રડી લેવું
ઝેન ગુરુ શાક એક સાંજે ફરવા નીકળ્યા.
રસ્તામાં એક ઝૂંપડીમાંથી રોકકળનો અવાજ આવ્યો.
શાકુએ ઝૂંપડી પાસે જઈને જોયું તો કુટુંબનો મુખ્ય પુરુષ મરી ગયો છે. આથી શાકુ પણ બધાંની પાછળ બેસી ગયા અને પોક મૂકીને રડવા લાગ્યા. ટોળામાં એક વૃદ્ધ માણસ બેઠો હતો. તે ઊઠીને શાકુ પાસે આવીને બોલ્યો: ‘મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે તમારા જેવા મહાન ગુરુ આમ રડે છે! અમારી જેમ તમે પણ આમ રડવા બેસી જાઓ તે સારું કહેવાય? તમે તો સાધુ છો, સંસારીની માફક રડો તે શોભાસ્પદ નથી. મને તો લાગતું હતું કે સાધુઓ તો સંસારી શોક-હર્ષથી પર થઈ ગયા હશે.’
શાકુ: “શોક-હર્ષથી પર થવાનો આ એક ઉપાય છે.’ હજી તે ડૂસકાં ભરતા હતા. ‘તમને બધાંને દુ:ખ થાય ત્યારે તે કાંઈ ખોટું હોઈ શકે નહીં. એ દુ:ખ વાસ્તવિક છે. અને દુ:ખ થાય ત્યારે રડવું એ પણ શરીરનો ધર્મ છે. આમ કરવાથી મૃત્યુનો ભય ઓછો થાય છે. એ જ રીતે આનંદ-ઉત્સવના પ્રસંગે હસવું જોઈએ; જેથી લાગણીઓના ડુંગર ચિત્તને દબાવે નહીં. ચિત્ત મુક્ત બને, ગૂંગળામણ અને બેચેનીમાંથી મુક્ત બને. હું રડું છું અને એ જ રીતે એક દિવસ રડવાની ક્રિયાને અતિક્રમી જઈશ, ત્યારે હસવું-રડવું સમાન બની રહેશે અને આમ રડતાં રડતાં જ
રડવાનું બંધ થઈ જશે.’
મારી 10,000 વાર્તા ના સંગ્રહમાંથી
8369123935