Posted in खान्ग्रेस

કેવા કેવા ષડયંત્ર #સરદાર વિરુદ્ધ ચાલતા હતા?

… અને દેશે પોતાના ‘સરદાર’ એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ગુમાવી દીધા….

સરદાર પટેલ સામે કેવા કેવા ષડયંત્રો ચલાવાયા…? ગાંધીજીની હત્યા બાદ સરદાર સામે જે ષડયંત્ર ચલાવાયુ તેના તાર તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના આવાસ સુધી પહોંચતા હતા.

જયપ્રકાશ નારાયણ અને સમાજવાદીઓએ રેલી કરી અને સરદાર પટેલ સામે જુઠ્ઠા આરોપો લગાવ્યા એટલું જ નહીં એવા જ આરોપો જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન અને કમલાદેવી ચટ્ટોપાધ્યાયે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ લગાવાયા. ગાંધીજીના આ સિપેહસાલાર ગાંધીજીની હત્યાથી ક્ષુબ્ધ હતા, દુ:ખી હતા ત્યારે બીજી તરફ સમાજવાદીઓએ સરદારને બદનામ કરવાના કાવતરા કરવા માંડ્યા હતા.

સામ્યવાદી પાર્ટીના મહામંત્રી પી. સુંદરૈયાએ ‘સરદાર, આરએસએસ અને હિંદુ મહાસભાએ મળીને ગાંધીજીની હત્યા કરી હોવાનો વાહિયાત આરોપ લગાવ્યો તો સમાજવાદીઓએ સરદાર ગાંધીજીને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા એવો સીધો અને તાનાશાહ હોવાનો આડકતરો આરોપ લગાવ્યો. પોતાની દેશભક્તિ, પદનિષ્ઠા, ગાંધીજી પ્રત્યે શ્રદ્ધા ઉપર થતા પ્રહારોથી સરદાર ક્ષણભર માટે નિરાશ થયા અને નેહરૂના મંત્રી મંડળમાંથી મુક્ત થવા રાજીનામું પણ લખી દીધુ. જોકે બાદમાં રાજીનામુ ન આપ્યું પરંતુ તેઓ કેટલા દુખી હતા તે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં જોવા મળ્યું.

સરદાર પટેલનો વિરોધ કરનારા બે પ્રકારના લોકો હતા, સમાજવાદીઓ (સોશ્યાલિસ્ટ) અને સામ્યવાદીઓ (Communist), આ બંને પ્રકારના લોકો સ્વપ્નશીલ હતા વ્યવહારુ નહોતા જ્યારે સરદાર પટેલ માટે રાષ્ટ્ર હિત સર્વોપરી હતું અને એ જ કારણે સરદાર આ બંને પ્રકારના લોકોને ભાવ નહોતા આપતા. બંને પ્રકારના લોકોએ એક તરફ જ્યાં સરદારને બદનામ કરવાનો આરંભ કર્યો હતો ત્યારે સરદારે એમની મંશા શું હોઈ શકે એનો તાગ મેળવ્યો અને પછી આ આખી લોબીને ખબર પડી ગઈ કે ‘સરદાર’ એટલે કોણ?

બન્યું એવું કે જેપી અને એમના સાથીઓ સરદાર વિરુદ્ધ કાવતરા કરી રહ્યા હતા ત્યારે દેશનો ગુપ્તચર વિભાગ પણ એમની ઉપર સાવચેતીપૂર્વક નજર રાખી રહ્યો હતો. જેપી એન્ડ કંપનીની ગતિવિધિઓ વિશે ગુપ્તચર વિભાગનો રિપોર્ટ આવ્યો જેમાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો કે જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા અને કમલાદેવી ચટ્ટોપાધ્યાયને હિતમાં રાખીને આખું કાવતરું ઘડાયુ હતું. સરદાર પટેલે 6ઠ્ઠી ફ્ર્બ્રુઆરી, 1948ના દિવસે એ રિપૉર્ટ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને મોકલી આપ્યો.

આ રિપૉર્ટ શું હતો? આ રિપૉર્ટ ‘સરદાર પટેલ્સ કોરસપોન્ડસ, ખંડ – 6, દુર્ગાદાસ માં પ્રુષ્ઠ 33 ઉપર છે. રિપૉર્ટમાં જે લખાયુ તે આ મુજબ હતું..

‘એ જાણવા મળ્યું છે કે સમાજવાદી પાર્ટીએ કૉંગ્રેસ સંગઠન અને સરકારમાં શક્તિ પ્રાપ્ત કરવા માટે ગાંધી હત્યા બાદ ઉપસ્થિત થયેલી પરિસ્થિતિઓનો લાભ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. સમાજવાદીઓ એવું ઇચ્છે છે કે તેમને અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટી (AICC)માં ત્રણ કે ચાર બેઠકો મળી જાય. જયપ્રકાશ નારાયણના દિલ્હી સ્થિત નિવાસ ઉપર બંધ બારણે એક બેઠક થઈ જેમાં દિલ્હીમાં ઉપસ્થિત સર્વે સમાજવાદીઓએ ભાગ લીધો. આ બેઠકમાં જેનાથી તેમના સપના સાકાર થઈ શકે એ રણનીતિ નક્કી કરવામાં આવી. બેઠકમાં ગૃહમંત્રી સરદાર પટેલ વિરુદ્ધ સતત એક અભિયાન ચલાવવું એવું નક્કી કરવામાં આવ્યું. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે સરદાર પટેલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને સરદાર બલદેવસિંહને કેન્દ્ર સરકારમાંથી દૂર કરવામાં આવે અને તેમના સ્થાન પર જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા અને કમલાદેવી ચટ્ટોપાધ્યાયને મંત્રીપદ આપવામાં આવે. પોતાના ઇરાદાઓ પાર પાડવા માટે જ તેમણે તાજેતરમાં (4 ફેબ્રુઆરી) પત્રકાર પરિષદ કરી હતી. તેનાથી તેમના ઈરાદાઓની જણાઈ આવે છે. સમાજવાદીઓએ મજૂર યુનિયનોની પણ બેઠક લીધી છે અને એમાં સરદાર પટેલ વિરુદ્ધ આરોપપત્ર રજૂ કરવામાં આવ્યું છે. કેટલાક સમાજવાદીઓએ આરોપ લગાવ્યો કે સરદાર પટેલ ગાંધીજીના હત્યારાઓની મદદ કરી રહ્યા છે. આ લોકોએ અનેક સ્થાનો ઉપર આ વિશે જાહેર ચર્ચાઓ પણ કરી છે.”

સરદાર પટેલે આ રિપૉર્ટ જવાહરલાલ નેહરૂને મોકલી આપ્યો, રિપૉર્ટ જોતા જ નેહરૂજી બેકફૂટ ઉપર આવી ગયા. 8મી ફેબ્રુઆરીએ કૉંગ્રેસની એક બેઠક થઈ જેમાં નેહરૂએ જયપ્રકાશ નારાયણને તેમના કૃત્ય બદલ ઠપકો આપ્યો. જોકે નેહરૂજીની ઠપકો આપ્યા બાદ કંઈક બીજું પણ ઇચ્છતા હતા જેનો ઉલ્લેખ મણિબેનની ડાયરીમાં મળે છે. થોડાક દિવસ બાદ ગાંધીજીના પુત્ર દેવદાસ સરદાર પટેલને મળવા ગયા. એ વખતે સરદાર પટેલે દેવદાસને કહ્યુ, જવાહરલાલે પાર્ટીની બેઠકમાં જયપ્રકાશને ઠપકો આપ્યો, પરંતુ તે નહોતા ઇચ્છતા કે એ વાત છાપાઓમાં પ્રકાશિત થાય. શું સરદાર એવું કહેવા માંગતા હતા કે જયપ્રકાશ નારાયણને ઠપકો આપવાનો નેહરુજી માત્ર અભિનય કરતા હતા અને નહોતા ઇચ્છતા કે એ વાત બધા જાણે? આ આશંકાનો ઉત્તર રામમનોહર લોહિયાના પુસ્તક ‘વિભાજન કે ગુનેહગાર કૌન‘ થી મળી આવે છે. લોહિયાજી તેમના પુસ્તકના પૃષ્ઠ નંબર 92 ઉપર લખે છે, “જ્યારે સરદાર પટેલના સમર્થકોએ જયપ્રકાશની વિરુદ્ધ હોબાળો મચાવ્યો ત્યારે તે (જયપ્રકાશ નારાયણ) પોતાના બધા દાવપેચ ભુલી ગયા. ત્યારે નેહરૂએ જયપ્રકાશનું રક્ષણ કર્યું. નેહરૂએ પોતાના આશ્રિતને અને આ બાબતે પોતાના ખાસ એજન્ટને અતિ ઉદાર અને સાર્વજનિક ઉપહાર આપીને બચાવ્યા.”

સરદાર પટેલ પોતાની વિરુદ્ધ ચલાવાઈ રહેલા બધા કાવતરાઓને નિષ્ફળ કરીને ફરીથી પોતે જ ‘સરદાર’ હોવાનો સૌને પરચો આપ્યો. પરંતુ ગાંધીજીની હત્યાના થોડાક જ કલાકોમાં શરૂ થયેલી સત્તાની આ ગંદી રમતોએ એમના મન ઉપર ઊંડો આઘાત કર્યો. સરદાર પહેલાથી જ ગાંધીજીની હત્યાથી અત્યંત દુખી હતા અને ત્યારબાદ આ કાવતરાઓએ તેમને છેક અંદર સુધી તોડી નાંખ્યા અને ગાંધીજીની હત્યાના માત્ર 35 દિવસ બાદ, 5 માર્ચ 1948ના દિવસે સરદાર પટેલને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો અને થોડાક મહિનામાં 15 ડિસેમ્બર, 1949 ના દિવસે દેશે પોતાના લોખંડી મનોબળના પ્રતીક સમાન લોહપુરુષ સરદાર પટેલને ગુમાવી દીધા.

– દેવેન્દ્રકુમાર

#SardarVallabhbhaiPatel #SardarPatel #sardar #Sardar150 #JawaharlalNehru #Congress #gandhiji

Posted in हिन्दू पतन

જ્યારે મુસ્લિમ કટ્ટરપંથીઓએ સરદાર પટેલ પર ગોળીબાર કર્યો!!! સરદાર પટેલ મૃત્યુ થી માંડ માંડ બચ્યા!!! 

સ્વતંત્ર ભારતના પ્રથમ રાજકારણીને મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, તો તે નેતા સરદાર પટેલ હતા… પરંતુ એ કેટલું વિચિત્ર છે કે આધુનિક ઇતિહાસકારો એ ઉલ્લેખ કરવાથી પણ દૂર રહે છે કે દિલ્હીમાં સરદાર પટેલ પર ગોળીબાર કરીને તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે જાણે છે કે જો આ ષડયંત્રનો ઉલ્લેખ કરવામાં આવે તો કોઈ ચોક્કસ જૂથ અથવા કોઈ ચોક્કસ વિચારધારાને નુકસાન થઈ શકે છે.

ખરેખર શું થયું તે એ હતું કે સ્વતંત્રતા પછી, સપ્ટેમ્બર ૧૯૪૭માં, દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા. આ સમય દરમિયાન, સરદાર પટેલ એકવાર દિલ્હીના ફૈઝ બજાર પોલીસ સ્ટેશન પહોંચ્યા. તે પોતાની કારમાંથી ઉતર્યો જ હતા કે એક પછી એક બે ગોળીઓ તેની ખૂબ નજીકથી પસાર થઈ. પોલીસ સ્ટેશનની બરાબર સામે પાકિસ્તાનના ‘ડોન’ અખબારનું દિલ્હી બ્યુરો ઓફિસ હતું. આ ઓફિસમાંથી પટેલને નિશાન બનાવીને બે ગોળીઓ ચલાવવામાં આવી હતી. સદનસીબે, તે આ હુમલામાં માંડ માંડ બચ્યા.સરદાર પટેલના અંગત સચિવ અને ICS અધિકારી વી. શંકર, જે હુમલા સમયે સરદાર પટેલ સાથે હતા, તેમણે તેમના પુસ્તક “માય રિમિનિસેન્સિસ ઓફ સરદાર પટેલ, વોલ્યુમ 1, પાનું નંબર 110” માં લખ્યું છે કે,

“સરદાર પટેલનો કાફલો પહાડગંજ, સદર બજાર, સબઝી મંડી, પુલ બંગશ, કરોલ બાગ અને જૂની દિલ્હીના ઘણા વિસ્તારોમાંથી પસાર થયો. ફૈઝ બજાર પોલીસ સ્ટેશનમાં હું અને સરદાર પટેલ કારમાંથી ઉતરતા જ બે ગોળીઓ ખૂબ જ ઝડપથી અમારી પાસેથી પસાર થઈ ગઈ. આ ગોળીઓ ડોન અખબારના મકાનમાંથી ચલાવવામાં આવી હતી. આ ઇમારત મુસ્લિમોનો ગઢ હતી. પોલીસ અને સેના તાત્કાલિક બદલો લેવા માંગતા હતા, પરંતુ સરદાર પટેલે તેને મંજૂરી આપી નહીં.”

#SardarVallabhbhaiPatel #SardarPatel