હવે હું રીટાયર્ડ થઇ ગયો છું..*
*એક વાર જવેલર્સના અદ્યતન શો રૂમમાંથી હું અને મારા પત્નિ પાંચ મિનિટમાં બહાર નીકળી ગયા…*
*બહાર આવી ને જોયું તો આ શું…?*
*શો રૂમની સામે કાર પાસે ચલણની રસીદબુક લઇ ટ્રાફિક પોલીસ ઊભો હતો..*
*અમે ગભરાયા અને તેને કહ્યું.. ભાઈ, માંડ પાંચ મિનિટ અંદર ગયા હતા.., આ વખતે જવા દયો ને…*
*એ બોલ્યો.. બધા માણસો અમને આમ જ કહે છે… હજાર રૂપિયા દંડ થશે ને પછી સમજાશે…*
*મેં કહ્યું.. હું રીટાયર્ડ માણસ છું… મારા સફેદ વાળની તો શરમ રાખો…*
*પહેલા એ ન માન્યો પણ પછી બોલ્યો…લાખોની ગાડી ફેરવો છો.., જ્વેલરી ખરીદો છો.. અને પછી પાછા કરગરો છો…? તમારી ઉંમર જોઈ ઠીક છે, ચાલો, માત્ર બસ્સો રૂપિયા આપી દો…*
*મેં પૂછી લીધું… આ બસ્સોની રસીદ તો મળશે ને..?*
*પેલાએ ના પાડી.. કહ્યું, કાયદાથી કામ કરવું હોય તો એક હજાર થશે…*
*મેં દલીલ કરી એમ કેમ ચાલે..?, રીસીપ્ટ તો આપવી જ પડે ને..? અને પછી તો મેં દલીલોનો એવો મારો ચલાવ્યો કે પેલો પોલીસ ખૂબ ખિજાયો અને બોલ્યો કે બહુ કાયદાની વાત કરો છો ને, તો હવે તમને કાયદાઓ બતાવું…*
*એક મિરર તૂટેલો છે… પાછળની નંબર પ્લેટ બરાબર નથી… પી.યુ.સી. પણ નથી… હવે તો દંડ ચાર હજાર થશે…*
*મેં મારી પત્નીને કહ્યું કે આ પોલીસને સમજાવ..*
*પાછી તેની સાથે પણ ચર્ચા અને રકઝક ચાલી…*
*આમ ને આમ પોણો કલાક જેટલો સમય થઇ ગયો…*
*એટલી વાર માં તો સીટી બસ આવી ગઈ…*
*વાસ્તવ માં એ કાર અમારી હતી જ નહીં…!!!*
*અમે તો બસમાં ચડી ગયા…*
*પોલીસ બિચારો અમને જોતો જ રહી ગયો…!*
*હવે આવી તો હજાર રીતો છે રીટાયરમેન્ટ માં ટાઈમપાસ કરવાની…*
*બોલો.., સમય પસાર થઇ જાય કે નહીં….???🤪*
😍😍😍😍👳♂️😂
Day: January 5, 2025
એક વાર ઘરે આરામ કરતો હતો અને મોબાઈલ ની રિંગ વાગી ટેબલ પર થી મોબાઈલ લઈ ને જોયું તો અજ્ઞાત નંબર હતો
મેં ફોન પિક કર્યો સામે થી મધુર અવાજ આવ્યો કેન આઈ સ્પીક ટુ વિજય
અવાજ થોડો પરિચિત લાગ્યો મેં કહ્યું હા બોલો હું વિજય તમે કોણ
તેણે કહ્યું હું રોલ નમ્બર 69
અવાજ પરિચિત લાગ્યો અને રોલ નમ્બર 69 પર થી યાદ આવ્યું કે મારા સ્કૂલ માં સાથે ભણતી એક છોકરી રશ્મિ નો અવાઝ હતો
જે સ્કૂલ ટાઈમ માં ગણા પ્રયત્નો છતાં મને ભાવ આપતી નહતી
તરત જ મેં રસોડા માં નજર નાખી તો પત્ની રોટલી વણવા માં વ્યસ્ત હતી
તરત જ હું ઘર માં થી બહાર પેસેજ માં પહોંચી ગયો
ધબકારા વધી ગયા, શ્વાસ પણ થમ્ભી ગયો. સુ બોલવું શબ્દો મળતા નહતા
તરત ભૂતકાળ માં સરી ગયો કે જેના માટે હું જીવ આપવા તૈયાર હતો તે ત્યારે ભાવ ખાતી હતી અને આજે સામે થી ફોન કર્યો એને મારી સુ ગરજ પડી હશે એવી કલ્પના માત્ર થી મન ખીલી ઉઠ્યું
સુ બોલવું કઇ સમજણ પડતી નહતી પણ એ સામે થી બોલી ક્યાં છે યાર ,કેટલા વરસ થઈ ગયા તને જોયે, તારો નમ્બર પણ નહતો મારી પાસે. કાલે જ વિપુલ મળ્યો એની પાસે થી તારો નમ્બર લીધો અને તને ફોન કર્યો
તેનો અવાઝ સાંભરી એવું લાગતું તું કે બસ સાંભર્યા જ કરું
અચાનક તેણે બીજો એક મોટો બૉમ્બ નાખ્યો.
મારે મળવું છે તને ક્યારે ટાઈમ છે બોલ
મન માં થયું કે તને મળવા માટે કદી પણ રેડી છુ પણ પછી નોકરી નો ખ્યાલ આવ્યો અને કીધું રવિવારે ફ્રી છુ મળીયે
એને પૂછ્યું કે કયા મલસૂ પછી જાતે જ બિન્ધાસ્ત રીતે કીધું એક કામ કર તું મારા ઘરે આવી જજે
મને તો સ્વર્ગ નો અનુભવ થવા લાગ્યો ત્યાં ફરી એ બોલી કોઈ સારી જગ્યા એ મળીયે એકાંત માં જ્યાં શાંતિ થી વાતો કરી શકાય
મેં કીધું મને કોઈ આવી જગ્યા ખબર નથી તું બોલ.
પછી તેણે શહેર ની એક મોટી શાનદાર હોટેલ નું નામ લીધું અને રવિવારે ત્યાં સાંજે 5વાગે મળીયે એવું નક્કી થયું
રવિવારે ને હજી 3દિવસ બાકી હતા જે 3 યુગ દૂર હોય એમ લાગતું હતું
હું તો તેને મળવા જવાનું છે એમ કરી નવું મોદી જેકેટ લાવ્યો, સલૂન માં જઈ ફેસિયલ કરાવ્યું, બાલ ડાઈ કારાવી નાખ્યા, નવું પરફ્યુમ લઈ આવ્યો આ બધું જોઈ પત્ની એ પૂછ્યું સુ વાત છે શેની તૈયારી ચાલુ છે ?
રવિવારે ફોરેન ના કલાઇન્ટ સાથે મિટિંગ છે એવું ગપ્પુ મારી દીધું .પત્ની બિચારી ભોળી તેને વાત માની લીધી.
ત્યાર બાદ નવા બુટ, ગોગલ્સ આ બધું ખરીદ્યું .બઉ ખર્ચો કરી નાખ્યો પણ તેની પરવા નહતી કેમ કે રવિવારે રેશમ જેવી રશ્મિ ને મળવા જવાનું હતું
ફાઇનલી રવિવાર આવ્યો
સવારથી જ ખુશ માં હતો
5વાગવામાં 20 મિનિટ બાકી હતી ને ઓલા ટેક્સી બુક કરી નાખી ટેક્સી દરવાજા પર આવી ઉભી રહી .
પત્ની અને બાળકો એ કોઈ મોટી મિટિંગ માં જઇ રહ્યા છે તેમ સમજી શુભેચ્છાઓ આપી
ટેક્સી હોટેલ ના દરવાજા આગળ આવી ઉભી રહી ત્યાં સામે જ તે ગુલાબ નું ફૂલ લઇ ને ઉભી મારી વાટ જોતી હતી
તેને સામે જોઈ હરખ સમાતો ન હતો
બંને એકબીજાને ગળે મળી હોટેલ માં એન્ટ્રી મારી…
મોંઘી મોંઘી વાનગી ઓ નો ઓર્ડર આપી ખૂબ વાતો કરી જમી લીધું પછી ડેબીટ કાર્ડ થી બિલ ચૂકવી બધું
બેંક બેલેન્સ લગભગ બધું જ ઉડાવી દીધું
થોડી વાર પછી તેણે કહ્યું મારે તારું કામ છે આશા છે તું ના નહીં પાડે. મેં કીધું બોલ તારા મારે જાન પણ હાજીર છે.
પછી તેણે બેગ ખોલી અને અમુક કાગળિયા કાઢ્યા અને કહયુ કે હું LIC નું કામ કરૂં છું અને આ મહિને ટાર્ગેટ પૂરો કરવાનો છે તો પ્લીઝ તું એક પોલિસી કઢાવ .જમતા જમતા તારી બધી માહિતી મેં લઈ લીધી છે હું ફોર્મ પછી ભરી દઈશ તું ફક્ત અહીંયા સહી કર
સહી તો કરી નાખી પણ હવે હપ્તા ભરવા પડશે તે વિચાર આવતા માથું દુખવા લાગ્યું
અને હવે દર હપ્તે તેની યાદ તાજી થશે
માટે કોઈને મળવા પહેલા જાણવું જરૂરી છે કે તે શું કરતી હશે
LIC
જિંદગી કે સાથ ભી
જિંદગી કે બાદ ભી
🍃🍂
Jaysukh Jasani
“ભવાની અષ્ટકમ”
આદિગુરુ શંકરાચાર્ય એકવાર શક્તિમતનું ખંડન કરવા કાશ્મીર ગયા હતા. પરંતુ કાશ્મીરમાં તેમની તબિયત બગડી હતી. તેના શરીરમાં તાકાત નહોતી. તે એક ઝાડ પાસે સુતા હતા.
ત્યાં એક ગોવાળણ માથે દહીંનું વાસણ લઈને બહાર આવી. આચાર્યનું પેટ બળી રહ્યું હતું અને તેમને ખૂબ તરસ લાગી હતી. તેણે ગોવાલણને દહીં માંગવા તેની પાસે આવવાનો ઈશારો કર્યો. ગોવાલણે દૂરથી કહ્યું, “તમે અહીં દહીં લેવા આવો”.
આચાર્યે હળવેકથી કહ્યું, “આટલા સુધી પણ આવવાની મારામાં તાકાત નથી”.
હસતાં હસતાં ગોવાલણે કહ્યું, “શકતી વિના કોઈ એક પગલું પણ ભરાતું નથી અને તમે શકતી નું ખંડન કરવા નીકળ્યા છો?’
આ સાંભળીને આચાર્યની આંખ ખુલી ગઈ. તે સમજી ગયા કે માં ભગવતી પોતે આ ગોવાલનના રૂપમાં આવી છે. શિવ અને શક્તિ વચ્ચેના તેમના મનમાં જે તફાવત હતો તે ભૂંસાઈ ગયો અને તેણે શક્તિ સમક્ષ શરણાગતિ સ્વીકારી અને શબ્દો નીકળ્યા “ગતિસ્ત્વમ્ ગતિસ્ત્વમ્ ત્વમેકા ભવાની”.
સમર્પણનું આ સ્તોત્ર “ભવાની અષ્ટકમ” તરીકે ઓળખાય છે, જે અદ્ભુત છે. શિવ સ્થિર શક્તિ છે અને ભવાની તેમનામાં ગતિશીલ શક્તિ છે… બંને અલગ છે… એક દૂધ છે અને બીજું તેની સફેદી છે… આંખોમાંથી અજ્ઞાનનો છેલ્લો પડદો પણ માતાએ હટાવી દીધો હતો. તેથી જ આચાર્ય એ કહ્યું, “મા, હું કંઈ જાણતો નથી”.
એક વાર બ્રમ્હ મુહર્ત માં આંખો બંધ કરી ને આ સ્તોત્ર નો પાઠ કરજો અદભુત અનુભવ મળશે.
न तातो न माता न बन्धुर्न दाता
न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता ।
न जाया न विद्या न वृत्तिर्ममैव
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥1॥
भवाब्धावपारे महादुःखभीरु
पपात प्रकामी प्रलोभी प्रमत्तः ।
कुसंसारपाशप्रबद्धः सदाहं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥2॥
न जानामि दानं न च ध्यानयोगं
न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् ।
न जानामि पूजां न च न्यासयोगं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥3॥
न जानामि पुण्यं न जानामि तीर्थ
न जानामि मुक्तिं लयं वा कदाचित् ।
न जानामि भक्तिं व्रतं वापि मातर्गतिस्त्वं
गतिस्त्वं त्वमेका भवानि ॥4॥
कुकर्मी कुसङ्गी कुबुद्धिः कुदासः
कुलाचारहीनः कदाचारलीनः ।
कुदृष्टिः कुवाक्यप्रबन्धः सदाहं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥5॥
प्रजेशं रमेशं महेशं सुरेशं
दिनेशं निशीथेश्वरं वा कदाचित् ।
न जानामि चान्यत् सदाहं शरण्ये
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥6॥
विवादे विषादे प्रमादे प्रवासे
जले चानले पर्वते शत्रुमध्ये ।
अरण्ये शरण्ये सदा मां प्रपाहि
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥7॥
अनाथो दरिद्रो जरारोगयुक्तो
महाक्षीणदीनः सदा जाड्यवक्त्रः ।
विपत्तौ प्रविष्टः प्रनष्टः सदाहं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥8॥