Posted in साकाहारी

मांसाहारियों का एक सदाबहार तर्क मैं अक्सर सुनता हूँ – “पेड़पौधों में भी तो जीवन होता है, तो उन्हें क्यों खाते हो?”
आइए, आज इस तर्क की समीक्षा की जाए…
.
.
तो मैं मांसाहारियों से पूछना चाहता हूँ कि क्या एक शाकाहारी पेड़ उखाड़ कर खा जाता है? पौधे को तोड़ कर निगल लेता है? एक कुतर्की मांसभक्षी बायोलॉजी के बेसिक नियमों से भी अनिभिज्ञ होता है अथवा उसे पता होता कि शाकाहारी तो “फल-फूल-सब्जी-अन्न” जैसी चीजें खाते हैं, जो पेड़-पौधों का हिस्सा होते हैं, स्वयं पेड़पौधे नहीं।
.
.
फल-फूल तो वृक्ष उत्पन्न ही इसलिए करता है, ताकि दूसरे जीव/कीट पतंगे/पक्षी फल-फूल की तरफ आकर्षित हों, उनका सेवन करें।
अब चूंकि बीज स्वयं ऐसे रसायनों से कोटेड होता है, जिन्हें पशु-पक्षी पचा नहीं पाते, इसलिए बीज उनकी डाइजेस्टिव ट्रैक्ट से सुरक्षित निकल कर भूमि का हिस्सा बन कर पेड़-पौधों की उत्पत्ति करता है। जिसे ये हिंसा बताते हैं, वास्तव में यह प्रकृति द्वारा वनस्पति को प्रदत्त प्रजनन विधि है।
.
.
इसके अलावा शाकाहारी पौधों के उन हिस्सों को भी ग्रहण करता है, जिन्हें पौधे फोटोसिंथेसिस की मदद से भोजन के रूप में स्टोर रखते हैं। इस प्रक्रिया में भी किसी पेड़-पौधे की जान नहीं चली जाती है और न ही पेड़-पौधों को दर्द होता है, यह भी विज्ञान प्रमाणित है कि पेड़-पौधों में दर्द महसूस कराने वाले न्यूरो-रिसेप्टर्स नहीं होते। उसके अलावा, हमारे द्वारा ग्रहण किये गए हिस्से को पेड़ वापस उगाने की भी क्षमता रखता हैं।
.
.
इस पूरी प्रक्रिया में दूसरे का भोजन हड़पने की “थोड़ी-बहुत अनैतिकता” आप इसमें ढूंढ सकते हैं, जिसकी मुक्ति कृतज्ञ भाव से भोजन ग्रहण करके पौधों को धन्यवाद ज्ञापित करके भी हासिल हो सकती है।
पर एक तरफ जहाँ यह अनैतिकता है, तो वहीं दूसरी ओर तो साफ तौर पर क्रूरता की पराकाष्ठा है, एक जीवेषणा का अंतहीन शोषण हैं, भय का आर्तनाद है, अपने प्राणों को जाते देख एक जीव की चीख-पुकार है। एक मांसभक्षी भला किस युक्ति से उन निरीह-निरपराध जीवों की बद्दुआओं से मुक्त हो सकेगा?
.
.
अगर एक मांसभक्षी वाकई पेड़ो के कटने से व्यथित होता है तो मैं बताता हूँ कि पेड़ों काटे क्यों जाते है। पेड़ काटे जाते हैं आपके घरों के साजोसामान के लिए, लकड़ी के लिए, इंडस्ट्रियल प्रोडक्ट के लिए। जंगल का 70% हिस्सा काटा जाता है कृषियोग्य भूमि हासिल करने के लिए – ताकि मांसभक्षियों की खुराक बनने वाले जीवों का चारापानी उगाया जा सके। विडंबना देखिए – पेड़ों के हितैषी मांसाहारी को पता ही नहीं होता कि पेड़ों की सबसे ज्यादा क्षति का जिम्मेवार वह स्वयं ही होता है, कोई शाकाहारी नहीं।
.
.
यह भी एक स्थापित तथ्य है कि खाये गए भोजन का 10% हिस्सा ही बॉडी फैट में तब्दील होता है। अर्थात – सामान्य गणित से भी चलें तो 10 मांसभक्षियों की खुराक तैयार करने में लगे शाकाहार से 100 लोगों का पेट भरा जा सकता है। अर्थात एक अकेला मांसाहारी 10 लोगों का भोजन तो हड़पता ही है, जंगलों को नष्ट करता है और एनिमल फार्मिंग के रूप में वर्ल्ड ग्लोबल वार्मिंग का भी सबसे बड़ा कंट्रीब्यूटर है। पर एक मांसाहारी को तर्क, सांख्यकी अथवा पर्यावरण से क्या लेना-देना? उसकी बुद्धि तो जिव्हास्वादन हेतु कुतर्क की उत्पत्ति में ही मगन रहती है।
.
.
बहरहाल, हिंसा और अहिंसा के भेद भी बेहद सूक्ष्म हैं। मैं अगर पूर्णतः अहिंसक होने का व्रत धारण कर के वायुपान पर ही जीवित रहने का प्रण ले लूँ, तो क्या यह अहिंसा होगी? न जी – यह सरासर हिंसा होगी – मेरे खुद के प्रति, मेरे परिवार के प्रति।
मैं यह तो कहता ही नहीं कि विश्व कल से शाकाहारी हो जाये, और पूर्णतः क्रूरता से मुक्त हो जाये, पर हिंसा को त्यागने का विकल्प न हो, तो न्यूनतम हिंसा ही मनुष्य के लिए वरेण्य होनी चाहिए।
.
.
अहिंसक न बनो, तो कम से कम न्यूनतम हिंसक ही बन जाओ।
पूरे इंसान न बन पाओ, तो कम से कम आधा-अधूरा इंसान ही बन जाओ।

Posted in બાળ ગીતો

એક અડપલો છોકરો
એક અડપલો છોકરો જીવો જેનું નામ
અતિશે કરતો અડપલાં જઈ બેસે જે ઠામ

કાગળ કાં લેખણ છરી જે જે વસ્તુ જોય
ઝાલે ઝૂમી ઝડપથી હીરા જેવી હોય

ના ના કહી માને નહિ કહ્યું ન ધરે કાન
એને પણ દિન એકમાં સર્વ મળી ગઈ સાન

ડોસો ચશ્માં ડાબલી મેલી ચડિયા માળ
અતિ આનંદે અડપલે તે લીધાં તત્કાળ

ચશ્મા નાક ચડાવિયાં ખાડાળાં તે ખૂબ
ડાબલી લીધી દેખવા ધારીને પગ ધુંબ

ઢીલું ન હતું ઢાકણું જબરું કીધું જોર
ઊઘડતાં તે ઉછળ્યું કીધો શોરબકોર

આંખો મો ઉપર પડી તેમાથી તપખીર
ફાંફાં મારે ફાંકડો ન ધારી શક્યો ધીર

ચશ્માં નાખ્યાં ચોકમાં છીં છીં છીંકો ખાય
થાક્યો તે થૂ થૂ કરી જીવો રોતો જાય

ચોળે ત્યાં તો ચોગણો આંખે અંધો થાય
ડોસે દીઠો દીકરો ચશ્માંના ચૂરાય

ડોસે ડારો દઈ કહ્યું હસવું ને થઈ હાણ
લાડકડાં એ લાગનો જીવા છે તું જાણ

ચશ્માં તો વસમાં થયાં ડબીએ વાળ્યો દાટ
જીવે ફરીને જીવતાં ઘડ્યો ન એવો ઘાટ
– કવિ દલપતરામ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक


બચુભાઈ લુહાર

બેઠી દડીનુ શરીર.
ચારેક ફૂટ જેટલી ઊંચાઈ હશે. પાણકોરાનો મેલખાઉ લેંઘો અને ખમીસ પહેર્યા હોય. ખમીસમાં બટન વીનાના ખાલી ગાજ એટલે આઠે પ્હોર સિંહની કેશવાળીની જેમ  છાતીના વાળના ગુંચળા ખમીસમાંથી અખંડ દર્શન આપે. નાળિયેર જેવુ મોટુ માથુ, ટૂંકા વાળ. કાયમ ઉઘાડા પગે માથુ નીચુ રાખીને જ લગભગ દોડતા હોય એવી રીતે ચાલે.
પ્લોટમાંથી બચુભાઈને આવતા જોઉ એટલે અમારી શેરીના નાકે હું અચૂક એમને ઊભા રાખુ. કોઢ્યમાંથી ચાલુ કામે નીકળ્યા હોય.
કેમ છો બચુભાઈ….!
એટલુ પૂછુ ત્યાં બચુભાઈ ભાગે.
એ જાવા દે બાપા જાવા દે… ચ્હા-મોરસ ખલાસ થઈ ગ્યા છે, બાબુભાઇ લુવાણાની દુકાને જાઉ છુ કહેતા ભાગે.
બચુભાઈ એક બળદવાળો એકો રાખતા. હટાણુ કરવા સાવર કુંડલા એકો લઈને જાય. એસ. ટી. ની બસમાં તો ભૂલેચૂકેય બેસે નહીં. પણ ક્યારેક બેસી જાય તો કંડકટરનેય ખબર પડી જાય કે આજે મારે વારેવારે ઘંટડી વગાડવાનો યોગ છે. બચુભાઈ બસના દરવાજા પાસેથી લગભગ ખસે નહીં. બસ થોડુ અંતર કાપે એટલે બચુભાઈનો પોકાર ઊઠે. એ..માસ્તર  ઊભા ર્હ્યો ઊભા હ્યર્યો…
બસમાંથી ભાગતા ઉતરે.
હળવા થઈને પાછા ચડી જાય. એ સમય એવો કે બચુભાઈની આવી ભગતી ચાલતી. બસમાં થોડી ટીખળ ચાલે. પણ બચુભાઈ તરત જવાબ આપે. એમાં કાંઈ થોડુ હાલે…! મનખા દેહ મળ્યો છે એટલે ભોગવ્યે જ છૂટકો.

એમની કોઢ્ય પાસેથી કોઈ ભૂલેચૂકેય જો નીકળે તો બચુભાઈ તરત જ એને ચ્હા પીવા બોલાવે. ચ્હા પીવાય જાય એટલે ધમણ ચલાવવાની અર્ધી કલાકની ડ્યુટી લાગી જાય.
પણ એકદમ સરળ હૃદયના એવા આ લોક સાવ નિષ્પાપ જીવન જીવતા. બચુભાઈની કોઢ્ય કોઈ’દી ખાલી ના હોય.  ડાયરો જામેલો જ હોય. આખા ગામની નવનિરાંત એમની સુવાંગ માલીકીની. એમાંય વાવણીના દિવસો નજીક આવે ત્યારે ખેત ઓજારોને સમાસૂતરા કરવાનુ ધમધોકાર ચાલતુ હોય.
એ સમય વિનિમય પદ્ધતિનો હતો. રોકડા પૈસા તો કોઈક ભાગ્યે જ આપે. અનાજ અને ખેતપેદાશોના સ્વરૂપમાં કામનુ વળતર મળે.  પણ તો’ય બચુભાઈ રાજી. એ…વહવાયાને તો વરહે ન્યાં ગરાહ કહેતા જાય અને કામ કરતા જાય.
આજે પણ મોટા સમઢિયાળા જવાનુ થાય ત્યારે ગ્રામજીવનનાં ૧૯૭૦ ના દાયકાના આ પાત્રોનુ સ્મરણ થઈ જાય. ભીમગરબાપુ, વિઠ્ઠલબાપુ, કાળાભાઈ ટપાલી, કનાભાઈ બરફવાળા, દત્તાભાઈ ધોબી, બાલો વાઘરી, જાગાભાઈ કુંભાર, એમ જાણે આખી ગેલેક્સી જ જોઈ લો…!