Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Copy ❣️🙏Just Checking the Price સાચી કિંમત – આપણી સર્વિસ કે પ્રોડક્ટનું મુલ્યાંકન કોણ કરશે?

1991 માં સોફ્ટવેર ડેવલપમેન્ટના વ્યવસાયની શરૂઆત કરી અને પ્રથમ ક્લાયન્ટ એક આંખની હોસ્પિટલ હતી. પહેલું જ એસાઇનમેન્ટ હતું એટલે કોઈ કિંમત નક્કી નહોતી કરી.

શરૂઆતમાં ફ્રન્ટ ડેસ્ક અને એકાઉન્ટ મોડ્યુલ બનાવવાનું કામ પૂર્ણ કરીને હોસ્પિટલના સંચાલક કહે કે બિલ આપો, કેટલા થયા?

એ પ્રશ્નનો જવાબ આપતાં એક જ ક્ષણમાં અનેક વિચારો આવી ગયા. અને જણાવ્યું કે 6900/- થયા છે. અને પ્રીન્ટ કરેલ બિલ આપું એ પહેલાં કહે કે આ તો બાટા પ્રાઇસ રાખ્યો તમે. એક કામ કરો 7000/- લઇ જાવ.

અને બેગમાંથી 7000/- વાળું જ બીલ બહાર કાઢ્યું. ત્યારે જીવનનો પહેલો ઓર્ડર અને પહેલો પદાર્થ પાઠ શીખવા મળ્યો.

મને કહે કે તમારા કામના મુલ્યમાં બાંધછોડ ક્યારેય ન કરશો.

એ પછી એમણે મને એક બનાવ વિશે માહિતી આપી હતી એ પ્રસંગ પ્રસ્તુત છે

વ્યાજબી કિંમત અને કામના મુલ્યાંકન મુદ્દે નિર્ણાયકતા

આ વર્ષ 1900ના અરસાની વાત છે. ન્યુયોર્કમાં પ્રખ્યાત ઝવેરી ચાર્લ્સ લેવિસ ટિફની પાસે એક બેહદ કિંમતી અને સુંદર હીરો હાથમાં આવ્યો. એ સમયે એ હીરાથી જો કોઈ ઘરેણું કે વસ્તુ બનાવવામાં આવે તો સંભવિત ગ્રાહક કોણ બની શકે એ સંભાવના ચકાસતા હતા ત્યારે એક નામ એમના વિચારમાં ઉભરીને આવ્યું.

એ હતા જ્હોન પિઅરપોન્ટ મોર્ગન (જેપી મોર્ગન) એમને નેકટાઈ પિનનો બહુ શોખ હતો અને આ શોખને પાળી શકે એવી સમૃદ્ધિ અને સમજ પણ ધરાવતા હતા.

ચાર્લ્સ ટિફનીએ એ હીરાને જડીને એક બેહદ સુંદર ટાઈપિન તૈયાર કરી. એ ટાઈપિન શ્રી મોર્ગનની ઓફિસમાં એક વિશ્વાસુ વ્યક્તિ સાથે મોકલી. એ પિનને સુંદર અને આકર્ષક રીતે પેક કરી હતી. સાથે વ્યક્તિગત પત્ર‌ લખ્યો.

“પ્રિય શ્રી મોર્ગન, મારી માહિતી મુજબ, આપને નેકટાઈ પિન ખુબ પસંદ છે અને આપની પાસે આનું જબરદસ્ત કલેક્શન પણ છે. આપના આ કનેલેક્શન માટે અદભૂત કહી શકાય એવી આ ટાઈપિન મોકલી રહ્યો છું.

આપને સુક્ષ્મ કારીગરી, હિરાની કિંમત આ બન્ને પર ઘણી સમજ છે. આ હીરો એકદમ દુર્લભ ગણાય એવો છે. તો આ દુર્લભ ગણાય એવી ટાઈપિનની કિંમત $5,000 રાખી છે. આપને એક પ્રસ્તાવ રજૂ કરૂં છું કે જો આપને આ પિન પસંદ આવે અને તેને સ્વીકારવાનું નક્કી કરો, તો કૃપા કરીને, તમારા $5,000ના ચેક સાથે આવતીકાલે મારી ઓફિસમાં તમારા કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે મોકલી આપશો, અને જો તમે તેને સ્વીકારવાનું પસંદ નથી કરતા,  તો તમે તમારા કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે એ પિન પરત મોકલી શકો છો.”

બીજા દિવસે, મિસ્ટર મોર્ગનનો વ્યક્તિ એ જ બોક્સ અને કવર સાથે સાથે ટિફનીના શોરૂમ પર પહોંચ્યો. એ કવરમાં એક પત્ર હતો.

“પ્રિય શ્રી ટિફની, પિન ખરેખર ભવ્ય છે. જો કે, $5,000 મને થોડું વધારે જણાય છે. મારા મત મુજબ આ  $4,000 બરાબર છે. આ સાથે $4000 ચેક જોડાયેલ છે. જો તમને મારો નક્કી કરેલો ભાવ બરાબર લાગે તો ચેક સ્વીકારી બોક્સ પરત મોકલી આપશો. નહિતર ચેક પરત મોકલી બોક્સ સ્વિકારી લેશો.”

ટિફની માટે આ દુવિધાની પળ હતી. ગણતરીની ક્ષણોમાં નિર્ણય લેવાનો હતો.

ટિફનીએ થોડીવાર સુધી ચેક તરફ જોયું. $4,000 પણ બહુ મોટી રકમ હતી. પણ એ ખુદ માનતા હતા કે આ પિન માંગેલા $5,000 ની કિંમતની હતી. અંતે, તેણે મોર્ગનના વ્યક્તિને  કહ્યું: “તમે શ્રી મોર્ગનને ચેક પરત કરી શકો છો. મારી કિંમત ફિક્સ છે.” $4,000નો ચેક પાછો મોકલ્યો. ટિફનીને પોતાના મક્કમ નિર્ણય પર વિચારતાં વિચારતાં પિન બહાર કાઢવા માટે બોક્સ ખોલ્યું.

બોક્સ ખોલીને જોયું તો અંદર પિન ન હતી. એમાં મોર્ગન દ્વારા મોકલવામાં આવેલો $5,000 નો ચેક હતો.

અને માત્ર એક વાક્ય સાથેની નોંધ: “જસ્ટ ચેકીંગ ધ પ્રાઈસ”

ખુદની પ્રોડક્ટના મુલ્યાંકન કે પ્રાઈસીંગ  પર અડગ રહેવાનો ફરક એ સમજી શક્યા.

નોંધ: આ આખી વાતનો અને જે પી મોર્ગનના ફોટાનો સોર્સ: ઈન્ટરનેટ

#આ_તો_એક_વાત #મજ્જાની_લાઇફ #અનુભવોક્તિ #મિતેષપાઠક #d202508  #entrepreneurship  #valuation #negotiationskills #business

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment