Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એકવાર બુદ્ધ જતા હતાં અને રસ્તામાં એક સાપ મળ્યો. એના જખમો પર લાલ કીડીઓ ચોટી હતી અને ચટકા ભરતી હતી.

બુદ્ધે પુછ્યું કે તારી આવી દશા કેમ?

તો સાપ કહે કે ગયા જનમમાં એ ગુરુ હતો અને એ કીડીઓ એના ચેલા. ચેલાને અવળે માર્ગે ચડાવ્યા એટલે કીડીઓ એનો બદલો લે છે. એટલે આ હાલત થઈ.

જોજો હો. સત્યના માર્ગના નામે ષડયંત્ર કરશો તો આવતે જન્મે સાપ થશો અને બધા ચેલકા કીડાં-મકોડા બનીને જીવતા કાપી ખાશે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

કંજૂસ બા….

“એ…. હાલ્યો બેનો.. તાજી તાજી શાકભાજી આવી ગઈ.. હેંડો હવે “

પ્રવિણા બેન ને જાણે કે કાને અવાજ અથડાયો.જલ્દી જલ્દી છાપુ સોફા પર મૂકી,દરવાજો ખોલી “એ આવી, સમજુડી આવી ખરી” બબડતા પગથિયાં ઉતરતા ગેટ પાસે આવી ગયા.પણ આ શું ? આતો કોઈ બીજી શાકવાળી હતી.

“હાલો બોન,તાજે તાજું શાક લાવી છું” કહેતા એ શાકભાજી વારી બાઈએ પ્રવિણાબેન ને આકર્ષવાની કોશિષ કરી.

જે જોવું તું એ ના જોતા પ્રવિણાબેને “નથી લેવું કઈ” કહી જોરથી ગેટ પછાડી પગથિયાં ચડી ઉપર આવ્યા.હાથ માં ફરી છાપુ લીધું.પણ કેમ જાણે છાપામાં જીવ ના ચોંટ્યો.ને વિચારો ની હારમાળા થી એમનું મન ઘેરાઈ ગયું.” શું થયું હશે.આજે ચોથો દિવસ છે,કેમ નહિ આવતી હોય. લગન પ્રસંગ માં ગઈ હશે.ના ક્યારેય જતી તો નથી.એના ઘરવાળાને મોકલી આપે છે.તો પછી..

“ઘરે ગઈ ના આવે તો..” પ્રવિણાબેન ને ખુબ ગુસ્સો આવ્યો.ફરી છાપુ હાથમાં લીધું.પણ છાપા વચ્ચે પણ જાણે સમજૂડી ડોકિયાં કરતી હોય એવો ભાસ થયો.

સમજુડી એટલે પ્રવિણા બેન ની દસ વરસ જૂની શાકવાળી.રોજ બંગલાના ગેટ પાસે આવી ટહુકો કરે.. “હા.. બા.. તાજી શાકભાજી” ને પ્રવિણાબેન રેકડી પાસે આવી જાય.પછી ભાવ તાલ ની રકઝક જામે.. તું સમજુડી .. બહુ મોંઘી છો.. બીજે સસ્તું શાક મળે છે.. તારું શાક વાસી હોય છે.. આ રીંગણાં જો તવાઈ ગયેલા.. ટામેટા ને તો જો તાવ આવી ગયો હોય એવા.. ને રોજ નું એક વાક્ય તો ખરું જ કે ” સમજુડી,તું મને હંમેશા છેતરેશ જ” ને શાક ભાજીની કુલ કિંમત કરતાં દસ રુંપિયા ઓછા આપે જ.

સામે સમજુ ની પણ ચવાઈ ગયેલી રકઝક.. બા તમે બહુ લપિલા છો.. અમારા ગરીબ સામુ જોતા જ નથી.. અમારું પેટિયું આ ધંધા ઉપર નભે છે.. તમે એક તો રૂપિયા ઓછા આપો ને પાછું આદુ મરચા ને કોથમરી મફત માં લઈ જાઓ છો.. ને એક વાક્ય એનું પણ જાણીતું ને કાયમી “આવડા મોટા બંગલામાં રહો છો પણ,બા તમે બહુ કંજૂસ છો”

એ સમજુ આજે ચાર ચાર દિવસથી આવી નોતી.પ્રવિણાબેન સમજુ ના વિચારોમાંથી જેટલા બહાર નીકળવાના પ્રયત્નો કરે એટલા વધુ ગૂચવાય જાય.જાણે સમજુ ના નામ નું ભૂત વળગ્યું.કેમ નહિ આવતી હોય.ક્યારેય એક દિવસ પણ પાળતી નથી… ને ચાર ચાર દી..

પ્રવિણાબેને એક ઝાટકે છાપુ મૂક્યું ને મોબાઇલ હાથમાં લીધો ને પુત્ર શ્યામલ નો નંબર કાઢ્યો.

શ્યામલ ના પપા ગોપાલભાઈનું ચાર વરસ પેલા એટેક આવવાથી અવસાન થયેલ.પણ ગોપાલભાઈ એ ભગવાનની દયાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ ના ધંધાને ચાર ચાંદ લગાવી જતાં રહ્યા ને બિઝનેસ એકના એક પુત્ર શ્યામલે સંભાળી, ખૂબ જ મહેનત કરી સફળતા મેળવી.

સામેથી અવાજ આવ્યો “બોલો મમ્મી” ને પ્રવિણાબેન જબકી ને જાગ્યા.”હા,બેટા.તું ક્યારે ઘરે આવેશ.” “મમ્મી,મને આવતા બે કલાક જેવું થાસે.સમજો ને કે દસ થવા આવ્યા એટલે બાર સાડાબારે આવીશ.પણ બોલોને,કામ હોય તો વહેલો આવું.” “હા બેટા,થોડું કામ છે ફ્રી થા એટલે બને એટલો વહેલો આવ.”

થોડી હળવાશ અનુભવતા પ્રવિણાબેન રસોડામાં વહુને મદદ કરવા ગયા.ત્યાં ડોરબેલ વાગી.શ્યામલ જ હશે સમજી પ્રવિણાબેને દરવાજો ખોલ્યો.શ્યામલ જ હતો.મા નો આજ્ઞાકારી પુત્ર બધા કામ મૂકી ઝડપ થી આવી ગયો તો.

આવતા વેત જ શ્યામલ બોલ્યો,”બોલો મમ્મી,શું કામ છે?”

“બેટા,પેલા ફ્રેશ થઈ જા,આપને બહાર જવાનું છે”

“ફ્રેશ જ છું મમ્મી,તમે કહો ત્યારે નીકળીએ.”કદી કોઈ સામો પ્રશ્ન કે ચર્ચા ના કરવાની આદત ધરાવતો શ્યામલે વિચાર્યું કે મમ્મી ને કઈક અગત્યનું કામ હશે.નહિતર ક્યારેય મને તકલીફ આપતા નથી.

થોડી વારમાં માં દીકરો નવી જ લીધેલી સફારી કાર માં નીકળ્યા.

મંજુલા બેને કાર માં બેસી મગજ કસ્યો.તેદી શું બોલી’તી સમજુ.હા યાદ આવ્યું.કઈક આનંદનગર કોલોની માં ઈલોરા ટાવર ની પાછળ ની ઝુંપડપટી.

“બેટા,આનંદનગર તરફ કાર લે.ત્યાં ઈલોરા ટાવર ની સાઇડ માંથી ઝૂંપડપટી તરફ ના રસ્તે લેજે.”

થોડી વારમાં માં દીકરો આવી પહોંચ્યા ઝૂંપડપટ્ટી માં.પ્રવિણાબેન પૂછતા પૂછતા ઘર ગોતતા આખરે સમજુ ના ઘર પાસે આવી પહોંચ્યા. ગાર માટી ની દીવાલ ને ઉપર સિમેન્ટ પત્રા વાળી એ દસ બાય દસની ખોલી હતી.ઘર ને આકડી મારેલ હતી એક દસ બાર વરસની છોકરી બહાર નાખેલ તૂટેલ ફૂટેલ બાકડા પર લેસન કરી રહી હતી.

“બેટા, આ સમજુ શાક વાળી નું ઘર છે?”

છોકરીએ ઊંચું જોયું.ઘર પાસે આવેલી કાર જોઈ ખુશ થઈ પણ ફરી મોઢા પર ઉદાસી છવાય ગઈ.”હા બા” બોલી ને એ નજીક આવી.

“તું સમજુ ની દીકરી કે” સમજુ એ એકવાર દીકરી પાંચમું ભણે છે એવો ઉલ્લેખ કરેલો.

“હા બા,પણ તમે કોણ?”

“હું ? બેટા તારી મમ્મી ની બેનપણી સમજ ને,ક્યાં છે એ સમજુડી? આજે એની ખેર નથી.ચાર ચાર દી થી શાકભાજી વગર રાખી છે મને” થોડું હસતા ને થોડા ગુસ્સા માં પ્રવિણાબેન બોલ્યા.

છોકરી થોડી ઘબરાય ગઈ.પણ પ્રવિણાબેન નો હસતો ચહેરો જોઈ હિંમત આવી ” બા,એતો.. એતો.. દવાખાને..”

“દવાખાને?”પ્રવિણાબેન ના પેટમાં ફાળ પડી.”કેમ?શું થયું છે એને? હમણાં તો ટામેટા જેવી હતી.”પણ આ છોકરીને આવા પ્રશ્ન કરવા યોગ્ય નહિ લાગતા ફરી શાંત થઈ બોલ્યા,”બેટા,કેમ કઈ બીમાર છે તારી મા”

“માં બીમાર નથી બા, પપાં બીમાર છે”.

સમજુ નો ઘરવાળો પ્રેમજી સાવેણી, સાવરણા બાંધી ને વેચવાનો ઘંધો કરતો ને એટલાથી ચાર જણાનું પૂરું ન થતાં સમજુ શાક ભાજી ની રેકડી કાઢી ગુજરાન ચલાવતી. આમ જુવો તો પ્રેમજી કરતા સમજુ વધુ કમાતી.

“ક્યાં દવાખાને ખબર છે બેટા?”

થોડી વાર ચૂપ રહી મમ્મી ની વાત યાદ આવતા છોકરી બોલી “હા બા,કઈક નવજીવન દવાખાનું છે.”

“નવજીવન હોસ્પિટલ?”

“હા બા, એજ “

ભલે બેટા તું વાચ.કહી વીસ રૂપિયાની નોટ છોકરીના હાથમાં પકડાવી કઈક ખાઈ લેજે બેટા બોલી ને પ્રવિણાબેન ફરી કાર માં ગોઠવાયા ને શ્યામલ ને સૂચના આપી કે નવજીવન હોસ્પિટલ તરફ લે.

હોસ્પિટલ માં પૂછપરછ કરી .ડોક્ટર ને મળી બધી વિગત કઢાવી.પ્રેમજી ને ફેફસાનું કેન્સર હતું,પણ હજી પેલા સ્ટેજ માં હોઈ ઓપરેશન થી બિલકુલ સાજો થઈ શકે એમ છે,એવું ડોક્ટરે જણાવ્યું.પણ અહી આટલા મોટા ખર્ચ ને પહોંચી શકે એમ ન હોવાથી બીજી હોસ્પિટલ માં શિફ્ટ થવાના છે. એ પણ પ્રવિણાબેને જાણી લીધું.ને કઈક ડોક્ટર સાથે વાત કરી પુત્રનું કાર્ડ આપી માં દીકરો સીધા ઉપર પહેલા માળે પહોંચ્યા.

હોસ્પિટલ ના પલંગ પર પોતાના પતિ ને દવા પીવડાવતી સમજુ એ પ્રવિણા બા ને આવતા જોઈ આશ્ચર્ય સાથે આનંદ થયો.કઈ બોલી શકે એવી હાલત ના રહી.એટલું જ બોલી ,”બા તમે?અહી?”

“તું ચાર ચાર દી થી કહ્યા વિના ગાયબ થઈ જા તો શું કરું હું? કેવાય તો ખરુંને કે આવું થયું છે? પણ.. પણ તને આવી હાલત માં શું કેવું.”

“બા બધું અચાનક થયું,બે તન દવાખાના ફરી કાલ ના અહી આવ્યા,પણ હવે સાંજે બીજે લઈ જઈશ આમને”

” ક્યાંય નથી લઈ જવો તારા ઘરવાળાને,અહી જ એનો ઇલાજ થાશે,ડોક્ટર સાથે મે વાત કરી લીધી છે”

” પણ બા,અહી ડોક્ટરે બે તન….” વચ્ચેથી વાત કાપતા પ્રવિણાબેન બોલ્યા,” તું એની ચિંતા ના કર, તારા ધણી નું ધ્યાન રાખ,બાકીનું બધું થઈ જાશે “

“પણ બા,આટલા બધા રૂપિયા….”

“જો સમજુડી.. તને હું રોજ પાંચ દસ રુપિયા ઓછા આપતી કે નહિ,સમજી લેજે કે એ રૂપિયા વ્યાજ સાથે પાછા આપુ છું” સમજુ કઈક બોલવા ગઈ પણ વચ્ચે જ વાત કાપી પ્રવિણાબેન બોલ્યા કે “સમજુડી.. તારે મારું અહી હોસ્પિટલ માં કઈક સંભાળવું છે”

શાક ભાજી ની લપછપ માં રોજે રોજ હારી ને છેલ્લે બોલતી સમજુ એજ વાક્ય બોલી શકી “હા બા,તમે કો એમ”

પ્રવિણાબેને શ્યામલ સામે જોયુ.મમ્મી નો મુક ઈશારો શ્યામલ સમજી ગયો, એણે પર્સ માંથી પાંચસોની દસ નોટ કાઢી મમ્મી ને આપી.પ્રવિણાબેને એ રકમ સમજુ ના હાથ માં આપતા કહ્યું,”આ તારા હોસ્પિટલ ના છૂટક ખર્ચ માટે છે,બાકી દવા ઓપરેશન ને બધા ખર્ચ ની વાત ડોક્ટર સાથે થઈ ગઈ છે,ને તારો ફોન દે એટલે એમાં મારા નંબર સેવ કરી દવ છું,ગમે ત્યારે કામ હોય ફોન કરજે ને હું એકાતરા આવીશ” થોડું હસીને “તારી આદત પડી ગઈ છે તો આવું જ પડશે ને”

સમજુ બધું બાઘાની જેમ સાંભળતી રહી. એને એવો ભાસ થયો કે રોજ માં મેલડી ને પૂજા પાઠ કરતી,આજે માં મેલડી બા નું રૂપ ધરીને મદદે આવ્યા.

“સમજુડી,મે શું કહ્યું એ સમજી ગઈને?”

સમજુ “હા બા” એટલું બોલીને ચૂપ થઈ ગઈ,એને તો આ બધું સપના સમાન જ લાગ્યું.

પ્રવિણાબેને વાત આગળ ચલાવી “ને તારી છોકરીના ભણતર નો ખર્ચો હવે અમે કરીશું,બધી વ્યવસ્થા થઈ જાસે,હાલ હું જાવ છું”

માં દીકરો હોસ્પિટલ ની બહાર આવ્યા.પાછળ દોરાતી સમજુ એમને વળાવવા દરવાજા સુધી આવી.

” ને છેલ્લે ગઈ ત્યારે મારા પંદર રૂપિયા તારી પાસે બાકી રાખ્યા તા યાદ છે ને સમજુડી,ભૂલી જતી નહિ,રેકડી લઈને આવ ત્યારે પેલા પંદર રૂપિયા લઈશ,પછી બીજી વાત”

આટલી વાત થી સમજુ હવે ભાન માં આવી ને થોડું હસી ને બોલી ” હા,મારી બા,આપી દઈશ “

સમજુ હોસ્પિટલ ના દરવાજે ઊભી આશ્ચર્ય થી માં દીકરાને જતાં જોઈ રહી.

કાર સ્ટાર્ટ કરતા શ્યામલ વિચારે ચડ્યો. પપા પાછળ ઘણું દાન કર્યું પણ મમ્મી ના દાન ને એકેય દાન ના પહોંચે.વાહ મારી મમ્મી,તારો દીકરો હોવાનો મને ગર્વ છે.

કાર ની બાજુ ની સીટ માં ગોઠવતા પ્રવિણાબેન મન માં બોલ્યા,” છેતરવા ની આદત જ ના ગઈ સમજુડી ની, છેલ્લે પોતાનું દુઃખ ના જણાવી ને છેતરી ગઈ”

આ બાજુ સમજુ જતી કાર ને છેક ગેટ સુધી જોતી રહી. કાર જ્યારે નજરમાંથી દેખાતી બંધ થઈ.અનાયાસ જ સમજુ ના હાથ જોડાઇ ગયા.મનોમન બબડી ” મારા કંજૂસ બા”…..

એકસાથે છ આંખોના ખૂણા ભીના હતા….

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

यदि आप एक पेरैंट हैं तो रबीन्द्रनाथ टैगोर की यह कहानी ज़रूर पढ़ें
.
ए रॉंग मैन इन वर्कर्स पैराडाइज़
.
एक बार धरती पर एक आदमी था जिसे अन्य लोग आलसी और बेकार मानते थे. वह अपना समय सुंदर चीजें बनाने में बिताता था जैसे पेंटिंग करना, मूर्तिकला और खिलौने तराशना आदि. वह ये काम पैसे या किसी व्यावहारिक कारण से नहीं, केवल आनंद के लिए करता था। वह उन चीजों को करने में विश्वास करता था जो जीवन को और अधिक सुंदर बनाती हैं, भले ही वे कोई “उत्पादक” उद्देश्य पूरा न करें। उसके आस-पास के लोग उसे देखते, उस पर हंसते और उसका मज़ाक उड़ाते क्योंकि उन्हें लगता था कि वह आदमी बेकार की चीजों में अपना कीमती समय बर्बाद करता है।
.
जब यह आदमी मर गया, तो आकाशीय अभिलेखों में एक गलती के कारण, उसे नरक के बजाय स्वर्ग भेज दिया गया। और स्वर्ग यानि वर्कर्स पैराडाइज़, एक ऐसी जगह जहाँ हर कोई व्यस्त, गंभीर और सार्थक, उद्देश्यपूर्ण काम में लगा हुआ है. वह देखता है कि वहां लोग एक सेकंड भी बर्बाद नहीं करते. वे समय कि अधिकतम उपयोगिता पर विश्वास करते हैं।
.
हालाँकि, इस आदमी ने स्वर्ग में भी अपनी पुरानी आदतों को जारी रखा. वह पेंटिंग करता, चित्र बनाता, सजावटी सामान बनाता. उसके पास न कोई नौकरी है, न कोई टाइमटेबल, और न ही उन लोगों में शामिल होने कि उसकी कोई मंशा। अब धरती की तरह, स्वर्ग में भी लोग उसका मज़ाक उड़ाने लगे. कहने लगे कि वह स्वर्ग में है और फिर भी अपना समय बर्बाद कर रहा है।
.
एक बार जब वह आदमी स्वर्ग में नदी किनारे बेकार बैठा होता है तो एक लड़की घड़े में पानी भरने के लिए वहां आती है. पानी भरकर लड़की तुरंत चली जाती है क्योंकि बर्बाद करने के लिए उसके पास कोई समय नहीं होता. वह इतनी व्यस्त थी कि उसके पास अपने बालों को कंघी करने का भी समय नहीं है। यह सिलसिला कई दिन तक चलता है, लड़की हमेशा जल्दी में आती और जल्दी में चली जाती.
.
एक दिन उस लड़की को इस आदमी पर दया आ गई। उसने सोचा कि वह इस बेरोज़गार आदमी के लिए कोई काम ढूढ़ देगी. जब वह उसके पास जाती है तो आदमी उससे उसका घड़ा मांगता है ताकि वह उस पर पेंटिंग बना सके। इस पर लड़की गुस्सा हो जाती है और आदमी से कहती है कि उसके पास इन बेकार की चीजों के लिए समय नहीं है। और चली जाती है।
.
अगले दिन लड़की पानी भरने आती है तो आदमी फिर से घड़ा मांगता है. लड़की मना कर देती है. फिर एक दिन लड़की उस आदमी को अपना मिट्टी का घड़ा दे देती है। आदमी घड़े पर पेंटिंग बनाकर लड़की को वापस कर देता है। लड़की घड़े पर पेंटिंग को समझ नहीं पाती है। वह आदमी से पूछती है कि इस पेंटिंग का क्या उद्देश्य है? यह सुनकर आदमी ज़ोर से हंसता है और उससे कहता है कि इसका कोई उद्देश्य नहीं है। लड़की घड़ा लेकर घर लौट जाती है।
.
लड़की ने घर लौटकर अपने पेंट किए हुए घड़े को अच्छी तरह से देखा। अगले दिन लड़की पानी भरने जा रही थी तो कुछ बदली हुई लग रही थी. उस आदमी ने देखा कि वह चल भी धीरे-धीरे रही थी और किसी उलझन में थी। नदी पर पहुंची तो उसने आदमी से पूछा कि वह उससे क्या चाहता है? आदमी ने कहा कि वह उसके लिए एक रंगीन रिबन बनाना चाहता है। इसके बाद आदमी ने एक रंगीन रिबन बनाया और लड़की को दे दिया.
.
रिबन मिलने के बाद लड़की उसे अपने बालों में बाँधने लगी, सजने संवंरने लगी. ऐसा करने से लड़की का बाकी काम अधूरा रह जाता। दिन-ब-दिन वह आलसी होती जा रही थी. अपने काम पर ध्यान नहीं दे रही थी। वह समय का पूरा उपयोग नहीं कर रही थी. आदमी की कला और रचनात्मकता से प्रभावित लड़की अपनी पुरानी दिनचर्या (समय का अधिकतम उपयोग करने वाली) पर सवाल उठाने लगती है। वह उसके साथ समय बिताना शुरू कर देती है. चित्र बनाना सीखती है और खुद की ख़ुशी के लिए काम करने लगती है।
.
उसकी उपस्थिति वर्कर्स पैराडाइज की व्यवस्था को बिगाड़ना शुरू कर देती है। लड़की को देख, धीरे-धीरे स्वर्ग के अन्य लोग भी बदलने लगते हैं और आलसी होने लगते हैं। उनका ध्यान भी उस आदमी की पेंटिंग, मूर्तियों पर जाने लगता है। इससे वर्कर्स पैराडाइज की संस्कृति में बदलाव आता है। वे लोग भी अपने आनंद के लिए काम करने लगते हैं. स्वर्ग के बुजुर्ग चिंतित हैं क्योंकि स्वर्ग में ऐसा पहले कभी नहीं हुआ था। स्वर्ग में ऐसा पहली बार हुआ है कि लोग अपना काम अधूरा छोड़ रहे हैं।
.
लोगों के आलसी होने का कारण जानने के लिए स्वर्ग के लोग एक बैठक करते हैं। वहां, हवाई देवदूत खुलासा करता है कि उसने बहुत बड़ी गलती की है, वह गलती से एक आदमी को नरक से स्वर्ग ले आया। और इसीलिए ये सब हो रहा है। स्वर्ग का राष्ट्रपति उस आदमी को बुलाता है और उसे स्वर्ग छोड़ने के लिए कहता है।
.
वो गलत आदमी राहत की सांस लेता है और हाथों में रंग लेकर स्वर्ग छोड़ने लगता है। जब वह जा रहा होता है तो नदी से लड़की आती है और उससे कहती है कि वह भी उसके साथ जाना चाहती है। लड़की के इस फैसले पर स्वर्ग के लोग चौंक जाते हैं. वे सोचने पर मजबूर हो जाते हैं कि लड़की स्वर्ग छोड़कर नर्क में क्यों जाना चाहती है. कहानी यही समाप्त होती है.
.
रबीन्द्रनाथ टैगोर की यह कहानी आज के दौर की कड़वी सच्चाई को बयाँ करती है. टैगोर ने यह कहानी आज से 120 साल पहले 1905 में लिखी थी. महान लेखक ऐसे ही होते हैं जो समय से पहले चीज़ों को समझ लेते हैं. आज जो पेरैंट्स में करिअर के प्रति भागदौड़ है, हाहाकार मची है, स्पोर्ट्स, हॉबीज़, रुचिकर कार्यों को भूलकर सिर्फ और सिर्फ बच्चों का करिअर बनाने के लिए पढाई करने और कोचिंग पर फोकस करने के लिए कहा जा रहा है, यह कहानी इस सोच पर एक कड़ा प्रहार है. अपने बच्चों के क्रिएटिव पक्ष को भी उभारें, उनकी ख़ुशी को भी महत्त्व दें. “वर्कर्स पैराडाइज में गलत आदमी” जीवन, काम, रचनात्मकता और मानवीय खुशी के उद्देश्य के बारे में एक गहरा दार्शनिक संदेश देती है।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

**સાચી કૃતજ્ઞતા કેવી દેખાય છે…**

નવી દિલ્હીના ગ્રાન્ડ કન્વેન્શન સેન્ટરમાં એક ગરમ સાંજ. કેમેરાના ઝબકારા બધે જ ચમકી રહ્યા હતા. સુરક્ષા કર્મચારીઓ તેમની વોકી-ટોકીમાં વાત કરી રહ્યા હતા, અને સુટ પહેરેલા લોકો દોડી રહ્યા હતા. મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, મહાનુભાવો અને વિદેશી મહેમાનો હોલમાં ભરાઈ ગયા હતા. આગળની હરોળમાં દેશના સૌથી શક્તિશાળી પુરુષો અને સ્ત્રીઓ બેઠા હતા.

ત્રીજી હરોળમાં ખૂણાની સીટ પર આછા સુતરાઉ સાડી પહેરેલી એક નમ્ર મહિલા બેઠી હતી. તેની હાજરી કોઈની નજર ખેંચી શકે તેટલી આકર્ષક નહોતી. તેનું નામ **લક્ષ્મી પિચાઈ** હતું. બહુ ઓછા લોકો જાણતા હતા કે તે કોણ છે. તેમના પુત્ર – **સુંદર પિચાઈ**, ગૂગલના સીઈઓ અને ભારતનું ગૌરવ – પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સુંદર પિચાઈ – એક એવો માણસ જેણે આ શિખર સુધી પહોંચવા માટે ઘણી અગ્નિ કસોટીઓ પાર કરી હતી.

આજે રાત્રે, ભારત સરકાર આ માટીના પુત્રનું સન્માન કરવા જઈ રહી હતી. આ કાર્યક્રમ દુર્લભ અને પ્રતિષ્ઠિત હતો, જેમાં દેશના કેટલાક શ્રેષ્ઠ દિમાગના લોકોએ હાજરી આપી હતી.
સુંદર તેની માતા તરફ જોતો રહ્યો. તેણીને પોતાના પર આટલું ધ્યાન ગમતું નહોતું. ખોળામાં હાથ રાખીને શાંતિથી બેઠી હતી, અને તેની આંખો શાંત ભાવનાથી ચમકી ગઈ.

જેમ જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર આવ્યા, તેમ તેમ કાર્યક્રમ તાળીઓના ગડગડાટ વચ્ચે શરૂ થયો. તેમનું ભાષણ શક્તિશાળી, દૃઢ વિશ્વાસ, સંઘર્ષ, સપના અને ઊંડા મૂળિયાંવાળા મૂલ્યોથી ભરેલું હતું. તેમણે ઉદ્યોગસાહસિકો, વૈજ્ઞાનિકો અને કલાકારોના નામનો ઉલ્લેખ કર્યો, જેનાથી શ્રોતાઓમાં ઉત્સાહ જગાવ્યો. પછી, તેમનો અવાજ ભાવનાથી ધીમો પડી ગયો.

“આજે, આપણે ફક્ત સુંદર પિચાઈનું સન્માન કરી રહ્યા નથી,” તેમણે કહ્યું.

“આજે, આપણે એક માતાની જીવનયાત્રાનું સન્માન કરી રહ્યા છીએ – એક મહિલા જેણે એક સમયે પોતાનો પુત્ર અભ્યાસ કરી શકે તે માટે પોતાનું ભોજન છોડી દીધું હતું.”

સુંદરના હૃદયના ધબકારા ઝડપી થયા. તેમણે ક્યારેય જાહેરમાં આ વિશે વાત કરી ન હતી. ઓડિટોરિયમમાં શાંતિ છવાઈ ગઈ. કેમેરા આ ક્ષણને કેદ કરવા માટે ફેરવાયા. લોકોએ શાંતિથી આસપાસ જોયું.

મોદીજી સ્ટેજ પરથી ઉતર્યા, પરંતુ સુંદર તરફ જવાને બદલે, તેઓ ત્રીજી હરોળના ખૂણામાં ચાલ્યા ગયા – પીળી સુતરાઉ સાડી પહેરેલી નમ્ર મહિલા તરફ.

લક્ષ્મી ચોંકી ગઈ. તેણીએ ઉપર જોયું, તેના હાથ ધ્રૂજતા હતા. બધાએ શ્વાસ રોકી રાખ્યા હોય તેવું લાગતું હતું.

મોદીજીએ ધીમેથી કહ્યું,

“માત્ર તમારા બલિદાનને કારણે જ આ શક્ય બન્યું.”

અને પછી – તેમણે નમન કર્યું અને **આદરમાં તેમના પગ સ્પર્શ્યા**. આખો હોલ શાંત શ્રદ્ધાથી ઊભો રહ્યો. કેમેરાના ફ્લેશથી રૂમ પ્રકાશિત થઈ ગયો. પત્રકારો દોડી ગયા. સુંદરની આંખો ભીની થઈ ગઈ.

તેણે ક્યારેય આવી ક્ષણની કલ્પના કરી ન હતી – તેના સપનામાં પણ નહીં.

તેણે સિલિકોન વેલીમાં વર્ષો વિતાવ્યા હતા, રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો અને રાજાઓને મળ્યા હતા – પરંતુ કોઈએ તેની માતાનું આ રીતે સન્માન કર્યું ન હતું.

લક્ષ્મીએ ઉભા થવાનો પ્રયાસ કર્યો. મોદીજીએ તેણીને ટેકો આપ્યો અને ધીમેધીમે તેણીને સ્ટેજની સામે લાવી. તેણીએ પ્રતિકાર કર્યો, પરંતુ તેમણે તેણીને પ્રેક્ષકો સમક્ષ ઊભા રહેવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરી.

અને પછી – હોલ **તાળીઓના ગડગડાટ** થી ભરાઈ ગયો.

સુંદર તેની બાજુમાં ઉભો રહ્યો, ખૂબ જ ખુશ. જ્યારે તે તેની માતા સાથે સ્ટેજ પર ઊભો હતો, ત્યારે યાદોનો પૂર પાછો ધસી આવ્યો.

તેને ચેન્નાઈમાં તેમનું નાનું બે રૂમનું ઘર યાદ આવ્યું, તેની ઝાંખી દિવાલો – રેફ્રિજરેટર વિનાનું ઘર. તેના પિતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા, ઘરે સર્કિટ ડાયાગ્રામ અને સોલ્ડરિંગ વાયર લાવતા હતા. તે પોતાના બાળકો માટે રમકડાં પણ પરવડી શકતો ન હતો, તેથી તે તૂટેલા રેડિયો લાવતો હતો જેથી તેઓ તેને અલગ કરી શકે અને શીખી શકે.

સુંદર કલાકો સુધી તેને પ્રશ્નો પૂછતો.

તેની માતા તેને ચોખાના દાણાનો ઉપયોગ કરીને ગણિત શીખવતી.

જ્યારે સુંદર કોલેજમાં પ્રવેશ મેળવ્યો, ત્યારે ફી ભરવા માટે **તેની માતાએ તેના લગ્નના બંગડીઓ** વેચી દીધા. તેણીએ ક્યારેય કોઈને કહ્યું નહીં – ફક્ત શાંતિથી કહ્યું,

“આપણે વ્યવસ્થા કરીશું.”

શાળામાં, સુંદર શાંત છોકરો હતો – ક્યારેય આક્રમક નહોતો, પરંતુ ખૂબ જ જિજ્ઞાસુ હતો.

તેના શિક્ષકોએ કહ્યું:

“સુંદરની યાદશક્તિ અરીસા જેવી છે. એકવાર તે નંબર ડાયલ કરે છે અથવા કોડ લખે છે, તે ક્યારેય તેને ભૂલતો નથી.”

કેટલીકવાર તેના સહાધ્યાયીઓ તેને તેના ઘસાઈ ગયેલા જૂતા અથવા ઘરેથી લાવેલા સાદા ભોજન વિશે ચીડવતા હતા. તે ક્યારેય બદલો લેતો ન હતો – ફક્ત હસતો અને ચાલ્યો જતો હતો.

ગરમીની રાત્રે જ્યારે વીજળી જતી હતી અને પંખા કામ કરવાનું બંધ કરી દેતા હતા, ત્યારે સુંદર અને તેનો ભાઈ પરસેવામાં લથપથ ફ્લોર પર સૂતા હતા. તેમની માતા કલાકો સુધી કાર્ડબોર્ડથી પંખા લગાવીને તેમને પંખા મારતી, પોતે સૂવાનો ઇનકાર કરતી – અને હજુ પણ રસોઈ બનાવવા અને કામ કરવા માટે વહેલા ઉઠતી.

જ્યારે સુંદરને યુ.એસ.માં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ મળી, ત્યારે તેને શંકા હતી કે તે જઈ શકશે – વિમાન ભાડું ખૂબ મોંઘું હતું.

પરંતુ તેની માતાએ તેને કહ્યું,

“તું જા. હું બેંક સાથે વાત કરીશ.”

પરંતુ તે ક્યારેય બેંક ગઈ નહીં.
તેના બદલે, **તેણીએ પોતાના સોનાના દાગીનાનો છેલ્લો ટુકડો** વેચી દીધો.

અને આજે – દિલ્હીના સૌથી પ્રતિષ્ઠિત હોલમાં, તે ભારતના વડા પ્રધાન સમક્ષ સ્ટેજ પર તેની બાજુમાં ઊભો હતો.

તે ક્ષણે, આખી દુનિયા સુંદર માટે ઝાંખી પડી ગઈ.
તે ફક્ત તેની માતાના શ્વાસની હૂંફ અને તેના હાથનો સ્પર્શ અનુભવી શક્યો.

પત્રકારોએ ટેક ટાઇટન અને વડા પ્રધાન વિશે ઘણા લેખો પ્રકાશિત કર્યા.

પરંતુ સુંદરની યાદમાં તે ક્ષણ કોતરાઈ ગઈ જ્યારે, શાંતિથી, તે રાત્રે હોટેલમાં પાછા ફરતા, તેની માતાએ તેનો હાથ પકડી લીધો જેમ તે બાળક હતી ત્યારે કરતી હતી, અને કહ્યું:

“તું ક્યારેય ભૂલ્યો નહીં. મારા માટે આટલું પૂરતું છે.”

જેના જવાબમાં સુંદરે કહ્યું:

> “મા, આપણે ક્યારેય ભૂલી ન શકીએ તેનું કારણ –
એ છે કે **તમે ક્યારેય કંઈ માંગ્યું નથી.**”

*કથન:* જયંત જોશી મરાઠીમાં

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

૨૪ વર્ષની ઉંમરે ડિપ્રેશનથી પીડાઈ રહેલા એક લેખકે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. પ્લાન તો કંઈક એવો હતો કે એક પહાડની ટોચ પર પહોંચીને, ત્યાંથી કોઈ ઊંડી ખીણમાં જંપ મારી દેવો અને આ નિરર્થક જીવનનો અંત લાવી દેવો. લેખક એ પહાડની ટોચ સુધી પહોંચ્યા પણ ખરા. તેઓ કૂદકો મારવાની તૈયારીમાં જ હતા કે ધારની લગોલગ પહોંચતા જ તેઓ એક સેકન્ડ અટક્યા. જીવન ટૂંકાવી દેવાની એ ક્ષણે તેમને અનેક વિચારો આવ્યા. માતા-પિતાનો ચહેરો અને તેમનો પ્રેમ યાદ આવ્યો, પોતાની ગર્લફ્રેન્ડ યાદ આવી. તેમણે એ તમામ સુખદ શક્યતાઓનો વિચાર કર્યો જે જિંદગી તેમને ઓફર કરી શકે તેમ હતી, જો તેઓ જીવતા રહે તો ! નીચે પડ્યા પછી ધારો કે મૃત્યુ પામવાને બદલે તેઓ આજીવન પેરાલાઈઝ થઈ જાય, તો ઈ જીવતર કેટલું ભયાનક હશે ! આવા અનેક વિચારોને કારણે તેઓ નીચે ઉતરી ગયા અને ઘરે ચાલ્યા ગયા.

એ પછી તેમણે ડિપ્રેશન સામે એક લાંબી લડત આપી. શરાબની લત છોડી. જીવનશૈલીમાં થોડાઘણા ફેરફારો કર્યા અને ડિપ્રેશન પછીના જીવન વિશે એક પુસ્તક લખ્યું, ‘Reasons to stay alive’ જે મહિનાઓ સુધી ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ-સેલરના લીસ્ટમાં રહ્યું. નિરાશાની ખીણમાંથી આશાવાદનો પહાડ ચડીને ડિપ્રેશનનો જડબાતોડ જવાબ આપનારા એ લેખક એટલે મેટ હેઈગ. પણ આજે મારે તેમના પહેલાં પુસ્તકની વાત નથી કરવી. મારે વાત કરવી છે એમના એ પુસ્તકની જે ૨૦૨૧માં પ્રકાશિત થયું અને જે પુસ્તકે લોકોની જિંદગીઓ બદલી નાંખી. એ પુસ્તકનું નામ છે ‘ધ કમ્ફોર્ટ બુક’. જેવું નામ, એવું કામ. વાચકને રાહત, નિરાંત અને ટાઢક આપવાનું. એક એવું પુસ્તક જે વાંચ્યા પછી તમને ફરી એકવાર જીવવાની ઈચ્છા જાગે.

જિંદગીથી નારાજ અને ઉદાસ થયેલી કોઈ વ્યક્તિને મારે કોઈ એક પુસ્તક સજેસ્ટ કરવાનું હોય, તો હું કહીશ ‘ધ કમ્ફોર્ટ બુક’. પાટા પરથી નીચે ઉતરી ગયેલી જિંદગીની રેલગાડીને ફરીથી ટ્રેક પર લાવવા માટે, આવું કશુંક વાંચવું જરૂરી છે. જો ફક્ત એક જ વાક્યમાં મારે તમને એ પુસ્તકનો સાર કહેવાનો હોય તો હું કહીશ કે લાખ તકલીફો અને નિરાશાના બળ સામે અડગ રાખેલી એક નાનકડી એવી આશા અનેકગણી વધારે તાકતવર હોય છે. આ પુસ્તકના પાનામાં શબ્દો નહીં, જિંદગી રહેલી છે. એમાંથી વીણેલા કેટલાક મોતી તમારી સાથે શેર કરું છું.

જાતને પૂછાયેલો સૌથી અઘરો પ્રશ્ન હોય છે, ‘જો મને પ્રેમ કરવાવાળુ કોઈ જ ન હોય, તો પછી મારે કોના માટે જીવતા રહેવાનું ?’ તો એનો જવાબ છે, ‘તમારી એ ફ્યુચર-સેલ્ફ માટે જે આજ કરતા અનેકગણી ખુશ, ઉન્નત અને પરિપક્વ હશે. અને જીવતા રહેવા બદલ જે તમારો આભાર માનશે.’
***
કોઈ કરે કે ન કરે, તમે ખૂબ બધા પ્રેમને લાયક છો. માટે હંમેશા સ્વ-કરુણા રાખજો. ઉદારતા રાખીને જાતને માફ કરી દેવાથી આ વિશ્વ વધુ સુંદર લાગશે.
***
દરેક ક્ષણનો સદુપયોગ જ કરવો, એવું જરૂરી નથી. આપણને ક્ષણો વેડફી નાંખવાનો પણ અધિકાર છે.
***
બાહ્ય પરિસ્થિતિઓ તટસ્થ હોય છે. જે ક્ષણે તે આપણા મનમાં પ્રવેશ કરે છે, તે જ ક્ષણે તેના પર ‘પોઝીટીવ’ કે ‘નેગેટીવ’નું લેબલ લાગે છે. કોઈ પણ પરિસ્થિતિની ગંભીરતા કે તીવ્રતાનો આધાર આપણા પરસેપ્શન પર રહેલો છે. કોઈ એક જ પરિસ્થિતિને જૂદા એન્ગલથી પણ જોઈ શકાય, એ હકીકત આપણને રાહત આપે છે.
***
જેમની પાસે તમે સલાહ માંગવા ન જતા હો, એવા લોકોની ટીકાને ગંભીરતાથી ન લેવી.
***
અલબત્ત જીવનમાં મિત્રો જરૂરી છે. પણ મિત્રો મેળવવા માટે તમારે ‘કોઈના જેવા’ કે ‘એમને ગમે એવા’ બનવાની જરૂર નથી. તમે એવા જ રહો, જેવા છો. દંભ કે દેખાડા વગર તમારી મૂળભૂત જાત પહેરીને જ ફરો અને લોકો સામેથી તમને શોધતા આવશે.
***
આશાનો સાવ સીધો અને સૌથી સરળ અર્થ થાય સુખદ શક્યતાઓનો સ્વીકાર.
***
એક જૂની અને મૃતપ્રાય થયેલી લવ-સ્ટોરીને જીવતી કરવાના પ્રયત્નોમાં આખું જીવન વેડફી નાંખવું નહીં. જ્યારે તમને ખરેખર જરૂર હતી ત્યારે જે ન મળ્યો હોય એવા પ્રેમનો મોહ રાખ્યા વગર સાવ કોરી પાટીએ એક નવી લવ-સ્ટોરીની શરૂઆત કરવી. તમે ભૂતકાળ, અન્ય કોઈ વ્યક્તિ કે એના મનમાં તમારા વિશે રહેલી ગેરમાન્યતાઓને બદલી શકવાના નથી. તો જૂનું ભૂંસીને ‘rewrite’ કરવાને બદલે, એક નવા પ્રકરણની શરૂઆત કરો.
***
સોશિયલ મીડિયા એક એવી બારી છે જ્યાં તમને સતત તમારી ઉણપ દેખાડવામાં આવે છે. તમને સતત એવી જિંદગીઓ, પાર્ટીઝ, પ્રવાસ અને પિક્ચર્સ દેખાડવામાં આવે છે, જે તમને અપૂર્ણ, અયોગ્ય કે ઇન્ફીરીયર ફીલ કરાવે છે. તે અન્યની જિંદગીના એક એવા ભ્રમિત અને આભાસી આનંદનું ટ્રેઇલર બતાવે છે, જે તમે નથી માણી રહ્યા એવું તમને લાગ્યા કરે છે. સોશિયલ મીડિયામાંથી એક ટૂંકો બ્રેક લેશો ત્યારે તમને સમજાશે કે સ્ક્રોલ અને એક્સ્પ્લોર કરવા જેવું ખરું વિશ્વ તો આપણી અંદર પડ્યું છે.
***
વરસાદ રોકવાના પ્રયત્નો કરવા કરતા એમાં ભીંજાઈ જવાનો આનંદ લેતા શીખવું વધારે યોગ્ય રહેશે.
***
સર્જનાત્મકતા, સફળતા કે ઉત્પાદન દ્વારા સતત આપણા અસ્તિત્વને સાર્થક કરતા રહેવું, એવું બિલકુલ જરૂરી નથી.
***
એકલતાનો ઉપાય વધારે લોકોની હાજરી નથી. એકલતાનો ઉપાય જાત પ્રત્યેની સમજણ અને સ્વીકાર છે.
***
જેઓ તમને ક્યારેય સમજી શકવાના નથી, એવા લોકોને સમજાવવા, મનાવવા કે ખુલાસો આપવામાં જાતને વેડફી નાંખવી નહીં.
***
અન્ય લોકોના મન, વિચાર કે અભિપ્રાયમાં ક્યારેય તમારી સેલ્ફ-વર્થ શોધવાનો પ્રયત્ન કરવો નહીં. એ ફક્ત તમારી અંદર જ રહેલી છે. એ બીજે ક્યાંય નહીં મળે.
***
જાતને હેરાન, પરેશાન કે દુઃખી કરવા કરતા અન્યની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવું સારું.
***
ચિંતા, ઉદ્વેગ અને બેચેનીનો શ્રેષ્ઠ ઉપાય શોખ, કુતુહલવૃત્તિ કે પેશન છે. (જગતની કોઈપણ અકળામણ કે ગભરામણનું કોમન સોલ્યુશન વિસ્મય અને રોમાંચ છે.)
***
જગતની અપેક્ષાઓ અને તમારી મહત્વકાંક્ષાઓ ખરી પડ્યા પછી બાકી રહી ગયેલી તમારી મૂળભૂત જાતનો સહર્ષ સ્વીકાર એટલે સુખ.
-ડૉ. નિમિત્ત ઓઝા

Posted in Love Jihad

🕋🧕वहीदा रहमान और गुरुदत्त खूब प्यार करते थे … सबको लगता था की दोनों शादी करेंगे .. लेकिन वहीदा रहमान जो एक कट्टर कोंकणी -मालाबारी मुस्लिम थी उन्होंने गुरुदत्त के सामने एक शर्त रखी .. उन्होंने कहा की मै हिन्दू नही बनूंगी यदि तुम मुझसे सच में प्यार करते हो तो तुम्हे इस्लाम कुबूल करना होगा .. गुरुदत्त ने उनकी ये शर्त मानने से इंकार कर दिया .. और एक दिन नींद की ढेर सारी गोलियां खाकर आत्महत्या कर ली …

बाद में वहीदा ने एक पंजाबी एक्टर और बिजनसमैन कमलजीत से शादी की । लेकिन उन्होंने बंगलौर की एक मस्जिद में कमलजीत को इस्लाम कुबूल करवाया । वाहिदा के दोनों बच्चे सोहेल रहमान और काशवी रहमान भी मुस्लिम है

ठीक यही देवानंद के साथ भी हुआ .. सुरैया मुस्लिम थी .. सुरैया और उनकी नानी दोनों देवानंद पर इस्लाम कुबूल करने का दबाव डालती थी … देवानद के नही मानने पर सुरैया की नानी ने सुरैया की ऊँगली से देवानंद के द्वारा पहनाई गयी हीरे की अंगूठी को निकालकर समुंदर में फेक दिया था …

न जाने हमारी  हिन्दू लडकियाँ कब इन उदाहरण से सीख लेंगी।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*_એક બાપ અને દીકરો બંને એકબીજાના ખભા ઉપર હાથ મૂકીને ચાલતા હતા…_*

*_પિતાએ પૂછ્યું કે દીકરા આપણા બંનેમાંથી શક્તિશાળી કોણ છે??_*

*_દીકરાએ જવાબ આપ્યો પિતાશ્રી આ દુનિયામાં શક્તિશાળી હું જ છું…_*

*_પિતાશ્રીએ ફરીવાર પૂછ્યું બેટા જરા વિચારીને જવાબ આપજે કે ખરેખર શક્તિશાળી કોણ છે…?_*

*_દીકરાએ ફરીવાર પણ જવાબ આપ્યો પીતાશ્રી શક્તિશાળી તો હું જ છું…_*

*_પિતાજી ખરેખર અચરજ પામી ગયા અને થોડા વિચારમાં પણ પડી ગયા કે મારો દીકરો આવું કેમ બોલે છે… થોડા ગામગીન થઈ ગયા અને દીકરાની સામે આવીને ઊભા રહી ગયા…_*

*_દીકરા હું તને છેલ્લી વાર પૂછું છું કે આપણા બેમાં શક્તિશાળી કોણ છે…._*

*_દીકરાએ જવાબ આપ્યો પિતાશ્રી આપ મારાથી વધારે શક્તિશાળી છો…_*

*_પિતા દીકરાને પૂછે છે કે મેં તને પહેલા બે વાર પૂછ્યું ત્યારે તું કેમ એમ કહેતો હતો કે હું શક્તિશાળી છું અને હવે પળવારમાં તું બદલાઈ ગયો…_*

*_દીકરો જવાબ આપે છે પિતાશ્રી જ્યારે તમે મને પહેલી બે વાર પૂછ્યું કે કોણ શક્તિશાળી છે ત્યારે મેં જવાબ આપ્યો તો કે હું જ શક્તિશાળી છું… તેનું કારણ એ જ હતું કે તમારો હાથ મારા ખભા ઉપર હતો… અને જ્યારે છેલ્લી વાર તમે મને પૂછ્યું ત્યારે તમે મારી સામે હતા… તમારો હાથ મારા ખભા ઉપર નહોતો જ્યારે તમારો હાથ મારા ખભા ઉપર ના હોય ત્યારે હું કેવી રીતે તમારાથી વધારે શક્તિશાળી હોઈ શકું…._*

Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

#WestBengalDay (20 જૂન) નિમિત્તે શુભેચ્છાઓ. #WestBengal
ના સ્વપ્નદ્રષ્ટા શિલ્પી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને હજારો નમન. 🙏🙏🙏,

આપણે, બંગાળી હિન્દુઓ, ડૉ. મુખર્જી અને તેમના દેશ પ્રેમ માટે  આભારી છીએ.   તેમના પ્રયત્નો અને બલિદાન વિના, આપણે પાકિસ્તાનના નાગરિક હોત – કાં તો અત્યાર સુધીમાં મરી ગયા હોત અથવા બળજબરીથી ધર્માંતરિત થયા હોત.

હવે આપણા મહાન નાયકની હત્યા કેવી રીતે કરવામાં આવી અને પછી શાંતિથી જાહેર સ્મૃતિમાંથી ભૂંસી નાખવામાં આવ્યા તેનો વિગતવાર ઇતિહાસ સાંભળો… 👇🏾

ઇતિહાસનો એક કાવતરું : “પશ્ચિમ બંગાળના રક્ષક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની હત્યા કેવી રીતે કરવામાં આવી”

“વાજપેયી, તમે પાછા જાઓ,
બધાને કહો – ‘હું પરવાનગી વિના જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ્યો છું.'”

9 મે, 1953 ના રોજ, આદરણીય ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ પંજાબના અંબાલા ખાતે એક વિશાળ જાહેર સભામાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુની કાશ્મીર નીતિની ઉગ્ર ટીકા કરી.  તેમણે નહેરુને પ્રશ્ન કર્યો: અલગ બંધારણ શા માટે? અલગ ધ્વજ શા માટે? અલગ વડા પ્રધાન (વઝીર-એ-આઝમ) શા માટે? અલગ સુપ્રીમ કોર્ટ શા માટે?

તે જ દિવસે, ફગવાડામાં (જલંધરથી 15 કિમી) બીજી એક સભામાં, તેમણે શેખ અબ્દુલ્લાના વલણને પડકાર્યું. તેમણે કહ્યું, “શેખ અબ્દુલ્લાએ મને કાશ્મીરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી છે, પરંતુ હું પરવાનગી વિના પ્રવેશ કરીશ.” તેઓ બીજા દિવસે પંજાબમાં રોકાયા.

11 મે, 1953 ના રોજ, સાંજે 4:00 વાગ્યે, ડૉ. મુખર્જીની જીપ તેમના ખાનગી સચિવ ટેકચંદ ઠાકુર, જનસંઘના નેતા ગુરુ દત્ત વૈદ અને તેમના વિશ્વાસુ યુવાન પ્રતિનિધિ અટલ બિહારી વાજપેયી સાથે પંજાબ-કાશ્મીર સરહદ તરફ રવાના થઈ.

સાંજે 4:45 વાગ્યે, માધોપુર ચેકપોસ્ટ પાર કરીને અને રાવી નદીના પુલને અડધે રસ્તે જમ્મુમાં પ્રવેશ્યા પછી, કઠુઆ થાણા (જમ્મુ) ની પોલીસે તેમને રોક્યા અને તેમને એક લેખિત આદેશ આપ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશવાની કોઈ પરવાનગી નથી.

ડૉ. મુખર્જીએ પછી તેમના વફાદાર અનુયાયી વાજપેયી તરફ ફરીને કહ્યું:
“વાજપેયી, તમે પાછા જાઓ – લોકોને કહો કે હું પરમિટ વિના જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ્યો છું.”

તે રાત્રે, તેમને શ્રીનગર લઈ જવામાં આવ્યા. શહેરથી લગભગ 7 માઈલ દૂર, સાપ અને ઠંડા પાણી થી ભરેલા જંગલમાં, તેમને ઠંડા, ભીના, રહેવા યોગ્ય ન હોય તેવી  ઝૂંપડીમાં કેદ કરવામાં આવ્યા.

11 મેની સાંજે, ડૉ. મુખર્જી અને તેમના સાથીદારોની ધરપકડ કરવામાં આવી અને તેમને દલ તળાવ નજીક એક ખાનગી ઝૂંપડીમાં લાવવામાં આવ્યા. તે એક ઉજ્જડ, ઠંડકવાળી જગ્યા હતી. તાપમાન શૂન્યથી નીચે જતા, ડૉ. મુખર્જી બીમાર પડવા લાગ્યા.

તેમની સાથે   અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો
ઝૂંપડીમાં પર ફક્ત એક ઓશીકું હતું. તે રાત્રે, ભારતના મહાન પુત્રોમાંના એક – બંગાળના વાઘ, બહાદુર પુત્ર સર આશુતોષ મુખર્જીના – શેખ અબ્દુલ્લાના માણસો પાસેથી ગરમ કપડાં માટે વિનંતી કરતા રહ્યા. એક લાચાર માળી ચૂપચાપ જોતો રહ્યો – તે કંઈ કરી શક્યો નહીં; તેને કડક આદેશો આપવામાં આવ્યા હતા. કોય મદદ કરવી નહી.

તે રાત્રે પછી, કાશ્મીર સરકારના એક વરિષ્ઠ અધિકારી, બક્ષી ગુલામ મોહમ્મદે, એક ઓવરકોટ અને એક ધાબળો મોકલ્યો.

તે ઝાંખા પ્રકાશમાં, ડૉ. મુખર્જી અને તેમના સાથીઓ થીજી ગયેલા ફ્લોર પર સૂતા હતા, જ્યારે દિલ્હીમાં નેહરુ એર કન્ડીશનીંગ સાથે આરામ કરતા હતા, અને શેખ અબ્દુલ્લા શ્રીનગરમાં ધાબળાના આરામનો આનંદ માણતા હતા.

દરમિયાન, ૧૨ મે, ૧૯૫૩ ના રોજ, દિલ્હી પાછા ફરતા, હિન્દુ મહાસભાના પ્રમુખ નિર્મલ ચંદ્ર ચેટર્જી (સીપીએમ નેતા સોમનાથ ચેટર્જીના પિતા), સચિવ વી.જી. દેશપાંડે, સાંસદ નંદલાલ શર્મા અને ડૉ. પ્રકાશ વીર શાસ્ત્રીએ નહેરુ અને શેખ અબ્દુલ્લા સામે સંસદમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા.

૧૫ મે, ૧૯૫૩ ના રોજ, નહેરુના આદેશથી, તે બધાની પી.ડી.એ (પ્રિવેન્શન ડિટેન્શન એક્ટ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

આટલા નજીક હોવા છતાં, નહેરુએ ક્યારેય ડૉ. મુખર્જીની તબિયત વિશે પૂછ્યું નહીં.

૧૧ મે, ૧૯૫૩ ની સાંજથી, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ભારત માં ના સૌથી પ્રતિષ્ઠિત પુત્રોમાંના એક – દાલ તળાવ પાસે ભીના ફ્લોર પર સૂતા હતા.

૨૩ મે, ૧૯૫૩ ના રોજ, શનિવાર સવારે, નેહરુ તેમની બહેન વિજયાલક્ષ્મી પંડિત અને ગૃહ અને રાજ્ય મંત્રી કે.એન. કાત્જુ સાથે કાશ્મીર પહોંચ્યા.

શ્રીનગર એરપોર્ટ પર, શેખ અબ્દુલ્લા, કરણ સિંહ, કાશ્મીર મંત્રીઓ અને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તે સાંજે, હસતાં હસતાં, નેહરુએ દીવા પ્રગટાવ્યા અને દલ તળાવની બાજુમાં એક પાર્કનું ઉદ્ઘાટન કર્યું.

૨૪ મે, રવિવારના રોજ, નેહરુ, કાત્જુ, શેખ અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના નેતાઓએ એક ગુપ્ત બેઠક યોજી હતી – કથિત રીતે ડૉ. મુખર્જી સાથે શું વ્યવહાર કરવો તે નક્કી કરવા માટે.

યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યા પછી અને દલ તળાવના દૃશ્યોનો આનંદ માણ્યા પછી, નેહરુ ૨૫ જૂન, ૧૯૫૩ ના રોજ દિલ્હી પાછા ફર્યા.

૨૬ જૂનના રોજ, હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડે અહેવાલ આપ્યો:
“ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને તેમના સાથીઓને કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને પરવાનગી વિના કાશ્મીરમાં પ્રવેશવા બદલ બે મહિનાની જેલની સજા કરવામાં આવી હતી.”

તેમની ધરપકડ પછી પણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બિધાનચંદ્ર રોયે વિરોધ કર્યો ન હતો.

નહેરુની યોજના મુજબ ડૉ. મુખર્જી અસહ્ય સ્થિતિમાં રહ્યા.

વરિષ્ઠ વકીલ યુ.એમ. ત્રિવેદી ૧૩ જૂન, ૧૯૫૩ ના રોજ ડૉ. મુખર્જીને કાનૂની સલાહ માટે મળ્યા, પરંતુ બીજા જ દિવસે તેમણે દિલ્હીમાં પ્રેસને કહ્યું:

“મારે કોઈ કાનૂની સલાહ આપ્યા વિના જવું પડ્યું કારણ કે કાશ્મીર પોલીસને અમારી વાતચીત દરમિયાન હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી.”

એક પત્રકાર પરિષદમાં, વકીલે કહ્યું:

“હું આ વાત સાથે સહમત ન થઈ શક્યો કારણ કે કાયદા હેઠળ, વકીલ અને તેમના ક્લાયન્ટ વચ્ચેની વાતચીત ગુપ્ત હોય છે.”

માધોક બલરાજ તેમના પુસ્તક “આઈ બિડ” માં પાના 278 પર નોંધે છે કે એક વરિષ્ઠ કાશ્મીરી નાગરિકે ત્રિવેદીને ચેતવણી આપી હતી:

“હમણાં જ જાવ. ડૉ. મુખર્જીની મુક્તિ સુનિશ્ચિત કરો. નહીંતર, તેમને મારી નાખવામાં આવશે.”

તે જ કાશ્મીરીએ 24 જૂન, 1953 ના રોજ – ડૉ. મુખર્જીના મૃત્યુના બીજા દિવસે – ત્રિવેદીને યાદ અપાવ્યું.

“હા, નેહરુજી, તમારી સાથે રાજકીય મતભેદો હતા… પણ શું આ બદલો લેવાનો રસ્તો હતો?”

મેના અંતમાં, નેહરુએ “બ્લુપ્રિન્ટ” ને અંતિમ સ્વરૂપ આપ્યું અને યુરોપ જવા રવાના થયા. યોજના અનુસાર, ડૉ. મુખર્જી અને તેમના સાથીઓ – ટેકચંદ ઠાકુર અને ગુરુ દત્ત વૈદ – ને શ્રીનગર સબ-જેલમાં ખસેડવામાં આવ્યા.

શિયાળાના કપડાં કે તબીબી સંભાળ વિના, ડૉ. મુખર્જીની હાલત વધુ ખરાબ થઈ ગઈ. 19-20 જૂનની રાત્રે, તેમને પીઠનો તીવ્ર દુખાવો અને તાવ આવ્યો.

૨૦ જૂનના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે, જેલના ડૉક્ટર અલી મોહમ્મદે તેમને ડ્રાય પ્યુરીસી હોવાનું નિદાન કર્યું અને સ્ટ્રેપ્ટોમાયસીન અને પાવડર દવા આપવાનો આગ્રહ રાખ્યો. ડૉ. મુખર્જીએ વિરોધ કર્યો:

“અમારા ફેમિલી ડૉક્ટર શ્રી બોઝે કહ્યું છે કે તેમને ક્યારેય સ્ટ્રેપ્ટોમાયસીન ન આપવું જોઈએ.”

આમ છતાં, ૨૦ જૂનના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે, તેમને ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીનનું ઇન્જેક્શન આપવામાં આવ્યું, અને ફરી ૨૧ જૂનના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે.

તે સાંજે, તેમનો દુખાવો વધુ વધ્યો. તેમનો તાવ ૧૦૫°F ને વટાવી ગયો. તેઓ ફક્ત બે કેદ થયેલા સાથીઓ સાથે ફ્લોર પર રહ્યા – કોઈ તબીબી સહાય ન મળી.

૨૨ જૂન, ૧૯૫૩ના રોજ, બપોરે ૧૨ વાગ્યે, ગંભીર રીતે બીમાર, ડૉ. મુખર્જીને પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા – ફક્ત શર્ટ પહેરીને – શિયાળાની સુરક્ષા વિના, ધ્રુજતા હતા.

સવારે ૪:૦૦ વાગ્યે, તેઓ છાતીમાં તીવ્ર દુખાવા અને શ્વાસ લેવામાં તકલીફ સાથે જાગી ગયા.  સવારે ૪:૪૫ વાગ્યાથી તેમની તબિયત ઝડપથી બગડતી ગઈ.

તેમના સાથીઓએ તેમને દિલાસો આપવા માટે તજ અને લવિંગ સાથે ગરમ પાણી ઉકાળ્યું. સવારે ૫:૦૦ વાગ્યા સુધીમાં તેમને થોડું સારું લાગ્યું.

સવારે ૭:૩૦ વાગ્યે, શેખ અબ્દુલ્લા દ્વારા નિયુક્ત કરાયેલા ડૉક્ટરે તેમને ડાબા હાથમાં ૨ સીસી કોરામાઇનનું ઇન્જેક્શન આપ્યું.

પછી સંદેશ આવ્યો:
“તમને ઉચ્ચ આદેશ મુજબ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.”

૨૨ જૂન, ૧૯૫૩ ના રોજ બપોરે બરાબર ૧૨:૦૦ વાગ્યે, ગંભીર રીતે બીમાર, બંગાળના વાઘ સર આશુતોષ મુખર્જીના પુત્ર – એક રાષ્ટ્રીય નાયક – ફક્ત શર્ટ પહેરેલા, શેખ અબ્દુલ્લાના અધિકારીઓ દ્વારા ગુનેગારની જેમ K-૧૫૯ વાહનમાં લઈ જવામાં આવતા, તેઓ લાચારીથી ખાલી આંખોથી જોતા રહ્યા.

ભારત ના યુવાનોને જાણવું જોઈએ કે આટલા લાંબા સમયથી તેમનાથી શું છુપાયેલું હતું. ધીમે ધીમે પણ – તેમને ખબર હોવી જોઈએ.

(એક અનામી લેખકની બંગાળી પોસ્ટ પર થી )
#Drshyama_prasad_mukherjee
#death_reason