયો કોઈ નહોતો તે મરાયો છે. મેં મારો પુત્ર ગુમાવ્યો છે. મને આશા હતી કે તે જગત પર રાજ્ય કરશે, પણ હું તેને મરેલો જોઉં છું. મારો પુત્ર, મારો રંક કમભાગી પુત્ર મૃત્યુ પામ્યો છે, અને મને વિલાપ કરતો મૂકી ગયો છે.”

તેનો શોક ભયાનક હતો. શ્રીકૃષ્ણ તેની પાસે ગયા અને કહ્યું : “ હે જગન્માતા, રડો નહિ. તમારા પુત્ર જે સૃષ્ટિના હતા ત્યાં ગયા છે. તમે જાણો છો કે તેઓ અષ્ટ વસુઓમાંના એક હતા અને શાપને કારણે આટલાં વર્ષ જગત પર વિતાવવા પડ્યાં હતાં. તેઓ અન્ય માનવી જેવા નહોતા. સામાન્ય રાજાઓની જેમ રાજ્ય કરવામાં તેમને રસ નહોતો. તમે તેમને માટે શોક ન કરશો. તમારા ડહાપણને માનુષી પ્રેમથી આચ્છાદિત ન થવા દો. તમારા પુત્ર દેવ હતા અને ફરી તેઓ દેવો ભેગા ભળી ગયા છે. તમારે શોક કરવા જેવું અહીં કાંઈ નથી. તેઓ આ મરણશીલ જગતમાં રહેવાના શાપમાંથી છેવટે મુક્ત થયા છે તેથી રાજી થાવ!”
ગંગા તેમની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગઈ અને
નદી ફરીવહેવા લાગી. આદિ કાળથી તે જે રીતે વહેતી હતી તેમ શાંતપણે વહેવા લાગી.
હર્ષ અને શોકના વિલક્ષણ મિશ્રણ સાથે હસ્તિનાપુર નગરીમાં પાછા ફર્યા
          મહાભારત   લેખિકા કમલા સુબ્રમણ્યમ
અનુવાદક કાન્તિલાલ લ. કાલાણી (1995)