Posted in हिन्दू पतन

પાકિસ્તાન-અધિકૃત-કાશ્મીરમાં અમૂલ્ય હિન્દુ અને બૌદ્ધ વારસાના સ્થળોનો ઇરાદાપૂર્વક અને નિર્દયતાથી નાશ કરવામાં આવી રહ્યો છે !!

ચિલાસ/હુન્ઝા/શતીયાલ વિસ્તારોમાં ૫૦૦૦૦ થી વધુ પેટ્રોગ્લિફ્સ, શિલાલેખો છે, અને તેમનો સમય ઈ .પૂ.૫૦૦૦ થી ૧૬મી સદી  સુધી છે.

જેમ મેં તપેશ યાદવજી દ્વારા X પર પોસ્ટ કરાયેલી છબીઓમાં જોયું, ઘણી છબીઓનું અપમાન કરવામાં આવ્યું છે. છબીઓ ચિલાસ ખીણ વિસ્તારની છે.

દેખીતી રીતે રાજકીય કાર્યકરો અને ઇસ્લામવાદીઓ વિવિધ ધાર્મિક છબીઓને નિશાન બનાવી રહ્યા છે, તેમને સફેદ અને કાળા પર્મા-પેઇન્ટ લગાવી દેવામાં આવ્યો છે, જ્યારે કેટલીક છબીઓ પર ખંજર ફેરવ્યું  છે. કેટલાક કિસ્સાઓમાં, સ્થાનિક સરકારે આ અમૂલ્ય પ્રાચીન વારસાને તેમના પર નોટિસો ચિતરાવીને અપમાનિત કર્યા છે.

છબીઓ પરથી એ સ્પષ્ટ થાય છે કે તોડફોડ ઇરાદાપૂર્વક કરવામાં આવી છે, જ્યારે થયેલા નુકસાનને ભરપાઈ ન કરી શકાય તેવું છે!

ચિલાસમાં પહેલી સદી સીઈની બલરામ અને કૃષ્ણની છબી છે.  તેની નજીક આવેલા ખરોષ્ઠી શિલાલેખ પર [બાલા]રામ [ક્રિ]ષ લખેલું છે. મને આશા છે કે આ છબીનો નાશ થયો નથી!

પોસ્ટ ક્રેડિટ #TeamLostTemples

#lostheritage #indianhistory #incredibleindia #hinduism #buddhism #vandalism