Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક જોક્સ *પહેલા*  અને *પછી(અત્યારે)*

*૪૦ વર્ષ પહેલાનો જોક્સ*

ગગાને એની માડીએ ફળિયાની ગાંઘીની દુકાનેથી ખસખસ લઇ આવવા પાવલી(પચ્ચીસ પૈસા)  આપી હતી .
ગગો સાયકલનું ટાયર ફેરવતો ફેરવતો ગાંધીની દુકાને ગયો !
પણ દુકાન પર પહોંચતા જ ભૂલી ગયો કે માડીએ શું મંગાવ્યું હતું !
ગાંધીનીને જઈને કહે પેલું લાડુમાં નાખવાનું આપોને ! પણ નામ ભૂલી ગયો હોવાથી બિચારો અસમંજસની પરિસ્થતિ અનુભવતો હતો !
તે ત્યાં ઉભો ઉભો વસ્તુ યાદ કરતો હતો પણ દુકાન પાસે અન્ય ગ્રાહકોની ભીડ વધતા ગાંધીએ ગગાને કહ્યું “એ ગગા જરા આઘો ખસ !”
ત્યાં જ ગગાની ઝબકી અને એને યાદ આવી ગયું “હા માડીએ ખસખસ મંગાવી હતી !”

*એ જ જોક્સ ૪૦ વર્ષ પછી ૨૦૨૫માં*

ગગાને એની પત્નીએ ફોન કરી કહ્યું “નોકરીએથી  વળતા ગાંધીની દુકાનેથઈ *ગુગળ*  લેતા આવજો!!”
ગગો નોકરીએથી વળતા ગાંધીની દુકાને ગયો !
પણ દુકાન પર પહોંચતા જ ભૂલી ગયો કે પત્નીએ શું મંગાવ્યું હતું !?
“તમને ઘરના કોઈ પણ કામ સોપો ! યાદ જ નથી રહેતા !…બસ ખાલી હાથ હલાવતા હલાવતા આવી જાવ છો !!” આ ઠપકો ફરી સાંભળવો પડશે એ ડરથઈ ગગો યાદ કરી રહ્યો હતો કે શું મંગાવ્યું હતું ?
ત્યાં જ ગગાની બાજુમાં ઉભેલા એક ગ્રાહકે ગાંધીને કહ્યું “ગુગલ પે કરી દઉં ?”
ત્યાં જ ગગાને સ્ટ્રાઈક થઇ !” અરે હા ! ગુગલ …ના ગુગળ મંગાવ્યું હતું !”
(વાત એક જ હતી પણ બંને વચ્ચે ૪૦ વર્ષનો ગાળો હતો !)

*અને છેલ્લે* :
જમાનો ભલે મોર્ડન થયો પણ ઘણી બધું એવું છે જે બદલાતું નથી ! ખસખસ હોય કે ગુગળ હોય ! ઠપકો આપનારા બદલાયા છે , ભૂલવાના અંદાજ બદલાયા છે , નાણાકીય આપલેની રીતભાત બદાલાઈ છે પણ ઘણું બધું એવું છે જે એવુંને એવું જ રહ્યું છે અને એ છે માણસનું મૂળભૂત વ્યકિતત્વ. બાળપણમાં જેને માતાના ઠપકાનો ડર હતો તે બદલાયો છે પણ ઠપકો સાભળવાની ભીતિ (ડર) એ જ અકબંધ રહ્યો છે! જેને બાળપણમાં મિત્રો સાથે ચર્ચા કરતા આ જોક્સ સાંભળ્યો હશે તેને જો ત્યારે હસું નહિ આવ્યું હોય તો જોક્સના નવા અવતારમાં નહિ જ આવે ! (મનોચિકિત્સક કદાચ એને માનવ પ્રકૃતિ કહે છે )

જગજીતસિંહજીના અવાજમાં એક સરસ ગઝલ છે “બદલા ન અપને આપકો !જો થે વહી રહે !…..મિલતે રહે સભીસે મગર ફીરભી અજનબીસે રહે  !

વંદન

નરેન કે સોનાર

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment