કુંભમેળામાં સર્જાયેલી એક અપરાધકથા.
હિંદુવાદી રાજકારણીઓ કુંભમેળાની રાહ જોઈ રહ્યા હતા, હિન્દુઓના દિલમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો આ અવસર હતો. દિલ્હીની MCD માં નોકરી કરી રહેલ અશોક માટે પણ કુંભમેળો અવસર હતો, પચાસેકની ઉમરે આવેલા અશોક ત્રણ સંતાનોનો પિતા હતો, એનો સૌથી મોટો પુત્ર અશ્વિન અઢાર વરસની ઉમરે કોલેજનું શિક્ષણ લઈ રહ્યો હતો, પણ અશોકે એની પ્રેમિકા [બહારવલી] ના દિલમાં એનું સ્થાન કાયમી બનાવવાનું હતું, અને એના માટે આ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ થી શરૂ થતો કુંભમેળો ઘણો મોટો અવસર હતો.
કુંભમેળાના આયોજકોના અંદાઝ મુજબ રોજના કરોડોના હિસાબે શ્રધ્ધાળુંઑ મુલાકાત લેવાના હતા, અશોકને એમાં પોતાની તક દેખાઈ, ૪૫ ની ઉમરે આવેલી એની ઘરવાળી સાથે રોજ જ બહારવાળીને લઈને સામસામી જીભાજોડી થતી, તો ક્યારેક સામસામે છૂટા હાથની મારામારી પણ થતી, અને સૌથી મોટી મુસીબત મોટા થઈ રહેલા છોકરાઓની હતી, અશોકના ત્રણેય છોકરાઓ એની માના પક્ષે રહેતા હતા, અને હવે તો તેઓ પણ માની સાથે ભળી જઈને બાપને ફટકારતાં હતા, જો માતાના ગાલે એક થપ્પડ પડી હોય તો, ત્રણેય છોકરાઓ એક થઈને બાપ ઉપર ઢીક્કા-મુક્કીઓનો વરસાદ વરસાવી દેતા હતા.
કુંભમેળાના ચાર મહિના પહેલા એણે એની તૈયારીઑ શરૂ કરી દીધેલી. ઘરવાળીને પતાવી દેતા પતિની હજારેક જેટલી અપરાધકથાઓ એણે વાચી, અને એમાથી મેળવેલી શીખ અનુસાર એણે પોતાનો જડબેસલાક પ્લાન વિચારવો શરૂ કરી દીધેલો. કુંભમેળાની ભીડભાડમાં એણે પોતાની પત્નીને disposed કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોતાના મન અને શરીર ને એણે સજ્જ બનાવાનું શરૂ કરી દીધું હતું.
જાન્યુઆરીની 13 તારીખથી મેળો શરૂ થયો અને એણે મેળાની ત્રણેક વખત રેકી કરી, એ દરમિયાન એણે સમય અને સ્થળની પસંદગી કરી લીધી, કઈ રીતે પત્નીને મોતને ઘાટ ઉતારવી અને મોતને ઘાટ ઉતાર્યા પછી શું શું કરવું અને શું શું નહીં કરવું એના ઉપર બારી ચિંતન કરીને મનોમન એણે નોટ બનાવી દીધી હતી. ચાર મહિનાથી એણે એની પ્રેમીકાની સાથે હળવા-મળવાનું બંધ કરી દીધું હતું, ઘરે સમયસર પહોંચી જઈને એણે પત્ની અને પુત્રો સાથેના સંબંધોને એકદમ નોર્મલ બનાવી દીધા.
ચાર મહિનાના સમય દરમિયાન એણે એના પરિવારનો ભરોસો જીતી લીધી હતો. ફેબ્રુઆરી મહિનો બેસતાની સાથે એણે પત્નીને કહ્યું ‘ આ કુંભમેળામાં આપણે બંને સાથે જઈને શ્ર્ધ્ધાની ડૂબકી લગાવી આવીએ’ પતિનો પ્રસ્તાવ શાંભળીને પત્ની ખુશ ખુશ થઈ ગઈ. ૫ ફેબ્રુઆરીએ કુંભમેળામાં જવાની તારીખ નક્કી કરી નાખી, એણે પણ મનોમન બધુ ચકાસી લીધું કે એની પોતાની તૈયારી બારોબર તો છેને? ક્યાક કશેક ત્રુટિ રહી જવા પામી તો નથીને? કારણકે આવો કુંભમેળાનો અવસાર કઈ વારંવાર આવતો નથી. ‘go ahead’ એના મનમાં આત્મવિશ્વાસથી રણકાર એણે શાંભળ્યો અને નિયત દિવસે પતિ-પત્ની બંને જણા પ્રયાગરાજ જવા નીકળી પડ્યા.
પત્ની ખૂબ જ શ્રધ્ધાળું હતી તેથી એના આનંદનો પાર નહતો. સાંજના સમયે બંનેએ ગંગા નદીમાં ચોક્કસ સ્થળે ડૂબકી લગાવી, એની સેલ્ફી લઈને એણે પોતાના ફેસબૂક ઉપર અપલોડ કરી અને પોતાના મોટા દીકરા અશ્વિનને પણ એની કોપી મોકલી.
પત્નીને કહ્યું, આજની રાત અહી રોકાઈએ અને આવતી કાલે સવારે દિલ્હી જવા નિકળીશું. પતિ પત્ની બંને રાતવાસો કરી શકાય એવા મુકામને શોધવા નીકળ્યા. અશોક સામે સલામત મુકામ શોધવું એ એક પડકાર હતો, કારણકે એણે જાણી જોઈ સમજીને પોતાની સાથે આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારના ઓળખપત્રો રાખ્યા નહતા, પણ એને ખબર હતી કે ક્યાં એને ઓળખપત્ર વગર જગ્યા મળી શકે છે, છતાં એણે પત્નીને થક્વી નાખે એટલો શ્રમ કરાવ્યો અને અંતે પૂર્વનિર્ધારિત જગ્યાએ એને લઈ ગયો, જ્યાં કોઈ પણ પ્રકારના ઓળખપત્રની જરૂર નહતી, અહી આજુબાજુ ક્યાય સીસીટીવી કેમેરા નહતા, એની ખાતરી એણે પહેલેથ જ કરી લીધી હતી.
ભરપૂર વિશ્વાસ સાથે પત્નીએ એની સાથે રાત ગુજારી, બિચારી પત્નીને ખબર નહતી કે આજ—૧૭ ફેબ્રુઆરીની આખરી રાત એની જીંદગીની આખરી રાત હતી. વહેલી સવારે પત્ની ઉઠી અને બાથરૂમમાં ગઈ, ત્યારે પતિ દબાતા પગલે પત્નીની પાછળ બાથરૂમમાં પ્રવેશ્યો અને અસાધારણ ઝડપ અને ચોકસાઇ પૂર્વક પત્નીનું ગળ્યું દિલ્હીથી જ પોતાની સાથે લાવેલા ચપ્પુથી ચીરી નાખ્યું, ચીવટાઇ અને ચોકસાઇ એટલી પરફેક્ટ હતી કે પત્નીના ગળેથી એક નાનો સરખો હરફ પણ નીકળ્યો નહીં. ચાર ચાર મહિના સુધી એણે આટલા કામ માટે ખૂબ રિયાઝ કર્યો હતો.
વહેલી સવારે જ દબાતા પગલેએ બહાર જવા નીકળી પડ્યો, એના મનને શાંતિ થઈ ગઈ કે એ હવે મુક્ત હતો, પત્નીથી આઝાદ હતો, એણે ઘરે એના દીકરા અશ્વિનને ફોન કરીને ખબર આપ્યા, ‘દીકરા એક અશુભ ખબર છે, મોડી રાતે અમે તારી મમ્મી સાથે રાત્રિ રોકાણ માટે કોઈ સારી જગ્યા શોધી રહ્યા હતા, એ સમયે ખૂબ જ ભીડ હતી, એ ભીડમાં તારા મમ્મીનો હાથ મારા હાથથી છૂટી ગયો અને મમ્મી ભીડમાં ક્યાં અટવાઈ ગયા એની ખબર પડી નહીં, હું રાતભર એને શોધતો રહ્યો હતો. પણ તું ફિકર કરતો નહીં, હું ગમે તેમ કરીને મમ્મીને શોધીને જ ઘરે આવીશ, વહેલું મોડુ થાય તો ચિંતા કરતો નહીં.’
પણ દીકરો બાપ કરતાં સવાયો હતો, એની માં જેવો ભોળો નહતો. બાપ સાથે એક શબ્દની પણ આપ-લે કર્યા વગર એણે, પ્રયાગરાજ લઈ જતી પહેલી ટ્રેન પકડીને એ પ્રયાગ રાજ સ્ટેશન ઉતાર્યો, સ્ટેશન પર ફરતી પોલીસને મળ્યો અને જણાવ્યુ, ‘ ‘સાહેબ મારી મમ્મી અહી કુંભમેળામાં પપ્પા સાથે આવી હતી, મારા પપ્પાનો ફોન હતો કે મમ્મી મેળામાં ખોવાઈ ગઈ છે, તો મને ક્યાથી મદદ મળી શકે એમ છે?’ બિચારો અશોક—એણે કલ્પના પણ નહતી કે એનો દીકરો દબાતા પગલે કુંભમેળામાં એની માને શોધવા આવશે અને સૌથી પહેલું કામ પોલીસને મળીને માર્ગદર્શન મેળવવાનું કરશે. જેવી રીતે પત્નીએ ભોળવાઈ જઈને પતિ ઉપર ભરોસો મૂકી દીધો હતો, એવો ભરોસો દીકરાઓને પિતા ઉપર નહતો.
પોલીસે એક જ પ્રશ્ન પૂછ્યો, ‘ કયા ઘાટ ઉપર તારા પપ્પા મમ્મીએ ડૂબકી લગાવેલી?’ દીકરાએ પપ્પાએ મોકલેલી સેલ્ફી પોલીસને દેખાડી, અને એણે સચોટ માર્ગદર્શન મળ્યું, સ્ટેશન ઉપર ફરતી પોલીસે એને કુંભમેળામાં કઈ પોલીસ ચોકીએ જઈને ક્યાં પોલીસ અધિકારીને મળવું એની સચોટ માહિતી આપી.
દીકરો પોલીસે આપેલી માહિતીની આંગળી ઝાલીને એજ પોલીસ અધિકારીને જઈને મળ્યો અને એને એની મિસિંગ થયેલ મમ્મીની સ્ટોરી જણાવી, સાથે લાવેલો મમ્મીનો ફોટો પણ બતાવ્યો. ફોટો જોઈને પોલીસ અધિકારી થોડી ક્ષણ સુધી ઊંડા વિચારમાં પડી, અને પોલીસને અનુસંધાન મળી ગયું.
વહેલી સવારે જ એમને કોઈ ગૃહસ્થી તરફથી બાતમી મળેલી કે કુંભમેળામાં કોઈકની સાથે આવેલી મહિલાનું ગળું રેતીને એને મોતના ઘાટ ઉતારી હતી, એ મહિલાના શબને પોસ્ટમોરટોમ માટે મોકલીને પોલીસે વિચારેલું કે કુંભ મેળો પતે પછી, નિરાંતે આ કેસની તપાસ કરીશું, કારણકે મૃતક પાસે ઓળખપત્ર નહતા તથા જ્યાં એમને આશ્રય લીધેલો ત્યાં સીસીટીવી પણ નહતા, તેથી પોલીસ તપાસ થઈ શકે એમ જ નહતુ, પણ અહી તો મૃતક મહિલાને લઈને માહિતી સામેથી આવી હતી.
પોલીસ અધિકારી અશ્વિનને મોર્ચરીમાં લઈ ગઈ, જ્યાં મળેલ મૃતક મહિલાના શબને સુરક્ષિત રખાયું હતું, એને જોઈને જ દીકરો માને ઓળખી ગયો અને રડી પડ્યો. પોલીસને સામે આ અપરાધકથાની બધી જ કડીઓ આપોઆપ જોડાઈ ગઈ. પોલીસે અશ્વિનને કહ્યું, કે તારા પિતાજી ક્યાં છે? ‘ મારા પિતાજી એ મને ફોન ઉપર જણાવેલું કે તેઓ અહી મેળામાં જ મારા મમ્મીને શોધી રહ્યા છે.’
પોલીસે દીકરાને સમજાવી દીધું કે તારે પિતા સાથે ફોન ઉપર શું શું કહેવાનું છે, દીકરો પણ પિતાના કરતૂત સમજી ગયો હતો, તેથી દીકરાએ પિતાને ફોન જોડ્યો અને કુશળતાથી વાત કરી, પોતે ક્યાં છે એની માહિતી આપી અને કહ્યું, તમે અહી આવી જાઓ, આપણે સાથે મળીને મમ્મીને શોધીશું. બિચારા પપ્પા—એને ખબર જ નહતી કે દીકરો પોલીસ સુધી પહોંચી ગયો છે, અને ભોળા ભાવે દીકરાએ બતાવેલી જગ્યાએ આવ્યો, ત્યારે સાદા વેશમાં વોચ રાખી રહેલી પોલીસે એની ધરપકડ કરી લીધી.
આમ આ રીતે સામે ચાલીને પોતે પોલીસના સકંજામાં ઝડપાઇ જશે એવું તો પચાસની ઉમરના પ્રેમી અશોકે વિચારેલું પણ નહતું. પણ દરેક અપરાધીની એ મોડેસ ઓપ્રેંડી છે, દરેકને એવું લાગે છે, કે તેઓ અપરાધ કરીને હેમખેમ બહાર નીકળી જશે અને ચેનનું જીવના જીવશે. પણ હજી સુધી એવું બન્યું નથી, દરેક અપરાધી કયાઁક ને ક્યાક કોઈક એવી તો ભૂલ કરે છે અને પોલીસના હાથે ઝડપાઇ જ જાય છે. દરેક અપરાધી પોલીસની તાકાતને નજર અંદાજ કરતી હોય છે.
સમાપ્ત.