Art of Spending – ખર્ચ કરવાની કળા
*બેટા ! લે આ ૧૦૦ રૂપિયા. એવી જગાએ તારે વાપરવાના છે કે જ્યાં રોકાણ કરતાં વળતર વધુ મળે
અને પિતાજી પાસેથી મળેલ ૧૦૦ રૂપિયા લઇને દીકરો સાંજના જ્યારે ઘરે આવ્યો ત્યારે એના ચહેરા પર કોઇ અનેરી ચમક હતી.
‘બેટા ! ૧૦૦ રૂપિયા’
*વાપરી દીધા
‘ક્યાં?’
‘ઘરેથી સ્કૂલે જતો હતો અને ત્યાં રસ્તાના એક ખૂણે બેઠેલા ભિખારીના પરિવાર પર મારી નજર પડી. બે નાના બાળકો એની માતાના ખોળામાં સૂતા હતા અને માતા ચકળવકળ નજરે આજુબાજુ જોઈ રહી હતી. એ બંને બાળકોના પિતાના ચહેરા પર ભારે ઉદાસીનતા દેખાતી હતી અને મને એમ થયું કે આ પરિવાર જ ૧૦૦ રૂપિયાને લાયક છે.
મેં એ ભિખારી બાપના હાથમાં ૧૦૦ રૂપિયા આપ્યા અને એની આંખોમાં જે હર્ષાશ્રુ આવી ગયા એ જોઇને મને વિશ્વાસ બેસી ગયો કે ૧૦૦ રૂપિયાના રોકાણનું આનાથી શ્રેષ્ઠ કોટિનું વળતર બીજું કોઈ જ હોઇ શકે નહીં
અને દીકરાની આ વાત સાંભળીને સ્તબ્ધ તથા આનંદિત થઇ ગયેલા પિતાજીએ એને ૧૦૦૦ રૂપિયા આપી દીધા.
“પિતાજી શેના?”
‘તેં જે સ્થળે ૧૦૦ નું રોકાણ કર્યું, એના જેવાં વધુ ને વધુ સ્થળોએ તું સંપત્તિનું રોકાણ કરતો જા અને વળતરમાં સહુના ચહેરા પર પ્રસન્નતા લાવતો જા એના પિતાએ દીકરાને જવાબ આપી દીધો.