કેજરીવાલ સત્તામાં આવ્યા અને દમદાર રીતે આવ્યા, કારણ કે લોકોમાં ગુસ્સો હતો તેને કેજરીવાલે ઉશ્કેરીને પ્રોપર વોટમાં કન્વર્ટ કર્યો. 70 માંથી અધદ્યદ્ય… 67 સીટ આપી. દિલ્લીની જનતાને એમ હતું કે ચાલો એક એવા વ્યક્તિ જે પોતાની જાતને ભણેલો કહે છે અને આમ આદમીની જેમ રહેવાનું કહે છે માટે શહેરની તાસીર બદલાઈ જશે.
પણ, કેજરીવાલ પોતાને મનમાં પ્રધાનમંત્રી સમજી બેઠો તો તે એક મહાનગરપાલિકા સમકક્ષ સરકારનાં માત્ર મુખ્યમંત્રી કઈ રીતે રહી શકે? માટે રોજ ઉઠવાનું દિલ્લીની જનતા જાય તેલ લેવા પણ જે પણ નેશનલ બાબતો ચાલે છે તેના પર નિવેદન આપવાનું અને સતત મોદી સાહેબને ગાળો આપવાની.
ચર્ચામાં રહેવાની ચળ એટલી કે તેણે આર્મી પાસે પણ પુરાવા માંગી લીધા, મોદીજીને સાયકોપાથ અને કાયર કહ્યા. ભાઈની ચર્ચા મીડિયામાં એટલી થતી કે કેજરીવાલ સત્તાધારી પક્ષનો મુખ્ય વિપક્ષી નેતા હોય. અમુક વર્ષો તો એવા ગયા કે રાહુલ ગાંધી કરતા કેજરીવાલને વધુ કવરેજ મળે. ઘણીવાર તો મોદી સાહેબનાં દિવસ દરમિયાન ન્યુઝ ન હોય પણ કેજરીવાલ હોય જ.
પોજીટીવ કે નેગેટિવ જયારે માણસની ચર્ચા થવા લાગે ત્યારે તેને નવાઝુદ્દીન સિદકીની જેમ ખ્યાલ આવે કે “કભી કભી તો લગતા હૈ અપુન હી ભગવાન હૈ” સત્તા પક્ષ કોઈ પણ નિર્ણય લેવાનો હોય તેના થોડા સમય પહેલા નિવેદન આપવાનું, પછી સત્તા પક્ષ નિર્ણય લે ત્યારે કહેવાનું કે આ અમારા ડરથી લીધેલો નિર્ણય છે. આવી શુષ્ક અને ખોટી ક્રેડિટ લેવાની, અને પોતાના નિર્દોષ સમર્થકોને ઓર્ગ્રેસમ ફીલ કરાવવાનું.
અરે, સમર્થકો કેટલા ભોળા, તેનું ઉદાહરણ કે તે ગાળામાં અગણિત ફેસબુક પેજ હતા ‘Kejriwal for PM‘ આ ઉન્માદમાં તેની પોતાની જ દિલ્લીવાળી જમીન સરકી રહી હતી તે તેને ખબર જ નહોતો. અહીંયા ભાજપ જે 30 વર્ષથી દિલ્લીમાં સત્તાથી દૂર હતી તે ચુપચાપ પોતાનું કામ કરતી રહી અને 2025 આવતા આવતા તો ઘર ભેગો કરી દેવામાં આવ્યો. એ પણ તેને ધારાસભ્ય પણ ન રાખ્યો એવો ઘરભેગો કર્યો. અને આટલા વર્ષોમાં મોદી સાહેબે કેજરીવાલનું એક વાર પણ મોઢાની નામ નથી લીધું.
જે કેજરીવાલને એમ હતું કે કદાચ પ્રધાનમંત્રી બનું કે ન બનું તે અલગ પણ જીવું ત્યાં સુધી દિલ્લી તો મારી અને મારાં બાપની જ છે. માટે જ તેણે નિવેદન આપેલું કે “મોદીજી ઇસ જન્મ મેં તો આપ મુજે દિલ્લી મેં નહીં હરા શકતે.” પ્રધાનમંત્રી છોડો મુખ્યમંત્રી પણ ન રહ્યા, લોકશાહીમાં જનતાને કોઈ દિવસ ભોળી ન સમજો, તે કંઈપણ બોલ્યા વગર ચુપચાપ બધું જ જોતી હોય છે અને સમય આવ્યે જ જવાબ આપતી હોય છે.
આ બાબત ભાજપ બખુબી જાણે છે, માટે ચર્ચામાં રહેવું કે હંગામા કરવા ભાજપમાં અન્ય પાર્ટીની પ્રમાણમાં ખુબ ઓછું જોવા મળશે. કારણ કે એમને ખબર છે કે આપણે જમીન પર રહીને મથવું છે તો હંગામાની શું જરૂર છે? આમ ભાજપ ચૂંટણી સમયે જે આરોપ પ્રતિ આરોપ કરે અને જીત્યા બાદ કામે લાગી જાય છે અને લોકોને આપેલા વાયદાઓમાંથી મહત્તમ વાયદાઓ પૂર્ણ કરે છે.
અને માટે જ ભાજપ ગુજરાતમાં 30 વર્ષથી છે અને કેન્દ્રમાં આ ત્રીજી ટર્મ છે. જે રાજ્યો સરકાર રિપીટ નથી કરતાં ત્યાં પણ જુઓ તો હરિયાણા ( ત્રીજી વાર ), યુપી ( બીજીવાર ), મહારાષ્ટ્ર ( ત્રીજીવાર ), ગોવા ( ચોથીવાર ), આસામ (ત્રીજીવાર ) મધ્યપ્રદેશ ( પાંચમીવાર ) નોર્થ ઇસ્ટમાં અલમોસ્ટ બધા રાજ્યો જુઓ. હવે દિલ્લીમાં સરકાર આવી છે બે ત્રણ ટર્મ પહેલા નહીં ઉખડે ભાજપ ત્યાંથી! ભાજપનો બીજો પલ્સ પોઇન્ટ એ છે કે જ્યાં જરૂર પડે ત્યાં તેમના સમર્થકો જ ભાજપનો વિરોધ કરે છે અને ભાજપની ફીડબેક સિસ્ટમ સ્ટ્રોંગ છે માટે સતત અપડેટ કરી મૂકે છે.
કેજરીવાલની સસ્તી કોપીઓને ગુજરાતમાં એમ છે કે અમે ચર્ચામાં રહીને મજબૂત રાજનીતિ કરીએ છીએ. અરે અબુધ તમારો શેઠ આખા વિશ્વમાં ચર્ચામાં રહેતો હતો અને ન્યુયોર્ક ટાઈમ્સમાં આવતો પણ આજે ઘરે છે. આમ લોકશાહીમાં અંતે તો જનતાનાં કામો મહત્વનાં છે સત્તા પક્ષને ગાળો આપી આપીને કેટલા દિવસ આપશો? અંતે લોકો તમને જે કામો સોંપ્યા હતા તેનો હિસાબ માંગશે અને નહીં આપો તો ઘરભેગા જ સમજો.
નોટ: ફક્ત વિરોધ કરીને જીતેલા કથિત ક્રાંતિકારીઓ કોઈ દિવસ જનતાનું કામ કરી શકતા નથી. એમને કામ કરવા કરતાં પોતાની ચર્ચા કરાવવામાં મજા આવતા હોય છે.
– મહેશ પુરોહિત, નવસારી