Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ભૂલાયેલું પાકિટ


ભૂલાયેલું પાકિટ*

રોજ સવાર પડે, એમ એ દિવસે પણ સવાર પડી. ઘરનું કામ આટોપી, ઓફિસે સમયસર પહોંચવા સ્વયં માટે ઓછામાં ઓછો સમય ફાળવ્યો. ટીફિન, ચાવીઓ અને ચશ્મા લીધાંની ખાત્રી કરી ઘર બહાર પગ મૂક્યો, ત્યાં નાની દીકરીએ આવી જોરથી ભેટી “બાય મમ્મી, જલ્દી આવજે, લવ યુ.” કીધું અને મને દિવસ સાર્થક લાગ્યો. એનું વેકેશન શરૂ થયું હતું તેથી આગલે દિવસે જ લાવવાની વસ્તુઓનું લિસ્ટ મને મળી ગયું હતું એ યાદ પણ કરાવી દીધું.

એ વિશે વિચારતાં જ રસ્તા પર આવી, રિક્ષા માટે હાથ કર્યો. રાબેતા મુજબ બે-ત્રણ રિક્ષાવાળાએ ના પાડી, છેલ્લે એક રિક્ષા મળી તો ઈડરીયો ગઢ જીત્યા જેવી લાગણી થઇ, આવું તો ઘણી વાર થતું તેથી નવાઈ નહોતી.

સમયસર હોવાનો ફાંકો હતો તેથી આજુબાજુ નજર નાંખતા ઓફિસ પહોંચી, પર્સમાં ફંફોળ્યુ તો પાકિટ ગાયબ. ઘડી પહેલાનો રૂઆબ સાબુના ફીણની જેમ ઓસરી ગયો. મારી ગરબડ જોઈ રિક્ષાવાળાએ માપી લીધું કે મેડમ આજે નાણાં વિનાનાં છે. એણે કહ્યું ,” થાય આવું કદી, કાલે‌ લઈ લઈશ પૈસા, મારો નંબર લઈ લો, તમારાં એરિયામાં આવું જ છું, શાળાના બચ્ચાઓને મૂકવા, ત્યારે આપી દેજો, કૉલ કરજો એટલે આવી જઈશ.

ભોંઠપ ઓછી કરવાની એની કોશિશ પ્રશંસનીય હતી. મેં નંબર લેવા મોબાઈલ શોધ્યો તો એ પણ ગેરહાજર. એકાદ જૂનું બીલ શોધી નંબર લખવા પેન પણ એ સજ્જને જ આપી. પૈસા આપવાનું વચન આપી ઓફિસ પહોંચી તો લેટ માર્ક થવાની તૈયારીમાં. દોડતાં જઈ હાજરી પુરાવી ત્યારે ઉપરીના મોં પર સ્મિત તો મોનાલિસાના સ્મિત કરતાં ગૂઢ લાગ્યું.

ટેબલ પર પહોંચી અત્યંત જરૂરી કામ આટોપવાની કોશિશ કરી. સવારનો દીકરીનો ઉષ્માભર્યો આશ્લેષ બધી ગરબડમાં ધોવાઈ ગયો. એકવાર કામ શરૂ કર્યા બાદ ફરી પેલી ‘ ભોંઠપ’ વિસારે પડી. પાકિટ ન લાવ્યાંનું ભૂલાઈ ગયું! એક પછી એક કામ પતાવતાં લંચ સમય થયો. આદત મુજબ નીચે ઊતરી શાક, ફ્રૂટ લેવાનું લિસ્ટ મનમાં યાદ કરતાં રોજનાં શાકવાળા પાસે જઈ ઊભી રહી.

મસ મોટું લિસ્ટ એને ગોખાવી થેલો આગળ કર્યો. એની સાથે સ્ત્રી સહજ મોંઘવારીની ચર્ચા કરતાં ફરી પર્સમાં હાથ નાખ્યો અને…! પાકિટ ભૂલી ગયાંની વાત જાણી શિવશંકર(શાકવાળો) હસી પડ્યો અને બોલ્યો ,” ઉસમેં

કૌન સી બડી બાત હૈ ! હો જાતા હૈ ઐસા કભી કભી.” મેં શાક ફ્રૂટ કાલે લઈ જવાની વાત કરી તો કહે,” ના,ના ,આપ બેજીજક લે જાઈએ. મૈં ને ઔર ભી થોડે પૈસે રખ દિયે હૈં, આરામસે રહિયે. ઉસસે ઔર કુછ ચાહીયે તો લે લીજિયે. જબ ચાહે લૌટા દેના, આપ કિસી ઔરસે માંગના મત.”

આ શાકવાળાને કંઈ કેટલીયવાર કાંટો બરાબર નથી, વધારે ભાવ લગાડવાના બહાને ભાંડ્યો હશે..આજે મને ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવું લાગ્યું. આભાર માની હળવે પગલે ઓફિસમાં પહોંચી શાકનો થેલો ખાનામાં મૂકતાં જોયું તો સોની દસ નોટ થેલામાં.

ફરી કામે લાગી, હવે કામ પતાવી ઘેર જવાની ઉતાવળ. એક પછી એક ફોન, ફાઈલ, નોંધ કરવી … એટલામાં બોસે બોલાવ્યાની વરદી. કમને એમની કેબિન પાસે પહોંચી તો લંચ રૂમ પાસે પસાર થતા ગુસપુસ સાંભળી. અમારો પ્યુન વાલજી ચા વાળાને કહી રહ્યો હતો ,” આજે દીકરીનો જન્મદિવસ. એને બાર્બી ડોલ લાવી આપવાનું વચન આપેલું ઘણાં દિવસથી. પરમ દિવસે પડોશીને અકસ્માતમાં ફ્રેકચર થતાં એને પાંચસો આપ્યાં. હવે આજે કોઈ પાસે જન્મદિવસ નિમિત્તે હાથ ફેલાવતા સંકોચ થાય છે .”

મને સો સો ની દસ નોટ યાદ આવી, ઝડપથી જઈ એમાંથી પાંચ નોટ લાવી વાલજીના હાથમાં મૂકી મુઠ્ઠી વાળી દીધી. એ કશું બોલે એ પહેલાં રૂમ છોડી નીકળી ગઈ. એના સજળ નયન મારી પીઠને જરૂર તાકી રહ્યા હશે. પાછા વળતાં હું વિચારી રહી ,””કોનાં પૈસા, કોની શ્રીમંતાઈ !”

બોસની કેબિન પાસે પહોંચી તો એમનાં શબ્દો કાન પર પડ્યા.” એ જાતને તો માંગવાની ટેવ પડી ગઈ હોય. આજે પાકિટ ભૂલાઈ ગયું તો કાલે પાકિટ કપાઈ ગયું. વોચમેનની જાતનો કોઈ ભરોસો નહીં. એને ઉછીનાં આપવાની કોઈ જરૂર નથી. તને બધાં પર બહુ દયા ઊભરાય છે. કામ બહુ છે, ફોન મૂકું છું.”

કેબિન બહાર ઊભા રહી મેં તો ત્રાજવે તોળી લીધી આજે મળેલી દરેક વ્યક્તિને. ત્યાર બાદ કશું ન બન્યા હોવાનો અભિનય પાર પાડી કામ પતાવ્યું. સાંજે ઘેર જઈને સૌને “થાય એવું કદી કદી “ની ગાથા સંભળાવી.

મોબાઈલ હાથમાં લઈ પ્રથમ રિક્ષાવાળાનો મોબાઈલ નંબર નોંધી એનાં વ્યક્તિત્વને વંદી રહી. એણે ધાર્યું હોત તો અપશબ્દો કે કટુ વચનો વાપરી શક્યો હોત. એના બદલે એણે મને સહજતા બક્ષી જેથી હું ઓફિસમાં નિર્વિકાર થઈ કામ કરી શકી. રાત્રે સૂતી વખતે… હું મહિને ખાસ્સું કમાતી, છતાં મારી જાતને રિક્ષાવાળા, શાકવાળા શિવશંકર અને મારા બોસની સાથે તોલી રહી.

તે દિવસે “ભૂલાયેલું પાકિટ” મને માણસાઈની ઘણી અણજાણી ગલીઓમાં ભ્રમણ કરાવી આવ્યું. વાતે વાતે બેંક બેલેન્સ, સમાજમાં આગવા સ્થાન કે પ્રતિષ્ઠાને અસ્તિત્વની પારાશીશી ગણનાર આપણે, કદી આ સ્તરે મળનારી વ્યક્તિઓનાં ઊજળાં પાસાં વિશે વિચારીશું ખરાં?

પાકિટ વિના શરૂ થયેલો દિવસ મને શીખવી ગયો કે તમારી શ્રીમંતાઈને પરખવી હોય તો વિના પાકિટે પારખો., ભરેલાં ખિસ્સાંએ એનો ખરો રંગ નહીં દેખાય!

લેખક: માયા દેસાઈ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મોદી ઓમાનની મુલાકાતે છે.


મોદી ઓમાનની મુલાકાતે છે.

૧૬મી સદીથી ઓમાનમાં એક હિન્દુ પરિવાર રહે છે. આ પરિવારે ભારતની બહાર એક ભવ્ય અને વિશાળ શિવ મંદિર અને આઠ અન્ય મંદિરો બનાવ્યા છે.

મોદીએ ગુજરાતના માંડવી અને ઓમાનના મસ્કત વચ્ચે જે સંબંધની વાત કરી હતી તે ૧૨મી સદીનો છે. ૧૨મી સદીથી, ગુજરાતના માંડવીના વેપારીઓ વેપાર માટે નાની હોડીઓમાં ઓમાનના મસ્કત જતા હતા, અને તે સમયે મસ્કત એક મુખ્ય વેપાર કેન્દ્ર હતું.

આજે પણ, માંડવી અને મસ્કત વચ્ચે દરરોજ ઘણા નાના જહાજો પસાર થાય છે.

અને આવા જ એક જહાજ પર, ગુજરાતના માંડવીનો વતની ખીમજી પરિવાર મસ્કતમાં સ્થાયી થયો.

તે સમયે, મસ્કત પણ એક બ્રિટિશ વસાહત હતો, એટલે કે ઓમાન પણ એક બ્રિટિશ વસાહત હતું, અને ભારત પણ એક બ્રિટિશ વસાહત હતું.

તે પરિવારે વ્યવસાયમાં સાહસ કર્યું અને પુષ્કળ સંપત્તિ એકઠી કરી.

આજે, ખીમજી રામદાસ પરિવારની કુલ સંપત્તિ લગભગ $1500 મિલિયન છે.

ત્યારબાદ, ખીમજી રામદાસ પરિવારે ઓમાનની સ્વતંત્રતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે સ્થાનિક શેખોને સંગઠિત કર્યા અને તેમને સ્વતંત્રતા માટે લડવાનું વચન આપીને પૈસા આપ્યા. ઓમાન બ્રિટિશરોથી સ્વતંત્ર બન્યું.

પરંતુ જ્યારે ઓમાનને બ્રિટિશરો પાસેથી સ્વતંત્રતા મળી, ત્યારે ઓમાનના સુલતાન પાસે દેશ ચલાવવા માટે ભંડોળનો અભાવ હતો.

ત્યારબાદ રામદાસ ખીમજી ભાઈ આગળ આવ્યા અને ઓમાનની સ્વતંત્રતા સમયે $20 મિલિયનનું દાન આપીને ઓમાનની અર્થવ્યવસ્થાને વેગ આપ્યો. ત્યારબાદ તેમણે ઓમાનની પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે વધારાના ભંડોળનું યોગદાન આપ્યું.

આ પરિવારના ઘણા સભ્યો ઓમાનમાં ઉચ્ચ હોદ્દા પર રહ્યા છે, જેમાં મંત્રી પદનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં, જ્યારે ભારતમાં G20 યોજાઈ રહ્યું હતું, ત્યારે ઓમાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ આ પરિવારના સભ્ય પંકજ ખીમજી ભાઈ રામદાસ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ ઓમાનના શેરપા હતા.

ઓમાની સંસદના સ્પીકર પણ આ પરિવારના છે.

આજે, આ પરિવારના ત્રણ સભ્યો ઓમાનમાં મંત્રી છે. મોદી સાથેની મુલાકાતમાં પંકજ ખીમજી ભાઈ પણ હાજર છે.

હિન્દુ ગમે તે દેશમાં હોય, તેઓ જે દેશમાં રહે છે તેને જ પોતાનો માને છે.

આ પરિવાર તેના મૂળ સાથે જોડાયેલો રહે છે. તેમણે તાજેતરમાં ઓમાનમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ઓમાન ક્રિકેટ એસોસિએશનની રચના કરી છે.

અને આ પરિવારના એક સભ્ય ઘણીવાર ભારતના વિવિધ મંદિરોની મુલાકાત લે છે.

તેમણે ગુજરાતના માંડવી શહેરને ખૂબ જ ભવ્ય બનાવ્યું છે.

હાલમાં, આ પરિવારની કુલ સંપત્તિ આશરે $1500 મિલિયન છે. ખીમજી ભાઈ રામદાસ ગ્રુપ ઓમાનમાં વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અને સૌથી મોટું બિઝનેસ ગ્રુપ છે.

અને આ હિન્દુ પરિવાર વિશ્વનો એકમાત્ર પરિવાર છે જેને શેખનું બિરુદ મળ્યું છે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

सन 1680 में औरंगजेब को समझ आ चुका था कि शिवाजी को रोकने उसे स्वयं ही दक्खन जाना होगा। पांच लाख की विशाल फौज लेकर वह दक्खन की ओर निकला और उसके वहां पहुंचने के पहले ही छत्रपति की मृत्यु हो गई।

औरंगजेब को लगा अब तो मराठों को पराजित करना अत्यंत आसान होगा।

परन्तु छत्रपति सम्भाजी ने 1689 तक उसे जीतने नहीं दिया। अपने सगे साले की दगाबाजी की वजह से छत्रपति सम्भाजी पकड़े गए और औरंगजेब ने अत्यन्त क्रूर और वीभत्स तरीके से उनकी हत्या करवा दी।

अब छत्रपति बने राजाराम मात्र 20 वर्ष के थे और औरंगजेब के अनुभव के सामने कच्चे थे। एकबार फिर उसे दक्खन अपनी मुट्ठी में नज़र आने लगा था।

यहीं से इतिहास यह बताता है कि छत्रपति शिवाजी ने किस आक्रामक संस्कृति की नींव डाली थी। हताश हो कर हथियार डालने के बजाय संताजी घोरपड़े और धनाजी जाधव के नेतृत्व में राजाराम को छत्रपति बना कर संघर्ष जारी रहा।

सन 1700 में छत्रपति राजाराम भी मारे गए।

अब उनके दो साल के पुत्र को छत्रपति मान कर उनकी विधवा ताराबाई, जो कि छत्रपति शिवाजी के सेनापति हंबीराव मोहिते की बेटी थी, आगे आई और प्रखर संघर्ष जारी रहा। समय पड़ने पर ताराबाई स्वयं भी युद्ध के मैदान में उतरी।

संताजी और धनाजी ने मुगल सम्राट की नींद हराम कर दी।

कभी सेना के पिछले हिस्से पर, कभी उनकी रसद पर तो कभी उनके साथ चलने वाले तोपखाने के गोला बारूद पर हमले कर मराठों ने मुगलों को बेजार कर दिया। सब लोग इस खौफ में ही रहते थे कि कब मराठे किस दिशा से आएंगे और कितना नुकसान कर जायेंगे।

एक बार संताजी और उनके दो हजार सैनिकों ने सर्जिकल स्ट्राइक की तर्ज पर रात में औरंगजेब की छावनी पर हमला बोल दिया और औरंगजेब के निजी तंबू की रस्सियां काट दी। तंबू के अंदर के सभी लोग मारे गए। परन्तु संयोग से उस रात औरंगजेब अपने तंबू में नहीं था इसलिए बच गया।

27 साल मुगलों का सम्राट, महाराष्ट्र के जंगलों में छावनियां लगा कर भटकता रहा। रोज यह भय लेकर सोना पड़ता था कि मराठों का आक्रमण न हो जाए।

27 साल कुछ हजार मराठे लाखों मुगलों से लोहा भी ले रहे थे और उन्हें नाकों चने भी चबवा रहे थे। 27 वर्ष सम्राट अपनी राजधानी से दूर था। लाखों रुपए सेना के इस अभियान पर खर्च हो रहे थे। मुगलिया राज दिवालिया हो रहा था। अन्तत: सन 1707 में औरंगजेब की मृत्यु हो गई। 27 वर्षों के सतत युद्ध और संघर्ष के बाद भी मराठों ने घुटने नहीं टेके। छत्रपति के दिए लक्ष्य की प्राप्ति के लिए हजारों मराठे कट गए।

यह इतिहास भी कहां पढ़ाया जाता है . ?

कितने लोग है जिन्हें ताराबाई, संताजी और धनाजी के नाम भी मालूम है, पराक्रम तो छोड़ ही दीजिए…
#hinduism  #fblifestyletyle
#wellness  #birdlife

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

લડાખની એક અઠવાડિયાની ફેમિલી ટ્રીપ દરમિયાનના એક પ્રવાસીએ નોંધેલ અનુભવ.
અનુભવ તો શું પણ નાનો એવો વાર્તાલાપ જ હતો. પણ વાર્તાલાપ દરમિયાન મળેલી માહિતી હૃદયમાં ઊંડો શેરડો પાડીને ઉતરી ગઈ હતી.

મુંબઈની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા એક મેનેજર કક્ષાના યુવાન, નામે પ્રશાંત, તેમના કુટુંબ સાથે લડાખની એક અઠવાડિયાની ટ્રીપ પર ગયેલા.
તેમનો લોકલ ડ્રાઇવર એક 28 વર્ષનો યુવાન હતો. નામ તેનું જીગમેટ.  આ લડાખી યુવાન ના કુટુંબમાં તેના માતા પિતા, તેની પત્ની અને બે નાની દીકરીઓ હતી.

હિમાલયના પર્વતમાળાના ઊંડાણના વિસ્તારમાં કરેલી મુસાફરી દરમિયાન તેમની વચ્ચે થયેલ વાર્તાલાપ.

પ્રશાંત -આ અઠવાડિયું પૂરું થશે એટલે લડાખ ની ટુરિસ્ટ સીઝન નો અંત આવશે. ત્યાર પછી તું શું કરીશ? શું તું બીજા નેપાળીઓ કે જેઓ ગોવા કે બીજા કોઈ મોટા શહેરમાં જઈને હોટલમાં કામ કરે છે તેવું કરવાનો તારો પ્લાન છે?

જીગમેટ- ના સાહેબ હું લડાખનો છું અને શિયાળાની ઋતુના ઠંડીના દિવસો દરમિયાન પણ હું અહી લડાખમાં જ રહું છું. હું બીજે ક્યાંય જતો નથી.

પ્રશાંત- પણ અહીંયા તો સખત ઠંડી પડે છે. તો આ ઠંડીના દિવસો દરમિયાન તું શું કરીશ?

જીગમેટ- કંઈ નહિ સાહેબ ઘેર બેસીશ. જોકે મારી પાસે બીજો એક ઓપ્શન પણ છે. હું મોટેભાગે સિયાચીન જતો રહું છું.

પ્રશાંત- સિયાચીન?? એ તો અહીંથી પણ ઠંડો પ્રદેશ છે ત્યાં તું શું કરીશ ?

જિગમેટ- ભારતીય લશ્કરના લોડર (બોજ વહન કરનાર મજુર) તરીકે કામ કરીશ.

હવે પ્રશાંતને આ લડાખી નવયુવાન માં રસ પડવા માંડ્યો હતો તેણે પૂછ્યું- ” અચ્છા એટલે તું ઇન્ડિયન આર્મીમાં જવાન તરીકે જોડાઈ જઈશ?”

જીગમેટ- ના સાહેબ ઇન્ડિયન આર્મીમાં જોડાવાની age limit તો મેં ક્યારની ક્રોસ કરી દીધી છે. એટલે હું આર્મીમાં જોડાઈ તો ન શકું. પરંતુ આ કોન્ટ્રાક્ટ જોબ હોય છે. જેમાં હું અને મારા કેટલાક મિત્રો કે જેઓ પણ ડ્રાઇવર છે જતા હોઈએ છીએ.
       સિયાચીન પહોંચવા માટે હું અહીંથી 265 કિ.મી ચાલીને સિયાચીનના બેઝ કેમ્પ પહોંચીશ જ્યાં હું આ કામ કરવા માટે ફિટ છું કે નહીં તેની મેડિકલ એક્ઝામિનેશન એટલે કે તબીબી પરીક્ષણ થશે અને એમાં હું ફીટ થાવ (જેમ કે દર વખતે હું ફીટ થાઉં જ છું) તો ત્યારબાદ મને લશ્કર તરફથી યુનિફોર્મ, ગરમ કપડા, બુટ, હેલ્મેટ, વગેરે જરૂરી સાધનો આપવામાં આવશે. અને ત્યારબાદ ઠંડીના ત્રણ-ચાર મહિના સિયાચીન રહીને જ લશ્કર માટે કામ કરું છું. સિયાચીન પહોંચવા માટે મારે પંદર દિવસ સુધી ચાલવું પડે છે, ત્યારે સિયાચીન પહોંચાય છે. ત્યાં વાહન વ્યવહાર થઈ શકે તેવા રસ્તા નથી. હિમાલયની પર્વતમાળાઓ ખુંદીને જવું પડે છે.

જીગમેટની વાતો સાંભળીને પ્રશાંતની ઉત્તેજના વધતી જતી હતી તેણે કલ્પના કરી હતી એના કરતાં કોઈ જુદી માટીનો માણસ આ લાગ્યો એને આસપાસની હિમાચ્છાદિત પર્વતમાળાઓ જોવા કરતા વધારે રસ આ જીગમેટની વાતમાં પડતો જતો હતો.

પ્રશાંત- ત્યાં તારે કામ કયા પ્રકારનું કરવાનું હોય છે?

જીગમેટ- ત્યાં મારે લોડર તરીકે કામ કરવાનું હોય છે સાહેબ. અને સામાન મારી પીઠ ઉપર ઊંચકીને એક ચોકીથી બીજી ચોકી સુધી પહોંચતો કરવાનો હોય છે.  આ વિસ્તારમાં લશ્કરને જોઈતી તમામ જરૂરી સામગ્રીઓ એર ડ્રોપ કરવામાં આવે છે. વિમાનમાંથી ફેકાતો સામાન અમે ઉપાડી લઈએ છીએ અને તેને ચોકીઓ સુધી પહોંચતો કરવાનું કામ કરીએ છીએ.

પ્રશાંત-  એર ડ્રોપ ??? પણ આ સામાનની હેરફેર માટે લશ્કર  વાહનો નો ઉપયોગ કેમ નથી કરતું?

જીગમેટ- સિયાચીન નો વિસ્તાર ગ્લેસીયર છે સાહેબ. ત્યાં ટ્રક કે બીજા કોઈ પણ વાહન ચાલી શકે તેમ છે જ નહીં. આઈસ સ્કૂટર હોય છે. પરંતુ તે ખૂબ અવાજ કરે છે જેને કારણે દુશ્મનનું,  દુશ્મનની સેનાનું આ તરફ ધ્યાન જઈ શકે છે એટલે આઈસ સ્કૂટર નો ઉપયોગ પણ થઈ શકતો નથી. કોઈપણ વાહનનો ઉપયોગ કરો તો સામે છેડે થી ગોળીબાર થાય છે. અરે પગે ચાલતા જવાનું હોવા છતાં પણ “દિવસ દરમિયાન પણ” અમે જતા નથી ને. અમે લગભગ રાત્રે બે વાગ્યે જઈએ છીએ અને અત્યંત ચુકીદી પૂર્વક સામાન ઉપાડી લઈએ છીએ અને તેને બેરેક સુધી પહોંચાડીએ છીએ અમે ટોર્ચ પણ વાપરી શકતા નથી. ઘોડા અને ખચ્ચર નો ઉપયોગ પણ અહીંયા થઈ શકે એમ નથી કારણ કે 18875 ફૂટની ઊંચાઈએ શિયાળામાં માઇનસ 50 ડિગ્રી ના વાતાવરણમાં કોઈ પ્રાણીઓ સરવાઈવ થઈ શકતા નથી.

પ્રશાંત – તારી વાત સાચી છે પણ અહીંયા તો ઓક્સિજન લેવલ પણ ખૂબ ઓછું હોય છે. એવા સમયે સામાન ઊંચકવાનું કામ ખૂબ શ્રમ ભરેલું કહેવાય. તું કેવી રીતે આટલો સામાન ઉંચકી શકે છે?

જીગમેટ- આ જ કારણથી અમે એક સાથે 15 કિલો થી વધુ સામાન ઊંચકીને લઈ જઈ શકતા નથી, અને દિવસમાં ફક્ત બે કલાક જ કામ કરવાનું હોય છે. બાકીનો સમય આરામ કરીને પુનઃ ઉર્જા પ્રાપ્ત કરવાની હોય છે.

પ્રશાંત- પણ આ તો ખૂબ જોખમ ભરેલું કામ કહેવાય.

જીગમેટ- હા સાહેબ મારા ઘણા મિત્રો આ કામ કરતા મૃત્યુ પણ પામેલા છે. કેટલાક માઈલો ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગયા તો કેટલાક દુશ્મનની ગોળીથી વીંધાઇને મૃત્યુ પામ્યા. આ ઉપરાંત અહીં મોટા માં મોટું જોખમ કોઈ હોય તો તે હિમડંખનું છે. એક રીતે જોવા જાઓ તો સાહેબ ડગલેને પગલે મોત જ છે.

પ્રશાંત- તો તો, જો આવું જોખમી કામ હોય તો તમને એના પૈસા પણ સારા મળતા હશે?

જીગમેટ- હા સાહેબ પૈસા સારા મળે છે અમને મહિને 18000 રૂપિયા મળે છે. 😳😳😳 અને અમારો તમામ ખર્ચો આર્મી દ્વારા કરવામાં આવતો હોવાથી અમે ત્રણ મહિના દરમિયાન 50 હજાર રૂપિયા જેવી રકમ બચાવી શકીએ છીએ. જે મારા માટે ખૂબ “કીમતી” છે. જેનાથી મારા પરિવારનું ગુજરાન થઈ શકે છે. મારી દીકરીઓના એજ્યુકેશન માં પણ મને થોડી સહાયતા મળી રહે છે . અને સાહેબ મોટામાં મોટો સંતોષ તો એ છે કે હું દેશ માટે અને આપણા લશ્કર માટે અને આપણા જવાનું માટે કામ કરી રહ્યો છું.

મુંબઈ શહેરની મલ્ટીનેશનલ કંપનીમાં 50 લાખનું પેકેજ ધરાવતા અને વૈભવી જિંદગી જીવી શકતા પ્રશાંત માટે આ ચોંકાવનારી બાબત હતી.

લડાખના આ છોકરાને,
શિયાળાની ગાત્રો ત્રીજાવી દે તેવી ઠંડીમાં,
મોતના ભય વચ્ચે,
રાત્રે 2:00 વાગે સામાન ઊંચકીને હેરફેર કરીને મેળવેલા મહિનાના 18000 રૂપિયા …….
સારી રકમ લાગતી હતી.
વધારે રકમ લાગતી હતી.
અને ઉપરાંત એને દેશ માટે કંઈક કરવાનું સંતોષ પણ હતો.

મહિને 18000 રૂપિયા, એટલે કે રોજના ₹600. – 50 ડિગ્રી ટેમ્પરેચર. 18,875 ft ની ઊંચાઈ, રાતના 2:00 વાગ્યાનો સમય, કોઈપણ સમયે આવી શકતા મોતનો ભય.

સરકારે શું કરવું જોઈએ,
ઇન્ડિયન આર્મી એ શું કરવું જોઈએ,
દેશ કેવી રીતે ચલાવવો જોઈએ,
તેની ચાંપલી ચાંપલી વાતો કરતા અને એ દ્વારા લોકોને ઉશ્કેરતા ટ્વીટરીયા, યુ-ટ્યુબીયા માંથી કોઈની તાકાત નથી કે 10 મિનિટ પણ એ જગ્યાએ પસાર કરીને બતાવે જ્યાં આ છોકરો રાત્રે 2:00 વાગે 15 કિલો વજન ઉચકીને ખૂબ સંતોષ સાથે દેશની સેવા કરે છે.

લોકોને વિવિધ પ્રકારની સામગ્રી youtube પર પીરસીને કમાણી કરતા યુ-ટ્યુબીયા ની કમાણી…
કે પછી instagram અને tiktok ઉપર તમારી આંખોને સંતોષ આપવા માટે કંઈ પણ કરીને પૈસા કમાતી સુંદરીઓની કમાણી, સામે આની કમાણી સરખાવી જોજો.

અને હા તમારા બાળકને તમારી વૈભવી કારમાં લઈ જઈ, એર કન્ડિશન મોલમાં શોપિંગ કરાવી, વૈભવી રેસ્ટોરન્ટમાં જઈને પીઝા પાસ્તા ખવડાવીને તેને ખૂબ લાડ કરજો. તમારું જ બાળક છે અને એનો હક પણ છે. પણ સાથે સાથે આ વાત પણ કરજો અને ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે બાળક ધ્યાન દઈને આ વાત સાંભળે.

અસ્તુ.
•••