એક ૯૪ વષઁના વુધ્ધ ભાડુ ન આપવાના કારણે મકાન માલીકે ઘરની બહાર કાઢી મુક્યા .વુધ્ધ પાસે એક સુવાનું બિસ્તર , થોડા એલ્યુમીનયમના વાસણ , એક નાની ડોલ આનાથી વધારે લગભગ સામાન નહોતો.વુધ્ધે મકાનમાલિકને ભાડા માટે થોડા દિવસનો સમય માંગ્યો .પાડોસીને પણ વુધ્ધ ઉપર દયા આવી ને મકાન માલિકને થોડો સમય આપવા અનુરોધ કર્યો .મકાનમાલિકે પંદર દિવસનો સમય આપ્યો ને વુધ્ધ પોતાનો સામાન ફરી મકાન મા લઇ ગયા .
રસ્તા ઉપર નીકળેલ પત્રકારે આ દર્શ્ય જોઇ રહ્યો હતો. એણે વિચાર્યું કે આ વાત તો સમાચાર બને એવી છે.એમણે બે ત્રણ ફોટા પણ પાડી લીધા .ને ઓફિસે જઇ પોતાના માલિક ને આખી ઘટના જણાવી ને પેલા ફોટો ન્યુઝ પેપર ના માલિકને બતાવ્યા .ફોટા જોઇ ? માલિક હેરાન રહી ગ્યા . પત્રકાર ને પૂછ્યું આ વુધ્ધને તું ઓળખે છે ?પત્રકારે કહ્યું નહી !
વળતે દિવસે સમાચાર પત્રની હેડ લાઇન હતી
“ભારતના પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા દયનીય પરિસ્થિતિ મા જીવનજીવી રહ્યા છે.”આગળ લખ્યું હતું મકાનનું ભાડુ નહી આપી શકવાના કારણે ઘર માથી કાઢી મુક્યા હતા જે વ્યક્તિ બે વખત વડાપ્રધાન અને લાંબા સમય સુધી કેન્દ્રીય મંત્રી રહ્યા હોય એમની પાસે રહેવા માટે પોતાનું મકાન નથી
હકીકત વાત એમ હતી કે ગુલઝારીલાલનંદા સ્વતંત્રતા સેનાની હોવાના લીધે અમને ૫૦૦ રુપિયા ભથ્થું દર મહિને મળતુતુ પણ એમનું કહેવાનું એમ હતું કે ૫૦૦ રુપિયાના ભથ્થા માટે થોડી સ્વતંત્રતાની લડાય લડી છે.
અખબારમાં ખબર છપાયાના બીજા દિવસે તત્કાલીન પ્રધાનમંત્રીને મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીયોને એમના ઘરે મોકલ્યા .
આવા મોટા કાફલાને જોઇ સોસાયટી વાળા અને મકાન માલિક દંગ રહી ગયા.ત્યારે એમને ખબર પડી કે આપણા મકાનમાં ભાડે રહેનાર વ્યકિત કોઇ બીજું નહી પણ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ગુલઝારીલાલ નંદા છે.તરતજ મકાન મલિકે માફી માંગી કે મે તમારી સાથે દુરવ્યહેવાર કર્યો એ બદલ મને માફ કરી દયો .
અધીકારી ઓ એ ગુલજારીલાલ ને વિનંતી કરી કે તમે સરકારી મકાન તથા પ્રધાનમંત્રીને મળતી સુવિધાનો સ્વીકાર કરો
પણ ગુલઝારીલાલ ના માન્યા ને જયા સુધી જીવ્યા ત્યાં સુધી એક સામાન્ય નાગરિક ના જેમ જ જીવન પસાર કર્યું
૧૯૯૭મા પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાય અને એચ ડી દેવગૌડાના પ્રયાસથી ગુલઝારીલાલ નંદા ને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા દેહઅવસાનની પુર્ણતિથી પર એમને સાદર વંદન.
🙏🙏🙏🙏🙏🙏🙏
