Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ અને કોણે કરી ? આ મંત્રની તાકાત કેટલી ?

આવો, જાણીએ એક અનોખી રોચક પુરાણકથા

શિવજીના પરમ ભક્ત મૃકન્ડ ઋષિ સંતાન ન હોવાના કારણે બહુ દુઃખી હતા. વિધાતાએ એમને સંતાનયોગ આપ્યો જ નહોતો. પણ, મૃકન્ડ ઋષિ સારી રીતે એ પણ જાણતા હતા કે, શિવજી સંસારના બધાં જ વિધાન બદલી શકવા સમર્થ છે. એટલે એમને જ હું કેમ પ્રસન્ન ન કરું!!?? એમ વિચારીને એમણે ઘોર તપ કર્યું. ભગવાન શિવજી મૃકન્ડ ઋષિના તપનું કારણ જાણતા હતા એટલે એમણે ઋષિને જલદી દર્શન ન આપ્યા. પણ, આખરે મૃકન્ડ ઋષિના તપને કારણે મહાદેવજી પ્રસન્ન થયા વિના રહી ન શક્યા. શિવજીએ પ્રસન્ન થઈ ઋષિને કહ્યું કે, હું વિધાતાનું વિધાન બદલીને તને એક પુત્ર થાય એવું વરદાન તો આપું છું, પણ મારું આ વરદાન તને હર્ષ સાથે શોક પણ આપશે.
સમય જતા શિવજીના વરદાનથી મૃકન્ડ ઋષિને ત્યાં પુત્રનો જન્મ થયો. જેનું નામ માર્કન્ડેય રાખવામાં આવ્યું. જ્યોતિષીઓએ જોષ જોઈને ઋષિને બતાવ્યું કે, આ બાળક અલ્પાયું છે. આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની જ છે.
જ્યોતિષીઓની આ વાત જાણી ઋષિનો આનંદ વિષાદમાં બદલાઈ ગયો. તેમ છતાં, ઋષિ પોતાની પત્નીને આશ્વસ્થ કરીને જણાવે છે કે, શિવજીની કૃપાથી સંતાન પ્રાપ્તિ થઈ છે તો એની રક્ષા સ્વયમ્ શિવજી કરશે. શિવજી માટે ભાગ્યને બદલવું મુશ્કેલ નથી. એ રીતે ઋષિદંપતિ પોતાનું મન મનાવે છે.
સમય જતા માર્કન્ડેય ધીમે ધીમે મોટો થવા લાગ્યો એટલે પિતાએ એને શિવમંત્રની દીક્ષા આપી. આ બાજુ માર્કન્ડેયની માતાને પુત્રની ઉંમર વધતા સતત ચિંતા થવા લાગી. એક દિવસ ચિંતામાં માતાએ પુત્ર માર્કન્ડેયને એની ઉંમર અલ્પ હોવાનું જણાવી દીધું. બાળક માર્કન્ડેયને જ્યારે પોતાની ઓછી ઉંમરની વાત જાણવા મળી એટલે એણે નિશ્ચય કરી લીધો કે, પોતે માતપિતાની ખુશી માટે શિવજીને પ્રસન્ન કરી દીર્ઘાયુ થવાનું વરદાન માંગી લેશે.
સમય પસાર થવા લાગ્યો હતો. હવે માર્કન્ડેયની ઉંમર બાર વર્ષ થવા આવી હતી. એ જાણતો હતો કે હવે મૃત્યુ નજીક છે એટલે એણે ભગવાન શિવજીની આરાધના શરૂ કરી દીધી. માર્કન્ડેયએ શિવજીને પ્રસન્ન કરવા મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવમંદિરમાં બેસીને ભગવાનના અખંડ જાપ શરૂ કરી દીધાં.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥

માર્કન્ડેયનો સમય પૂરો થયો એટલે યમદૂત એને લેવા આવ્યા. યમદૂતે જોયું કે બાળક માર્કન્ડેય શિવજીની આરાધના કરી રહ્યો છે એટલે એમણે થોડી પ્રતીક્ષા કરી. આ બાજુ માર્કન્ડેયના અખંડ જાપ ચાલું જ હતા. આ સ્થિતિમાં યમદૂત માર્કન્ડેયને અડવાની હિંમત ન ચાલી એટલે પાછાં ફરી ગયાં. પરત જઈને યમદૂતે યમરાજને સઘળી વાત કરી એટલે યમરાજે સ્વયમ્ માર્કન્ડેયને લેવા જવાનું નકકી કર્યું.
યમરાજા માર્કન્ડેય પાસે પહોંચ્યા તો ખરા પણ , આ શું…!? બાળક માર્કન્ડેય જોરજોરથી મહામૃત્યુંજયના જાપ કરતો શિવજીને વીંટળાઈ ગયો. બાળક માર્કન્ડેયના અવિરત મહામૃત્યુંજય જાપ વચ્ચે, યમરાજાએ પોતાનો હાથ લંબાવી માર્કન્ડેયને શિવલિંગ પાસેથી ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો. આમ થતાં જ ભયંકર અવાજ થયો અને મંદિર ડોલવા લાગ્યું. એ સાથે જ પ્રચંડ પ્રકાશ ફેલાયો અને યમરાજની આંખો અંજાઈ ગઈ.
શિવલિંગમાંથી સ્વયમ્ મહાકાલ પ્રગટ થયા અને હાથમાં ત્રિશૂળ લઈ યમરાજને સાવધાન કરતા કહ્યું કે, મારી સાધનામાં લીન ભક્તને ખેંચીને લઈ જવાની તમને હિંમત કેમ થઈ?
યમરાજ મહાકાલનું પ્રચંડ રૂપ જોઈ કંપવા લાગ્યા. બોલ્યા, “પ્રભુ ! હું તો આપનો સેવક છું. આપે જ મને જીવોના પ્રાણ હરવાનું નિષ્ઠુર કામ સોંપ્યું છે.”
યમરાજની વાત સાંભળી શિવજીનો ક્રોધ શાંત થયો. ક્રોધ શાંત થતા શિવજી બોલ્યા, ‘હું મારા ભક્તની સ્તુતિથી પ્રસન્ન છું અને મેં એને દીર્ધાયુ થવા વરદાન આપ્યું છે, માટે તમે એને નહીઁ લઈ જઈ શકો.’
યમરાજ બોલ્યા, “પ્રભુ ! આપની આજ્ઞા સર્વોપરી છે. હું આપના પરમ ભક્ત માર્કન્ડેય દ્વારા રચાયેલ મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરનાર જીવને હવેથી કદી ત્રાસ નહીઁ આપું.”
આ રીતે ભગવાન મહાકાલની કૃપાથી માર્કન્ડેય દીર્ધાયુ બની ગયા. અતઃ એમના દ્વારા રચાયેલ મહામૃત્યુંજય મંત્ર કાળને પણ પરાસ્ત કરવા શક્તિમાન છે.
– ડૉ. રવજી ગાબાણી

Posted in Ghandhi

अंग्रेज इतिहासकार माईकल एडवर्ड लिखते हैं, “अंग्रेजों को यह बात समझ में आ गयी थी कि उन्हें गांधीजी से डरने की कोई जरूरत नहीं है; क्योंकि उन्होंने समझा था कि वे पाश्चात्य-विरोधी एक सुधारक मात्र हैं….जब तक कांग्रेस की बागडोर गांधीजी के हाथों में रहेगी, उनका मानना था कि कांग्रेस में उनका एक मित्र मौजूद है. जब तक उनका असहयोग आन्दोलन अहिंसात्मक रहेगा, तब तक इसे लेकर सरकार को कोई सरदर्द नहीं है…. गांधीजी का एकमात्र मकसद था सशस्त्र संघर्ष न होने देना. सरकार का उद्देश्य भी यही था. लेकिन यदि गांधीजी के हाथों में कांग्रेस की बागडोर न रही होती, तो यह सन्गठन काफी गतिशील और हिंसात्मक आन्दोलन के समर्थक नेतृत्व के नियन्त्रण में चला गया होता. तब यदि कोई सर्वव्यापक विद्रोह उठ खड़ा हुआ होता, तो उसे दबाना सम्भव नहीं होता. इसी वजह से सरकार गांधीजी के प्रति सम्मानजनक बर्ताव करती थी. हालाँकि जनमानस में उनकी छवि को साफ सुथरा रखने केलिए (ताकि कहीं लोग उन्हें अंग्रेजों का मित्र न समझ लें) सरकार उन्हें बीच बीच में जेल भेज दिया करती थी….दूसरी तरफ आतंकवादी और पाश्चात्य शिक्षा से प्रेरित क्रांतिकारियों से उसे सचमुच डर था और उनके खिलाफ वह अत्यंत कड़ी कार्रवाई करती थी. (Last Years of British India, Writer- Michael Edwards, अनुवादक-कॉमरेड प्रभाष घोष)

Posted in हिन्दू पतन

15 अगस्त, 1947 को जालंधर कैंट में एक धूप वाला दिन:
एक लेफ्टिनेंट ने स्वतंत्रता दिवस मनाने पर आपत्ति जताई क्योंकि यह देश के विभाजन का दिन था और दोनों देश हमेशा लड़ते रहेंगे। सीनियर आर्मी ऑफिसर ने उन्हें कोर्ट मार्शल की धमकी दी। जूनियर अधिकारी ने भी उसे चुप करा दिया | 1956 में जूनियर अधिकारी ने भारतीय सेना छोड़ दी और पाक सेना में कमीशन लिया और मार्शल के पद तक पहुंचे और 1965 में भारत के साथ युद्ध का नेतृत्व किया।
(वह कोई और नहीं बल्कि मार्शल अयूब खान थे)

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ખંભાતના વાણિયાની આ વાત છે.

એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’

દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.

 હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.

 એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.

 તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’

ધર્મપાળે કહ્યું: ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’

આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.

 આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.

 એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’

મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.

 તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’

ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.

ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.

ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.

ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.

સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’

ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’

સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’

આટલું કહી સુલતાને કહ્યું:  ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’

ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’

‘લવિંગ ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’

ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’

સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’

ધર્મપાળે કહ્યું:  ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ’

બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો–

એની નવાઈનો પાર ન રહ્યો.

એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી !

એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી !

વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’

🌺
ધર્મપાળે કહ્યું: ‘ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’

સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’

ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’

સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’

બોધ : જો નીતિ સાચી અને પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે…
બાપ ની સેવાનું ફળ અચૂક મલેજ છે આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી

Posted in सुभाषित - Subhasit

*એક દિવસ ગંગાને પૂછવામાં આવ્યું કે, તારા પાણીમાં નહાવાથી બધાજ પાપ ધોવાય જાય છે. તો એ પાપનું તું શું કરે છે.* *ગંગા એ કહ્યું હું એ સાગરમાં નાખું છું. સાગરને પૂછવામાં આવ્યું ?* *તું આ પાપનું શું કરે છે?.* *સાગરે કહ્યું હું તો બધું વાદળોને આપુ છું… વાદળને પૂછ્યું .. તું આ પાપનું શું કરે છે?…* *વાદળે સરસ જવાબ આપ્યો… હું વરસાદના રૂપમાં એમનાજ ઘરે વરસાવી આવું છું…* *ધ્યાનમાં રાખો, કર્મનું કાળચક્ર આવુજ હોય છે. તમે જે કરશો એજ તમને પાછું મળશે…*

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આશિર્વાદ અને દુવા ની વાત ને વર્ણવતો એક અદ્ભૂત પ્રસંગ….!!*

એક ખુબજ જૂનાં સમય નો પ્રસંગ છે, એક ગામડા ગામનો અભણ યુવાન, ઉનાળા નાં દિવસો મા સેવા નાં ભાવ સાથે વગડા મા પાણી નું પરબ ખોલે છે, રસ્તા મા આવતાં જતા મુસાફરો પાણી પીઈને તરસ છીપાવે છે, આ પરબ ઉપર રોજ ચાર જણા આવે છે, પાણી પીવે, થાક ઊતરે ત્યાં સુધી પેલા યુવાન સાથે વાતો કરે, અને વળી જતા રહે, આ રોજ નૉ ક્રમ બની ગયો, એક દીવસ પેલો યુવાન પૂછે છે કે મિત્રો તમે રોજ મારે ત્યાં આવો છો, પાણી પીવો વાતો કરો અને જતા રહો છો, તો મને એટલું બતાવો કે તમે કોણ છો.? ક્યાં થી આવો છો અને ક્યાં જાવ છો?, પેલા ચારે જણ ક્હે છે કે દોસ્ત અમારી ઓળખાણ કાઢવી રહેવા દે, પેલો યુવાન આગ્રહ કરે છે કે નાં, તમે તમારી ઓળખાણ આપો, પેલા લોકો ક્હે છે કે દોસ્ત કાળજું કઠણ કરી ને સાંભળ અમે યમના દુતો છીએ, હે..? તો કે હા અમે યમનાં દુતો છીએ, અને રોજ જીવને લેવા જઇએ છીએ, વાત સાંભળતા યુવાન ક્હે છે કે ભાઈ તમે મારૂં એક કામ કરશો.? દુતો કહે છે કે ભાઈ રોજ તારૂ પાણી પીઈએ, તારી સાથે વાતો કરીએ, તારૂ કામ કેમ નાં કરીએ..? યુવાન કહે છે કે દોસ્તો મારે મારૂ મૃત્યુ જાણવું છે, તમે કાલે આવો ત્યારે મારૂ મૃત્યુ જાણતા આવજો, ભલે કહીને દુતો જતા રહયા, બીજા દિવસે દુતો આવી ને કહે છે કે દોસ્ત તારૂ મૃત્યુ તારી પરણ્યા ની પહેલી રાત્રીએ સર્પ દંશ થી થશે, આટલું બોલતાં દુત રડી પડ્યો, પેલો યુવાન ક્હે છે, ભાઈ તુ કેમ રડે છે?, દુત ક્હે છે મિત્ર તને કરડવા માટે નૉ સાપ બનવાનો મારો વારો છે,! યુવાન પૂછે છે કે મિત્રો મૃત્યુ થી બચવું હોય તો કઈ રીતે બચી શકાય, દૂતો કહે છે કે ભાઈ મૃત્યુ એ દુનિયા નો અટલ નિયમ છે, વિધાતા નાં લેખ ને કોઈ રોકી ના શકે.! તેમ છતા તૂ લગ્ન નાં કરે તો કદાચ બચી શકાઈ,
આ બાજુ યુવાન નાં લગ્ન ની વાતો ચાલે છે, યુવાન લગ્ન કરવાની નાં ક્હે છે, પરંતુ માની મમતા અને પીતા નાં પ્રેમ આગળ યુવાન ને જૂકવૂ પડે છે, ટૂંકમાં યુવાન નાં લગ્ન થયાં, પરણ્યા ની પહેલી રાત્રિ એ પોતાની દુલ્હન ને મળવા જાય છે, નવોઢા અન્ન નાં થાળ રાંધી ને મેડી ઉપર પોતાના પતી ની આવવાની રાહ જોઈને બેઠી છે,યુવાન અડધો દાદર ચડ્યો, ત્યાં પેલો દૂત સાપ બની ને બેઠો છે, યુવાને આવીને દૂત ને કીધું તુ મને જલ્દી ડંખ મારી ને તારી ફરજ પુરી કર, સાપ ક્હે છે ભાઈ તારા મૃત્યુ ને હજી અડધા કલાક ની વાર છે, હુ તને અત્યારે કરડીશ તો તારે અડધો કલાક દુઃખી થવું પડશે, એનાં કરતા હુ અડધા કલાક પછી તને ડંખ મારૂં જેથી કરીને તારે દુઃખી નાં થવું પડે, આ બન્ને ની વાત પેલી નવોઢા ઉપર નાં ઓરડામાં સાંભળે છે, નવોઢા જાણી ગઇ કે મારો પતી ઓરડા સુધી પહોંચવાનો નથી,,!
આ બાજુ ગામનાં પાદરમાં કોઈ ગરીબ મજૂરો આવીને પડેલા છે, અડધી રાત્રિ એ મજૂર ની સ્ત્રી ને પ્રસુતિ ની પીડા ઉપડે છે, બાળકનો જન્મ થયો, પેલી ઔરત પોતાના પતી ને ક્હે છે કે મને જલ્દી ખાવાનું લાવી આપો, મને પેટમા વાઢ ઉપડી છે, તમે જલ્દી ખાવાનું લાવો, નહિતર હુ આ બાળકને ખાઈ જઈશ, પુરૂષ કહે છે કે આ અજાણ્યા ગામમાં અડધી રાત્રી એ મને ખાવાનું કોણ આપશે.? સ્ત્રી આશ્વાસન આપે છે કે તમે જાવ તો ખરાં કોઈ દયાળુ મળી જશે, પુરુષ ઊભી બજારે અડધી રાત્રિ એ પોકાર કરે છે, કે છે કોઈ દયાળુ, છે કોઈ હરિનો લાલ કે મારી ઔરત નું અન્ન થી પેટ ઠારે, આ પોકાર મેડી ઉપર નવોઢા નાં કાને પડે છે, નવોઢા ને થાય છે કે થોડી વારમાં પતી મૃત્યુ પામવાનો છે, આ અન્ન નાં થાળ આ શણગાર થોડી વાર મા રોળાઇ જવાના છે, સાડી વાટે પેલું અન્ન એ પુરુષ ને આપે છે, પુરુષ પોતાની સ્ત્રી ને આપે, સ્ત્રી નાં પેટનો ખાડો પુરાણો, નાભી માંથી આશિર્વાદ નીકળ્યા કે હે પરમાત્મા મારૂ પેટ ઠારનાર નું પેટ ઠારજો, એનો ચુડેલો અમર રાખજો, એનું સૌભાગ્ય અખંડ રાખજો, આશિર્વાદ નો ધોધ યમરાજા ના ચોપડા મા કંડારાઇ ગયો સાહેબ..!
આ બાજુ સમય પુરો થયો સાપ ડંખ મારે છે, પરંતુ યુવાન ને કાઈ થતુ નથી, દૂત અનેક પ્રયાસ કરે છે, છતા યુવાન ને ઝેર ચડતું નથી, દૂત દોડતો યમરાજ પાસે આવી ને ક્હે છે કે માલીક આપણી કાંઈક ભુલ થાય છે, પેલા યુવાન ને ઝેર ચડતું નથી, અને નથી એનું મૃત્યુ થતુ,! યમરાજ ચોપડો ખોલી ને જુવે છે, દુત ને ક્હે છે તારે માત્ર એક સેકન્ડ નો ફેર પડી ગયો, તારા ડંખ ની પહેલા, ગરીબ બાઈ નાં આશિર્વાદ પહોચી ગયા, તુ કે હુ, હવે એને મારી નહીં શકીએ,,!!
સાહેબ કોઈની સેવા, કોઈ ભૂખ્યા માણસ નાં આશિર્વાદ અને દુવા શુ નાં કરી શકે.? કોઇના આત્મા ને ઠારવાનું કામ વિધાતા નાં વિધાન ને ખોટા પાડી શકે છે, જીવન મા જ્યારે મોકો મળે ત્યારે કોઈની દુવા લેવાનું ચુંકવૂ નાં જોઈએ, દુવા અને આશિર્વાદ મા બહૂ તાકાત છે સાહેબ, ગમે તેવા સંકટૉ અને મુસીબતો આશિર્વાદ થી ટળી જાય છે, અને કોઈની બદ દુવા કે કોઇના આત્મા ને બાળવાનું કામ તમારાં ગમે તેવા સુખ કે સામ્રાજ્ય ને ઘડી નાં છઠા ભાગમાં હતાં નહોતા કરી શકે છે, માટે જીવન મા હમેશા ભલાઈ કરવી, ભલાઈ ભલભલા સંકટ ને દુર કરે છે, વિધિના વિધાન અને ઇશ્વર નાં

Posted in જાણવા જેવું

बचपन से ही हमें स्कूलों में पढ़ाया गया है कि प्रकाश की गति खोज…… डेनमार्क के खगोलविद ओले क्रिस्टेंसेन रोमर ने की थी.

साथ ही कहा जाता है कि… रोमर से पहले गैलीलियो और न्यूटन जैसे महान वैज्ञानिकों ने काफी प्रयास के बाद भी प्रकाश के वेग को नहीं जान पाए थे.

हालांकि, गैलीलियो इतना तो समझ गए थे कि ब्रह्मांड में प्रकाश की गति सबसे तेज है लेकिन वे ये कभी नहीं जान पाए कि वास्तव में प्रकाश की गति है कितनी ???

अंततः…. रोमर ने पहली बार 1676 में प्रकाश का वेग निर्धारित किया था.

जबकि, वास्तविकता काफी चौंकाने वाली है.

क्योंकि, आधुनिक समय में महर्षि सायण… जो वेदों के महान भाष्यकार थे , ने 14वीं सदी में प्रकाश की गति की गणना कर डाली थी…
जिसका आधार ऋग्वेद के प्रथम मंडल के 50 वें सूक्त का चौथा श्लोक था.

असल में ऋग्वेद के प्रथम मंडल के 50 वें सूक्त का चौथा श्लोक कहता है….

तरणिर्विश्वदर्शतो ज्योतिष्कृदसि सूर्य ।
विश्वमा भासि रोचनम् ॥
-ऋग्वेद 1. 50 .4

अर्थात… हे सूर्य…
तुम तीव्रगामी एवं सर्वसुन्दर तथा प्रकाश के दाता और जगत् को प्रकाशित करने वाले हो.

उपरोक्त श्लोक पर टिप्पणी करते हुए महर्षि सायण ने निम्न श्लोक प्रस्तुत किया था…

तथा च स्मर्यते योजनानां सहस्त्रं द्वे द्वे शते द्वे च योजने एकेन निमिषार्धेन क्रममाण नमोऽस्तुते॥
-सायण ऋग्वेद भाष्य 1. 50 .4

अर्थात, आधे निमेष में 2202 योजन का मार्गक्रमण करने वाले प्रकाश तुम्हें नमस्कार है.

इस उपरोक्त श्लोक से हमें प्रकाश के आधे निमिष में 2202 योजन चलने का पता चलता है.

अब हम समय की ईकाई निमिष तथा दूरी की ईकाई योजन को आधुनिक वर्तमान इकाईयों में परिवर्तित कर सकते है.

किन्तु, उससे पूर्व हम प्राचीन समय तथा दूरी की इन इकाईयों के मान को जान लेते हैं.

इस बारे में हमारी मनुस्मृति कहती है…

निमेषे दश चाष्टौ च काष्ठा त्रिंशत्तु ताः कलाः |
त्रिंशत्कला मुहूर्तः स्यात् अहोरात्रं तु तावतः || ……..मनुस्मृति 1-64

इस तरह मनुस्मृति 1-64 के अनुसार
पलक झपकने के समय को 1 निमिष कहा जाता है !
18 निमीष = 1 काष्ठ;
30 काष्ठ = 1 कला;
30 कला = 1 मुहूर्त;
30 मुहूर्त = 1 दिन व् रात (लगभग 24 घंटे )

अतः एक दिन (24 घंटे) में निमिष हुए :
24 घंटे = 30x30x30x18= 4,86,000 निमिष

जबकि, आधुनिक गिनती की इकाई के हिसाब से 24 घंटे में सेकेंड हुए …
24x60x60 = 86,400 सेकंड

इस तरह….

86,400 सेकंड =4,86,000 निमिष

अतः 1 सेकंड में निमिष हुए :

1 निमिष = 86400 /486000 = 0.17778 सेकंड

अंततः…. 1/2 निमिष = 0.17778/2 = 0.08889 सेकंड

इसी तरह अगर हम योजन की बात करें तो….
श्री मद्भागवतम 3.30.24, 5.1.33, 5.20.43 आदि के अनुसार

1 योजन = 8 मील लगभग

तो, 2202 योजन = 8 x 2202 = 17,616 मील

अब हम अपने ऋग्वेद में उल्लेखित प्रकाश की गति को यदि आधुनिक गणना पद्धति में बिठाते हैं तो… हम पाते हैं कि….

सूर्य प्रकाश 1/2 (आधे) निमिष में 2202 योजन चलता है…. अर्थात,
0.08889 सेकंड में 17, 616 मील चलता है.

अर्थात, 0.08889 सेकंड में प्रकाश की गति = 17,616 मील

तो, 1 सेकेंड में = 17,616 / 0.08889 = 1,98,177 मील (3,18,934.966 किलोमीटर) लगभग

तथा, हैरानी की बात है कि आज की आधुनिकतम विज्ञान भी प्रकाश गति को…. 1,86,000 मील (3,18,934.966 किलोमीटर) प्रति सेकंड ही बताती है.

कहने का मतलब है कि…. खगोल विज्ञान के जिस ज्ञान को आधुनिकतम विज्ञान ने 1676 में खोजा और बताया …
वो ज्ञान तो हमारे ऋग्वेद में हजारों लाखों साल पहले से ही उल्लेखित है.

इसका मतलब हुआ कि…. जिस समय ये पश्चिमी सभ्यता के लोग जंगलों में नंग धड़ंग रहते थे….
और, चूहे बिल्ली आदि मार कर खाया करते थे….

उस समय हमारे विद्वान ऋषि-मुनि खगोलशास्त्र और विज्ञान में अंतरिक्ष की गहराइयाँ एवं प्रकाश की गति नाप रहे थे…!

क्योंकि, हमें ये नहीं भूलना चाहिए कि ऋग्वेद को निर्विवाद रूप से मानव सभ्यता का सबसे प्राचीन ग्रंथ माना जाता है.

तो, हमारी ऐसी अनमोल उपलब्धियों के कारण हमें अपने धर्मग्रंथों तथा अपने सनातन धर्म पर आखिर क्यों गर्व नहीं होना चाहिए ????

जय सनातन धर्म…!!
जय महाकाल…!!!

Repost after 9 year.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક વ્રુધ્ધ માણસ અદાલતમાં દાખલ થયાં જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે.
જજે પૂછ્યું : તમારો કેસ કોની વિરુધ્ધ છે?
તેમણે કહ્યું : મારા પુત્ર વિરુધ્ધ.
જજ હેરાન થયો અને પુછ્યું : શું ફરિયાદ છે?
વ્રુધ્ધે કહ્યું : હું મારા પુત્ર પાસેથી એની તાકત મુજબ માસિક ખર્ચો માંગી રહ્યો છું.
જજે કહ્યું : આ તો તમારો તમારા પુત્ર પર એવો હક છે કે જેની દલીલો સાંભળવાની કોઈ જરૂરત જ નથી.
વ્રુધ્ધે કહ્યું : જજ સાહબ ! એ છતાં કે હું માલદાર છું અને પૈસાની જરૂરત નથી, પરંતુ હું ઈચ્છું છું કે મારા પુત્ર પાસેથી માસિક ખર્ચ પ્રાપ્ત કરતો રહું.
જજ હેરાન થઈ ગયો અને એની પાસેથી એના પુત્રનું નામ અને સરનામું લઈ એને અદાલતમાં હાજર થવાનો હુકમ જારી કર્યો.
પુત્ર અદાલતમાં હાજર થયો તો જજે એને પૂછ્યું : આ તમારા પિતા છે?
પુત્રે કહ્યું : જી, હાં આ મારા પિતા છે.
જજે કહ્યું : તેમણે તમારા વિરુધ્ધ કેસ કર્યો છે કે તમે એમને માસિક ખર્ચ થોડો ઘણો પણ ખર્ચ આપતા રહો.
પુત્રે હેરાનીથી કહ્યું : તેઓ મારી પાસેથી ખર્ચ કેમ માંગી રહ્યા છે જ્યારે કે તેઓ ખુદ ખૂબ માલદાર છે અને એમને મારી મદદની કોઈ જરૂરત નથી.
જજે કહ્યું : આ તમારા પિતાની માંગ છે અને તેઓ પોતાની માંગમાં આઝાદ અને હક પર છે.
વ્રુધ્ધે કહ્યું : જજ સાહબ ! જો તમે ફક્ત માસિક એક ડોલર આપવાનો હુકમ આપશો તો પણ હું ખૂશ થઈ જઈશ પરંતુ શર્ત એટલી કે તે એક ડોલર મને પોતાના હાથથી મોડું કર્યા વગર આપ્યા કરે.
જજે કહ્યું : બિલકુલ એવું જ થશે, એ આપનો હક છે.
પછી જજે હુકમ જારી કર્યો કે ફલાણો પોતાના પિતાને પિતાની હયાતી સુધી માસિક એક ડોલર સમયસર પોતાના જ હાથથી આપ્યા કરશે.
અદાલતનો રૂમ છોડતા પહેલા જજે વ્રુધ્ધ બાપને પૂછ્યું : જો તમને ખોટું ન લાગે તો મને બતાવો કે તમે ખરેખર આ કેસ કેમ કર્યો? જ્યારે કે તમે માલદાર છો અને તમે ઘણી જ મામૂલી રકમની માંગણી કરી?
વ્રુધ્ધે રડતાં રડતાં કહ્યું : જજ સાહબ ! હું મારા તે પુત્રને જોવા માટે તરસી રહ્યો છું અને તેને તેના કામોએ એટલો વ્યસ્ત કરી દીધો છે કે મેં ઘણા લાંબા સમયથી એનો ચેહરો સુધ્ધાં નથી જોયો, જ્યારે કે હું મારા પુત્રને ખૂબ જ પ્રેમ કરું છું. અને દરેક ક્ષણે મારા દિલમાં એનો ખ્યાલ રહે છે, તે મારી સાથે ટેલિફોનથી પણ વાત સુધ્ધાં નથી કરતો, એ જ કારણથી કે હું એને જોઈ શકું ચાહે મહિનામાં એક વખત કેમ ન હોય ? એટલે મેં આ કેસ દાખલ કર્યો છે.
આ સાંભળી જજ બેકાબુ થઈ રડવા લાગ્યાં અને સાથે સાથે બીજાઓ પણ, અને વ્રુધ્ધ બાપ ને કહ્યું : ઇશ્વર સોગંધ ! જો તમે પહેલાથી મને આ બાબતની જાણ કરી હોત તો હું એને જેલની અને કોરા મારવાની સજા સંભળાવતો.
વ્રુધ્ધ બાપે મુસ્કુરાતા કહ્યું : મારા વ્હાલા જજ ! તમારો એ હુકમ મારા દિલને તકલીફ પહોંચાડતો.
કાશ !!! બાળકો જાણતા કે એમના માતા-પિતાના દિલોમાં એમની કેટલી લાગણીઓ છે, એના પહેલા કે સમય નીકળી જાય.

 આ મેસેજ બીજાઓ સુધી પહોંચાડો જેથી ઇશ્વર કોઈની જીંદગી તમારા ઝરીયે બદલી દે.   
 *ઇશ્વર આપણા સૌને સીધા રસ્તાની સદ્બુદ્ધિ આપે.*
Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જીવનસાથીની પસંદગી– જીવનનું સત્ય 🪴🪴🪴

એક યુવકે તેના દાદાને પૂછ્યું, એવું કેમ બને છે કે કોઈ વ્યક્તિ બીજાના પ્રેમમાં પડે, પણ બીજા કોઈ સાથે લગ્ન કરે?
પ્રશ્ન સાંભળીને દાદાએ કહ્યું, “દીકરા, તારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તને એક કામ સોંપીશ. ફૂલોના બગીચામાં જા અને શ્રેષ્ઠ ગુલાબ ચૂંટ અને મારી પાસે લાવ. પરંતુ શરત એ છે કે તારે તે ગુલાબનું ફૂલ એકવાર જોયા પછી જ પસંદ કરવાનું રહેશે. જો તું એકવાર તેને છોડીને આગળ વઘી ગયો, તો પછી તું પાછા જઈને તે ગુલાબનું ફૂલ પસંદ કરી શકીશ નહીં.

યુવાન ફૂલોના બગીચામાં ગયો. ત્યાં તેણે ગુલાબના ફૂલોનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. ઘણા ગુલાબ જોયા પછી તેને એક ખૂબ જ સરસ ગુલાબનું ફૂલ દેખાયું. તેને થયું કે તેને તોડી નાખું, પણ ત્યારે જ તેના મનમાં એક વિચાર આવ્યો કે કદાચ તે આગળ વધશે તો તેને આના કરતા વધુ સારું ફૂલ મળશે. આથી તે તોડ્યા વગર જ આગળ વધ્યો. થોડે દૂર ગયા પછી તેને બીજું સુંદર ગુલાબનું ફૂલ દેખાયું. પણ તેના મનમાં ફરી એ જ વિચાર આવ્યો કે કદાચ તે આગળ જશે તો તેને આના કરતા વધુ સારું ગુલાબનું ફૂલ મળશે અને તે ફરી આગળ વધ્યો.

આ રીતે, આખા બગીચામાં ફરી લીધા પછી પણ, તે એક પણ ગુલાબનું ફૂલ તોડી શક્યો નહીં. બગીચાના છેડે પહોંચીને તેને સમજાયું કે તેણે અગાઉ જોયેલા ગુલાબ વધુ સારા હતા. પરંતુ શરત મુજબ હવે તે પાછો જઈ શકે તેમ ન હતો. તેથી તે તેના દાદા પાસે ખાલી હાથ પાછો ફર્યો. પૂછવા પર તેણે આખી વાત કહી.

દાદાએ કહ્યું, દીકરા, જે ભૂલ તે થોડા સમય પહેલાં બગીચામાં કરી હતી, પ્રેમમાં પડેલા લોકો વાસ્તવિક જીવનમાં પણ એ જ ભૂલ કરે છે. કંઈક સારું શોધવામાં, તેઓ એવી વ્યક્તિને ગુમાવે છે જે તેમનો શ્રેષ્ઠ જીવનસાથી બની શકે એમ હતા.

“તો શું આનો મતલબ એ છે કે ક્યારેય પ્રેમમાં પડવું જોઈએ નહીં?” યુવકે પૂછ્યું.

દાદાએ જવાબ આપ્યો, “ના, એવું નથી. કોઈપણ વ્યક્તિ પ્રેમમાં પડી શકે છે જો તેને યોગ્ય વ્યક્તિ મળે. પરંતુ જ્યારે પણ તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરો છો, તો ગુસ્સા, ઘમંડ અને કોઈની સાથે સરખામણી કરીને તેને ક્યારેય ન છોડો.

“પરંતુ, દાદા, એવું કેમ બને છે કે વ્યક્તિ જેને પ્રેમ કરે છે તેને છોડીને બીજા સાથે લગ્ન કરે છે.”

આ પ્રશ્ન સાંભળીને દાદાએ કહ્યું, “આ જવાબ આપતા પહેલા, હું તને ફરીથી એક કાર્ય સોંપું છું. હવે તું સૂર્યમુખીના બગીચામાં જા અને સૌથી મોટું સૂર્યમુખી ચૂંટ અને મારી પાસે લાવ. પરંતુ આમાં પણ શરત પહેલા જેવી જ છે. તારે સૂર્યમુખીને એકવાર જોયા પછી જ પસંદ કરવાનું રહેશે. એકવાર તું તેને છોડી દઈશ તો આગળ વધ્યા પછી, તું પાછા જઈને તે સૂર્યમુખી પસંદ કરી શકીશ નહીં.

યુવાન સૂર્યમુખીના બગીચામાં ગયો. પણ આ વખતે તે સાવધાન હતો. તેણે પહેલી ભૂલનું પુનરાવર્તન ન કર્યું અને બગીચાની વચ્ચે પહોંચીને એક મધ્યમ કદનું સૂર્યમુખી તોડીને પાછો આવ્યો. પાછા આવીને, તેણે દાદાને કહ્યું કે તેણે તે સૂર્યમુખી કેવી રીતે પસંદ કર્યું.

દાદાએ કહ્યું, “તારા ભૂતકાળના અનુભવને કારણે આ વખતે તું ખાલી હાથે પાછો નથી આવ્યો. તને ઠીક-ઠાક થોડું યોગ્ય કદનું સૂર્યમુખી મળ્યું અને ખાતરી થઈ કે તે શ્રેષ્ઠ છે. વાસ્તવિક જીવનમાં પણ લોકો તેમના જૂના અનુભવમાંથી શીખીને તેમના લગ્ન માટે તેમના જીવનસાથીની પસંદગી કરે છે.

દાદાની વાત સાંભળીને યુવક મૂંઝાઈ ગયો. તેને મૂંઝવણમાં જોઈને દાદાએ પૂછ્યું, “હવે તને શું તકલીફ થાય છે?”

“દાદાજી તમારી વાત સાંભળ્યા પછી, હું વિચારી રહ્યો છું કે શું સારું છે, તમે જેને પ્રેમ કરો છો તેની સાથે લગ્ન કરો કે જેની સાથે તમે લગ્ન કરો છો તેને પ્રેમ કરો?”

“દીકરા, એ તારા પર નિર્ભર છે…” દાદાએ જવાબ આપ્યો.

જીવનમાં આપણે જે પણ પસંદ કરીએ, તેનાથી આપણે ખુશ છીએ કે નહીં, તે સંપૂર્ણપણે આપણા પર નિર્ભર છે, તેથી આપણે સમજદારીપૂર્વક પસંદગી કરવી પડશે, નહીં તો આપણે આખી જીંદગી એ વિચારીને અફસોસ કરીશું કે કાશ મેં કંઈક બીજું પસંદ કર્યું હોત?
પરંતુ એ પણ સાચું છે કે જ્યાં સુધી આપણે આપણી જાત સાથે સાચા અને પ્રમાણિક રહીશું ત્યાં સુધી આપણે કોઈપણ પસંદગીમાં ખોટા હોઈ શકીએ નહીં.

હું માનું છું- “” જે જ્યાં છે ત્યાં ખુશ રહે છે, તે બધે જ ખુશ રહેશે””

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

બુદ્ધિની કસોટી


એક જમાનામાં એક રાજાને કોઈ સંતાન નહોતું, ઉંમર વધતી જતી હતી… ઘણા પ્રયત્નો કર્યા, ઘણા વૈધો ને બતાવ્યુ પણ પરિણામ એ જ રહ્યું. રાજાને ચિંતા થવા લાગી કે મારા પછી ગાદી કોણ સંભાળશે. રાજાએ ઉપાય માટે એક વિચાર કર્યો, મહેલની અંદર એક નવો મહેલ બનાવ્યો, તેના મુખ્ય દરવાજા પર બીજગણિતનું સૂત્ર લખ્યું … અને રાજ્યભરમાં જાહેરાત કરવામાં આવી હતી કે જે કોઈ આ સૂત્ર ઉકેલશે, તે પછી આ દરવાજા ખુલશે. તે આ મહેલનો માલિક અને રાજ્યનો ઉત્તરાધિકારી હશે. હવે રાજ્યભરમાંથી મોટા ગણિતશાસ્ત્રીઓ અને વિદ્વાનો આવવા લાગ્યા પણ એ સૂત્ર કોઈ ઉકેલી શક્યું નહીં. રાજાની ચિંતા વધવા લાગી. થોડા દિવસો પછી કોશિશ કરનારા લોકોએ આવવાનું બંધ કરી દીધું. રાજાએ નજીકના રાજ્યોમાં પણ ઢંઢેરો પીટાવ્યો, લાલચ સારી હતી, ઘણા લોકો આવવા લાગ્યા, પરંતુ તેમાંથી કોઈ સૂત્રનું સમાધાન કરી ન શક્યું. ધીમે ધીમે લોકો ઓછા આવવા લાગ્યા, એક દિવસ ફક્ત બે જ લોકો આવ્યા, જેમાંથી એક ગણિતશાસ્ત્રી અને એક સામાન્ય યુવાન હતો, યુવકના જર્જરિત કપડા જોઈને દ્વારપાલો ગુસ્સે થઈ ગયા અને તેને ભગાડવા લાગ્યા – “તમે આ કરી શકશો નહીં, જાઓ.” રાજાએ તે જોઈને યુવકને રોક્યો, રાજાએ કહ્યું, પહેલા યુવકને તક આપો. યુવકે કહ્યું કે પહેલા વિદ્વાન વ્યક્તિને જ તક આપો, જો તે ના કરી શકે તો હું પ્રયત્ન કરીશ. રાજાએ કહ્યું ઠીક છે, તમે બેસો. તે ગણિતશાસ્ત્રી સાંજ સુધી પ્રયત્ન કરતો રહ્યો પણ કંઈ થયું નહીં. હવે યુવકને બોલાવવામાં આવ્યો, યુવકે જઈને હાથ વડે દરવાજો ધક્કો માર્યો, દરવાજો ખુલ્યો. તાળીઓના ગડગડાટથી મહેલ ગુંજી ઉઠ્યો. રાજાએ પૂછ્યું, “તમે તે કેવી રીતે કર્યું?” યુવકે કહ્યું કે જ્યારે વિદ્વાન માણસો આખો દિવસ સંઘર્ષ કરતા હતા, ત્યારે મેં વિચાર્યું કે કદાચ તે બીજગણિતનું સૂત્ર નથી. અને તે બુદ્ધિ ચકાસવા માટે દરવાજા પર લખેલું હોવું જોઈએ.” જીવનમાં ઘણી વખત આપણે બધા કોઈને કોઈ સમસ્યા સાથે સંઘર્ષ કરતા રહીએ છીએ પણ વાસ્તવમાં કોઈ સમસ્યા હોતી જ નથી તેનો ઉકેલ સામે જ હોઈ છે…!!