એક બહુ વિદ્વાન વ્યક્તિ સેંકડો પુસ્તકો વાંચી લીધા..
ચિંતન કર્યુ અને દુન્યાવી વ્યહવારોથી પણ દુઃખી થયો
એટલે એનામાં નાસ્તિકતા ઉતરી આવે…
ફ્રસ્ટ્રેશનથી પીડીત એને એના ઓરડાની એક દિવાલ પર ચિતરી નાંખ્યુ…
God is no where (ભગવાન કયાંય નથી..)
વિદ્વાનો તો હંમેશા અંગ્રેજીમાં જ લખે …
એક દિવસ એ સુવા જતો હતો ત્યારે એની ચારેક વર્ષની દિકરી એના ઓરડામાં રમતી રમતી આવી ચઢી અને
એને આ દિવાલ પરનું ચિતરામણ જોયું…
દિકરી ચારેક વર્ષ ની હતી
કે.જી. માં હજુ નવું નવું વાંચતા શીખી હશે એટલે
જીજ્ઞાસાથી ભરપુર હશે…
એને તો મોટેથી એ વાકય વાંચવા નું શરૂ કર્યુ..
God is now here…
એ સાંભળતાં જ એનો વિદ્વાન બાપ ચોંકયો અને
એણે એ દિકરીની નિર્દોષ નિશ્ચલ આંખોમાં જોયું
ત્યારે એ દિકરી એ નિખાલસતા અને નિર્દોષતા થી અંગુલી નિર્દેશ કરતાં
પુનઃ ઉચ્ચારણ કર્યુ..
Papa look,
God is now here…
વિદ્વાનોની મજબુરી એ હોય કે એ દરેક બાબત પર ચિંતન કર્યા કરે..
આ વ્યક્તિ આખી રાત નિંદર ના કરી શક્યો …
એના કાન માં સતત ગુંજતું રહ્યું..
પાપા.. લૂક… ગોડ ઇઝ નાઉ હિઅર…
એણે તો જીંદગીભર ની વિદ્વાનો નામે માથાપચ્ચી કરી
નિષ્કર્ષ લખેલ હતો..
ગોડ ઇઝ નો વ્હેર..
દિકરી એ No અને W ને એકત્ર કરીને વાંચ્યુ Now
સૃષ્ટીમાં સમગ્રતાનો સ્વિકાર છે પણ મનુષ્યની વૃત્તિ જાણવાના નામે તોડવાની છે…
દિકરીનો ઇરાદો પણ એવો નહોતો કે બાપાને કન્વીન્સ કરવા…
જે શાશ્વત અને અનાદિ હતુ …
બાળક પણ કુદરતની નજીક અને અતઃકરણ પર દુન્યાવી મોહ લોભ વિગેરેથી રહિત શુદ્ધ હતુ
એના અતઃકરણ પર કહેવાતા મિથ્યા તર્કની બુદ્ધિનો મેલ જામ્યો જ નહોતો એટલે એને જેવું દેખાય એવું વાંચી નાંખ્યુ
આમાં પ્રપંચ કે પક્ષ પણ નહોતો…
આથી
એને જે કહ્યું એ આ વિદ્વાનને સરળતાથી સમજાઇ ગયું એના વિદ્વાન અતઃકરણમાં સોસરવું ઉતરી ગયુ…
અને એ પણ શ્રદ્ધાવાન થઇ ગયો…
ગોડ ઇઝ નાઉ હિઅર … ભગવાન અત્યારે અહિં જ છે…
આ વાત યાદ એટલા માટે આવી કે..
કુંભમેળો ચાલી રહ્યો છે એટલે !?
ના ભાઇ ના…
હું આયુર્વેદનો વિદ્યાર્થી…
રોજ સવારે સંહિતાઅધ્યયન કરૂ
એટલે સંહિતાના મૂળ સૂત્રો અને વિદ્વાનોએ કરેલા એના અર્થઘટન ટીકા ટીપ્પણીઓ વાંચતા જણાયું…
વિદ્યાર્થી તરીકે આયુર્વેનો અભ્યાસ કરનારાં…
આયુર્વેદસંહિતાના મૂળ સિદ્ધાંતને ઉપરોક્ત કથાના બાળકની જેમ …
God is now here ના દ્રષ્ટિકોણથી જ જુવે જાણે અને માણે છે…
અને એમના થકી જે વિદ્વાનો છે…
એમને પણ સ્વિકાર્ય થઇ જશે..
આયુર્વેદ શાશ્વત અને અનાદી છે…
😊 ગમતાંનો કરીએ ગુલાલ…