Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સંગઠન*

એક વ્યકિત હતો, જે હંમેશા પોતાના સંગઠનમાં ખૂબ સક્રિય હતો.
તેને બધા ઓળખતા હતા.
દરેક તેને ઘણું માન સન્માન આપતા હતા .
કોઈ સંજોગોવસાત તે સંગઠનમાંથી અલગ ( નિષ્ક્રીય ) રહેવા લાગ્યો, કોઈને પણ મળવાનું બંધ કરી દીધું .
મેસેજ કરવાનું પણ બંધ કરી દીધું. અને સંગઠનથી દૂર થઇ જાય છે .
થોડા અઠવાડિયા પછી ખૂબજ ઠંડી હતી અને રાત્રીમાં સંગઠનના મુરબ્બી માણસે તેને મળવાનું નક્કી કર્યું.
અને
મુરબ્બી માણસ તેના ઘરે આવ્યા
અને જોયું તો આ માણસ ઘરે એકલો જ હતો. અને તગારામાં લાકડાનું તાપણું કરીને સામે બેસી આરામથી તાપતો હતો .
તે માણસે ઉભા થઇ આવેલાુ મુરબ્બીનું સ્વાગત કરી આવકારો આપ્યો .
બંન્ને તાપણાની સામે શાંતિથી બેઠા . તાપણાની આગની જવાળા ઉપર સુધી ઉઠતી હતી તેને જોતાં હતાં . થોડી વાર , મુરબ્બીએ કાંઈપણ બોલ્યા વિના ,
તાપણામાંથી એક સળગતુ એક લાકડુ લઈ તાપણાથી, અલગ કરી બાજુમાં રાખી દીધું. અને પાછા શાંત બેસી ગયા..
તે માણસ આ બધું ધ્યાન થી જોઈ રહ્યો હતો. અને
લાંબા સમયથી એકલો રહેતો હોય , અને તેના સંગઠનના મુરબ્બી ઘરે આવ્યા હોય મનમાં ને મનમાં આનંદ લઈ રહ્યો હતો.
અને મનમાં વિચારતો હતો કે આજે તે સંગઠન ના મુરબ્બી સાથે છે .
પરંતુ તેને જોયુ કે લાકડાના તાપણામાંથી જુદુ ( અલગ) રાખેલ સળગતુ લાકડુ ધીરે ધીરે ઠરવા લાગ્યુ હતું અને અગ્નિ ઓછી થવા લાગી હતી .
અને થોડી વાર પછી સાવ ઓલવાઈ ગયું હતું. અગ્નિ સાવ બૂઝાઈ ગયો ,
હવે તેમાં કોઈ આગ કે ચમક રહી નથી..
થોડીવાર પહેલા આ લાકડામાં જે આગ અને પ્રકાશ હતો ,
તે હવે કોલસા સિવાય કાંઈ ન હતું !!!
હવે બંને એ એકબીજા ના ખબરઅંતર પૂછ્યા અને ઓછામાં ઓછા શબ્દોમાં વાતો કરી .
મુરબ્બી એ જતા જતા , અલગ કરેલ અને ઠરી ગયેલ લાકડાને ઉઠાવીને પાછી સળગતી આગમાં રાખી દીધી .
આ લાકડુ ફરીવાર સળગવા લાગ્યુ અને પહેલા જેવો પ્રકાશ આપવા આપવા લાગ્યુ અને ચારેબાજુ રોશની અને તાપ આપવા લાગ્યું…

     ત્યાર પછી આવેલ *મુરબ્બી* જવા લાગ્યા ત્યારે આ *માણસ* ઘરનાં દરવાજા સુધી *વળાવવા* ગયો અને *બોલ્યો* આપે મારા *ઘરે* આવી મારા ઉપર બહુ મોટો *ઉપકાર* કર્યો છે . 

આજે આપે કાંઈપણ બોલ્યા વિના એક વાત સરસ બતાવી છે કે, એકલા વ્યકિતનું કાંઈ મહત્વ કે અસ્તિત્વ છે જ નહીં.
સંગઠન કે ગ્રુપના સાથ સહકાર થકી જ માણસો ઓળખાતા અને ઉજળા હોય છે .
સંગઠન થકી જ માણસોની પહેચાન હોય છે .
સંગઠન સર્વોપરી હોય છે . સંગઠન પ્રત્યે અમારી નિષ્ઠા અને સમર્પણ કોઈ વ્યકિત માટે નહીં , સંગઠન ની સાથે જોડાયેલા વિચાર , સિદ્ધાંતો પ્રત્યે હોવી જોઈએ
સંગઠન કોઈપણ પ્રકાર નુ હોઈ શકે છે , પારિવારિક , રાજકીય , પક્ષીય , સામાજિક , વ્યાપારિક કે સાંસ્કૃતિક વિગેરે વિગેરે…..
સંગઠન વિના માનવ જીવન અધૂરું છે . !!
જયાં પણ રહો સંગઠીત રહો..!!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

તો કોના માટે પ્રાર્થના કરું?( સરસ વાર્તા)

” ઓ સાહેબ લઇ લ્યોને, માત્ર દસ રૂપિયાનો જ હાર છે. ઓ સાહેબ……. ઓ સાહેબ …..”

આ શબ્દો સાંભળી પાછળ જોયું તો એક નાનકડો છોકરો પોતાના હાથમાં રહેલા ફૂલોના હાર બતાવીને આવતા જતા લોકોને તે લેવા વિનવી રહ્યો હતો.

આ દ્રશ્ય જોઈ જરા થોભ્યો કે એટલીવારમાં તે છોકરો પાસે આવી બોલ્યો ” સાહેબ લઇ લ્યોને માત્ર દસ રૂપિયા નો જ હાર આપું છું”

મેં કહ્યું” અરે ભલા હું તો દર્શન કરીને બહાર આવ્યો છું , હવે આ લઇ હું શું કરું?” આ શબ્દો સાંભળતા જ પેલા છોકરાનો ચહેરો જરા ફિક્કો પડેલો જણાયો.

તેના ચહેરાને જોઈ હું બોલ્યો ” ચાલ હવે મારે આ હારની તો જરૂર નથી પણ એક કામ કર તું આ દસ રૂપિયા રાખ.”

મેં ધીમેથી દસ રૂ.ની નોટ તેના ખિસ્સામાં મૂકી ચાલતી પકડી.થોડીવારમાં પાછળથી ફરી એજ અવાજ સંભળાયો “ઓ સાહેબ, એક મિનિટ ઉભા તો રહો”

આ સાંભળી મેં પૂછ્યું “કેમ ભાઈ હવે શું થયું?”

“અરે સાહેબ તમે હાર તો લીધો જ નહીં અને હારના પૈસા આપી દીધા”

મેં હસતા હસતા જવાબ વાળ્યો કે “એતો મેં તને એમજ ખુશી ખુશી આપ્યા છે. રાખ તારી પાસે, મારે હાર નથી જોઈતો.”

છતાં પણ એ બોલ્યો “ના, ના સાહેબ આ હાર તો લેતા જ જાઓ. તમે તે હારના પૈસા ચૂકવ્યા છે.”

“અરે ભાઈસાબ મેં કહ્યુંને કે એ હારનું મારે શું કરવું? હું તો હવે ઘરે જ જાઉં છું.”

“તો એક કામ કરો સાહેબ આ હાર તમે ઘરે લેતા જાઓ.” સ્મિત સાથે તેના તરફ જોઈ બોલ્યો કે “દીકરા આનું ઘરે હું શું કરું?”

“ના, ના, તમારે હાર તો લેવો જ પડે કેમકે તમે તેના પૈસા ચૂકવ્યા છે.” બાળકની જીદ સામે શું બોલવું કઈ સમજ ન પડી અને આટલું જ કહ્યું કે

“એ પૈસા તો મેં તને એમજ આપ્યા છે, પ્રેમથી રાખી લે.”

છતાંય જાણે કે એને મારા જવાબથી કંઈ ફેર ન પડતો હોય તેમ ફરીવાર એકનું એક વાક્ય બોલ્યો “હાર તો તમારો જ કેવાય ને તમારે જ લઇ જવાનો.”

અંતે કંઈ ન સુજ્યું તો મેં કહ્યું ” એક કામ કર, તું મંદિરમાં જા અને આજે તું આ હાર ભગવાનને ચઢાવી આવજે”

જાણે કે તેને આ રુચ્યું અને તે બોલ્યો “હા સાહેબ એ બરોબર. ચાલો એમજ કરું છું.”

મને પણ થયું કે ગજબ છોકરો છે. અને તેની વાતોએ જાણે કે મને પણ વિચારતો કરી મુક્યો. આ વિચારમાંને વિચારમાં હજુ તો હું થોડું આગળ ચાલ્યો હોઇશ ત્યાં ફરી એજ અવાજ કાને અથડાયો “ઓ સાહેબ”

ફરીથી એજ બાળક મારી સામે આવી ઉભો રહ્યો ને આ જોઈ હવે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો ને મારાથી સહજ ઊંચા અવાજે બોલાય ગયું “હવે શું છે? હવે તો જા.”

આટલું બોલતા બોલાઈ તો ગયું પરંતુ સામેના બાળકે જે કહ્યુંએ સાંભળી હું છકક થઇ ગયો અને જાણે કે મને મારા જ બોલાયેલા શબ્દો પ્રત્યે ઘૃણા થવા લાગી. મારા બોલાયેલા શબ્દોની સામે કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર એ માત્ર એટલું બોલ્યો

“સાહેબ તમારું નામ તો જણાવો. હું ભગવાન પાસે આ હાર ચઢાવી, તમારું નામ લઇ ભગવાન પાસે તમારી સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના તો કરી શકું. તમારું નામ ન જાણતો હોઉં તો કોના માટે પ્રાર્થના કરું?”

આ સાંભળી મારી આંખમાંથી સહજ અશ્રુબિંદુ ખરી પડ્યું અને મારુ ખુદનું અસ્તિત્વ જાણે કે ભૂલી ગયો હોઉં તેમ તે બાળકને ભેટી પડ્યો.

થોડીવારે સ્વસ્થતા પ્રાપ્ત થતા વિચાર આવ્યો કે આ બાળકની પ્રાર્થના સાચે જ ઈશ્વર સાંભળશે જ અને જવાબ આપ્યો કે

“દીકરા આપણા નામ તો આ જગતના લોકોએ પાડ્યા છે, ઉપરવાળો તો દરેક ને એક માનવ સ્વરૂપે જ જુએ છે. તો જા દીકરા અને સમગ્ર માનવ જગત માટે પ્રાર્થના કરજે.”

-અજ્ઞાત

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આ તમારો પ્રશ્ન છે.મારે શું લેવાદેવા?*

એક ખેડૂત હતો.એના ઘરમાં ઉંદર આવી ગયો હતો.ખેડૂત ઉંદર પકડવા માટેનું પાંજરું લાવ્યો પણ પાંજરું જોઈને ઉંદર ગભરાઈ ગયો.એને થયું કે ખેડૂત મને પાંજરામાં પુરીને મારી નાખશે. એટલે ઉંદરે તે ઘરની અંદર રહેલા કુકડાની મદદ માંગી કે હે કુકડા, ખેડૂત મારા માટે પાંજરું લાવ્યો છે એટલે તું મને બચવા માટે કંઈક મદદ કર. પરંતુ કુકડાએ કહ્યું કે આ તારો પ્રશ્ન છે હું તને મદદ ના કરી શકું. ત્યારબાદ ઉંદરે તે ખેડૂતના વાડામાં રહેલા બકરાને કહ્યું કે ખેડૂત ઉંદર પકડવાનું પાંજરું લાવ્યો છે. એટલે તું મને મદદ કર અને બચાવ. બગલાએ કહ્યું કે આ તો તારો પ્રશ્ન છે. હું તને કશી મદદ ના કરી શકું.ઉંદર પાછો નિરાશ થઈ ગયો. ત્યારબાદ ઉંદર ગામની બહાર આવેલા તળાવ પાસે ગયો. તળાવમાં ઘણી માછલીઓ હતી. ઉંદરે માછલીઓને કહ્યું કે ખેડૂત ઉંદર પકડવાનું પાંજરુ લાવ્યો છે અને મને પકડી લેશે. તમે મને મદદ કરો. પરંતુ માછલીઓએ કહ્યું કે આ તો તારો પ્રશ્ન છે અમે શું કરીએ?

બધી જગ્યાએ નકારાત્મક જવાબ સાંભળીને ઉંદર નિરાશ થઈ ગયો અને આખરે ઘરે પાછો આવ્યો. હવે બન્યું એવું કે તે દિવસે રાત્રે જ્યારે પાંજરું ઘરમાં મૂકવામાં આવ્યું ત્યારે ઉંદરને ખબર હતી કે પાંજરું મૂકેલું છે એટલે ઉંદર દૂર રહ્યો. પરંતુ તે વખતે એક સાપ અનાજની શોધમાં ઘરમાં આવી ચડ્યો અને ભૂલથી સાપની પૂંછડી પાંજરામાં ફસાઈ ગઈ એટલે સાપ તરફડીયા મારવા માંડ્યો. આ અવાજ સાંભળીને ખેડૂતની પત્ની ત્યાં દોડીને આવી પરંતુ અંધારામાં તેને ખબર નહીં એટલે સાપ પર તેનો પગ આવી ગયો એટલે સાપે ખેડૂતની પત્નીને ડંખ માર્યો એટલે ખેડૂતની પત્ની બેભાન થઈ ગઈ. એ જોઈને તરત જ ખેડૂત દોડી આવ્યો અને તાત્કાલિક એની પત્નીની સારવાર કરવા લાગ્યો. પરંતુ સ્થિતિ ગંભીર હતી એટલે ખેડૂત તેને ડોક્ટર પાસે લઈ ગયો.

ડોક્ટરે ખેડૂતની પત્નીની સારવાર કરી અને કહ્યું કે તમારી પત્નીને મરઘીનો સૂપ બનાવીને પીવડાવવાની જરૂર છે એટલે ઘેર જઈને મરઘીનો સુપ પીવડાવજો. ઘેર જઈને ખેડૂતે પોતાના ઘરમાં રહેલા કુકડાને મારી નાખીને તેનું સૂપ બનાવીને પોતાની પત્નીને પીવડાવ્યું. સૂપ પીવાથી ખેડૂતની પત્ની સાજી થઈ ગઈ. પત્ની સાજી થઈ ગઈ એટલે ખેડૂત અત્યંત ખુશ થઈ ગયો એટલે એણે પોતાના ઘરની અંદર મિજબાની કરવાનું નક્કી કર્યું અને એ માટે પોતાના વાડામાં રહેલા બકરાની પસંદગી કરી. બકરાને હલાલ કરીને ઘરની અંદર મિજબાની કરી. આ સમાચાર ચારેબાજુ વાયુવેગે ફેલાઈ ગયા અને સંબંધીઓને ખબર પડી કે ખેડૂતની પત્નીને સાપ કરડ્યો હતો અને હવે તે સાજી થઈ ગઈ છે એટલે સગા સંબંધીઓ ખેડૂતના ઘરે મળવા આવ્યા. પરંતુ આટલા બધા સગાની સરભરા કેવી રીતે કરવી? એટલે ખેડૂત ગામની બહાર આવેલા તળાવ પાસે ગયો અને ત્યાં જઈ તળાવમાં જાળ નાખીને તળાવમાં રહેતી માછલીઓને પકડીને ઘેર લઈ આવ્યો અને મોટી મિજબાની કરી અને બધા સગા સંબંધીઓને ખુશ કરી રવાના કર્યા.

ઉંદર આ બધો જ તમાશો જોઈ રહ્યો હતો. મૂળ વાત એ છે કે ઉંદરે બધાની પાસે મદદ માંગી. પરંતુ બધાએ એવું જ કહ્યું કે આ તારો પ્રશ્ન છે. અમારે શું લેવાદેવા? પરંતુ જ્યારે કોઈ એક માણસના જીવનમાં પ્રશ્ન થાય છે ત્યારે બીજા માણસો માટે પણ એ પ્રશ્ર્ન જ હોય છે. પરંતુ તેમને સમજાતું નથી.થી આપણી આસપાસ કોઈ દુઃખી ન રહે તે જોવું અને માણસ તરીકે મદદ કરવા તત્પર રહેવું.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

લેડી પોલીસનો ખુશી અને દુઃખનો જાત અનુભવ

એક સાંજે મારી નોકરી પુરી કરીને ઘરે જતી હતી ધીમો-ધીમો વરસાદ ચાલુ હતો. સરસ મજાના વાતાવરણ ને માણતી – માણતી ધીમે ધીમે મારું ટુ વ્હીલર લઈને જતી હતી.
તળાવ ની પારે પહોંચી ત્યારે અચાનક મારી નજર એક ટેણીયા પર પડી. સ્કુલ નો યુનિફોર્મ પહેર્યો હતો. પેન્ટ ક્યાય સુધી વાળી ને એને પગ ઉપર ચડાવી દીધું હતું. મોટી બધી બેગ ખમ્ભે લટકાવી હતી જે એનાથી ઉપડતી પણ ન હતી. એટલે એને જોતા લાગ્યું કે સ્કૂલથી ઘરે જતો હતો.

મેં આગળ જઈ બ્રેક મારી વાહન સાઈડ માં ઉભી રાખ્યું. બાળક નજીક આવ્યું એટલે મે પૂછ્યું કે ક્યાં જઈશ? ઘરે જાઉં છે? તો કે હા….મે કીધું કે કઈ બાજુ રહેશ તું? એટલે એ મારા ઘરથી થોડોક જ દૂર રહેતો હતો.

રસ્તા માં બધે પાણી ભરાય ગયું હતું. તો મનમાં થયું કે આ બાળક ને ઘરે મુકી આવું. એટલે મે તરત જ કીધું કે ચાલ બેસી જા હુ તને તારા ઘર સુધી મુકી જાઉં. તો તરત જ ટેણીયાએ ના પાડી કે ના મારે નથી આવવું….તમે જાવ. હુ વઈ જઈશ.. મે કીધું કેમ? બેસી જા તને મુકી જાઉં. બે થી ત્રણ થી વાર કીધું પણ ન બેઠો ને ચાલતો થઇ ગયો…
હુ તેની બાજુમાં ધીમે ધીમે ગાડી લઈને જતી હતી ને મે ફરી થી હસી ને કિધુ કે કેમ નથી બેસવું ? બેસી જા તો કે ના હુ વઈ જાઈશ…

મે રેઇન કોર્ટ પહેર્યો હતો એટલે મારો યુનિફોર્મ દેખાતો ન હતો એટલે મે કીધું બેટા બેસી જા હુ પોલીસ જ છું ડર નહીં…તો કે ના પણ મારે નથી બેસવું..ફરી થી કીધું મે તોય એ ટેણીયુ ન જ બેઠું….

મારે મોડું થતુ હતું એટલે પછી હુ નીકળી ગઈ…પણ રસ્તા મા વિચાર કરતી કરતી જતી હતી કે…
વધતા જતા અપહરણ ના કિસ્સા ના લીધે આ બાળક ને ઘરેથી શીખવવામાં આવ્યું હશે ને કે કોઈ પણ ગમે એટલુ કે છતા પણ કોઇ સાથે જ્વુ નહિ….કોઈ ગમે તેવી લાલચ આપે તોય કોઈ સાથે જવાનું નહીં.

આ જોઈને એક બાજુ મને ખુશી થઇ કે આ બાળક પોતાના દ્રઢ નિર્ણય પર કેટલો મક્કમ છે કે હું કહુ છું કે હુ પોલિસ છું તોય એ મારી સાથે ન બેઠુ..ને મારા પર વિશ્વાસ ન કર્યો.

અને એક બાજુ થોડું દુઃખ થયું કે આટલા વરસાદમાં આટલા પાણીમાં પણ એ ટેણીયુ ઘરે બેગ નો વજન ઉંચકી ને ચાલી ને એકલું જતું હતું….

લેખક – અજ્ઞાત

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

નાનકડી કથા-૧.
માતાનાં નામે હતી તે જગ્યા, પોતાના નામે કરી લેવાની ઈચ્છા થી બંને ભાઈઓ ‘માઁ’ પોતાના ઘરે રહે ,તે બાબત ને લઈ ને બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા. તેઓએ ‘માઁ’ ને પૂછ્યું તો ‘માઁ’ એ કહ્યું, હું જે ત્રણ ગોળીઓ લઉ છું, તેના નામ જે બતાવી આપે, તેના ઘરે હું જઈશ. બંને ભાઈ ઓ નીચું જોઈ ગયા.

નાનકડી કથા-૨.
ભણવા માટે દૂર ગયેલા દિકરા એ માતાને પત્ર લખ્યો, કે અહિંયા મારાં જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં. પત્ર વાંચી ને માતા એ એક વખતનું ભોજન બંધ કર્યું, કેમ કે પત્રના અંતમાં પુત્રનાં આંસુ થી શાહી બગડેલી હતી.

નાનકડી કથા-૩.
દાદા ની લાકડી પકડી ને દાદાને લઈ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા, જોજે, ધીમે ધીમે, દાદા પડી ન જાય. દાદા હસીને બોલ્યા, હું કંઈ પડતો હોય, મારી પાસે બે લાકડી ઓ છે.

નાનકડી કથા-૪.
કેરીનાં ઝાડ પર ચઢીને કેરીને ચોરતા છોકરાં ના વાસે રખેવાળે લાકડી મારી અને તેને બીવડાવવા માટે થોડી વાર માટે ઝાડના થડ સાથે બાંધી દીધો. કોણ જાણે કેમ એ ઝાડને ફરી કદીયે ફળ આવ્યાં નહિં.

નાનકડી કથા-૫.
ઓફિસથી થાકેલા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા, તે જોઈને રાત્રે દિકરી એ પિતાજી ના પીઠ પર માલીશ કર્યું. આ જોઈએ દાદી બોલ્યા થાળીમાંથી વાટકીમાં અને વાટકીમાં થી થાળીમાં.

નાનકડી કથા-૬.
પિતાજીના ગયાં પછી સંપત્તિ ની વહેચણી કર્યા બાદ ઘરડી ‘માઁ’ ને પોતાના ઘરે લઈ જતી દિકરી બોલી , હું ખૂબ નસીબદાર છું, મારા ભાગે તો જીવન આવ્યું છે.

નાનકડી કથા-૭.
ગઈ કાલે મારો છોકરો મને કહે, પિતાજી હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં, કેમકે તમે પણ કદી દાદા દાદી ને છોડીને ગયા નથી. આ સાંભળી ને મને મારા વડીલો ની મિલકત મળી ગયાં નો આનંદ થયો.

નાનકડી કથા-૮.
તેના પતિ ના મિત્ર હોસ્પિટલમાં મળવા આવ્યા. જતા જતા પરાણે ૫૦૦૦રુ. તેના હાથ માં આપ્યા અને કહ્યું લગ્ન માં બહેન ને દક્ષિણા આપવાની રહી ગઈ હતી. તે દિવસે મળેલી બધી ભેટો માં આ શ્રેષ્ઠ હતી.

નાનકડી કથા-૯.
આજે ઓફિસ થી છૂટી ને ભેળ ખાવાની બહુ ઈચ્છા હતી, પણ સાસુજી ને મંદિર જવાનું મોડું થાય તેથી ઘરે જલ્દી પહોંચી ગઈ. જઈને જેવી રસોડામાં ગઈ તો સાસુજી એ કહ્યું ચાલ જલ્દી, હાથ પગ ધોઈ લે, કેરી નાખીને ભેળ બનાવી છે, ઘણાં દિવસથી મને ખાવાનું મન હતું.

નાનકડી કથા-૧૦.
સાંજના સમયે સુમતીબેન માળા ફેરવતા હતા, ત્યાં છોકરો નોકરી એ થી ઘરે આવ્યો, તેની સાથે મોગરાના ફૂલ ની સુગંધ આવી. તેને થયું આજે વહુ મોગરાનો ગજરો હમણાં માથાં માં નાખી ને આવશે. પણ ત્યાં તો તેણે જોયું કે શ્રીકૃષ્ણ ભગવાન માટે મંદિર ની થાળીમાં મોગરાના ફૂલ હતાં. *ભગવાન પણ ગાલમાં હસતાં હતાં.

હકારાત્મક વિચારો.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

નાટક……
“જનેતાની ઊંચાઈ”
લેખક : દશરથ પંચાલ નાટ્ય રૂપાંતર–જગદીશ રથવી
પડદો ખુલે છે,
(બેંકની બહાર આવીને એક વૃદ્ધ દંપતિ બેંકના પગથિયે બેઠાં હોય છે.)
વૃદ્ધ માજી (ઉભા થઈને વૃદ્ધ પતિને કહે છે.)— તમે,અહીં બેસો હું કેશીયરને મળીને આવું છું.
વૃદ્ધ- આ બેંકની પાસબુક તો લઈ જા, ઠાલે હાથે તને એ પૈસા કેવી રીતે આપશે?
વૃદ્ધા- (કરચલીઓવાળા ગાલમાં હસીને પાસ બુક લે છે.) હા,તમારી વાત સાચી છે,હું તો ભૂલી ગઈ હતી.
વૃદ્ધ–પૈસા આપે એ પૂરા ગણીને લાવજે.અને હવે પૈસા લીધા વિના પાછી આવતી નહીં. થાકી ગયા છીએ, ધક્કા ખાઈ ખાઈને.
વૃદ્ધા — એ સારું,તમે સાચવીને બેસજો.
વૃદ્ધ — એ હા,પણ તું જલ્દી આવજે, જોજે પાછી ,બૈરાંની લાઈનમાં ઉભી રહેજે,ઝટ,વારો આવે.
(વૃદ્ધા બેંકમાં જાય છે એ જોતાં જોતાં બોલે છે,)
જ્યાં જુઓ,ત્યાં લાઈન.આપણા પૈસા લેવાના એમાં પણ લાઈન..આ સરકાર કે દિવસે લાઈન પર આવશે,ખબર નથી પડતી,આ તે ભીખ છે કે ….
પડદો ખુલે છે,
(બેંકમાં કેશીયરની જોડે વૃદ્ધા ઉભાં છે.)
વૃદ્ધા.(.કાઉન્ટર પર જઈને પૂછે ) –‘મારા ખાતામાં દીકરાએ પૈસા મોકલ્યા છે?’
કાઉન્ટર–માજી તમે આંતરે દિવસે બેંકમાં આવો છો,તમને દર વખતે મારે એજ જવાબ આપવો પડે છે કે નથી આવ્યા.
વૃદ્ધા– સારું ભાઈ,કોઈ વાંધો નહીં, ફરી આવીશ.
(એ પાછું ફરવા જતાં એમને ચક્કર આવી જાય છે,તે પડી જાય છે,કેશિયર ઉભા કરે છે,પાણી આપે છે,સારૂ લાગતાં)
કેશિયર– ‘માજી આટલી ઉંમરે બેંકમાં તમે શું કામ આવો છો? દીકરાને મોકલતાં હોય તો!’
વૃદ્ધા—- ‘એક જ દીકરો છે, તે બેંગ્લોર નોકરી કરે છે, દર મહિને પૈસા મોકલે છે, પણ હમણાંથી ખાતામાં પૈસા નથી આવતા.’
કેશિયર —-‘તમારા દીકરાને ફોન કરીને પૂછી જુઓ, તે કેમ નથી પૈસા મોકલતો?’
વૃદ્ધા—– ‘એક વખત સરપંચે ફોન કરેલો, પણ દીકરાની તબિયત સારી નહોતી.’
કેશિયર—-, ‘મને તમારા દીકરાનો નંબર આપો.’
(માજીએ મેલીઘેલી પાસબુક આપી. તેના ઉપર નંબર લખેલો હતો.કેશિયરે પાસબુક લઈ પોતાના મોબાઈલમાં પાસબુકમાં લખેલો નંબર જોડે છે.)
મોબાઈલ— ‘આ નંબર અસ્તિત્વમાં નથી’
કેશિયર–માજી,નંબર તો નથી લાગતો,પણ હું ફરી પ્રયત્ન કરી જોઈશ,તમે થોડીવાર બહાર બેસો.હું ફોન કરું છું,હવે,તમારે ધક્કા ખાવા નહીં પડે.
વૃદ્ધા—(આશીવાઁદ આપતાં હોય એમ બે હાથ લાંબા કરે છે.)
ભગવાન, તમારું ભલું કરશે.
(બહાર જાય છે. )
કેશિયર–આ માજી વારંવાર ધક્કા ખાય છે,લાવને હું જ એમના ખાતામાં થોડા પૈસા નાખી દઉં.
(માજીને બોલાવે છે અને કહે છે.)
કેશિયર– માજી, અહીં આવો.
વૃદ્ધા…હા,બોલો ભાઈ,શું થયું?
કેશિયર—તમારા દીકરા સાથે મારે વાત થઈ, તેની નોકરી છૂટી ગઈ હોવાથી તે પૈસા મોકલતો નહોતો, હવે બીજી જગ્યાએ એને નોકરી મળી ગઈ છે એટલે આવતા મહિનાથી તમને પૈસા મોકલશે.’
વૃદ્ધા : ‘બેટા, આ વાત તમે મારા પતિ બહાર બેઠા છે એને કહેશો?’
કેશિયર–, ‘તમે જ કહી દો ને! મારાથી ચાલું નોકરીએ બહાર ન જવાય.
વૃદ્ધા— ‘હું દર બે દિવસે એમને કહું છું, આજે તેઓ મારી સાથે આવ્યા છે ને બેંકની બહાર બેઠા છે. હું કહીશ તો એમને મારી વાત પર વિશ્વાસ નહીં આવે….
કેશિયર—-એમાં વિશ્વાસ કરવાની વાત જ ક્યાં આવી? પૈસા ન મોકલે તો પૈસા ન જ મળે.
વૃધ્ધા—-તમારી એ વાત સાચી છે,પણ ખરેખર તો મારા દીકરાને કોરોના ભરખી ગયો છે, તે વાત હું જાણું છું પણ મારા પતિ એ સમાચાર સહી નહીં શકે, માટે મેં એમને કહ્યું નથી!
કેશિયર-(અવાક બની ગયો! એ વૃદ્ધાની ઊંચાઈ પામવા શક્તિમાન ન હતો!) –
— માજી,હું તો ખોટું બોલીને તમને આશ્વાસન આપવા માગતો હતો
વૃદ્ધા— હા,હું પણ જાણતી હતી કે મારા દિકરાનો નંબર કે મારો દીકરો અસ્તિત્વમાં નથી,પણ શું કરું?? એમના અસ્તિત્વને માટે હું અહીં આવવાનું નાટક કરું છું.
કેશિયર — માજી,આ ઉપરવાળાની લીલા પાસે આપણે પામર છીએ..હું દાદાને મળીને વાત સમજાવી જોઉં.
વૃદ્ધ —(બેંકની બહાર રાહ જોઈ રહેલા વૃધ્ધ અંદર આવતાં આ વાત સાંભળીને બોલે છે.)
— તમારી વાત મેં સાંભળી છે,મને તો ખબર જ છે,કે મારો દિકરો કોરોનામાં અવસાન પામ્યો છે, પણ એની મા એ આઘાત સહન ન કરી શકે તે માટે મેં એને કહ્યું નહોતું.હું જ એને બેંકમાં મોકલતો હતો…જેવાં અમારાં ભાગ્ય,ભગવાનને ગમ્યું તે ખરું!
કેશિયર–વાહ,જનેતાની ઉંચાઈ અને વાહ,બાપની ઉંડાઈ…
(પડદો પડે છે.)
સમાપ્ત…

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક સરસ આદત : ભૂલતાં શીખો

એક કાર્ડિયોલોજીસ્ટ [હ્રદય] ના ડોક્ટરના નવા દવાખાનાનું ઉદ્ધાટન હતું. દવાખાનાની મુલાકાતે આવનાર દરેક જણ સામેની દીવાલ પર લખેલું વાક્ય જોઇને અચરજ પામતા. સામેની સફેદ ભીંત પર જુદા જુદા રંગથી જુદી જુદી ભાષામાં મોટા અક્ષરે એક જ વાક્ય લખ્યું હતું, જે ગુજરાતીમાં હતું. ‘મારી પાસે આવી પૈસા ન ખર્ચવા હોય તો આગળ દર્શાવેલો માર્ગ અપનાવો અને આગળના વળાંકની દીવાલ પર એરો કરેલો હતો…’

    આ વાક્ય વાંચી બધા કુતૂહલ સાથે તુરંત તે વળાંક તરફ વળતાં અને તે વળાંક બાદ પેસેજમાં જે દીવાલ હતી તેની બધી સફેદ રંગની દીવાલ પર જુદા જુદા રંગોથી જુદી જુદી ભાષામાં બે અક્ષરનાં નાનાં નાનાં વાક્યો લખ્યાં હતાં, જે ગુજરાતીમાં હતાં,

ભૂલતાં શીખો

હસતાં શીખો

આપતાં શીખો

માફ કરો

નફરત છોડો વગેરે વગેરે…..

અને સામે ડોક્ટરની કેબીન આવતી હતી. ત્યાં દરવાજા પર લખ્યું હતું,

‘જબરદસ્ત યાદશક્તિ ધરાવનારનું સ્વાગત છે.’

‘કંજૂસ લોકો વિશેષ આવકાર્ય છે.’

-આ રીતનું લખાણ અને જુદા જ પ્રકારનું ઇન્ટીરીયર ડેકોરેશનની સ્ટાઇલ જોઇને બધાને નવાઈ લાગી. ડોક્ટર ગૌરવ એક મિત્રે આ બધું વાંચીને આ કઈ રીતનું ઇન્ટીરીયર છે. બહુ પૈસા કમાઈ લીધા છે કે પૈસા કમાવાનો શોખ નથી.’

ડોક્ટર હસ્યા અને બોલ્યા,
‘દોસ્ત, આ સાચો સંદેશ છે.
લોકોના હ્રદયમાં પીડા થાય, તેમને હ્રદય રોગનો હુમલો આવે તો જ આપણી પ્રેક્ટીસ ચાલે તે વાત સાચી, પણ એક સાચા ડોક્ટર તરીકે લોકોને તક્લીફ ન થાય તે માટેનો સાચો રસ્તો બતાવવાની આપણી ફરજ છે. કામ કરી કરીને હદય થાકે અને પીડા થાય એક વાત છે, પણ જૂની જૂની અને નાની નાની તકલીફ્દાયક વાતો યાદ કરીને… દુ:ખી થઈને …ગુસ્સો કરીને … ન કરવાના વિચારો કરીને મન અને મગજ …હ્રદયને જે તકલીફ આપે છે તેથી હદયરોગ વધે છે.

મેં તે માટેનો સંદેશ આપ્યો છે ભૂલતાં શીખો…ભૂતકાળને ભૂલી જાવ, ન ગમતું ભૂલીને આગળ વધી જાવ, સુખ હોય કે દુઃખ સદા હસતા રહો ..દુઃખ પર રડી રડીને તેને વધારો નહિ… નફરત છોડી પ્રેમ કરો …વેર છોડી માફી આપો …જે થાય તેને યાદ રાખો નહિ તો હ્રદયની તંદુરસ્તી સારી રહેશે અને મારી જરૂર નહિ પડે. બાકી જેની યાદશક્તિ બહુ સતેજ છે જેઓ કંઈ ભૂલતા નથી…જેઓ કંજૂસ છે, કંઈ છોડતા નથી, કંઈ આપતા નથી તેમની સારવાર માટે હું અહીં બેઠો છું.’

યુવાન ડોકટરે નાનાં નાનાં વાક્યો દ્વારા જુદી જ રીતે સાચો સંદેશ આપ્યો હતો.
સપ્તરંગની બનેલી આ દુનિયા માં ઈશ્વર એ કોઈના પણ જીવન માં સાતેય રંગ નથી પૂર્યા દરેક જીવન માં કોઈ એક રંગ તો ખૂટે જ છે – જે ખૂટે છે એ મેળવવા ના પ્રયાસ – એનું નામ જ જીવન.😊

सर्वे भवन्तु सुखिनः – सर्वे सन्तु निरामयाः । 🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

झांसी की रानी लक्ष्मीबाई द्वारा महाराजा मर्दन सिंह जुदेव को सैन्य सहायता के लिए लिखा गया हस्तलिखित दुर्लभ पत्र.. !!

अंग्रेजो के दांत खट्टे करने वाली,झांसी की रानी लक्ष्मीबाई के शौर्य और पराक्रम की शौर्यगाथा इतिहास के स्वर्णिम पन्ने मे दर्ज है !!

बुन्देलो हर बोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी ||

स्वतंत्रता सेनानी ,भारत देश की वीरांगना झाँसी की रानी लक्ष्मीबाई व बुंदेला वीर महाराजा मर्दन सिंह जूदेव व बाबू वीर कुंवर सिंह जैसे अनेक स्वतंत्रता सेनानी भारत देश की स्वतंत्रता के लिए अंग्रेजो के विरूद्ध विगूल फूंक ,अंग्रेजो के नाक में दम कर रखा था !!

झाँसी की रानी लक्ष्मीबाई झांसी परास्त होते ही, वह दत्तकपुत्र के साथ बडी चतुरता से निकालकर १०७ मील दूर काल्पी पहुंची ।उनके अंदर अंग्रेजों से बदला प्रतिशोध लेने की अग्नि धधक रही थी और वह अंग्रेजो पर हमले करने की रणनीति बनाने लगी ! उधर कैप्टन ह्यूरोज रानी लक्ष्मीबाई को मारने की रणनीति से पीछे पड़ा हुआ था ! इन सबसे स्वयं को सुरक्षित न देखकर झाँसी की रानी लक्ष्मीबाई ने मध्यप्रदेश के बानपुर-चंदेरी रियासत के बुंदेल वंशी महाराजा मर्दन सिंह जूदेव जी को मदद के लिए पत्र लिखा !! और संदेशा भिजवाया कि एक नारी पर फिरंगियों द्वारा संकट आन पड़ा है ,मै आपसे मदद की गुहार करती हु आप अपने क्षत्रिय धर्म का पालन करे और हमारी रक्षा करे व इस युध्द मे हमारी सहयोग करें !!

महाराजा मर्दन सिंह बुंदेला भोजन करने बैठे थे ,सामने भोजन की थाली थी तभी उनके दूत ने आकर यह समाचार राजा साहब को सुनाया !! मातृभूमि की स्वतंत्रता के लिए एक जुटता व एक नारी मदद की गुहार सुनते ही महाराजा मर्दन सिंह जूदेव भोजन की थाली छोड़कर उठ गये व शाहगढ नरेश राजा बखतवली जूदेव बुंदेला और अपने विश्वासपात्र, कुशल सेनापतियों को बुलाकर सैनिकों की टुकड़ी तैयार किया और झाँसी की रानी लक्ष्मीबाई की मदद के लिए निकल पड़े ||

झाँसी की रानी लक्ष्मीबाई ,महाराजा मर्दन सिंह जूदेव व राजा बखतवली जूदेव बुंदेला जी की संयुक्त सेनाओं व अंग्रेजो के बीच 18 जून सन् 1858 को ग्वालियर के पास कोटा की सराय में भीषण युध्द हुआ !!
जिस युध्द में झाँसी की रानी लक्ष्मीबाई व बखतवली जूदेव बुंदेला जी मातृभूमि की रक्षा करते हुए वीरगति को प्राप्त हुए और महाराज मर्दन सिंह जूदेव जी को अंग्रेजो ने पकड़कर कारागार मे डाल दिया ||

कारागार में डालने के बाद अंग्रेजो ने उनके सामने शर्त रखा कि वह अंग्रेजो की अधिनता स्वीकार कर लें और अंग्रेजो से मित्रता कर ले और उनका साथ दे तो महाराजा मर्दन सिंह जूदेव जो छोड़ दिया जाएगा व उनका राज-पाट उन्हे वापस लौटा दिया जाएगा |

लेकिन क्षत्रिय रक्त,मातृभूमि रक्षक बुंदेला वीर मर्दन सिंह जूदेव जी ने अंग्रेजो की अधिनता ठुकरा दिया !!
और अंग्रेजो की अधिनता की राजपाठ को ठुकरा मातृभूमि की रक्षा मे वीरगति को चुना !! महाराजा मर्दन सिंह जूदेव के इस ढृढ संकल्प और राष्ट्रभक्ति को देखकर अंग्रेज गुस्सा हुए और 12 दिसंबर 1860 को महाराजा मर्दन सिंह जी का समस्त राजपाठ छीन लिया और लाहौर जेल मे बंद कर दिया ||

27 वर्ष तक अंग्रेज महाराजा मर्दन सिंह जूदेव को प्रताड़ना देते रहे और अंग्रेजो की अधिनता स्वीकार करने के लिए विवश करते रहे लेकिन महाराजा मर्दन सिंह जूदेव फिरंगियों की अधिनता स्वीकार नही किए ! इससे और अधिक नाराज होकर अंग्रेज महाराजा मर्दन सिंह जी को अधिनता स्वीकार करने व झुकने के लिए विवश करने लगे और उन्हे 27 वर्ष बाद 1874 मे लाहौर कारावास से निकालकर मथुरा कारावास मे नजरबंद कर अधिनता स्वीकार करने के लिए प्रताड़ित करने लगे ||

लेकिन अपने जीवन के अंतिम पल तक महाराजा मर्दन सिंह जूदेव अंग्रेजो की अधिनता स्वीकार नही किए,और अपने जीवन के अंतिम पल मे यही दुहराते रहे कि –

‘हुकुमत पर कब्जा करके हिन्दुस्तानियन खां गुलाम नही बनाओं जा सकत ,
जीते जी मर जैहों पर गुलामी न स्वीकारहौं” !!

और यही कहते हुए 22 जुलाई 1879 को वीरगति को प्राप्त हो गये ||

महाराजा मर्दन सिंह जूदेव जी गहरवार वंश की शाखा बुंदेला वंशीय क्षत्रिय थे !! वह महान प्रतापी योध्दा,मुगलों के काल महाराजा छत्रसाल बुंदेला जी के वंशज थे ||

महाराजा मर्दन सिंह जूदेव के बलिदान दिवस पर कोटिशः नमन् ||🙏💐
जय हिंद 🙏🇮🇳

Posted in भारतीय मंदिर - Bharatiya Mandir

#ज्ञानवापी मंदिर (काशी विश्वनाथ) के बारे मे विस्तृत जानकारी:

पुराणों के अनुसार, ज्ञानवापी की उत्पत्ति तब हुई थी जब धरती पर गंगाजी नहीं थी तब भगवान शिव ने स्वयं अपने अभिषेक के लिए त्रिशूल चलाकर जल निकाला। यही पर भगवान शिव ने माता पार्वती को ज्ञान दिया। इसीलिए, इसका नाम ज्ञानवापी पड़ा और जहां से जल निकला उसे ज्ञानवापी कुंड कहा गया। ज्ञानवापी का उल्लेख हिंदू धर्म के पुराणों मे मिलता है तो फिर ये मस्जिद के साथ नाम कैसे जुड़ गया?
वापी का अर्थ होता है कूप, बावडी़ । ज्ञानवापी का सम्पूर्ण अर्थ है ज्ञान का तालाब। काशी की छः वापियों का उल्लेख पुराणों मे भी मिलता है।
पहली वापी: ज्येष्ठा वापी, जिसके बारे मे कहा जाता है की ये काशीपुरा मे थी, अब लुप्त हो गई है।
दूसरी वापी: ज्ञानवापी, जो काशी विश्वनाथ मंदिर के उत्तर मे है।
तीसरी वापी: कर्कोटक वापी, जो नागकुंआ के नाम से प्रसिद्ध है।
चौथी वापी: भद्रवापी, जो भद्रकूप मोहल्ले मे है।
पांचवीं वापी: शंखचूड़ा वापी, लुप्त हो गई।
छठी वापी: सिद्ध वापी, जो बाबू बाज़ार मे है और अब लुप्त हो गई।
अठारह (18) पुराणों मे से एक लिंग पुराण मे कहा गया है:
“देवस्य दक्षिणी भागे वापी तिष्ठति शोभना।
तस्यात वोदकं पीत्वा पुनर्जन्म ना विद्यते।”
इसका अर्थ है: प्राचीन विश्ववेश्वर मंदिर के दक्षिण भाग में जो वापी है, उसका जल पीने से जन्म मरण से मुक्ति मिलती है।
स्कंद पुराण मे कहा गया है: उपास्य संध्यां ज्ञानोदे यत्पापं काल लोपजं |
क्षणेन तद्पाकृत्य ज्ञानवान जायते नरः |

अर्थात इसके जल से संध्यावंदन करने का भी बड़ा फल है, इससे भी ज्ञान उत्पन्न होता है, पाप से मुक्ति मिलती है।

स्कंद पुराण:

योष्टमूर्तिर्महादेवः पुराणे परिपठ्यते ।।
तस्यैषांबुमयी मूर्तिर्ज्ञानदा ज्ञानवापिका।।

अर्थात ज्ञानवापी का जल भगवान
शिव का ही स्वरूप है।

पुराण जो ना जाने कितनी सदियों पहले लिखे गए, उसमें भी ज्ञानवापी को भगवान शिव का स्वरूप बताया गया है। सारे पुराण, कह रहे है की ज्ञानवापी हिंदुओं से जुड़ा हुआ है लेकिन आज आप सुनते है की मस्जिद का नाम है ज्ञानवापी मस्जिद। मुस्लिम आक्रांताओं के आक्रमण से पहले काशी को अविमुक्त और भगवान शिव को अविमुक्तेश्वर कहा जाता था।

काशी मे अविमुक्तेश्वर के स्वयं प्रकट हुए शिवलिंग की पूजा होती थी जिसे आदिलिंग कहा जाता था लेकिन मुस्लिम आक्रांताओं के आक्रमणो ने काशी के मंदिरों को कई बार नष्ट किया।मुहम्मद गोरी ने कुतुबुद्दीन ऐबक को बनारस विजय के लिए भेजा। कुतुबुद्दीन ऐबक के हमले में बनारस के 1000 से भी अधिक मंदिर तोड़े गए और मंदिर की संपत्ति कहा जाता है 1400 ऊंटों पर लादकर मोहम्मद गोरी को भेज दी गई। बाद मे कुतुबुद्दीन को सुल्तान बनाकर, गोरी अपने देश वापिस लौट गया।

कुतुबुद्दीन ऐबक ने बनारस मे शासन के लिए 1197 मे एक अधिकारी नियुक्त किया था।बनारस मे ऐबक के शासन ने बड़ी कड़ाई के साथ मूर्तिपूजा हटाने की पूरी कोशिश की। इसका नतीजा ये हुआ की क्षतिग्रस्त मंदिर वर्षों तक ऐसी ही पड़े रहे क्योंकि इन्होंने ऐसा तोड़ा और ऐसा इनका राज चलता था की किसी की हिम्मत ही नहीं हुई की इन मंदिरों को फिर से बनाए। लेकिन 1296 आते -आते, बनारस के मंदिर फिर से बन गए और फिर से काशी की शोभा बढ़ाने लगे।

बाद मे अलाउद्दीन खिलजी के समय, बनारस के मंदिर फिर से तोड़े गए।फिर 14वी सदी मे तुगलक शासकों के दौर मे जौनपुर और बनारस मे कई मस्जिदो का निर्माण हुआ।कहा जाता है, ये सभी मस्जिदे, मंदिरो के अवशेषों पर बनाई गई थी। 14वी सदी मे जौनपुर मे शर्की सुल्तानो ने पहली बार, काशी विश्वनाथ मंदिर को तुड़वाया। 15वी सदी मे सिकंदर लोदी के समय भी बनारस के सभी मंदिरों को फिर से तोड़ा गया।वर्षों तक मंदिर खंडहर ही बने रहे।

16वीं सदी मे अकबर के शासन मे उनके वित्त मंत्री टोडरमल ने अपने गुरु नारायण भट्ट के आग्रह पर 1585 मे विश्वेश्वर का मंदिर बनवाया जिसके बारे मे कहा जाता है की यही काशी विश्वनाथ का मंदिर है। टोडरमल ने विधिपूर्वक ,विश्वनाथ मंदिर की स्थापना ज्ञानवापी क्षेत्र मे की। इसी ज़माने मे जयपुर के राजा मानसिंह ने बिंदुमाधव का मंदिर बनवाया लेकिन दोनों भव्य मंदिरों को औरंगजेब के शासनकाल मे फिर से तोड़ दिया गया।

1669 मे औरंगजेब ने बनारस के सभी मंदिरों को तोड़ने का फरमान दे दिया था जिसके बाद बनारस मे चार मस्जिदो का निर्माण हुआ जिसमें से तीन उस वक्त के प्रसिद्ध मंदिरों को तोड़कर बनी थी। इसमे विश्वेश्वर मंदिर की जगह जो मस्जिद बनी उसे ज्ञानवापी मस्जिद कहा जाता है ये दावा है लोगों का। दूसरा दावा यह है की बिंदुमाधव मंदिर के स्थान पर धरहरा मस्जिद बनी। फिर है आलमगीर मस्जिद जो कृतिवासेशवर मंदिर की जगह बनाई गई।

2: काशी विश्वनाथ मंदिर का 16वी सदी का पुराना नक्शे मे कही भी मस्जिद का कोई भी ज़िक्र नहीं है।बीच मे आप जो हिस्सा देख रहे है वो ज्योतिर्लिंग दिख रहा है।नक्शे को 1820-1830 के बीच ब्रिटिश अधिकारी James Princep ने तैयार किया था।इसमें कहीं भी मस्जिद का ज़िक्र नहीं है। हर जगह, मंदिर बताया गया है और इस नक्शे के मुताबिक मंदिर प्रांगण के चारों कोनो पर तारकेश्वर, मनकेश्वर, गणेश और भैरव मंदिर दिख रहे है। बीच का हिस्सा गृभगृह है जहां शिवलिंग स्थापित है और उसके दोनो तरफ शिव मंदिर भी दिखते है।

3+4: ये जो आप लाल border वाला हिस्सा देख रहे है, इसके बारे मे कहा जाता है की ये आज की मस्जिद की boundary है। पुराने नक्शे मे आपको शिवलिंग दिखाया जा रहा है। अब अगर आज की तारीख मे आप जाइएगा, तो शिवलिंग , मस्जिद परिसर के अंदर दिखता है। अब सवाल यह उठता है की नंदी जी मस्जिद की तरफ क्यों देख रहे है जबकि काशी विश्वनाथ मंदिर तो उनके पीछे स्थित है। नंदी जी तो सदैव शिवलिंग की तरफ ही देखते है।

दावा यह भी किया जाता है की जब औरंगजेब ने मंदिर तोड़ने के बाद वहीं पर मस्जिद बनाने का फरमान दिया था तब मंदिर के गृभगृह को ही मस्जिद का मुख्य कक्ष बनाने की योजना बनाई गई थी। इस योजना के अनुसार पश्चिम के दोनों छोटे मंदिर और श्रंगार मंडप तोड़ दिए गए और गृभगृह का मुख्य द्वार जो पश्चिम की तरफ था उसे चुन दिया गया। ऐश्वर्य मंडप और मुक्ति मंडप के मुख्य द्वार बंद कर दिए गये और मंदिर का यही भाग, मस्जिद की पश्चिमी दीवार बन गया।

5+6+7: मंदिर की पश्चिमी दीवार को ऐसे ही टूटी सिथति मे इसलिए रख दिया गया क्योंकि औरंगजेब चाहता था की हिन्दू समाज को नीचा महसूस हो। जब मंदिर तोड़ा गया उसके मलबे को भी वहीं पड़े रहने दिया गया। दीवारे ,आज भी वैसी ही है। ज्ञानवापी कुंड का जिक्र, पंचकोसी परिक्रमा मे भी है और मध्यकाल की पुरानी कलाकृतियों मे भी ज्ञानवापी कुंड को मंदिर का हिस्सा दिखाया गया है, जहां जाकर भक्त संकल्प लेते है और संकल्प पूरा होने के बाद फिर से ज्ञानवापी आते है।

ज्ञानवापी मे ,पंडितजी, भक्तों का संकल्प छुड़वाते हुए कहते है :हे, ज्ञानवापी के पीठाधीश्वर, मैं, पंचकौसी परिक्रमा का वाचिक, मानसिक रुप से समर्पित करते हुए, मेरे प्राण छूटे तो आपकी शरण प्राप्त हो।

सारे नक्शे, पंचकौसी परिक्रमा, ज्ञानवापी, सारा ज़िक्र, हिंदुओं के साथ मिलता है।काशी की पंचकौसी परिक्रमा का सनातन धर्म मे बड़ा महत्व है।मान्यता है की 25 कौस के इस क्षेत्र मे 33 कोटि देवताओं का वास है। औरंगजेब के मंदिर तुड़वाने के 125 साल बाद इसका पुनर्निर्माण इंदौर की महारानी अहिल्याबाई ने करवाया था।

1777 मे महारानी अहिल्याबाई ने ज्ञानवापी के बगल मे दोबारा विश्वानाथ मंदिर बनवाया।1828 के आसपास, नेपाल के राजा ने मंदिर परिसर मे नंदी की स्थापना करवाई। इसके बाद, महाराजा रणजीत सिंह ने मंदिर के शिखर को सोने से मढ़वाया था।ये सब अभी वाला जो आप काशीविश्वनाथ मंदिर देखते है, उसके बारे मे बताया जा रहा है।

8: एक इतिहास यह भी है की 18वी सदी के दौरान 📷 मराठा सरदार मलहार राव ने काफी कोशिश की थी की ज्ञानवापी मस्जिद की जगह मुस्लिम ,वाजिब मुआवजा लेकर, विश्वनाथ मंदिर फिर बनवा दे लेकिन अंग्रेज, मस्जिद तोड़कर मुस्लिम समाज को नाराज़ नहीं करना चाहते थे।

काशी विश्वनाथ मंदिर और ज्ञानवापी मस्जिद का मामला 1936 मे कोर्ट भी पहुंचा था। तब मुस्लिम पक्ष ने पूरे परिसर को मस्जिद करार करने की अपील भी की थी। 1937 मे वाराणसी ज़िला अदालत ने मुस्लिम पक्ष की अपील को खारिज करते हुए कहा था की ज्ञानकूप के उत्तर मे ही भगवान विश्वनाथ का मंदिर है क्योंकि कोई दूसरा ज्ञानवापी कूप बनारस मे नहीं है।जज ने ये भी लिखा की एक ही विश्वनाथ मंदिर है जो ज्ञानवापी परिसर के अंदर है।

इतिहासकार अनंत सदाशिव अलतेकर ने 1937 मे एक किताब प्रकाशित करते है ‘History Of Banaras’। इसमें भी कहा गया है की मस्जिद के चबूतरे पर स्थित खंबों और नक्काशी को देखने से प्रतीत होता है कि ये 14वी-15वी शताब्दी के है।प्राचीन विश्वनाथ मंदिर मे ज्योतिर्लिंग 100 फीट का था।अरघा भी 100 फीट का बताया गया है। ज्योतिर्लिंग पर गंगाजल, बराबर गिरता रहा है, जिसे पत्थर से ढक दिया गया।यहां, शृंगार-गौरी की पूजा-अर्चना होती है। तहखाना यथावत है, ये खुदाई से सपष्ट हो जाएगा।

विश्वनाथ मंदिर, बार-बार गिराए जाने का उल्लेख, विद्वान नारायण भट्ट ने अपनी किताब ‘त्रिस्थली सेतु’ मे भी किया है।ये किताब संस्कृत मे 1585 मे लिखी गई थी। नारायण भट्ट ने अपनी किताब मे लिखा है की अगर कोई मंदिर तोड़ दिया गया हो और वहां से शिवलिंग हटा दिया गया हो या नष्ट कर दिया गया हो, तब भी वो स्थान महात्म्य की दृष्टि से विशेष पूजनीय है।अगर मंदिर नष्ट कर दिया गया हो तो खाली जगह की भी पूजा की जा सकती है।

इतिहासकार डा. मोतीचंद ने अपनी किताब ‘काशी का इतिहास’ मे लिखा है की “विद्वान नारायण भट्ट का समय 1514 से 1595 तक था और ऐसा जान पड़ता है की उनके जीवन के बड़े काल मे काशी मे विश्वनाथ मंदिर नहीं था”। मतलब उस दौर मे मंदिर तोड़ा हुआ था, उसका पुनर्निर्माण नहीं हुआ था और ऐसा पता चलता है की औरंगजेब से पहले विश्वनाथ के 15वीं सदी के मंदिर के स्थान पर कोई मस्जिद नही बनी थी।ज्ञानवापी मस्जिद का 125×18 फुट नाप का पूरब की ओर का चबूतरा शायद 14वीं सदी के विश्वनाथ मंदिर का बचा हुआ भाग है।”

डा. मोतीचंद यह भी बताते है की मंदिर केवल गिराया ही नहीं गया उस पर ज्ञानवापी की मस्जिद भी उठा दी गई।मस्जिद बनाने वालों ने पुराने मंदिर की पश्चिमी दीवार गिरा दी और छोटे मंदिरों को जमीदोंज कर दिया।पश्चिमी उत्तरी और दक्षिणी द्वार भी बंद कर दिए गए।द्वारों पर उठे शिखरों को गिरा दिया गया और उनकी जगह पर गुंबद खड़े कर दिए गए।गर्भगृह मस्जिद के मुख्य दालान में परिणित हो गया। चारों अंतरगृह बचा लिए गए और उन्हें मंडपों से मिलाकर 24 फुट दालान निकाल दी गई।मंदिर का पूर्वी भाग तोड़कर एक बरामदे में बदल दिया गया।

इसमें अब भी पुराने खंभे लगे हैं। मंदिर का पूर्वी मंडप, जो 125×35 फुट का था, उसे एक लंबे चौक में बदल दिया गया।

“तीन चीजें ज्यादा देर तक छिपी नहीं रह सकतीं: सूर्य, चंद्रमा और सत्य” – भगवान बुद्ध
शिव ही सत्य हैं।
नंदी महाराज का वर्षों का इंतजार खत्म हुआ, बाबा मिल गए।

हर हर महादेव

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ગુંડો હેર કટીંગ કરવા માટે વાણંદ ની દુકાને ગયો ત્યારે એણે વાળંદને કહ્યું કે જો તું મને જરા પણ ઈજા પહોંચાડ્યા વિના મારા વાળ કાપી દે તો હું તને ઇનામ આપીશ પરંતુ મને જરા પણ ઈજા થઈ તો તારી ગરદન ઉડાવી દઈશ. આવી શરત લઈને તે આખો દિવસ બધા વાણંદ પાસે ફરતો રહ્યો પણ કોઈએ આ શરત મંજૂર ન રાખી અને કોઈપણ એના વાળ કાપવા તૈયાર થયું નહીં. ત્યારે એક નવો હિંમતવાન, હજુ નવો નવો જ ધંધો શરૂ કરેલો એવો વાળંદ આ કામ માટે તૈયાર થયો અને એકદમ વ્યવસ્થિત રીતે જરા પણ ઈજા પહોંચાડ્યા વિના, એ ગુંડા ના વાળ કાપી દીધા. ત્યારે ગુંડો ખુશ થયો અને 50000 રૂ. ઇનામ આપ્યું, પરંતુ ગુંડા એ પૂછ્યું કે તને મારા વાળ કાપતા બીક ન લાગી ત્યારે પેલા વાળંદે જવાબ આપ્યો કે અસ્તરો તો મારા હાથમાં જ હતો. જો જરા પણ ઈજા થઈ હોત તો હું જ તારી ગરદન ઉડાવી દેત. આ સાંભળીને પેલો ગુંડો પરસેવે રેબજેબ થઈ ગયો. *બસ આટલું જ કરવાનું હતુ.* અત્યાર સુધીના આપણા દેશના રાજકીય નેતાઓ 370 ની કલમ, રામ મંદિર અને સર્જીકલ સ્ટ્રાઈક જેવા નિર્ણય લેવા માટે બીક લાગતી કે આવું કરવાથી શું થશે? શું થશે?. પરંતુ એક હિંમતવાન મહાપુરુષ આવ્યો અને પેલા હિંમતવાળા વાળંદની જેમ જ કામ કરી બતાવ્યું. બીક હતી એવું કંઈ જ થયું નહીં.
“હિંમત એ મર્દા તો મદદે ભગવાન.
હજી યુનિફોર્મ સિવિલ કોડ તથા પાકિસ્તાનના કબજામાં રહેલ કશ્મીર જેવા ઘણા મુદ્દાઓ બાકી છે. તો 2024 માં સહકાર આપવો એ આપણી જવાબદારી છે.
* *જય શ્રી રામ*
🙏🙏🙏🙏