Posted in हिन्दू पतन

જીસસ નામનો કોઈ વ્યક્તિ હતો? અને હોય તો પણ ભારતને શું લેવા દેવા? આ ધરતી પર રામ રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અવતર્યા. તો પછી બહારથી કોઈને આયાત કરવાની જરૂર શું?

શાં માટે શાળાવાળા આ તહેવાર ઉજવે છે? એવી શાળાઓ જેના સંચાલકો હિંદુ, એમાં ભણનારા બાળકો પણ હિંદુ, તો પછી તમારે શાં માટે વિદેશી તહેવાર ઊજવવો છે?

અને અપનાવવી હોય તો સારી વાતો અપનાવાય. ઝાડને તોડીને નિકંદન કાઢવું, બકરા, મરઘાં ઝાપટીને ઉપરથી ખંભા પીયને ટૂન્ન થઈ જવું આ સંસ્કૃતિ નહીં, વિકૃતિ છે.

આપણે લોકો ગરમાગરમ રોટલી, ભાખરી, રોટલાં ખાતા હતા અને તંદુરસ્ત હતાં. આ યીસ્ટ ફૂગ નાખેલી બ્રેડ આવી પછી બધાં બ્રેડ જેવા ઢોલકા જેવા થઈ ગયાં. મારા એક મિત્ર આયુર્વેદિક ડોક્ટર છે, એ મજાકમાં બોલે કે બ્રેડ ખાય એ બ્રેડ જેવા થાય.

જે આપણાં દેશની પ્રકૃતિ સાથે મેચ ન થાય એ વસ્તુ નકામી, પુજા પદ્ધત્તિ અને દેવતાઓ સહિત બધું.

સૌથી પહેલાં તો હિંદુ સંચાલકો અંગ્રેજી આવડતું હોય એવા કોન્વેન્ટ માં ભણાવતા શિક્ષકો ભરતી કરે ત્યાંથી જ મગજમારી છે. આવા શિક્ષકો જ આખી સમસ્યાનુઁ મૂળ છે.

ઘણાં શિક્ષકો મૂલનિવાસી થીયરી ચલાવી બાળકોનું બ્રેઈનવોશિંગ કરે. એને માટે રામ કૃષ્ણ વિદેશી છે પણ જીસસ તારણહાર છે.

આવા અજમેરી લોટા જેવા લોકો ભણ્યા પછીય અક્કલ નથી આવતી કે આપણા દેશનું જે છે એ ગૌરવ છે.

ટૂંકમાં શિક્ષકોને સુધારો અને યોગ્ય શિક્ષણ વ્યવસ્થા હોય તો દેશ સુધરી જાય. બાકી મદ્રેસા અને કોન્વેન્ટ ચલાવીને હિંદુ ધર્મને જ તમે ખતમ કરવાના છો.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સદભાવના પણ ચેપી હોય છે….


સદભાવના પણ ચેપી હોય છે….

૩૫ વર્ષનો એક યુવાન દરરોજ પોતાની મોટરબાઈક લઈને એક રેસ્ટોરન્ટ પાસે આવતો અને આસપાસ ઊભેલા પાંચ ભિખારીઓને ભોજન માટે ટિફિન બંધાવી આપતો.

એક વખત એ રેસ્ટોરન્ટના માલિકે વાતવાતમાં પૂછ્યું તો યુવાને કહ્યું,

‘મારા પિતાજી કહેતા હતા કે કોઈકને જમાડયા પછી જમવાથી ભોજન પ્રસાદ બની જાય છે અને એ બહુ મીઠું લાગે છે.

હું નાનો હતો ત્યારથી પિતાજીની સાથે આ રીતે ગરીબોને ટિફિન અપાવવા જતો હતો. હવે પિતાજી નથી, પણ એમનું કામ મેં ચાલુ રાખ્યું છે. મને મજા આવે છે.’

એ યુવાન રોજ નિયમિત રીતે રેસ્ટોરન્ટ પાસે આવતો. પાંચ ભિખારીઓને ટિફિન અપાવતો. કાઉન્ટર પર પેમેન્ટ કરીને ચુપચાપ ચાલી જતો.

રેસ્ટોરન્ટનો માલિક અને કેટલાક ભિખારીઓ પણ એ યુવાનને ઓળખી ગયા હતા.

એક વખત એવું બન્યું કે પેલો યુવાન રેસ્ટોરન્ટ પર આવ્યો જ નહીં.
બે-ચાર ભિખારીઓ એની રાહ જોતા રેસ્ટોરન્ટની બહાર ઊભા હતા, તે થોડીક વાર એની રાહ જોયા પછી પાછા ચાલ્યા ગયા. બીજા દિવસે પણ એવું જ બન્યું. ત્રણ-ચાર દિવસ સુધી યુવાન દેખાયો જ નહિ.

એવામાં એક વખત એક જૂના ભિખારીએ આવીને રેસ્ટોરન્ટ પરથી બીજા એક ભિખારીને ટિફિન અપાવ્યું અને એનું પેમેન્ટ કર્યું.

રેસ્ટોરન્ટના માલિકે નવાઈ અનુભવતાં એને પૂછ્યું તો એ ભિખારીએ જવાબ આપ્યો,

‘અમને જે યુવાન દરરોજ ટિફિન અપાવતો હતો એનું એક અકસ્માતમાં અવસાન થયું છે.

અમે બે-ચાર મિત્રોએ ભેગા મળીને એ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા રૂપે, અમને દરરોજ ભીખમાં જે રકમ મળી હોય એમાંથી એક વ્યક્તિને ટિફિન અપનાવવાનું નક્કી કર્યું છે !’

ભિખારીની વાત સાંભળીને રેસ્ટોરન્ટના માલિકને શું બોલવું તે ન સૂઝયું, પણ શું કરવું એ એને તરત સૂઝયું.

એણે કહ્યું,

‘ભાઈ ! હવે પેલા યુવાને શરૂ કરેલી ટિફિનસેવા મારા તરફથી ચાલુ રહેશે. તમારે એ માટે પૈસા ખર્ચવાની જરૂર નથી.’

ત્યારે પેલો ભિખારી બોલ્યો,

‘સાહેબ ! સાચું કહું ?
અમે બહુ નાના માણસ છીએ, સમાજસેવા અને લોકસેવાનાં બહુ મોટાં કામ કરવાની અમારામાં ત્રેવડ નથી. બહુબહુ તો અમે હળીમળીને એકબીજાને આવી સાવ મામૂલી મદદ કરી શકીએ ! પેલા યુવાન પાસેથી અમને આવી પ્રેરણા મળી છે અને એ પ્રેરણાનો દીવો ઝળહળતો રહે એ માટે અમે એક ટિફિનની સેવા તો હવે અમારા છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખીશું…!’

રેસ્ટોરન્ટનો માલિક બોલ્યો,

‘એ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે તમે જે દીવો ઝળહળતો રાખ્યો છે, એમાં મારે પણ થોડુંક તેલ પુરાવવું છે. હવેથી હું પણ લાઈફટાઈમ નિયમિત રૂપે દરરોજ પાંચ ગરીબોને મફત ટિફિન આપીશ !

સંસારમાં બીમારીઓના ચેપ તો ઘણા લાગે છે, થોડાક ચેપ આવાં સત્કાર્યોના પણ લાગતા રહેવા જોઈએ !’

આપણી લાઇફમાં આપણને આવા કોઈ એક સારા કામનો ચેપ ન લાગે તો સમજી લેવું કે આપણો ભવનો ફેરો ફોગટ ગયો છે …
-અજ્ઞાત

Posted in स्वाध्याय

આ ૧૯૬૩/૬૪ની ઘટના છે. તે સમયે શ્રી મોહન મંગેશ ખટાવ નામના વ્યક્તિ નેવીમાં હતા. વીર સાવરકરે લખેલ “માઝી જન્મઠેપ” નામનું પુસ્તક વાંચ્યા પછી તેઓ તે જેલમાં ગયા જ્યાં વીર સાવરકરને કેદ કરવામાં આવ્યા હતા. મોહનભાઈ તે અંદામાન સેન્ટ્રલ જેલમાં ગયા, જ્યાં સાવરકરને કેદ રાખવામાં આવ્યા હતા. તે સેલમાં જઈને તેઓ ખૂબ રડ્યા. “આપણા સ્વાતંત્ર્યવીરોએ કેટલું દુઃખ અને કઠિનાઈઓ સહન કરી છે” એ વિચાર કરીને તેઓ ખૂબ વ્યથિત થયા. તેમને વિચાર આવ્યો કે સાવરકરજીના દર્શન કરવા જોઈએ.

અંદામાનથી તેઓ મુંબઈ આવ્યા અને પછી રત્નાગિરી પહોંચી સાવરકરના ઘરે ગયા. એ ૧૯૬૪નું વર્ષ હતું. સાવરકર તબિયતમાં ખૂબ નબળા હતા. તેમના પગમાં માથું મૂકી તેઓ ખૂબ રડ્યા. કહ્યું, “તાત્યા, તમે આપણારે માટે કેટલી યાતનાઓ સહન કરી, તમારી માતૃભૂમિ માટે કેટલા કેટલા અમાનુષિક જુલમ અને અત્યાચાર ખમ્યા?”

સાવરકર કંઈ પણ કહેવાની સ્થિતિમાં ન હતા, તબિયત એટલી નાજુક હતી.

મોહનભાઈ પાસે ભગવદ્ગીતાનું પુસ્તક હતું. તેના પર તેઓએ સાવરકરના હસ્તાક્ષર માંગ્યા, પરંતુ નબળાઈના કારણે સાવરકર હસ્તાક્ષર કરી શકતા ન હતા. તેમણે માઈ સાવરકરને હસ્તાક્ષર કરવા બોલાવ્યાં. અને મોહનભાઈને કહ્યું, “જો તમને ભગવદ્ગીતાનો સાચો અર્થ જાણવાની ઇચ્છા છે, તો પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રવચન સાંભળવા જાઓ.”

અને મોહનભાઈ સ્વાધ્યાયમાં જોડાયા. આજે ૮૦ વર્ષની ઉંમરે પણ તેઓ સક્રિય છે.

સાવરકરની આ વાત તેમણે “અભિ ગીતા સંધાન”ની ભાવફેરી દરમિયાન જણાવી છે.