Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

કાચબાનું સ્થળાંતર

હું રાજકોટથી ભુજ એસ.ટી.મા નીકળવાની તૈયારી માં જ હતો ત્યાં એક મિત્રનો ફોન આવ્યો કે નીકળી ગયો?
મેં ના કહી,તો કહે એક બોક્સ ભુજ મારા બીજા મિત્રને આપવાનું છે.. સરનામું ફોન નંબર બોક્સ ઉપર લખી નાખ્યા છે..સીધો એસ.ટી.સ્ટેશન તને આપી જાઉં છું..
મેં ઓકે કહ્યું ને સૂટકેસ સાથે રિક્ષા પકડી એસટી ડેપો એ પહોંચ્યો..તો મિત્ર બોક્સ સાથે તૈયાર હતો.. બોક્સ હાથમાં લીધું, વજનદાર હતું..
મિત્રને પૂછ્યું તો કહે સ્પેરપાર્ટ કે એવું કંઈક હશે.મને પણ તારા જેવો મિત્ર આપી ગયો છે..

બસમાં બેઠો..સૂટકેસ કેરીયરમા અને બોક્સ ખોળામાં રાખ્યું..બસ ઊપડી.. બોક્સમાં કંઇ સળવળાટ જેવું લાગ્યું
થોડીવાર થઇ તો કંડકટર ટીકીટ માટે આવતો હતો..વારો આવતાં મેં રુપિયા તૈયાર રાખ્યાં.તે આવ્યો પહેલાં ખોળામાં રાખેલ બોક્સમાં શું છે તેમ પૂછ્યું પછી તરત ઉમેર્યું કે બોક્સ તો રોયલ ટેગ વ્હિસ્કી નું છે..
પછી કહે બોક્સ ખોલો..
હું મુંઝાયો..તો તે તાડુકયો કહે જલ્દી ખોલો બોક્સ

મેં ડરતાં ડરતાં બોક્સ ખોલ્યું.. મારાં આશ્ચર્ય વચ્ચે જોયું તો અંદર ત્રણ કાચબા હતા..
કંડકટર કહે કે આ શું? કાચબા! વાંધો નહીં કાચબાની ત્રણ ટીકીટ પણ લઈ લો અને વાત પૂરી કરો.
મેં કહ્યું આ બોક્સ નું વજન વધારે નથી દસ કીલો મારી સૂટકેસ સાથે પણ નહીં થાય,લગેજ ગણી લો..

જે જીવતું હોય અને શ્વાસ લે એને લગેજ ન કહેવાય એ ટીકીટ પાત્ર જ છે

મેં કહ્યું આવી ઉંમર નાની છે માટે અડધી ટીકીટ લો..

હવે ઉંમર નક્કી કરવાનું અઘરું હતું તે કંડકટરે કહેલ નાખી મુસાફરોને કે કોઇ આ કાચબાની ઉંમર કહી શકશે?

ઝબ્બા લેંઘા ધારી એક વડીલ આવ્યા, કાચબા ને ધ્યાનથી જોયા અને કહ્યુ કે સૌથી મોટા કાચબાની ઉંમર ૧૨૦,એનાથી નાનાની ૧૦૦ આને સૌથી નાનાની ઉંમર ૭૦ વર્ષ છે અને તે બંન્ને નો પુત્ર છે..

હવે કંડકટર બગડ્યો કે ચાર ટીકીટ લઇ લો છો કે પછી બસ પુલીસ સ્ટેશન લઇ લઉં?એમ કહી ડબલ ઘંટી મારતાં બસ ઉભી રહી ગઈ..

મેં કહ્યું કે એક મિનિટ મારા વકીલ મિત્ર સાથે વાત કરી પૂછું

વકીલ મિત્ર ને ફોન કર્યો તો કહે કે વન્ય પ્રાણી પ્રતાડના નિવારણ કાયદાની કલમ ૧૨ એ મુજબ કાચબાને હેરાન કરવા એ મોટો ગુન્હો છે જે પાંચ વર્ષની જેલ અને ૫૦હજારના દંડને પાત્ર છે..પોલીસ આમાં વચ્ચે આવે તે પહેલાં તું ચાર ટીકીટ લઇ લે ને તારી જાન છોડાવ..

કંઇક હાશકારાની સાથે કંઇક કચવાટની સાથે છેવટે એક મારી અને ત્રણ કાચબાની, એમ ચાર ટીકીટ ફડાવી..
ભવિષ્યમાં કોઇ સંપેતરા કોઇનાં પણ લેવાં નહીં તેવી પ્રતિજ્ઞા લીધી!

વત્સલ રાણા

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment