Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

અધૂરું સ્વપ્ન અને દર્દનાક અંત: મોહમ્મદ અલી ઝીણાની કહાણી

૧૯૪૭નો એ સમય જ્યારે અખંડ ભારતના ભાગલા રોકવા માટે લોર્ડ માઉન્ટબેટન, ગાંધીજી, નેહરુ અને પટેલ જેવા દિગ્ગજ નેતાઓ પ્રયત્નશીલ હતા. ગાંધીજીએ તો ઝીણાને ભારતના વડાપ્રધાન બનવાની ઓફર પણ આપી હતી, જેથી ભાગલા અટકી શકે. પરંતુ ઝીણાની જીદ સામે કોઈ ઉપાય કારગત ન નીવડ્યો. “હિન્દુઓના હાથ નીચે રહેવા કરતા બધું ગુમાવવું બહેતર છે”—આ વિચારધારા સાથે તેમણે પાકિસ્તાનનું નિર્માણ કર્યું.
વ્યક્તિગત જીવન અને વિરોધાભાસ
ઇતિહાસ સાક્ષી છે કે ઝીણાના પૂર્વજો કાઠિયાવાડી હિન્દુ હતા. તેમના દાદા પૂંજાભાઈ ઠક્કર માછલીના વેપારને કારણે જ્ઞાતિ બહાર મુકાયા અને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. ઝીણા પોતે લંડનમાં ભણ્યા અને પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રભાવિત થયા. તેઓ દિવસની ૫૦ સિગારેટ ફૂંકતા, દારૂ પીતા અને સુવરનું માંસ પણ ખાતા, જે ઇસ્લામમાં વર્જિત છે. તેમ છતાં, તેમણે ધર્મના નામે અલગ દેશની માંગ કરી.
પ્રેમ અને એકલતા
ઝીણાની અંગત જિંદગી પણ કરુણ રહી. ૧૬ વર્ષની પારસી છોકરી રતી સાથે તેમને પ્રેમ થયો અને લગ્ન કર્યા. પરંતુ રાજકારણ અને પાકિસ્તાનની જીદમાં તેમણે પત્ની તરફ દુર્લક્ષ સેવ્યું. ૨૯ વર્ષની વયે રતીનું અવસાન થયું ત્યારે ઝીણા ધ્રુસકે-ધ્રુસકે રડ્યા હતા. તેમની એકમાત્ર દીકરી દીનાએ પણ પારસી સાથે લગ્ન કરી લીધા અને પાકિસ્તાન જવાની ના પાડી દીધી. અંતે ઝીણા સાવ એકલા પડી ગયા.
પાકિસ્તાન: એક ભૂલ?
પાકિસ્તાન બન્યા પછી ઝીણા જ્યારે કરાચી પહોંચ્યા, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું. પરંતુ થોડા જ સમયમાં તેમનો ભ્રમ ભાંગી ગયો. ટીબી અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ હોવા છતાં, ડૉક્ટરોએ તેમને સિગારેટ પીવાની છૂટ આપી, જાણે તેઓ તેમના મૃત્યુની રાહ જોઈ રહ્યા હોય.
૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ જ્યારે તેમની તબિયત લથડી અને તેમને કરાચી લાવવામાં આવ્યા, ત્યારે રસ્તામાં જ તેમની એમ્બ્યુલન્સનું પેટ્રોલ પૂરું થઈ ગયું! કલાકો સુધી પાકિસ્તાનના નિર્માતા ભરતડકે રસ્તા પર તડપતા રહ્યા. માખીઓ ઉડાડવાની શક્તિ પણ તેમનામાં નહોતી બચી. આખરે, તેમણે દમ તોડી દીધો.
અંતિમ અપમાન
ઝીણા શિયા મુસ્લિમ હતા, પરંતુ પાકિસ્તાનના કટ્ટરપંથીઓએ તેમને સુન્ની રિવાજ મુજબ દફનાવ્યા. તેમની બહેન ફાતિમા ઝીણાને પણ પાછળથી હાંસિયામાં ધકેલી દેવામાં આવી. જ્યારે ફાતિમાએ રેડિયો પર ભાઈના મૃત્યુનું સત્ય કહેવાનો પ્રયાસ કર્યો, ત્યારે પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું. ફાતિમાએ પાછળથી સ્વીકાર્યું હતું કે, “પાકિસ્તાન બનાવવું એ મારા ભાઈની સૌથી મોટી ભૂલ હતી.”
જે વ્યક્તિએ ધર્મના નામે દેશના ભાગલા પાડ્યા, તેને જ તે દેશમાં શાંતિ કે સન્માન ન મળ્યું. આ એક ઐતિહાસિક વિડંબના છે કે જેનું સર્જન તેમણે કર્યું, તે જ તેમના અંતનું કારણ બન્યું.
#fblifestylechallenge #fblifestyles #MuhammadAliJinnah #Pakistan

જે સૂવર નું માસ ખાતો હોય અને સિગારેટ પીતો હોય એ માણસ પાકિસ્તાન જ બનાવી સકે જે અત્યારે આખી દુનિયાનું માથાનો દુખાવો છે

મિત્રો મને લાગે છે કે જીણા ની ભુલ કરતા આપણા સમાજ ની ભૂલ વધારે લાગે છે આપના લખ્યા મુજબ જો કોઈ પણ ધંધો કરતા વ્યક્તિ ને બહિષ્કૃત કરવા માં આવે તો જે ધૃણા ઝીણા ને સમાજ માટે થઈ તે કોઈપણ વ્યક્તિ ને થઇ શકે છે અને આવા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે .

અહીંયા એક વાત અધૂરી છે. પુંજાભાઈ વાલજીભાઈ ઠક્કર નો માછલી વેચવા નો ધંધો નહોતો. તેઓ કરિયાણા ની દુકાન ચલાવતા હતા. પુંજાભાઇ ના એક દિકરો જે નાનો હતો. તેને લોકો મુસલમાન કહી ને ચીઢવતા હતા. કરિયાણા ની દુકાને સૌ કોઈ વસ્તુ લેવા આવતા હતા. પુંજાભાઈ વેરાવળ પાસે રહેતા હતા. એક મુસલમાન વ્યક્તિ પુંજાભાઈ ની દુકાને કરિયાણું લેવા આવતા તેમની સાથે મિત્રતા થઈ. તેના લીધે હિન્દુ લોકો એ પુંજાભાઈ સાથે ના વેવાર બંધ કર્યા. કાળ ક્રમે હિન્દુ ઓ કરિયાણું લેવા આવતા હતા તે બંધ થઈ ગયા. તેમની સાથે ના તમામ પ્રકારના વ્યવહારો હિન્દુ ઓ એ બંધ કર્યા. પુંજાભાઈ નો ધંધો બંધ થતાં તેમના મુસલમાન મિત્ર એ તેમને સુક્કી મચ્છી વેચવાનું કહેતાં પુંજાભાઈ વિચાર માં પડ્યા. થાય શું? લોકો છોકરાને મુસલમાન કહી ખીજવતા અને કરિયાણાની દુકાન બંધ થઈ કરવું શું ? આખરે, સુક્કી મચ્છી વેચવાનું શરૂ કર્યું. હિન્દુ ઓ તરફથી પરેશાની વધતાં પુંજાભાઈ પોતાના ભોઈઓ ને વતન માં છોડી કરાંચી જતાં રહ્યાં. જ્યાં આઝાદી વખતે પણ કરાંચી માં એક ગલી છે ત્યાં પુંજાભાઈ વાલજીભાઈ ઠક્કર ની કરિયાણા ની દુકાન ચલાવતા હતા. પુંજાભાઈ નો નાનો દીકરો જે ને ઝિણો હોવાથી ઝિણા તરીકે તેઓ ઓળખાયા. તેમને કરાંચી માં અંગ્રેજે ક્રિશ્ચન સ્કુલ માં ભણવા મુક્યા, કારણકે હિન્દુ સ્કુલોમાં માં એડમિશન મળતું નહોતું. બીજા છોકરાઓ સાથે ઝઘડતા થતાં હતાં.
અળધીરાતે આઝાદી ચોપડી માં ઘણું બધું છે. કાળ ક્રમે પુંજાભાઈ વાલજીભાઈ ઠક્કર  કરાંચી માં ખુબ કમાયા. ઝીણા નું લગ્ન વેરાવળ ગાડુ લઈ ને આવી ગુજરાતી સાથે કર્યું હતું. એક વખત વેરાવળ પાસે ના હિન્દુ સંગઠનો એ કરાંચી જઈ ને પુંજાભાઈ પાસેથી મંદિર બાંધવા માટે પૈસા લઇ આવ્યા હતાં પણ આંખો દિવસ પુંજાભાઈ સાથે વાતો કરી પણ પાણી સુધા પીધું નહોતું. માફ કરજો કોઈ ને ખોટું લાગે તો.

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment