Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

“જે કોઈ મારા રેકોર્ડમાંથી એક પણ રન ઓછો કરે છે તે પૈસા મેળવવાને લાયક નથી !!” …

ભારત ઈંગ્લેન્ડ વચ્ચેની માન્ચેસ્ટર ટેસ્ટ રવીન્દ્ર જાડેજા- વોશિંગ્ટન
સુંદરની લડાયક રમતથી ડ્રોમાં પરિણમી તેમાં તે બંનેની સદી વિશે  બિનજરૂરી વિવાદ ખડો થયો . તેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જે વલણ અપનાવ્યું તેને મીડિયામાં અને ક્રિકેટ જગતમાં
અમુક અંશે  સમર્થન પ્રાપ્ત થયું પરંતુ મહદ્ અંશે ટીકા થઈ.
ઈંગ્લેન્ડના જ ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ જાડેજા અને સુંદર ને સમર્થન આપ્યું તેમાં ભૂતપૂર્વ ઓપનર સર જ્યોફ્રી બોયકોટનો સમાવેશ હતો.

      બોયકોટે જાડેજા અને સુંદરની પ્રશંસા કરી,  અને કહ્યું કે તેમને તેમની ઇનિંગ ચાલુ રાખવાનો અધિકાર હતો. ડ્રોની  ઓફર સમયે, જાડેજા 89 અને સુંદર 80 રને બેટિંગ કરી રહ્યા હતા.
      બોયકોટે કહ્યું “આ ભારતના ખેલાડીઓ ખૂબ જ મજબૂત છે. તેઓ એક ડગલું પણ પાછળ હટ્યા નહીં. પોતાની ટીમ માટે  ટેસ્ટ મેચ બચાવવા માટે તેમણે આખો દિવસ સખત મહેનત કરી હતી,  હું જો રમતો હોત તો હું પણ  કોઈ મને  89 રને રમત પૂરી કરવા કહે તે ન સ્વીકારેત. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન બંને  તેમની સદીના હકદાર હતા.”

     સર જ્યોફ બોયકોટ તેમના વખતમાં એક ચીટકુ બેટ્સમેન તરીકે જાણીતા હતા અને પોતાના રનની બાબતે બહુ ચોક્કસ અને કંજૂસ ગણાતા  હતા.
તે બાબતે સુનિલ ગાવસ્કરે બોયકોટ વિશેની રમુજી વાર્તા કહી છે.!

     “સર જ્યોફ્રી એકવાર વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ વખતે ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનમાં ટેક્સીમાં બેઠા. ડ્રાઈવરે અરીસામાં જોયું અને કહ્યું:  ‘જ્યોફ્રી બોયકોટ! તમે મારા પ્રિય છો, યાર!  વાસ્તવમાં તમે મેન ઓફ ધ મેચ હતા – ટોની ગ્રેગ નહીં. તેણે 8 વિકેટ લીધી, પરંતુ તમારા 95 અને 107 રનથી ઇંગ્લેન્ડ જીત્યું!’

    થોડીવાર પછી, કેબ હોટેલ પહોંચે છે. બોયકોટ બહાર નીકળે છે, ડ્રાઈવર તરફ ફરીને કહે છે:

      ‘મેં 95 રન બનાવ્યા નથી, મેં 97 રન બનાવ્યા છે. મેં 107  રન બનાવ્યા નથી, મેં 112 રન બનાવ્યા છે. અને જે કોઈ મારા રેકોર્ડમાંથી એક પણ રન ઓછો કરે છે તે પૈસા મેળવવાને લાયક નથી !!’
🌺

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment