*TRUE STORY*
મુંબઇથી અમદાવાદ આવતી ‘શતાબ્દી એકસપ્રેસ’ એની પૂરી રવાની ઉપર દોડી રહી હતી. પ્રવાસીઓ રાત્રિ-ભોજનની પ્રતીક્ષામાં આમતેમ જોઇ રહ્યા હતા. એમાં એક અધીરા પ્રવાસીએ સામેની બર્થ ઉપર બેઠેલા એક જાજરમાન વૃદ્ધને પૂછ્યું, ‘કાકા, કેટલા વાગ્યા?’
‘બીજી વાર જો સમય પૂછીશ તો તારા બાર વગાડી દઇશ! કાંડા ઉપર ઘડિયાળ બાંધવાની ટેવ પાડતાં તારા પિતાશ્રીનું શું જાય છે?’
કાકાએ અપેક્ષા બહારનો ઉત્તર આપ્યો. પૂછનાર રાતો-પીળો થઇ ગયો. પણ કાકાની ઉમર, એમના કમિંતી વસ્ત્રો અને રૂઆબદાર વ્યકિતત્વ જોઇને એ અંજાઇ ગયો. એણે જિંદગીમાં ક્યારેય કોઇને સમય જ પૂછવાની બાધા લઇ લીધી.
થોડી વાર પછી સામે બેઠેલા બીજા પ્રવાસી એ પૂછ્યું, ‘કાકા, કયાં જાવ છો? સુરત, વડોદરા કે અમદાવાદ?’
‘જહન્નમમાં! સાથે આવવું છે? ટિકિટના પૈસા હું કાઢીશ.’ કાકાએ તોપના ગોળા જેવો જવાબ આપ્યો.
બીજી વિકેટ પડી ગઇ. ત્યાં વળી ત્રીજાને વાચા ફૂટી, ‘કાકા, તબિયત તો સારી છે ને?’
‘તું ડોકટર છે?’ કાકાનો શોર્ટ પીચ બોલ જેવો શોર્ટ ક્વેશ્ચન. પેલાનાં ડાંડિયા ગૂલ. કમ્પાર્ટમેન્ટમાં સન્નાટો! કાકાના નામનો આતંક છવાઇ ગયો.
બધાં એકબીજાની સામે જોઇને ઇશારા કરી રહ્યા: આવું કેમ? કોઇ માણસ વિના કારણે આટલો કડવો બની શકે ખરો? એ પણ આ ઉમરે? સત્તોતેર કરતાંયે વધુ ઉમરનો લાગતો પુરુષ તો લાગણી ભૂખ્યો બની જાય. એને બદલે આ માણસ કાકો મટીને કરવત કેમ બની ગયો?!!’ ટ્રેન દોડતી રહી. બીજા પ્રવાસીઓ આપસમાં વાતો કરતાં રહ્યા.આખરે પેલા કાકા પણ એમાં જોડાયા. *જીવતો માણસ છેવટે કયાં લગી જડ બનીને બેસી રહી શકે? જેના મૂળ હજી સૂકાયા નથી અને ધરતીમાંથી જીવનરસ ખેંચી રહ્યા છે એવું વૃક્ષ ભલે ને ગમે તેટલું શુષ્ક, ખખડધજ અને પર્ણવિહિન બની જાય પણ આખરે એ ભીતરની ભીનાશને કયાં સુધી છુપાવી શકે? ધીમે-ધીમે એ વૃદ્ધે પોતાની જીવન-મંજૂષાનું ઢાંકણું ઉઘાડી નાખ્યું.*
અનિરુદ્ધભાઇની ઉમર અત્યારે છોંતેર વર્ષની. પણ એક સમયે તે પચીસના હતા. ખૂબ જ સોહામણા હતા. ખંડેર જો આવું આકર્ષક હોય તો ઇમારત કેવી હશે? તેજસ્વી કારકિર્દી અને તીવ્ર બુદ્ધિમતા. સરકારી ઇન્ટરવ્યૂમાં પ્રથમ ધડાકે જ કલાસ વન કક્ષાની નોકરીમાં પસંદ થઇ ગયા. પત્નીનું નામ મંદાકિની.
એ પણ એટલી જ ખૂબસૂરત. લીલાં ઝાડને વળગેલી નમણી વેલ જેવી. ‘કાકા, તમે વાત કરો છો એ સાંભળીનેય અમને તો ઇર્ષા થઇ આવે છે.’ બાજુમાં બેઠેલી એક કોલેજિયન યુવતીએ ટહુકો પુરાવ્યો.
‘ઇર્ષા તો એ વખતે અમને જાણતાં તમામને થઇ આવતી હતી. મુંબઇના એ જમાનાના ‘એલીટ’ સમાજમાં અમારી જોડી ‘અનુ-મંદા’ના નામથી પ્રખ્યાત બની ચૂકી હતી. હું ખૂબ સારું કમાતો હતો અને મારી મંદા બહુ યોગ્ય રીતે નાણાં બચાવી જાણતી હતી. એની કરકસરનો જ એ પ્રતાપ કે પંદર વર્ષના સંસાર પછી અમે વાલકેશ્વર વિસ્તારમાં અમારી માલિકીનો એક સ્વતંત્ર બંગલો ખરીદી શક્યા.’
અનુભાઇની વાત સાંભળીને કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા પ્રવાસીઓમાંથી અડધા તો પોતાની આંગળીઓના વેઢા ગણવા માંડ્યા: આ બંગલો આજે કેટલી કમિંતનો થતો હશે? મુંબઇના સાધારણ વિસ્તારના સામાન્ય ફલેટની કમિંત પણ અત્યારે એકથી દોઢ કરોડ જેટલી થઇ જતી હોય તો વાલકેશ્વર જેવા સુખી, સંસ્કારી અને વૈભવી વિસ્તારમાં સ્વતંત્ર બંગલો એટલે શું કહેવાય?!
*મને ત્રણ જ શોખ હતા*, એક સારું ભોજન જમવાનો અને બીજો સારા કપડાં પહેરવાનો.’ અનુભાઇ બે શોખ આગળ અટકી ગયા. કમ્પાર્ટમેન્ટ કાન ઊચા કરીને સાંભળી રહ્યો હતો. છેવટે એક યુવતીની ધીરજ ખૂટી.એ પૂછી બેઠી, ‘અને ત્રીજો શોખ?’
”તારી કાકીને પ્રેમ કરવાનો!’
અનુભાઇએ એવી રોમેન્ટિક અદામાં આ વાકય ઉચ્ચાર્યું કે એ પોતે જ છોંતેરમાંથી છવ્વીસના થઇ ગયા. પેલી યુવતી વગર પરણ્યે મંદાકિની બની ગઇ. અનુભાઇ અને મંદાબહેનનાં આ ગાઢ પ્રેમના આંબા ઉપર ત્રણ-ત્રણ વરસના અંતરે ત્રણ કેરીઓ બેઠી. એક પછી એક ત્રણ દીકરીઓ જન્મી. ‘કાકા, ત્રણ-ત્રણ દીકરીઓ શા માટે પેદા થવા દીધી? દીકરાની લાલચમાં?’
એક સ્ત્રીએ ટોણો મારતી હોય એમ પૂછ્યું. ‘ના, અમારે મન દીકરો કે દીકરી વચ્ચે કોઇ ભેદભાવ ન હતો અને એ વખતે ‘બે બસ’નો જમાનો પણ ક્યાં હતો? અમે લગ્નની પહેલી રાતથી જ નક્કી કર્યું હતું કે અમારાં ત્રણ બાળકો હશે. એક મંદાને રમવા માટે, બીજું મારે રમવા માટે, અને ત્રીજું એ બેઉને રમવા માટે.’
અનુભાઇની આ ‘ત્રણ’ વાળી થિયરી ડબ્બામાં બધાંને મોજ કરાવી રહી હતી. એવી જ મોજ અનુભાઇને જીવનમાં આવી રહી હતી. ત્રણેય દીકરીઓને એમણે લાડકોડથી ઉછેરી. ખૂબ સારું ભણાવી. સુખી ઘર અને સારો વર શોધીને એક પછી એક ત્રણેયને પરણાવી દીધી.
‘બધું બરાબર ચાલી રહ્યું હતું. જિંદગીની ટ્રેન પૂરપાટવેગે દોડી રહી હતી. ત્યાં જ એને બેવડો અકસ્માત નડી ગયો.’ અનુભાઇના બોલવામાં કંપન ભળી ગયું, ‘હું અઠ્ઠાવન વરસનો થયો ત્યારે વિચાર્યું હતું કે હવે ઘરે બેસીને શાંતિથી મંદાની સાથે નિવૃત્તિભરી જિંદગી માણીશ. પણ અચાનક એ જ વરસે સાવ ટૂંકી માંદગીમાં મારી પત્નીનું અવસાન થયું.
મારી ટ્રેન પાટા પરથી ખડી પડી. હવે મને ભાન થયું કે પત્ની ગઇ તે પહેલો અકસ્માત અને નિવૃત્તિકાળ એ બીજી દુઘર્ટના.’ પ્રેમભૂખ્યો પુરુષ ક્ષણોનું ગણિત ગણતો થઇ ગયો.
ઘડિયાળના કાંટાનો મોહતાજ બની ગયો. મંદાને પ્રેમ કરવો એ એનો શોખ હતો, આદત હતી, વ્યસન હતું. એમાં હાથની સ્વાદિષ્ટ વાનગીઓ જમવી એ બીજી પ્રિય આદત હતી. પત્ની ગઇ એની સાથે જ અનુભાઇના હૃદયમાંથી જીવનરસ ઊડી ગયો.
‘અઠ્ઠાવનમા વરસે તમે વિધુર થયા. અત્યારે તમે છોંતેરના છો. એનો અર્થ એ થયો કે છેલ્લા અઢાર-અઢાર વરસથી તમે આવી રસ વગરની જિંદગી ઢસરડી રહ્યા છો. શું આ જ કારણ છે તમારી જીભ ઉપર આવી ગયેલી કડવાશનું?’ આ પ્રશ્ન પૂછનાર પ્રવાસી એ જ હતો જેણે સફરની શરૂઆતમાં જ અનુકાકાના મોંઢેથી એના પિતાશ્રી સમાણી ગાળ ખાધી હતી.
‘ના, કેરી ગમે તેટલી કહેlવાય, તોયે કડવી તો ન જ થાય! હું મધ જેવો મીઠો માણસ હતો. પોણા ભાગની જિંદગી સુધીમાં ન તો ક્યારેય ઝેર ચાખ્યું હતું, ન કાઢ્યું હતું. મંદાનાં મૃત્યુ પછી પણ દસ-બાર વરસ તો મેં ખેંચી કાઢયા. પૈસાની ખોટ ન હતી.. શરીર ખડતલ હતું. આખો દિવસ સાહિત્ય, સંગીત અને મિત્રોની સોબતમાં પસાર થઇ જતો હતો અને ગમે ત્યારે ગમે તે હોટલમાં જમી લેતો હતો. પણ છેલ્લાં બે-ત્રણ વરસથી શરીર લથડવા માંડ્યું, આંતરડા નબળા પડતાં ચાલ્યા, મિત્રો પણ એક પછી એક બિછડે સભી બારી બારીની જેમ મને એકલો છોડીને રવાના થયા. ત્યારથી મારી કમબખ્તીની શરૂઆત થઇ.’
અચાનક અહીં સુધીની વાત સાંભળ્યા પછી કો’કને યાદ આવ્યું, ‘તમારી દીકરીઓ શું કરે છે? એમાંથી કોઇ તમારી મદદે ન આવી?’
‘કેવી રીતે આવે? પરણીને સાસરે ગયેલી દીકરીઓ પોતાનો સંસાર સંભાળે કે બાપને સાચવવા દોડી આવે? *સૌથી મોટી અને સૌથી નાની દીકરીઓ તો લોકલાજે પણ મને મદદ કરવા માટે ન આવી* વચેટ દીકરી આવીને કરગરી પડી- ‘પપ્પા, તમે મારી સાથે ચાલો. હું તમને પ્રેમથી સાચવીશ.’ મેં બંગલાને તાળું માર્યું. મંદા મરતાં પહેલાં ત્રણ કિલોગ્રામ જેટલું સોનું બચાવતી ગઇ હતી. દીકરીઓને લગ્ન વખતે આપેલા દાગીના તો અલગ. મેં ત્રણ સરખા ભાગ પાડીને એક-એક કિલો સોનું ત્રણેય દીકરીઓને વહેંચી દીધું અને વચલીની સાથે ચાલ્યો ગયો.’ અનુભાઇની જિંદગી હવે ડામરની લીસ્સી સડક ઉપરથી ઉબડખાબડ રસ્તા પર ફંટાઇ રહી હતી.
એકાદ મહિનો તો સારી રીતે પસાર થઇ ગયો, પણ એક દિવસ એ જમાઇને દીકરી સાથે આવો સવાલ પૂછતાં સાંભળી ગયા, તારો બાપ હજુ કયાં સુધી જીવવાનો છે? એ ઝટ મરે તો વાલકેશ્વરનો બંગલો અને લાખો રૂપિયાની ફિકસ ડિપોઝિટ તો આપણા હાથમાં આવે!
*એ જ દિવસે અનુભાઇ દીકરીનું ઘર છોડીને પોતાના બંગલામાં પાછા આવી ગયા.* એક નોકર રાખી લીધો, મકાનની સાફ-સફાઇ માટે. એક બાઇ રાખી લીધી, રસોઇપાણી માટે. બાઇ પાંસઠ વર્ષની, દુખિયારી વિધવા હતી. સવારથી જ એ બંગલામાં આવી જતી. બંને સમદુખિયા જીવ સાથે બેસીને ચા પીતાં. પછી અનુભાઇ લાઇબ્રેરીમાં ઊપડી જતાં. બપોરે પાછા આવીને બંને જણાં ભોજન લેતાં. સાંજની રસોઇ જમાડીને પણ પેલી વૃદ્ધા એનાં ઘરે ચાલી જતી.
‘આ રીતે પણ મારી જિંદગીના અંતિમ વરસો પસાર થઇ ગયા હોત, પણ મારા જમાઇઓને પેટમાં તેલ રેડાયું. એક દિવસ એ ત્રણેય જાલિમો ભેગા થઇને મારા બંગલે આવ્યા, મારી સાથે ઝગડવા લાગ્યા – *તમને શરમ નથી આવતી આ ઉમરે ઘરમાં રખાતને ઘાલતાં? અરે, લાવવી જ હતી તો કોઇ જુવાન બાઇને લાવવી હતી ને! આ ડોશીમાં તમે શું જોઇ ગયા?’*
બસ, મારું દિલ તૂટી ગયું. પેલી બાઇને મેં રવાના કરી દીધી. *બંગલાનું તાળું મારી દીધું. વીલ તૈયાર કરાવી લીધું. હવે આખો દિવસ ને પૂરી રાત દેશભરમાં ભટકતો રહું છું. મારા ઘરે ટપાલ વાંચવા પૂરતોયે જતો નથી. હું ખુદ હવે ટપાલ બની ગયો છું. સરનામા વગરની ટપાલ. બસ, ટ્રેનમાં જમી લઉ છું. ટ્રેનમાં ઊઘી લઉ છું. ક્યારેક આવી જ કોઇક ટ્રેનમાં મરી પણ જઇશ. હું કડવો નહોતો, પણ જિંદગીના અનુભવોને મને કડવો બનાવી મૂક્યો છે.*
ટ્રેન દોડતી હતી, પણ પ્રવાસીઓના મન ક્ષુબ્ધ હતા. આખરે એક યુવાને મૌન તોડયું, ‘કાકા, માફ કરશો. એક નાજુક સવાલ પૂછું છું. તમારા વીલમાં તમે શું લખ્યું છે?’
‘મારી પાસે હજુ પણ વીસેક કરોડની સ્થાવર અને રોકડ સંપત્તિ છે. એમાંથી ફૂટી કોડીયે મારી દીકરીઓને નહીં મળે. મારો દેહ જ્યારે પડે, જ્યાં પડે, ત્યારે જે ભલો ઇન્સાન મને અગ્નિદાહ આપવાનું પુણ્યકાર્ય દાખવશે એ જ મારી તમામ સંપત્તિનો વારસદાર બનશે.’
કાકાની વાત સાંભળીને ડબ્બામાં સન્નાટો પ્રસરી ગયો. ‘
(સત્ય ઘટના)
💐
Month: August 2023
બાનો ફોટોગ્રાફ
અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા
ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા
ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરશી પરે
બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી
‘જરા આ પગ લંબાવો ડોક આમ ટટાર બા’
કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે
સાળુને કોર ને પાલવ શિરે ઓઢેલ ભાગ ત્યાં
ગોઠવ્યાં શોભતી રીતે ફૂલ પુસ્તક પાસમાં
ચહેરા પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
પડદા છાપરા માંહે આમ ને તેમ ગોઠવ્યા
શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી
લઈને જોઈતું ફોકસ પ્લેટ તેમાં ધરી પછી
ઢાંકણું ખોલતાં પહેલાં સૂચના આમ આપતો
અજાણ્યો મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલિયો
‘જોજો બા સ્થિર હ્યાં સામું ક્ષોભ ને શોક વિસ્મરી
ઘરમાં જેમ બેઠાં હો હસતાં સુખડાં સ્મરી
આછેરું હસજો ને બા પાંપણો પલકે નહિ
રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં’
અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો
જૂઠડાં વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો
હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું
જિંદગી જોઈ ના જોખી કોઈએ કદી બા તણી
યૌવને વિધવા પેટે બાળકે કંઈ સાસરે
સાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી
વૈંતરું ઘર આખાનું કરીને દિન ગાળતી
પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી
બાએ ના જિંદગી જોઈ ઘરની ઘોલકી તજી
એને કોઈએ ન સંભાળી સૌને સંભાળતી છતાં
ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યાં
સૌની બેપરવાઈથી દર્દ દુઃસાધ્ય શું થયું
અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઊમટ્યાં
એહના મનને રાજી રાખવા મથતાં બધાં
આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્યભાનથી
પ્રેરાઈને અમે ચાલ્યા દવા બાની કરાવવા
બતાવ્યાં શહેર બાને ત્યાં બંગલા બાગ મ્હેલ કૈં
સિનેમા નાટકો કૈં કૈં ગાડીઘોડે ઘુમાવી ને
અમારા પ્રેમ કે સ્વાર્થ તણા સ્મારક શો અમે
અનિષ્ટો શંકતા ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા
અને ત્યાં નમતા પ્હોરે ફોટોગ્રાફરને તહીં
અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા
પુત્રોથી પતિથી સાસુ સસરાથી અરે બધા
વિશ્વથી સર્વદા સાચ્ચે બિચારી બા ઉપેક્ષિતા
પડા’વા બેઠી ત્યાં ફોટો ફોટોગ્રાફર ત્યાં ઊભો
અજાણ્યો મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો
અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં
બોર શું આંસુ એકેક બાને નેત્રે ઠર્યું તહીં
ચિડાયો ચિત્ર લેનારો ‘બગડી પ્લેટ માહરી’
પ્લેટ શું જિંદગીઓ કૈં બગડી રે હરિ હરિ!
-સુન્દરમ

सच्चा किस्सा,
स्कूटर इंडिया में मेरे एक सहकर्मी थे, मदन मुरारी बंसल (8-10 वर्ष पूर्व उनका स्वर्गवास हो चुका है) जो मथुरा की मांट तहसील के रहने वाले थे, यह किस्सा उन्होंने ही सुनाया था,
बंसल की ससुराल भरतपुर शहर में थी, उनके ससुर जी के कई काम थे, उसमें एक काम कबाड़ खरीदना भी था,
एक बार उन्होंने भरतपुर के राजा के महल से कुछ कबाड़ खरीदा था,
यहां पहले एक बात जान लीजिए कि पहले जमाने में राजा-महाराज सोने की मूर्तियां वनवा कर, उन पर पीतल चढ़ावा कर रखा करते थे,
—
तो बंसल जी के ससुर साहब राजमहल से पीतल का काला पड़ चुका 8-10 किलो का एक हाथी कबाड़ में लेकर आए,
घर में आकर वह हाती उन्होंने बच्चों को खेलने के लिए दे दिया, बच्चे उसे दिन भर घर में इधर-उधर घसीटते रहते थे, 8-10 दिनों में हाथी के पैरों के नीचे की पीतल घिस गई और सोना दिखाई देने लगा,
एक दिन आंगन में बच्चे खेल रहे थे, बंसल जी के ससुर चारपाई पर लेटे थे, तो उनकी नजर हाथी के पैरों पर पड़ी, उन्होंने तुरंत उठकर उस हाथी को देखा और बच्चों से लेकर उसको अपने पास रख लिया,
फिर उन्होंने उस हाथी का सोना बेचकर, एक बहुत बड़ा टेंट हाउस खोला, भगवान की कृपा से वह टेंट हाउस चल निकला और बंसल जी के ससुर भरतपुर के बहुत बड़े टेंट हाउस के मालिक बन गए.
@जैसा स्वर्गीय मित्र मदन मुरारी बंसल ने बताया था.
आज मासीरे आलमगीरी पुस्तक को पढ़कर समाप्त किया। यह पुस्तक साकी मुस्ताद खान ने लिखी थी और इसका अंग्रेजी अनुवाद सर यदुनाथ सरकार ने किया था।
इस पुस्तक में हिंदुओं पर औरंगजेब के अत्याचारों का प्रामाणिक वर्णन है। कैसे औरंगजेब ने जजिया लगाया, मंदिरों को तोड़ने का फरमान दिया, हिंदुओं को जबरन मुसलमान बनाया।
लेखक निष्पक्ष नहीं चाटुकार इतिहासकार है। जहां औरंगजेब की हार हुई। उसे नहीं लिखा। जहां जीत हुई। उसे बढ़ा चढ़ा कर लिखा। लेखक हिंदुओं को काफिर और मुसलमानों को दीन का सेवक लिखता है।
औरंगजेब के एक खास चरित्र का ज्ञात हुआ। हिंदू राजा से लड़ने के लिए राजा को भेजता था ताकि जो भी करे काफिर ही मरें। सत्ता की लड़ाई में किसी एक की पीठ पर हाथ रखकर दोनों को लड़ाता था और उसी राज्य के मंदिर तोड़कर मस्जिद बनाता था।
औरंगज़ेब को मथुरा के जाटों, राजस्थान के दुर्गादास राठोड़, पंजाब के सिखों ने चुनौती दी। मगर सबसे लंबे समय तक शिवाजी, शंभाजी, राजाराम, तारा देवी ने 50 वर्ष तक उसे डक्कन में उलझाएं रखा।
यही दक्कन मुगलियां सल्तनत की गिरावट का कारण बना। हर हिंदू को यह पुस्तक अवश्य पढ़नी चाहिए।
#डॉ_विवेक_आर्य

ગુજરાતી ગૌરવ…..
સવારના સમયે શંખનાદ થયો અને ત્યારબાદ ઘંટારવ ગુંજ્યો, ઘંટારવ ચોતરફ ફેલાતો હતો.સફેદ દાઢી-મૂંછ સફેદ વાળ વાળો પૂજારી ઢળતી ઉંમરે રામજી ની આરતી ઉતારતો નજરે પડતો હતો.સવારનો સમય હોવાથી ખાસ મેદની ઉમટી ન હતી.ગણ્યાગાંઠ્યા લોકો જે છાશ દૂધ લેવા નીકળ્યા હોય કે પોતાના કામે કે પછી નિત્યકર્મ પતાવવા-તેઓ જતા આવતા રામજી ને માથું નમાવ્યે જતા હતા.
પૂજારીનો નિત્યક્રમ આમને આમ વર્ષોથી જળવાઈ રહ્યો હતો.કોઈ દયાળુ માનવી ક્યારેક તાજી વિયાયેલી ગાય-ભેંસના દૂધ ચડાવતા તો કોઈ પેંડા બનાવીને પ્રસાદ ધરતાં.દરિયાકાંઠે વસેલું નાળિયેરી થી ભરેલું ગામ હોવાથી શ્રીફળની કોઈ ખેંચ ન હતી.એક તો દરિયાકાંઠે વસેલું ગામ અને રામજી પ્રભુ પણ એ દરિયાકાંઠે જ વસવાટ કરવા ટેવાયેલા હોય એમ મંદિરમાં શોભાયમાન હતા.
રોજ બરોજની જેમ આજે પૂજારી સંધ્યા સમયે આરતી કરતા હતા.ગામના વૃદ્ધોની પણ આજ હાજરી હતી. અચાનક એક વાનર આવી ઘંટનાદ કરવા લાગ્યો. સૌના કુતૂહલ વચ્ચે એણે આકર્ષણ જમાવ્યું હતું.પૂજારી નો ચહેરો આજે વર્ષો પછી ફરી ગરમાયો હોય એવો લાગતો હતો. સાથે કંઈક ગભરાહટ પણ હતી.સ્વગત બબડયો – જૂનો પૂજારી આવ્યો કે શું?”.
પૂજારીને આંખો સામે જુના સંસ્મરણો તાજા થવા લાગ્યા-વર્ષો પહેલા અહીં જ એક ઘટાટોપ ઝાડ હતું.તેની નીચે મૂર્તિ જેવા આકાર નો દેખાતો એક પથ્થર ખોડી દેવાયો હતો અને પુજારી દ્વારા પાળેલા એક પઢાવેલ વાનર વડે રોજ એ પથ્થરની પૂજા થતી હતી.લોકવાયકા એવી હતી કે-“જંગલમાંથી વાનર આવી રામજીની પૂજા-આરતી કરે છે અને પાછો જંગલમાં જતો રહે છે ” -આવી અંધશ્રદ્ધા પાછળ દાનનો પૈસા રૂપી ધોધ વહેતો.
વર્ષો પહેલા ભૂલાયેલુ સ્મરણ ગામલોકો માટે સુખદ તેમજ પૂજારી માટે દુઃખદ ઘટના સ્વરૂપે તાજુ થઈ રહ્યું હતું.
વાનર જાણે પૂજારીને કહેતો હતો – “રામજીએ ખરી કૃપા તારા પર નહીં પરંતુ મારા પર કરી છે.” – જોરથી ઘંટનાદ કરીને પાછો વાનર જંગલ ભણી ચાલ્યો ગયો
– સ્વલિખિત
ચેતન નકરાની
એક ભૂડીયો અમેરીકન વહેપારી હતો.
ભૂડીયા અમેરીકન વહેપારીને *પચ્ચીસ લાખ* કરચલા જોઈતા હતા,ભૂડીયો અમેરીકન વહેપારી *પચ્ચીસ લાખ કરચલા* લેવા ભારત આવ્યો,ભારતમાં આવ્યા પછી એ અલગ અલગ બવ બઘા ભારતીય વહેપારીને મલ્યો,અંતમાં એ અમેરીકન ભૂડીયા વહેપારીએ એક ગુજરાતી વહેપારીને કોન્ટ્રાકટ આપ્યો,
૭ દીવસની અંદર ગુજરાતી વહેપારીએ *પચ્ચીસ લાખ કરચલા* દરીયામાંથી પકડી લીધા,
હવે એ બધા જીવતા કરચલા અમેરીકા જહાજમા મોકલવાના હતા,
ગુજરાતી વહેપારીએ એક જહાજ ભાડે કરયુ,મુંબઈના દરીયા કીનારે જહાજ આવી ગયુ
જહાજમાં ૨૫૦ કંન્ટેનર ગોઠવી દેવામાં આવ્યા,એક કંન્ટેનરમાં દસ હજાર કરચલા ભરવામાં આવ્યા,
ગુજરાતી વેહપારી એ જહાજ ભાડે કરયુ,૨૫૦ નવા કંન્ટેનર બનાવ્યા હતા,પરંતુ એક પણ કંન્ટેનરનુ ઢાંકણ નોતુ બનાવ્યુ,ગુજરાતી વહેપારીએ ૨૫૦ ઢાંકણાં બનાવાના પૈસા બચાવ્યા હતા,
નીયત સમય મુજબ આ ૨૫૦ કન્ટેનર ભરેલુ જહાજ મુંબઈ બંદરથી અમેરીકા જવા રવાના થવાનુ હતુ,
જહાજ રવાના થાય એ પહેલા
અમેરીકન ભૂડીયો વહેપારી બંદર પર જહાજ જોવા આવી પહોચ્યો
જહાજમાં કંન્ટેનરમાં ભરેલા કરચલા જોઈને એ ભૂડીયો વહેપારી લાલ-ચોળ ગુસ્સાથી આગ બબૂલો થઈ ગયો
ભૂડીયો વહેપારી ગુજરાતી વહેપારી પર ગુસ્સાથી બોલ્યો કે તને ભાન-બાન પડે છે કે નહી,તારામાં અકક્લ-બક્કલ છે કે નહી
આ કરચલા મારે અમેરીકા લઈ જવાના છે,આ એકપણ કંન્ટેનરમાં ઢાંકણુતો નથી
આ બધા કરચલા અમેરીકા કેવી રીતે જશે,એક એક કરતા કૂદકો મારીને દરીયામાં પાછા પડી જશે અને અમેરીકા આવતા આવતા ૨૫૦ એ ૨૫૦ એટલે કે આ બધા કંન્ટેનર ખાલી થઈ જશે અને બધાજ કરચલા કૂદકા મારી-મારીને દરીયા પડી જશે
અમેરીકન ભૂડીયા વહેપારીની ગુસ્સામાં કરેલી રજૂઆત ગુજરાતી વહેપારીએ શાંતીથી સાંભડી
આખી વાત સાંભળયા પછી ગુજરાતી વહેપારી ખડખડાટ હસવા લાગ્યો,એ હસતો જ રહયો,
પછી ગુજરાતી વહેપારીએ એક પ્રેકટીકલ કરી બતાવ્યો
પ્રેકટીકલ કરી બતાવ્યા પછી ગુજરાતી વહેપારી એ વચન આપ્યુ કે જુવો પચ્ચીસ લાખ કરચલામાંથી તમારુ એક પણ કરચલુ ઓછુ થાયતો હુ તમારી પાસેથી પૈસા નહી લવ
ગુજરાતી વહેપારીનો પ્રેકટીકલ અને વાત સાંભલી ભૂડીયો વેપારી ગદ ગદ થઈ ગયો ખુશ થઈ ગયો અને જહાજ લઈને અમેરીકા રવાના થયો
અમેરીકા પહોચી ગયો,
પચ્ચીસ લાખ કરચલા પણ અમેરીકા પહોચી ગયા,
હવે કરાર મૂજબ પૈસા ચૂકવવાનો સમય થયો,એ ભૂડીયા વહેપારીએ નિયત રકમ કરતા દસ લાખ રૂપીયા વધુ ગુજરાતી વહેપારીને આપ્યા
દસ લાખ રૂપીયા કેમ વધુ આપ્યા એનુ કારણ એ છે કે એને આજે ગુજરાતી વહેપારીએ *સમાજ અને સંગઠનની શીખ આપી હતી*
*પ્રેકટીકલ શુ હતો -*
*જો એક કરચલો કંન્ટેનરની બહાર નીકળવાનો પ્રયત્ન કરશેતો નીચે નવ હજાર નવસો નવાણ્ણુ કરચલા એના પગ પકડી લેશે અને એ કરચલાને કંન્ટેનરમાંથી બહાર નીકળવા નહી દે*
*****************************
*સમાજ અને સંગઠન*
*સમાજને ઉપયોગી બનો*
*સમાજનુ કામ કરતા વડીલોને સાથ સહકાર આપો*
*સમાજનુ નિસ્વાર્થ ભાવે કામ કરતા વડીલોને માન સન્માન આપો*
🚩चित्तौड़गढ की रानी द्वारा हुमायूं को राखी भेजने की कथा का तथ्यात्मक विश्लेषण #इतिहास_के_झूठ
गर्म रक्त चमड़ी की गन्ध याद रखना हिंदुओं 🔥⚔️
🔸राखी का ऐतिहासिक झूठ-सन 1535 दिल्ली का शासक है बाबर का बेटा हुमायूँ
…. उसके सामने देश में दो सबसे बड़ी चुनौतियां हैं , पहला अफगान शेर खाँ और दूसरा गुजरात का शासक बहादुरशाह …. पर तीन वर्ष पूर्व सन 1532 में चुनार दुर्ग पर घेरा डालने के समय शेर खाँ ने हुमायूँ का अधिपत्य स्वीकार कर लिया है और अपने बेटे को एक सेना के साथ उसकी सेवा में दे चुका है।
अफीम का नशेड़ी हुमायूँ शेर खाँ की ओर से निश्चिन्त है , हाँ पश्चिम से बहादुर शाह का बढ़ता दबाव उसे कभी कभी विचलित करता है।
हुमायूँ के व्यक्तित्व का सबसे बड़ा दोष है कि वह घोर नशेड़ी है। इसी नशे के कारण ही वह पिछले तीन वर्षों से दिल्ली में ही पड़ा हुआ है, और उधर बहादुर शाह अपनी शक्ति बढ़ाता जा रहा है। वह मालवा को जीत चुका है और मेवाड़ भी उसके अधीन है। पर अब दरबारी अमीर, सामन्त और उलेमा हुमायूँ को चैन से बैठने नहीं दे रहे। बहादुर शाह की बढ़ती शक्ति से सब भयभीत हैं। आखिर हुमायूँ उठता है और मालवा की ओर बढ़ता है।
इस समय बहादुरशाह चित्तौड़ दुर्ग पर घेरा डाले हुए है। चित्तौड़ में किशोर राणा विक्रमादित्य के नाम पर राजमाता कर्णावती शासन कर रहीं हैं। उनके लिए यह विकट घड़ी है। सात वर्ष पूर्व खनुआ के युद्ध मे महाराणा सांगा के साथ अनेक योद्धा सरदार वीरगति प्राप्त कर चुके हैं। रानी के पास कुछ है, तो विक्रमादित्य और उदयसिंह के रुप में दो अबोध बालक, और एक राजपूतनी का अदम्य साहस। सैन्य बल में चित्तौड़ बहादुर शाह के समक्ष खड़ा भी नहीं हो सकता, पर साहसी राजपूतों ने बहादुर शाह के समक्ष शीश झुकाने से इनकार कर दिया है।
इधर बहादुर शाह से उलझने को निकला हुमायूँ अब चित्तौड़ की ओर मुड़ गया है। अभी वह सारंगपुर में है तभी उसे बहादुर शाह का सन्देश मिलता है जिसमें उसने लिखा है, “चित्तौड़ के विरुद्ध मेरा यह अभियान विशुद्ध जेहाद है। जबतक मैं काफिरों के विरुद्ध जेहाद पर हूँ तबतक मुझपर हमला गैर-इस्लामिल है। अतः हुमायूँ को चाहिए कि वह अपना अभियान रोक दे।”
हुमायूँ का बहादुर शाह से कितना भी बैर हो पर दोनों का मजहब एक है, सो हुमायूँ ने बहादुर शाह के जेहाद का समर्थन किया है। अब वह सारंगपुर में ही डेरा जमा के बैठ गया है, आगे नहीं बढ़ रहा।
इधर चित्तौड़ राजमाता ने कुछ राजपूत नरेशों से सहायता मांगी है। पड़ोसी राजपूत नरेश सहायता के लिए आगे आये हैं, पर वे जानते हैं कि बहादुरशाह को हराना अब सम्भव नहीं। पराजय निश्चित है सो सबसे आवश्यक है चित्तौड़ के भविष्य को सुरक्षित करना। और इसी लिए रात के अंधेरे में बालक युवराज उदयसिंह को पन्ना धाय के साथ गुप्त मार्ग से निकाल कर बूंदी पहुँचा दिया जाता है।
अब राजपूतों के पास एकमात्र विकल्प है वह युद्ध, जो पूरे विश्व में केवल वही करते हैं। शाका और जौहर……
आठ मार्च 1535, राजपूतों ने अपना अद्भुत जौहर दिखाने की ठान ली है। सूर्योदय के साथ किले का द्वार खुलता है। पूरी राजपूत सेना माथे पर केसरिया पगड़ी बांधे निकली है। आज सूर्य भी रुक कर उनका शौर्य देखना चाहता है, आज हवाएं उन अतुल्य स्वाभिमानी योद्धाओं के चरण छूना चाहती हैं, आज धरा अपने वीर पुत्रों को कलेजे से लिपटा लेना चाहती है, आज इतिहास स्वयं पर गर्व करना चाहता है, आज भारत स्वयं के भारत होने पर गर्व करना चाहता है।
इधर मृत्यु का आलिंगन करने निकले वीर राजपूत बहादुरशाह की सेना पर विद्युतगति से तलवार भाँज रहे हैं, और उधर किले के अंदर महारानी कर्णावती के पीछे असंख्य देवियाँ मुह में गंगाजल और तुलसी पत्र लिए अग्निकुंड में समा रही हैं। यह जौहर है। वह जौहर जो केवल राजपूत देवियाँ जानती हैं। वह जौहर जिसके कारण भारत अब भी भारत है।
किले के बाहर गर्म रक्त की गंध फैल गयी है, और किले के अंदर अग्नि में समाहित होती क्षत्राणियों की देहों की….!
पूरा वायुमंडल बसा उठा है और घृणा से नाक सिकोड़ कर खड़ी प्रकृति जैसे चीख कर कह रही है- “भारत की आने वाली पीढ़ियों! इस दिन को याद रखना, और याद रखना इस गन्ध को। जीवित जलती अपनी माताओं के देह की गंध जबतक तुम्हें याद रहेगी, तुम्हारी सभ्यता जियेगी। जिस दिन यह गन्ध भूल जाओगे तुम्हें फारस होने में दस वर्ष भी नहीं लगेंगे…”
दो घण्टे तक चले युद्ध में स्वयं से चार गुने शत्रुओं को मार कर राजपूतों ने वीरगति पा ली है, और अंदर किले में असंख्य देवियों ने अपनी राख से भारत के मस्तक पर स्वाभिमान का टीका लगाया है। युद्ध समाप्त हो चुका। राजपूतों ने अपनी सभ्यता दिखा दी, अब बहादुरशाह अपनी सभ्यता दिखायेगा।
अगले तीन दिन तक बहादुर शाह की सेना चित्तौड़ दुर्ग को लुटती रही। किले के अंदर असैनिक कार्य करने वाले लुहार, कुम्हार, पशुपालक, व्यवसायी इत्यादि पकड़ पकड़ कर काटे गए। उनकी स्त्रियों को लूटा गया। उनके बच्चों को भाले की नोक पर टांग कर खेल खेला गया। चित्तौड़ को तहस नहस कर दिया गया।
और उधर सारंगपुर में बैठा बाबर का बेटा हुमायूँ इस जेहाद को चुपचाप देखता रहा, खुश होता रहा।
युग बीत गए पर भारत की धरती राजमाता कर्णावती के जलते शरीर की गंध नहीं भूली। फिर कुछ गद्दारों ने इस गन्ध को भुलाने के लिए कथा गढ़ी- “राजमाता कर्णावती ने हुमायूँ के पास राखी भेज कर सहायता मांगी थी।”
❤️🔥अपने स्वाभिमान की रक्षा के लिए मुँह में तुलसी दल ले कर अग्निकुंड में उतर जाने वाली देवियाँ अपने पति के हत्यारे के बेटे से सहायता नहीं मांगती पार्थ⚔️🚩
राखी की इस झूठी कथा के षड्यंत्र में कभी मत फंसना
#इतिहास_के_मिथ्क ✍️
बात उस समय की है जब जापान में दो राज्यों के बीच युद्ध चल रहा था। युद्ध अपने चरम पर था। आने वाला कल युद्ध का आखिरी दिन था। ऐसे कठिन समय में जापान के एक राज्य के सेनापति ने अपनी सेना के समस्त सरदारों के साथ बैठक की। बैठक में पक्ष और विपक्ष की शक्ति को लेकर चर्चा हुई।
शत्रु की सेना संख्या, हथियार और अपनी क्षमता सहित हर तरह से उन पर हावी थी। बैठक करने वाले राज्य के सरदारों का आत्मविश्वास डगमगाने लगा। लेकिन सेनापति पीछे नहीं हटना चाहता था। तब उसने सैनिकों से कहा, ‘निर्णय सुबह होगा।’
सुबह हुई, सेना चलते-चलते मंदिर के सामने रुकी। सेनापति पूजा के लिए मंदिर में चला गया। थोड़ी देर बाद वह मंदिर से वापिस निकला और उसने सैनिकों से कहा, मेरे पास अभिमंत्रित किया हुआ सिक्का है। यह हमें बताएगा कि युद्ध लड़ना है या पीछे हटना है। इसके बाद उसने सिक्के को आसमान में उछाला। सिक्का उछालने के पहले उसने कहा था कि अगर चित्त आता है तो विजय होगी और पट आता है तो पराजय।
सिक्का जमीन पर गिरा। लोगों में खुशी की लहर दौड़ गई। क्योकि सिक्का चित्त की तरफ से गिरा था। सैनिकों का आत्मविश्वास फिर से जाग गया। युद्ध के मैदान में जब दोनों सेनाएं आमने-सामने थी तो आत्मविश्वास से भरी सेना ने जमकर युद्ध किया। हुआ यूं कि उन्होंने अपने से ज्यादा भारी सेना के लोगों को हरा दिया।
युद्ध समाप्त हो चुका था। विजयी सेना के सरदार ने दूसरे सरदार से कहा, ‘हमें तो जीतना ही था।’ यह सुनकर सेनापति ने सरदार को अपने पास बुलाया और वह अभिमंत्रित सिक्का दिखाया। उस सिक्के के दोनों तरफ चित्त बना हुआ था।
कठिन परिस्थितियों में जो अभिमंत्रित सिक्का हमें सफलता दिलाता है, वही आत्मविश्वास है। यदि विश्वास दृढ़ हो कि यह कार्य करना है तो सैकड़ों बाधाओं को पार करके भी हम उसमें सफल हो जाएंगे।
जीत का मनोविज्ञान आत्मविश्वास में निहित है। इसलिए कहा भी गया है कि, ‘मन के हारे हार है मन के जीते जीत।

#भागीरथ
वर्ष 1899-1900 में राजस्थान में एक बदनाम अकाल पड़ा था ….
विक्रम संवत १९५६ (1956) में ये अकाल पड़ने के कारण राजस्थान में इसे छप्पनिया-काळ कहा जाता है ….
एक अनुमान के मुताबिक इस अकाल से राजस्थान में लगभग पौने-दो करोड़ लोगों की मृत्यु हो गयी थी …. पशु पक्षियों की तो कोई गिनती नहीं है …. लोगों ने खेजड़ी के वृक्ष की छाल खा-खा के इस अकाल में जीवनयापन किया था ….
यही कारण है कि राजस्थान के लोग अपनी बहियों (मारवाड़ी अथवा महाजनी बही-खातों) में पृष्ठ संख्या 56 को रिक्त छोड़ते हैं …. छप्पनिया-काळ की विभीषिका व तबाही के कारण राजस्थान में 56 की संख्या अशुभ मानी है ….
इस दौर में बीकानेर रियासत के यशस्वी महाराजा थे …. गंगासिंह जी राठौड़ …. (बीका राठौड़ अथवा बीकानेर रियासत के संस्थापक राव बीका के वंशज) ….
अपने राज्य की प्रजा को अन्न व जल से तड़फ-तड़फ के मरता देख गंगासिंह जी का हृदय द्रवित हो उठा ….
गंगासिंह जी ने सोचा क्यों ना बीकानेर से पँजाब तक नहर बनवा के सतलुज से रेगिस्तान में पानी लाया जाए ताकि मेरी प्रजा को किसानों को अकाल से राहत मिले ….
नहर निर्माण के लिए गंगासिंह जी ने एक अंग्रेज इंजीनियर आर जी कनेडी (पँजाब के तत्कालीन चीफ इंजीनियर) ने वर्ष 1906 में इस सतलुज-वैली प्रोजेक्ट की रूपरेखा तैयार की ….
लेकिन ….
बीकानेर से पँजाब व बीच की देशी रियासतों ने अपने हिस्से का जल व नहर के लिए जमीन देने से मना कर दिया …. नहर निर्माण में रही-सही कसर कानूनी अड़चनें डाल के अंग्रेजों ने पूरी कर दी ….
महाराजा गंगासिंह जी ने परिस्थितियों से हार नहीं मानी और इस नहर निर्माण के लिए अंग्रेजों से एक लंबी कानूनी लड़ाई लड़ी और जीती भी ….
बहावलपुर (वर्तमान पाकिस्तान) रियासत ने तो अपने हिस्से का पानी व अपनी ज़मीन देने से एकदम मना कर दिया ….
महाराजा गंगासिंह जी ने जब कानूनी लड़ाई जीती तो वर्ष 1912 में पँजाब के तत्कालीन गवर्नर सर डैंजिल इबटसन की पहल पर दुबारा कैनाल योजना बनी ….
लेकिन ….
किस्मत एक वार फिर दगा दे गई …. इसी दरमियान प्रथम विश्वयुद्ध शुरू हो चुका था ….
4 सितम्बर 1920 को बीकानेर बहावलपुर व पँजाब रियासतों में ऐतिहासिक सतलुज घाटी प्रोजेक्ट समझौता हुआ ….
महाराजा गंगासिंह जी ने 1921 में गंगनहर की नींव रखी ….
26 अक्टूम्बर 1927 को गंगनहर का निर्माण पूरा हुआ ….
हुसैनवाला से शिवपुरी तक 129 किलोमीटर लंबी ये उस वक़्त दुनिया की सबसे लंबी नहर थी ….
गंगनहर के निर्माण में उस वक़्त कुल 8 करोड़ रुपये खर्च हुए ….
गंगनहर से वर्तमान में 30 लाख हेक्टेयर भूमि की सिंचाई होती है ….
इतना ही नहीं ….
वर्ष 1922 में महाराजा गंगासिंह जी ने बीकानेर में हाई-कोर्ट की स्थापना की …. इस उच्च-न्यायालय में 1 मुख्य न्यायाधीश के अलावा 2 अन्य न्यायाधीशों की नियुक्ति भी की ….
इस प्रकार बीकानेर देश में हाई-कोर्ट की स्थापना करने वाली प्रथम रियासत बनी ….
वर्ष 1913 में महाराजा गंगासिंह जी ने चुनी हुई जनप्रतिनिधि सभा का गठन किया ….
महाराजा गंगासिंह जी ने बीकानेर रियासत के कर्मचारियों के लिए एंडोमेंट एश्योरेंस स्कीम व जीवन बीमा योजना लागू की ….
महाराजा गंगासिंह जी ने निजी बैंकों की सुविधाएं आम नागरिकों को भी मुहैय्या करवाई ….
महाराजा गंगासिंह जी ने बाल-विवाह रोकने के लिए शारदा एक्ट कड़ाई से लागू किया ….
महाराजा गंगासिंह जी ने बीकानेर शहर के परकोटे के बाहर गंगाशहर नगर की स्थापना की ….
बीकानेर रियासत की इष्टदेवी मां करणी में गंगासिंह जी की अपने पूर्व शासकों की भांति अपार आस्था थी …. इन्होंने देशनोक धाम में मां करणी के मंदिर का जीणोद्धार भी करवाया ….
महाराजा गंगासिंह जी की सेना में गंगा-रिसाला नाम से ऊंटों का बेड़ा भी था …. इसी गंगा-रिसाला ऊंटों के बेड़े के साथ महाराजा गंगासिंह जी ने प्रथम व द्वितीय विश्वयुद्ध में अदम्य साहस शौर्य वीरता से युद्ध लड़े …. इन्हें ब्रिटिश हुकूमत द्वारा उस वक़्त सर्वोच्च सैन्य-सम्मान से भी नवाजा गया ….
गंगासिंह जी के ऊंटों का बेड़ा गंगा-रिसाला आज सीमा सुरक्षा बल (बीएसएफ) की शान है …. व देश सेवा में गंगा-रिसाला हर वक़्त मुस्तैद है ….
(प्रस्तुत चित्र में महाराजा गंगासिंह जी के पास उनकी पौत्री बीकानेर की राजकुमारी राजश्री खड़ी है …. महाराजा गंगासिंह जी की गोद मे उनके पौत्र कुंवर करणीसिंह जी है) …. (बाद में महाराजा करणीसिंह …. निशानेबाजी में भारत के प्रथम अर्जुन पुरस्कार विजेता) ….
(वर्तमान में करणीसिंह जी की पौत्री व बीकानेर राजकुमारी सिद्धि कुमारी जी (सिद्धि बाईसा) बीकानेर से भाजपा विधायक है) ….
कहते हैं मां गंगा को धरती पे राजा भागीरथ लाये थे इसलिए गंगा नदी को भागीरथी भी कहा जाता है ….
21 वर्षों के लंबे संघर्ष और कानूनी लड़ाई के बाद महाराजा गंगासिंह जी ने अकाल से झूंझती बीकानेर/राजस्थान की जनता के लिए गंगनहर के रूप रेगिस्तान में जल गंगा बहा दी थी ….
गंगनहर को रेगिस्तान की भागीरथी कहा जाता है ….
इसलिए ….
महाराजा गंगासिंह जी को मैं कलयुग का भागीरथ कहूँ तो इसमें अतिशयोक्ति नहीं होगी !!!! ….

आजादी की ‘गुमनाम’ सिपाही कल्पना दत्त की कहानी।
लड़के के भेष में अग्रेजों से सीधे लड़ने वाली जांबाज महिला ‘क्रांतिकारी’
आज उनकी बहादुरी पर देशवासियों को फख्र है।
इस देश को अंग्रेजों की गुलामी से आजाद कराने के लिए हर वर्ग और समुदाय के लोगों ने कुर्बानी दी. पुरुषों के साथ महिलाओं ने भी बड़ी तादाद में ब्रिटिश साम्राज्य को चुनौति दी, लेकिन उनमें कई ऐसी गुमनाम आजादी की सिपाही हैं जिनकी शायद ही कोई चर्चा होती है. उन्हीं में एक नाम है ‘वीर महिला’ का ख़िताब पाने वाली कल्पना दत्त का, जिन्होंने भारत की आजादी में भेष बदलकर अंग्रेजों का डटकर मुकाबला किया।
14 की उम्र में कल्पना दत्त ने दिया था इंकलाबी भाषण
कल्पना दत्त का जन्म 27 जुलाई 1913 को चिट्टगौंग के श्रीपुर गांव में हुआ. ये जगह अब बांग्लादेश का हिस्सा है. यह वही दौर था जब अंग्रेजों से देश को आजाद कराने के लिए मुहिम तेज हो रही थी. गुलामी की फिजाओं में कल्पना दत्त बड़ी होती रहीं. चिट्टगौंग/चटगांव से ही प्रारंभिक शिक्षा हासिल की. उनके अंदर भी देश को आजाद कराने की ललक उठने लगी।
इतिहासकारों के मुताबिक, कल्पना महज़ 14 वर्ष की थीं जब उन्हें चटगांव के विद्यार्थी सम्मेलन में भाषण देने का मौक़ा मिला. उनके इंकलाबी भाषण ने लोगों को कल्पना की निडरता और गुलामी के प्रति सोच का एहसास कराया. कल्पना ने अपने भाषण में कहा था, ‘अगर दुनिया में हमें गर्व से सिर ऊंचा करके जीना है तो माथे से गुलामी का कलंक मिटाना होगा. साथियों, अंग्रेजों के चंगुल से आजादी पाने के लिए शक्ति का संचय करो. क्रांतिकारियों का साथ दो. ब्रिटिशर्स से लड़ो.’।
पढ़ाई के दौरान ही आजादी की लड़ाई में कूद पड़ीं
साल 1929 में हाईस्कूल की परीक्षा पास कर कलकत्ता का रुख किया. यहां बेथ्यून कॉलेज में एडमीशन ले लिया. स्नातक की पढ़ाई के दौरान कल्पना क्रांतिकारियों के बारे में भी पढ़ती रहीं. वो उनसे बहुत अधिक प्रभावित हुईं. वह समय निकालकर तैराकी सीखती थीं और व्यायाम भी करती थीं. ताकि अंग्रेजों से लोहा लेने के लिए शरीर को मजबूत बनाया जा सके. यह वही समय था जब उनके चाचा आजादी के आंदोलनों में हिस्सा ले रहे थे।
आगे वो छात्र संघ से जुड़ से गईं. जहां उनकी मुलाकात बीना दास और प्रीतिलता वड्डेदार जैसी मशहूर क्रांतिकारियों से हुई. जो आजादी के लिए सक्रिय भूमिका निभा रही थीं. 18 अप्रैल 1930 को क्रांतिकारियों ने ‘चटगांव शस्त्रागार लूट’ को अंजाम दिया. जिसके बाद कल्पना कोलकाता से वापस अपने गांव चटगांव आ गईं. वो स्वतंत्रता सेनानी सूर्य सेन के संपर्क में थीं, जिन्हें क्रांतिकारी मास्टर दा के नाम से पुकारते थे।
कल्पना दत्त उनके ‘इंडियन रिपब्लिकन आर्मी’ में शामिल हो गई थीं. अंग्रेजों के खिलाफ मोर्चा खोल दिया. चटगांव लूट के बाद कई क्रांतिकारियों को गिरफ्तार किया गया. कल्पना भी अंग्रेजों की निगाहों में चढ़ गई थीं।
लड़के के भेष में बम धमाका करने की बनाई योजना
संगठन के कई क्रांतिकारी गिरफ्तार कर लिए गए थे. कल्पना क्रांतिकारियों को गोला बारूद पहुंचाने का काम करती रहीं. इसके साथ ही उन्होंने अपने साथियों के संग निशाना लगाना सीखा. बंदूक चलाने में निपुण हो गईं. कई बार सूर्य सेन और बाकी क्रांतिकारियों के साथ अग्रेजों का डटकर मुकाबला किया.।
आगे गिरफ्तार साथियों को जेल से रिहा कराने के लिए अदालत को बम से उड़ाने की योजना बनाई. जिसमें कल्पना दत्त के साथ उनकी साथी प्रीतिलता जैसी महिला क्रांतिकारी भी शामिल थीं।
सितंबर 1931 को कल्पना ने अपने साथियों के साथ हमला करने की एक तारीख मुकर्रर की. इसके लिए उन्होंने अपना भेष बदला. रिपोर्ट्स के मुताबिक, कल्पना ने लड़के के वेशभूषा में इस योजना को अंजाम देने वाली थीं. लेकिन कहीं से इसकी सूचना अंग्रेजों को हो गई. उन्होंने इससे पहले ही कल्पना को गिरफ्तार कर लिया. लेकिन सबूत ना मिलने की बुनियाद पर उन्हें रिहा कर दिया गया।
अंग्रेजों को कई बार चकमा देकर भागने में कामयाब रहीं
ब्रिटिश सरकार की नजरों में कल्पना आ चुकी थीं. उन्हें रिहा तो कर दिया गया था. लेकिन उन पर ब्रिटिश प्रशासन की पैनी नजर थी. उनके घर पर पुलिस का पहरा लगा दिया गया. कल्पना वेश बदलने और पुलिस को चकमा देने में माहिर थीं. वो घर से भागने में कामयाब रहीं और सूर्य सेन से जाकर मिलीं. अगले दो साल तक छिपकर अंग्रेजों से लोहा लेती रहीं. दो सालों के बाद अंग्रेजों को सूर्यसेन के ठिकाने का पता लग गया. 16 फरवरी 1933 को पुलिस ने सूर्यसेन को गिरफ्तार कर लिया लेकिन कल्पना अपने कुछ साथियों के साथ फिर से अंग्रेजों को चकमा देने में कामयाब रहीं और भाग गईं।
कल्पना अग्रेजों के साथ कई मुठभेड़ के दौरान भागने में कामयाब रही थीं. लेकिन मई 1933 को कल्पना और अग्रेज़ीं सेना का आमना सामना हुआ. कल्पना चारों ओर से घिर चुकी थीं. वो आसानी से खुद को हवाले नहीं करना चाहती थीं. कुछ देर की मुठभेड़ के बाद उन्हें हाथियार डालना पड़ा. उनकी मुलाकात मिदनापुर जेल में महात्मा गांधी से भी हुई. उन्होंने अपनी पुस्तक ‘चटगांव शस्त्रागार हमला’ में इस बात का जिक्र किया है. ‘जेल में मुझसे गांधी मिलने आए. वे मेरी क्रांतिकारी गतिविधियों से नाराज थे. लेकिन उन्होंने कहा कि मैं फिर भी तुम्हारी रिहाई की कोशिश करूंगा.”।
जेल से रिहा होकर सियासत में रखा कदम
1939 में कल्पना जेल से रिहा हो गईं. वो अपनी आगे की पढ़ाई पूरी की. इसके बाद सियासत में कदम रखा. वो भारतीय कम्युनिस्ट पार्टी से जुड़ गईं. जेल में रहते हुए उनकी कई कम्युनिस्ट नेताओं से मुलाकात हुई थी. उन्होंने मार्क्सवादी विचारों को भी काफी पढ़ा था. वो उनके विचारों से काफी प्रभावित हुई थीं. 1943 को पार्टी के महासचिव पूरन चंद जोशी के साथ शादी कर ली. आगे 1943 में ही बंगाल के विधानसभा चुनाव में पार्टी ने कल्पना को अपना उम्मीदवार बनाया. वो चुनाव जीतने में असफल रहीं।
कल्पना दत्त को मिला ‘वीर महिला’ का ख़िताब
आगे कुछ मतभेदों के चलते इनके पति और इन्होने पार्टी से इस्तीफ़ा दे दिया. कल्पना ने चटगांव लूट पर आधारित अपनी आत्मकथा भी लिखी. वो बंगाल से दिल्ली आ गईं. साल 1979 में कल्पना दत्त की बहादुरी और आजादी में दिए गए योगदान को देखते हुए ‘वीर महिला’ के ख़िताब से सम्मानित किया गया.
8 फरवरी 1995 में इस दुनिया से अलविदा कह दिया. देश ने एक जांबाज महिला को खो दिया था. कल्पना पर एक किताब ‘डू एंड डाई:चटगाम विद्रोह; लिखी गई. इनके ऊपर बॉलीवुड में ‘खेलेंगे हम जी जान से’ के नाम से फिल्म भी बनी जिसमें अभिनेत्री दीपिका पादुकोण ने इनका किरदार निभाया था. वहीं अभिषेक बच्चन भी मुख्य किरदार में थे।
तो ये थी उस आजादी की सिपाही कल्पना दत्त की कहानी, जिसने बड़ी बहादुरी और निडरता के साथ अंग्रेजों से मुकाबला किया. देश के लिए जेल भी गईं. आज उनकी बहादुरी पर देशवासियों को फख्र है।
